Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 27, Part Part-I Extra, 03 July 2025

Published 03 July 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
27
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-07-03.202508071528106913
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI ] THURSDAY, 03rd JULY, 2025/ASHADHA 12, 1947 [ No. 27

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑I EXTRAORDINARY

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે

જાહેરનામુ

નં. ઃ જે/એમએજી/ધુળેટી/જા.નામુ/૨૦૨૪.-આગામી તા. ૧૩-૦૩-૨૦૨૫ ના રોજ હોળી તથા તા. ૧૪-૦૩-૨૦૨૫ ના ધુળેટીનો તહેવાર આવતો હોય સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં આ તહેવારની ઉજવણી થનાર છે. સદરહુ તહેવારની ઉજવણી સારૂ લોકો સાંજના સમયે શહેર/ગામના મુખ્ય ચોકમાં લાકડા, છાણા તથા ઘાસ એકત્રીત કરી હોળી પ્રગટાવી હોલીકાનું દહન કરી, શ્રીફળ વધેરી, શ્રીફળ, પતાસા, ખજુર વિગેરેની લ્હાણી કરતા હોય છે. તેમજ ધુળેટીના તહેવારમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ તેમજ ગલી-શેરીઓમાં આવતા જતા રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર) પાણી ભરેલા ફૂગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફૂગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતા હોય છે અને અમુક લોકો જાહેર રસ્તાઓ ઉપર આડસ મુકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવતા હોય છે. જેને લીધે જાહેર રસ્તાઓ/શેરીઓ/ગલીઓમાં આવતા-જતા જાહેર જનતાને અડચણ, ત્રાસદાયક અથવા ઈજા થવાની તેમજ અમુક અસામાજિક તત્વો દ્વારા અન્ય કોમની સ્ત્રીઓ ઉપર રંગ છાંટવાના બનાવ અથવા છેડતીના બનાવ બનતા હોય છે. જેથી જાહેર સુલેહશાંતિ જોખમાય તેવી શકયતા નકારી શકાય નહી. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે સારૂ આવી પ્રવૃતિ અટકાવવી જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આ નીચે જણાવેલ વિસ્તારમાં તા. ૧૩-૦૩-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૧૫-૦૩-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.

કૃત્યો ઃ

ÒÒકોઈ પણ ઈસમ અથવા ઈસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફૂગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફૂગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઈપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેંકવા નહીં તેમજ ઢોલ, નગારા તથા ડી. જે. મોટે અવાજથી વગાડવા નહીં તેમજ જાહેર રસ્તાઓ ઉપર આડસ મુકી, વાહન રોકી, વાહનો ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવવા નહી અને તે માટેના સાધનો લઈ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહીં, પોતાના હાથમાં રાખવા નહીં કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિ કરવી નહીં. તેમજ અન્ય કોમની લાગણી દુભાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળે તેવી રીતનું વર્તન કરવું નહીં.ÓÓ

વિસ્તાર ઃ

પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો સમગ્ર વિસ્તાર.

0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકરવાળા વાહનો દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધરણ રાજ્યપત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આજ તારીખ ૦૬ માહે માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો લગાડી હુકમ બહાર પાડuો.

રાજકોટ, ૦૬ માહે માર્ચ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી)-(સી) અન્વયેનું

જાહેરનામુ

નં. જે/એમએજી/રખડતા ઢોર નિયંત્રણ/જા.નામુ/ફા. નં. ૩૪/૨૦૨૩.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્યના તા. ૦૫-૦૩-૨૦૨૫ ના પત્ર ક્રમાંક નં. LIB/રખડતા ઢોર નિયંત્રણ/જાહેરનામુ/૩૯૧/૨૦૨૫ થી રાજકોટ જિલ્લામાં આવેલ કુલ-૬ નગરપાલિકાઓના વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો નહી નાખવા અંગે અને રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા સારૂ દરખાસ્ત રજુ થયેલ છે. સદરહુ બાબતે સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા. ૩૦-૧૦-૨૦૨૩ ના પત્રથી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ થયેલ MCA No. 979/2019 in Writ Petiton (PIL) No. 170/2017 મુસ્તાક હુસૈન મહેન્દી હુસૈન કાદરી વિ. જગદીપ નારાયણ સિંઘ, આઈ.એ.એસ. અને અન્યોના ચાલી રહેલ પીટીશનમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા નામ. હાઈકોર્ટમાં રાજ્યમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેરકાયદેસર પાકિôગ અને દબાણ, ખરાબ રસ્તાની સમસ્યા અંગે રજુ કરેલ વિગતવાર રીપોર્ટના અનુસંધાને રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા સારૂ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ હોય તકેદારીના ભાગરૂપે નીચે મુજબની અમલવારી કરવી જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ રાજકોટ જિલ્લાની ગોંડલ, જસદણ, જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં નીચે મુજબના નિર્દેષનું પાલન કરવા માટે ફરમાવુ છું કે,

(૧) પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ.

