© The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVI] MONDAY, 30th JUNE, 2025/JYAISTHA 09, 1947 [No. 3471
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑II EXTRAORDINARY
અધિસુચના
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯
(જુઓ નિયમ ર૬ (૯))
નગર રચના યોજના નં. ૩ (બોપલ)
અંતિમ યોજના
ક્રમાંક ઃ નં. નિ-૩/નરયો/નં. ૩ (બોપલ)/અંતિમ યોજના/જનરલ/૨૯૫૦/૨૦૨૫.-ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ ના નિયમ-૨૬(૯) અનુસાર અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ- પર ની પેટા કલમ-(૩)માં જોગવાઈઓ કર્યા મુજબ નગર રચના અધિકારી તરીકેના નગર રચના યોજના નં. ૩ (બોપલ) ની અંતિમ યોજના અંગેના મારા નિર્ણયો તા. ૧૩-૦૬-૨૦૨૫ ના શુક્રવારના રોજ જાહેર કરેલ છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૫૪ મુજબ તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ-(૯) ની જોગવાઈઓ અનુસાર નગર રચના અધિકારી તરીકે જે તે પ્લોટ માટે લીધેલા મારા નિર્ણયોના ઉતારા નમૂના ÒÒડÓÓ મુજબ નગર રચના યોજના નં. ૩ (બોપલ) માં આવતી મિલ્કતના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
ઉપરોક્ત નિર્ણયોથી અસંતોષ થતા હોય તેવી હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓ /માલિકોને મારા નિર્ણયોના ઉતારાની નકલ મYયેથી એક(૧) માસની અંદર જે નિર્ણયો અપીલને પાત્ર છે તે અપીલ બોર્ડના નિર્ણયો માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૫૫ અનુસાર રાજ્ય સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલ પ્રમુખશ્રી, બોર્ડ ઓફ અપીલ, બોર્ડ ઓફ અપીલની કચેરી, ગાંધીનગર, C/o. મુખ્ય નગર નિયોજકથીની કચેરી, સેન્ટ ઝેવીયરી સ્કુલની સામે, સેક્ટર-૧૦/એ,ચ-૩ ક્રોસ રોડ, ગાંધીનગરને જરૂરી કોર્ટ ફી નો સ્ટેમ્પ અપીલના મેમોરેન્ડમની 02 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 30-06-2025 ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૫૩ માં જણાવ્યા મુજબ નગર રચના અધિકારીના કેટલાક નિર્ણયો છેવટના છે. જ્યારે કલમ-૫૪ માં જણાવ્યા મુજબ નગર રચના અધિકારીના કેટલાક નિર્ણયો અધિનિયમની કલમ-૫૫ હેઠળ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.
તૈયાર કરવામાં આવેલ ઉપરોક્ત અંતિમ યોજનાની સંપૂર્ણ માહિતી, નિર્ણયો અને નકશાઓ નગર રચના અધિકારીની કચેરીમાં રજાના
દિવસો સિવાય નીચેના સરનામે કચેરીના સમય દરમ્યાન નિરીક્ષણ માટે ખુલ્લા રાખવામાં આવેલ છે અને યોજના સમજાવવા માટે જરૂરી વ્યવસ્થા
પણ કરવામાં આવેલ છે.
તા. ૧૩-૦૬-૨૦૨૫ સ્થળ ઃ અમદાવાદ
સહિ/- આવાચ્ય નગર રચના અધિકારી નગર નિયોજક-૩ અમદાવાદ નગર રચના યોજના એકમ-૨, અમદાવાદ.
કચેરીનું સરનામુ ઃ નગર રચના અધિકારી, નગર નિયોજક-૩, પ્રવર નગર નિયોજકશ્રીની કચેરી, અમદાવાદ નગર રચના યોજના એકમ-૨, અમદાવાદ ત્રીજો માળ, ઓફીસ નં. ૩૧૭ થી ૩૨૨, મલ્ટીલેવલ પાકિôગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ, નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ, નવરંગપુરા અમદાવાદ.