(૨) રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવી. (સદરહુ કામગીરી સંબંધીત નગરપાલિકા દ્વારા કરવાની રહેશે.)

વિસ્તાર ઃ

આ જાહેરનામું રાજકોટ જિલ્લાની ઉપર મુજબની નગરપાલિકાઓના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૩૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું તા. ૦૮-૦૩-૨૦૨૫ થી તા. ૦૭-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ હુકમની બજવણી કરવી વ્યકિતગત રીતે શકય ન હોય એકતરફી હુકમ કરવામાં આવે છે. તથા આ હુકમની જાહેરાત વર્તમાન પત્રોમાં, અખબારી યાદી રૂપે આપી તથા રેડીયો ટેલીવીઝન, કેબલ ટીવી નેટવર્ક તથા લોકો એકત્રીત થતા હોય તેવી કચેરીઓમાં નોટીસ બોર્ડ ઉપર ચોટાડીને તથા રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને કરવાની રહેશે.

આ હુકમ અન્વયે રાજકોટ ગ્રામ્ય પોલીસની હકુમત હેઠળ આવતી સદરહું તમામ નગરપાલિકાના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટરના દરજ્જાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ તથા સંબંધીત નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય દંડ સંહીતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તારીખ ૦૬મી માહે માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો લગાડી હુકમ બહાર પાડયો.

રાજકોટ, ૦૬ માહે માર્ચ, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 03

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. જે/એમએજી/ડ્રોન/જાહેરનામુ/ફા.નં.૩૧/૨૦૨૩.-રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઈટલ ઈનસ્ટોલેશન, વી.વી.આઈ.પી. રહેણાક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તેમજ અન્ય પ્રતિબંધીત એરીયા વિગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી રાજકોટ ગ્રામ્ય પોલીસની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના પત્ર ક્રમાંક VI-23014/209/IND2018-VS. Dt. 26-02-2020 માં જણાવ્યા મુજબ વાઈટલ એરીયા, સેન્સેટીવ એરીયાને ÒÒનો ડ્રોન ઝોનÓÓ એરીયા જાહેર કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. તેમજ આ બાબતે ભારત સરકાર તરફથી તા. ૧૦-૦૫-૨૦૧૯ ના રોજ એસ.ઓ.પી. બહાર પાડવામાં આવેલ છે. જે ધ્યાને લઈ ÒÒUAV(Unmanned Aerial Vehicle)ÓÓ કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લાગેડલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈનો રાજકોટ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાને હાની પહોંચાડવાની શકયતા નકારી શકાય તેમ ન હોય તેમજ થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલાના બનાવ બનેલ હોય આ પ્રકારના સંસાધનોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આતંક ફેલાવી સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી છે.

વાસ્તે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ઉપરોકત દર્શાવેલ કલમમાં મળેલ સત્તા હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર નીચે જણાવેલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અમુક સરકારી કચેરીઓ/સબ સ્ટેશનો, મંદીર, મસ્જીદ, બજાર, ડેમ/ડેમ સાઈટ, પુલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ૂૂUAV(Unmanned Aerial Vehicle)ંં કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લાગેડલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવુ છું.

Sr. No. Name of Place Full Postal Address Recommended Zone (Red/Yellow) Extend/Limit of Buffer Zone where drones will be restricted as per MHA circular dated 8th Nov. 2018
1 400 K.V. Sub Station (GETCO) Near Dhareshwar Rajkot National Highway Navagadh, Jetpur 360375 Red 2 KMs Area
2 Jalaram Temple Near chamunda chowk Virpur village Ta-Jetpur, Dist-Rajkot 360380 Red 1 KMs Area
3 Kagvad Khodaldham Temple Kagvad village Ta-Jetpur dist Rajkot Gujarat 360380 Red 2 KMs Area
4 Chhaparvadi Dam-2 Near Jetpur Village Ta-Jetpur Dist.-Rajkot Gujarat Yellow 1 KMs Area
5 66 KV Sub Station (PGVCL) Bhadla Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
6 66 KV Sub Station (PGVCL) Kamlapur Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
7 66 KV Sub Station (PGVCL) Barvala Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
8 66 KV Sub Station (GETCO) Bhandariya Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
9 Adhiya Dem Adhiya Village Ta-Jasdan 360025 Yellow 2 KMs Area
10 Raningpar Dem Raningpar Village Ta-Jasdan 360025 Yellow 2 KMs Area
11 Shri Geli Ambe Temple (Crowded Place in Festival) Bhadla Village Ta-Jasdan Dist-Rajkot360025 Yellow 1 KMs Area
12 Kananath Mahadev Temple Kanesara Village Ta-Jasdan Dist-Rajkot360025 Yellow 2 KMs Area
13 132 K. V. Sub Station (GETCO) Near Arani Road, Bhayavadar Ta. Upleta Pin-360450 Red 1 KMs Area
14 220 K. V. Sub Station (GETCO) Near Sidasar Road, Moti Paneli Village Ta. Upaleta Pin-360480 Red 1 KMs Area
15 66 K. V. Sub Station (GETCO) Near Matra Pir Temple, Kharachiya Village, Ta. Upaleta Pin-360470 Red 500 MTR area
16 66 K. V. Sub Station (GETCO) Near Ramapir Temple, Khirasar Road, Arani Village, Pin-360450 Red 500 MTR area
17 Moj Dam Near Mojira Village, Ta. Upleta Pin-360450 Yellow 3 KMS area
18 Venu-2 Dam Near Gatatri Temple, Gadhetad Village, Ta. Upleta Pin-360460 Yellow 3 KMS area
19 Fulzar Dam Near Mandasam Road, Moti Paneli Village, Ta. Upleta Pin-360480 Yellow 3 KMS area
20 All India Radio Station Rajkot-Jamnagar High way Road, Near Chawki Dhani Hotel, Targhadi Ta. Paddhari, Dist.-Rajkot Yellow 1.5 KMs Area
21 220 K. V. Sub Station (GETCO) Nyara-Dadala Sub Station Rajkot-Jamnagar Highway, Nyara Village Ta. Padadhari 360110 Yellow 1 KMs Area
22 SCA Cricket Stadium Rajkot-Jamnagar Highway, Khandheri Village Ta-Paddhari Red 1 KMs Area
23 Nyari-2 Dam Rangapar Village, Ta.-Padadhari Yellow 6 KMs Area
24 Aji-3 Dam Khajuradi-Khakhadabela Village, Ta.-Padadhari-360110. Yellow 6 KMs Area
25 IOC Oil Pipe Line Near Bypass Road, Padadhari Yellow 1 KMs Area
26 Water Pumping Station Rajkot-Jamnagar Highway, Nyara Village Ta.-Padadhari-360110. Yellow 1 KMs Area
27 66 K. V. Sub Station (GETCO) Near Santhili Village, ta.-Jasdan-365490 Red 2 KMs Area
28 66 K. V. Sub Station (GETCO) Near Pratap Pur Village, Ta.-Jasdan-365490 Red 2 KMs Area
29 66 K. V. Sub Station (GETCO) Near Atkot Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
30 66 K. V. Sub Station (GETCO) Near Baldhoi Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
31 66 K. V. Sub Station (GETCO) Near Jivapar Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
32 66 K. V. Sub Station (GETCO) Near Mota Dada Village, Ta.-Gondal Red 2 KMs Area
33 Iswariya Dam Near Iswariya Village, Ta.-Jasdan. Yellow 1 KMs Area
34 66 K. V. Sub Station (GETCO) Padvala Main Road, Shapar Veraval Ta.-Kotdasanghani Red 1 KMs Area
35 66 K. V. Sub Station (GETCO) Behind P. S. Plywood, Shapar Veraval Ta.-Kotdasanghani Red 1 KMs Area
36 66 K. V. Sub Station (GETCO) Behind Khodiyar Hotel, Kangasiyali Village Red 1 KMs Area
37 Main Bazar Veraval Main Road, Shapar Veraval Ta.-Kotdasanghani Yellow 1 KMs Area
38 Ramapir Temple At-Dholara Village, Ta.-Lidhika Yellow 1 KMs Area
39 Bridge Near vagudad patiya Rajkot kalavad state Highway, Vagudad-Lodhika-360021 Yellow 1 KMs Area
40 Ufresh dairy Gate no. 1 Metoda Gidc metoda Ta. Lodhi- ka-360021 Yellow 1 KMs Area
41 Nyari Dam Near Vagudad Village, Ta.-Lodhika-360021 Yellow 1 KMs Area
42 Bhadar Dam-1 Near Lilakha Village Ta. Gondal Red 4 KMs Area
43 66 K. V. Sub Station (GETCO) Anida Bhalodi, Vejagam Road, Ta. Gondal Red 1 KMs Area
45 66 K. V. Sub Station (GETCO) Lilakha Village, Sultanpur Road, Ta. Gondal, Dist. Rajkot Red 1 KMs Area
46 66 K. V. Sub Station (GETCO) Vasavad Village, Main Road Ta. Gondal Dist. Rajkot Red 1 KMs Area
47 66 K. V. Sub Station (GETCO) Sadak Pipliya Village, Near Bharudi Tall Plaza Ta. Gondal Red 1 KMs Area
48 66 K. V. Sub Station (GETCO) Nani Vavadi Road, Village Supedi Ta. Dhoraji Red 1 KMs Area
49 66 K. V. Sub Station (GETCO) Near Moti Parabadi Vilage, Ta.-Dhoraji Red KMs Area
50 Lalsa Bawa ni Dargah Near Shak Market Chawk, Dhoraji Yellow 1 KMs Area
51 Bhadar Bridge Upleta National High way Road, Dhoraji Yellow 1 KMs Area
52 Bhadar Dam Near Upleta National High way Road, Dhoraji Yellow 2 KMs Area
53 Sub Jail Near Dhoraji Police Station, Dhoraji Red 1 KMs Area
54 Swaminarayan Temple Fareni Village, Ta. Dhoraji Yellow 1 KMs Area
55 Swaminarayan Temple Near Junagadh Road Railway fatak, Dhoraji Yellow 1 KMs Area
56 Haveli Bazar Near Darabar Gadh, Dhoraji Yellow 1 KMs Area
57 Dhoraji Power House Near Nabhiraj Society Dhoraji Yellow 1 KMs Area
58 66 K. V. Sub Station (GETCO) Near Rupavati Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
59 66 K. V. Sub Station (GETCO) Near Snaali Villae, Ta.-Vinchhiya Red 1 KMs Area
60 66 K. V. Sub Station (GETCO) Near Hathsani Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
61 66 K. V. Sub Station (GETCO) Near Bandhani Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
62 Water Treatment Plants Near Moduka Villae, Ta. Jasdan Yellow 1 KMs Area
63 132 K. V. Sub Station (GETCO) Aatkot Road, Jasdan Dist. Rajkot-360050 Red 1 KMs Area
64 Bridge of Bhadar River National Highway Road, Near Nav- agadh-Jetpur Dist.-Rajkot Yellow 700 KMs Area
65 Bus Station Junagadh Road, Jetpur. Yellow 1 KMs Area
66 Swaminarayan Temple M. G. Road, Jetpur Yellow 1 KMs Area
67 Sub Jail Khodpara, Jetpur Red 500 MTR Area
68 66 K. V. Sub Station (GETCO) Dhoraji Road, Jetpur Red 1 KMs Area
69 66 K. V. Sub Station (GETCO) Bhojadhar, Khirasara Rod, Jetpur Red KMs Area
70 Filter Plant Khirasara Road, Jetpur Yellow 1 KMs Area
71 Food Godown Navagadh, Jetpur Yellow 1 KMs Area
72 66 K. V. Sub Station (GETCO) Near Kalavad Road, Jamkandorna-360405 Red 1 KMs Area
73 66 K. V. Sub Station (GETCO) Near Satodad Village Ta. Jamkandorna Red 1 KMs Area
74 66 K. V. Sub Station (GETCO) Near Sanala Raydi Road, Ta. Jamkandorna Red 1 KMs Area
75 66 K. V. Sub Station (GETCO) Near Rangpar Village Ta. Jamkandorna Red 1 KMs Area
76 66 K. V. Sub Station (GETCO) Near Chitravad Village Ta. Jamkandorna Red 1 KMs Area
77 66 K. V. Sub Station (GETCO) Near Raydi, Dhoraji Road, Ta. Jamkandorna Red 1 KMs Area
78 66 K. V. Sub Station (GETCO) Near Khajurada Village Balapar Road, Ta. Jamkandorna Red 1 KMs Area
79 66 K. V. Sub Station (GETCO) Near Gundasari Road, Ta. Jamkandorna Red 1 KMs Area
80 Fofal Dam Near Mota Dhudhivadar Village Ta. Jamkandorna Yellow 1 KMs Area
81 66 K. V. Sub Station (GETCO) Bagasara Road, Devakigalol Ta.-Jetpur Red 1 KMs Area
82 66 K. V. Sub Station (GETCO) Vadiya Road, Amaraparl Village Ta.-Jetpur Red 1 KMs Area
83 66 K. V. Sub Station (GETCO) Pachpipala Village Ta.-Jetpur Red 1 KMs Area
84 66 K. V. Sub Station (GETCO) Arabtimadi Village Ta.-Jetpur Red 1 KMs Area
85 66 K. V. Sub Station (GETCO) Jetalsar Gam Village, Ta.-Jetpur Red 1 KMs Area
86 66 K. V. Sub Station (GETCO) Mandalikpur Village Ta.-Jetpur Red 1 KMs Area
87 Railway Station Jetalsar Junction Vilage Ta.-Jetpur Yellow 1 KMs Area
88 Pumping Station Near Amarnagar Village Ta.-Jetpur Yellow 500 MTR area
89 Bus Station Gudala Road Gondal-360311 Yellow 500 MTR area
90 Railway Station Station Plot Gondal-360311 Yellow 1 KMs Area
91 Swaminarayan Temple B.A.P.S. Opp. Yoginagar, Ashapura Road, Gondal-360311 Yellow 2 KMs Area
92 Sub Jail Vora Kotda Road, Gondal-360311 Red 2 KMs Area
93 SRP Group 8 Gondal Kotada Sangani Road, Gondal-360311 Yellow 4 KMs Area
94 220 K. V. Sub Station (GETCO) Jetpur Road, Gondal Dist.-Rajkot Red 1.5 KMs Area
95 Sureshwar Dem Near Suresh Mahadev Temple, Veri Talav Gondal-360311 Yellow 5 KMs Area
96 Ashapura Filter Plant Near Ashapura Tempal Gondal-360311 Yellow 0.50 KMs Area
97 66 K. V. Sub Station (GETCO) Ribada Road, Kotda Sangani Red 1 KMs Area
98 66 K. V. Sub Station (GETCO) Near Hadmtala Village Ta-Kotdasangani Red 1 KMs Area
99 66 K. V. Sub Station (GETCO) Near Satapa Village Ta-Kotdasangani Red 1 KMs Area
100 66 K. V. Sub Station (GETCO) Near Ramod Village, Ta-Kotdasangani Red 1 KMs Area
101 Karmal Dam Near Vadipara Village Ta-Kotadsangani Yellow 1 KMs Area
102 Bus Station Upleta Kolki Road Yellow 1 KMs Area
102 Sub Jail Darbargadh, Upleta Red 1 KMs Area
103 Matrimataji Temple Patanvav Osam Dungar Yellow 1 KMs Area
104 Wild Life Sanctuary Jasdan-Ahamdavad Highway Road, Hin- golgadh Village, Ta.-Vinchhiya Red 7 KMs Area
105 Wireless & Microwave Station Ribada Ribada Railway Station Ta. Gondal Yellow 100 mtr Distance Form Perimeter
106 Bhadar River Bridge Between Navagam & Virpur Navagadh Ta. Jetpur Yellow 50 mtr Distance Form Both the sides and ends
107 Wireless & Microwave Station At-Jetalsar Railway Station, Ta. Jetpur Yellow 100 mtr Distance Form Perimeter
108 Fuel Point Station Jetalsar At-Jetalsar Railway Station, Ta. Jetpur Yellow 100 mtr Distance Form Perimeter
04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 05 06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 07

અપવાદ ઃ

સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામામાંથી મુકિત આવપામાં આવે છે. જુદા-જુદા કારણોસર ડ્રોનથી શુટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઈન્સપેકટરથી નીચેની રેન્કના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

સમયગાળો ઃ

આ જાહેરનામુ તા. ૦૧-૦૩-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટીસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી તેમજ સરકારી ગેઝેટમાં પ્રકાશીત કરાવી પ્રસિધ્ધી કરવામાં આવશે.

આજ તારીખ ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો લગાડી હુકમ બહાર પાડયો.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/ટોલ ગેઈટ/સીસીટીવી/ફા.નં. ૩૦/૨૦૨૩.-ભુતકાળમાં અમદાવાદ શહેર તેમજ મુંબઈમાં તેમજ દેશના વિવિધ શહેરોમાં ત્રાસવાદીઓએ પ્રવેશ કરી અંધાધુંધ ગોળીબાર અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ તેમજ હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરી રાષ્ટ્રના તમામ લોકોને ભયજનક સ્થિતિમાં મુકી દીધેલ. હાલે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં ત્રાસવાદી પ્રવૃતિઓમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનું જણાયેલ છે. આવા બનાવો પરથી જણાય છે કે, ત્રાસવાદી/અસામાજીક તત્વો વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી ઉપરોકત વિગતે ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને શાંતિનો વ્યાપકપણે ભંગ કરેલ છે, તેમજ જાન-માલ અને માનવ જીંદગીની તેમજ મિલ્કતની પણ મોટાપાયે ખુવારી કરી ગુન્હાઓ આચરી વાહનો મારફતે નાસી છુટતા હોય છે. તાજેતરમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અને મુંબઈ પ્રોહીબીશન એકટ હેઠળના ગુન્હાઓનું પ્રમાણ પણ વધવા પામેલ હોય તેમજ ગુન્હેગારોે આવા ગુન્હાઓ આચરી ગુન્હાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજ્ય બહાર પણ નાસી જાય છે. ત્રાસવાદીઓ/ગુન્હેગારોએ વાહન મારફતે મુસાફરી કરી હોય તેની વિગતો બનાવ પછી મળે છે. પરંતુ વાહનની પાકી ઓળખ પ્રસ્થાપિત થઈ શકતી નથી જેનો લાભ ગુનો આચરનારને મળે છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી કે દેશ બહારથી આવતા આવા તત્વોને શોધી પકડી પાડવા અને ગંભીર પ્રકારના ગુન્હાઓ થતા અટકાવવા, થયેલ ગુન્હોઓનો પર્દાફાશ કરવા તથા ગુનેગારોને પકડી શકાય તે માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ નીચે મુજબ કાર્યરત ટોલનાકા પરના વાહનોના પુરેપુરા રજીસ્ટ્રેશન નંબરોની નોંધણી થાય તેમજ આવા વાહન અને વાહન ચાલકોના ફોટોગ્રાફસ પણ લઈ ડેટાબેઈઝમાં જાળવવામાં આવે તે જાહેર સલામતિની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક જણાય છે.

08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025
ક્રમ ધોરી માર્ગ નંબર અને નામ હાલ કાર્યરત ટોલનાકાનું સ્થળ ધોરીમાર્ગ જે એજન્સીનો છે તેનું નામ
૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૨ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૩ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૪ રાજય ધોરી માર્ગ રાજકોટ-જામનગર-વાડીનાર પડધરી તાલુકાના વણપરી ગામ પાસે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ

ઉકત ટોલનાકા ઉપરાંત કોઈ નવા ટોલનાકા ઉપસ્થીત કરવામાં આવે તો તેવા ટોલનાકા ઉપર પણ આ હુકમ લાગુ પડશે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારીતય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા વિસ્તારમાં આવેલ ઉપરોકત ટોલનાકાઓના મેનેજરશ્રી, વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનાર સંબંધિત સતાધિકારીઓએ ટોલનાકામાંથી પસાર થતાં તેમજ ટોલાનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી. ટી.વી. કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રેશનની સંપુર્ણ વિગતોની નોંધણી કરવી. તેમજ ટોલપ્લાઝા પર અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ. એસ. ટી. ગુજરાત રાજય, અમદાવાદના ખાનગી પત્ર ક્રમાંક ઃ એટીએસ/મુ. મથક/૯૫/૨૦૧૨ તા. ૦૩-૧૨-૨૦૧૨માં દર્શાવવામાં આવેલ વિકલ્પ-૧ અથવા વિકલ્પ-૨ મુજબના સ્પેસીફીકેશન ધરાવતા લગાવવાના રહેશે.

ઉપરાંત સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે હાઈવે પરના પેટ્રોલપંપ ઉપર, હાઈવે ઉપરની હોટલો ઉપર, હાઈવે ઉપરના સીનેમાહોલ તેમજ જિલ્લાના મોટા મંદિરો, સાયબરકાફે, જવેલર્સની દુકાનો અને હોસ્ટેલો ઉપર સ્થાનિક માલિકો/સંચાલકો દ્વારા બિલ્ડીંગની અંદર અને બહાર જાહેર રોડને કવર કરે તે રીતે સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.

આવા સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન રાખવા તેમજ કેમેરા પુરતી સંખ્યામાં રાખવા જેથી વ્યકિત કે વાહન આઈડેન્ટીફાઈ થઈ શકે, ઉકત સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીગ થઈ શકે તેવી કવોલીટીના રાખવા અને આવા ડીજીટલ રેકોર્ટીગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેક-અપ ૨૦ (વીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવો.

જાહેરનામાના અમલનો સમય અને વિસ્તાર ઃ

આ હુકમ રાજકોટ પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉકત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી સીક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/બોર-કુવા/જા.નામુ/ફા.નં. ૨૩/૨૦૨૩.- લોકો દ્વારા કરવામાં આવતા બોર-કુવામાં પડી જવાથી બાળકોના મૃત્યુ થયાના અનેક કિસ્સાઓ સમાચારપત્રો અને ઈલેકટ્રોનિકસ મીડીયામાં અગાઉ પ્રસિધ્ધ થયેલ છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૧૮-૦૭-૨૦૧૨ની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ ઉકત બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા સુચના થઈ આવેલ છે.

આવા ગંભીર, માનવ જીંદગી જોખમાવતા બનાવો બનતા અટકાવવા જાહેર હિતમાં ઈચ્છનીય છે. જેથી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ જાહેર શાંતિ અને સુલેહ જાળવવા તથા માનવ જીંદગી જોખમાતી બચાવવા પગલા લેવા જરૂરી છે. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ સિવાયના વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુલેહ-શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીચે મુજબનો પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

વાસ્તે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ રાજકોટ જિલ્લાના રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા ફરમાવું છું.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 09

કૃત્યો ઃ

(૧) રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ખેતીના ઉપયોગ માટે તથા અન્ય હેતુ માટે લોકો દ્વારા બોરકુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ બોરકુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં માલીકો દ્વારા છોડી દેવામાં આવે છે તેવા બોરકુવા તાત્કાલીક અસરથી જે-તે માલીકોએ પુરાણ કરી બંધ કરી દેવાના રહેશે.

(૨) જે બોરકુવા હાલ બીનજરૂરી (બીનવપરાશ) હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા રાખેલ બોરકુવાને અકસ્માત થતો અટકાવવા બોરકેપ નટ-બોલ્ટ સહિતના ફરજીયાત લગાવી ઢાંકી દેવાના રહેશે.

(૩) દરેક ખાતેદારે ખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાતા તમામ કુવાની ફરતે પાકી દિવાલ બનાવી લેવાની રહેશે.

સમય મર્યાદા ઃ

આ હુકમ તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

તમામને વ્યકિતગત રીતે આ નોટિસની બજવણી કરવી શકય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/મકાન/ઔદ્યો.એકમ/ભાડુ/જા.નામું./ફા.નં. ૨૭/૨૦૨૩.-ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો મુજબ ત્રાસવાદીઓ, અસામાજીક તત્વો ભાડે મકાન રાખી, આશરો મેળવી જાહેર જનતાની સલામતિ અને શાંતિનો ભંગ કરી માનવ જીંદગીની ખુવારી થાય, જાન-માલ અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન થાય તેવા કૃત્યો કરતા હોય છે. જેથી દેશની સુરક્ષાના હિતમાં મકાન ભાડે આપતા માલિકો, ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મકાનો ઉપર નિયંત્રણ મુકી શકાય તેમજ ભાડુઆતની ઓળખની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન અને તપાસનીશ અધિકારીને મળી રહે તે જરૂરી છે.

જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર કોઈ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે ન આપી શકાય તેમજ તે રીતે ભાડે આપેલ મકાન, ઔદ્યોગિક એકમ, મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી આ નીચે દર્શાવેલ ફોર્મમાં ભરી, આ નીચે દર્શાવેલ શરતોનું પાલન કરી આ ફોર્મ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ વિનંતી કરેલ છે.

મિલ્કત ભાડે આપવા અંગે પોલીસને જાણ કરવા માટેનું નિયત ફોર્મ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મકાન કે ઔદ્યોગીક એકમ ભાડે આપેલ હોય તેની વિગત (મકાન/ટેનામેન્ટ/ફલેટ/ડુપ્લેક્ષ/દુકાન/ઓફિસ/ઔદ્યોગીક એકમ/ગોડાઉન/ શેડ/ પ્લોટ વિગેરે મિલ્કત)
પોલીસ ઈન્સ્પેકટરશ્રી/પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી, ................................................................................ પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્ય તા. / /૨૦
મકાન માલિક કે ઔદ્યોગીક એકમનું નામ ઃ શ્રી/શ્રીમતિ ....................................................................................................................
જન્મ તારીખ ............................................................. ªમર ...................................... વર્ષ ........................................................ સરનામુ ઃ ............................................................................................................................................................................... .............................................................................................................................................................................................
ફોન નં. (ઘર) ............................................. (ઓફીસ) ............................... (મોબાઈલ નં.) .......................................................
ભાડુઆતનો ફોન નં. (ઘર) ................................ (ઓફીસ) .......................... (મોબાઈલ નં.) ........................................................
મિલ્કત કેટલા સમય માટે ભાડે આપેલ છે ? તે સમયગાળો ઃ
ભાડુઆતનું કાયમી વસવાટનું સરનામું (વતનનું) ઃ ............................................................................................................................. .............................................................................................................................................................................................
ભાડુઆતના વતનનો ફોન નં. (ઘર) ................................ (ઓફિસ) .......................... (મોબાઈલ નં.) .............................................
ભાડુઆતનો ધંધો/નોકરી/વ્યવસાયનું સરનામું ઃ ................................................................................................................................ .............................................................................................................................................................................................
માસિક ભાડાની રકમ રૂા. .............................................................. /- ડિપોઝીટ રૂા. .................................................................... /-
એજન્ટનું નામ શ્રી/શ્રીમતિ ..........................................................................................................................................................
એજન્ટનું સરનામું ઃ ................................................................................................................................................................. .............................................................................................................................................................................................
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
ભાડુઆતના સ્થાનિક સંબંધિની વિગત અને સરનામું .......................................................................................................................
(૧)
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
(૨)
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
ભાડુઆતનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો મકાન કે ઔદ્યોગીક એકમના માલિકનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો સાક્ષીનું નામ, સરનામું અને સહી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીની સહી તથા સિક્કો
ભાડુઆતની સહી ઃ ઔદ્યોગીક એકમ માલિકની સહી ઃ મકાન માલીકની સહી ઃ
10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025

શરતો ઃ

➢ ઉક્ત ફોર્મ કાળી સહીવાળી પેનથી ભરવાના રહેશે.

➢ ઉક્ત ફોર્મ મકાન માલિક અને ભાડુઆતે સંપુર્ણ રીતે ભરીને જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

➢ ઉક્ત ફોર્મ સંપૂર્ણ ભરાયા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. જે બંને પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ ફોર્મની એક નકલ પોલીસ સ્ટેશનમાંથી સહી-સિક્કા કરી પરત આપે તે મકાન માલિક કે એકમ માલિકે સાચવી રાખવાની રહેશે.

➢ સિંગલ યુવક કે યુવતિને મિલ્કત ભાડે આપવાની થાય ત્યારે તેના વાલીનું સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે સંમતિપત્ર આ સહ સામેલ કરવાનું રહેશે.

➢ ભાડે રાખનારે તેમનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, કંપનીનો લેટરપેડ રજુ કરવાનો રહેશે.

➢ જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સંબંધમાં પણ આ ફોર્મ ભરવાના રહેશે. તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.

➢ આ ફોર્મ સાથે રૂા. ૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે.

➢ મિલ્કત ખાલી કરવામાં આવે ત્યારે લેખીતમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.

➢ મકાન માલિક અને ભાડુઆતના અંગુઠાનું નિશાન અને સહીઓ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે.

ઉક્ત વિગતો ધ્યાને લઈ કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ, તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રુએ રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપતી વેળા ઉપર મુજબના ફોર્મમાં તમામ વિગતો ભરી જે-તે પોલીસ સ્ટેશનમાં રજુ કરવા તેમજ ઉપર દર્શાવેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા ફરમાવું છું.

મુદત ઃ

આ હુકમ તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થઈ શકશે.

તમામને વ્યકિતગત રીતે આ જાહેરનામાની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. આથી હું, એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉક્ત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮ માહે, ફેબ્રુઆરી-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 11

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/ટુ વ્હી./જા.નામુ/ફા.નં. ૨૯/૨૦૨૩.-ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો તથા ભુતકાળમાં આતંકવાદીઓ દ્વારા અમદાવાદ, મોડાસા, બેંગ્લોર અને દિલ્હીમાં શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તથા માલ-મિલ્કતોને નુકશાન કરવામાં આવેલ તથા ભુતકાળમાં સુરત શહેરમાં બોમ્બ તથા બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવેલ. જે જોતાં આતંકવાદીઓ/ત્રાસવાદી તત્વોએ મલીન ઈરાદાને અંજામ આપવા સાયકલો તથા ટુ વ્હીલર વાહનોમાં બોંબ રાખી બ્લાસ્ટ કરી કૃત્યોને અંજામ આપેલ છે. તેથી સાયકલો, સ્કુટરો, મોટર સાયકલો તથા ફોર-વ્હીલર મોટરકાર ખરીદનારની માહિતી રાખેલ હોય તો આવા ત્રાસવાદી કૃત્ય કરનાર ગુનેગારો સુધી પહોંચી શકાય. તેથી સાયકલ/વાહનો વહેંચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતી તેમજ દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં થોડા સુચનો અમલમાં મુકવા પોલીસ અધિક્ષકશ્રીના ઉક્ત પત્રથી અત્રેને દરખાસ્ત કરવામાં આવેલ છે. જે સુચનો અમલમાં મુકવા જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે,

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો/શોરૂમ ધરાવતા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે આવા સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનો વેચવામાં આવે ત્યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.

(૧) સાયકલ, સ્કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી.

(૨) ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય ત્યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનીક અગ્રણીઓ જેવા કે, મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસPયશ્રી, સંસદસPયશ્રી, કોઈપણ ખાતા તરફથી મેળવેલ ઓળખ પત્રક/પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ ગ્રાહક પાસેથી મેળવવાનો રહેશે.

(૩) બીલમાં ખરીદનારનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન નંબર/મોબાઈલ નંબર લખવો.

(૪) વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનનો Áેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.

(૫) ઉકત મુજબના વાહન વેચાણકર્તાએ કોઈપણ પોલીસ અધિકારી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતિ/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.

અમલવારીનો સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૩-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડસ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી-સિક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના અધિનિયમ-૨૨ ની કલમ-૩૭(૧) અન્વયે કાઢેલ

હુકમ

નં. જે/એમએજી/ક. ૩૭ (૧)/જા. નામુ/માર્ચ-૨૫/ફા.નં. ૩૨/૨૦૨૩.-આગામી માહે માર્ચ-૨૦૨૫ ના માસ દરમ્યાન હોળી-ધુળેટી, ચેટી ચાંદ, રમજાન ઈદ જેવા તહેવારો આવતા હોય તથા જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ નિકળનાર હોય તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો તેમજ સંગઠનો દ્વારા આંદોલનો, રેલીઓ/ધરણા જેવા કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. જે ધ્યાને લેતાં આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે નીચે મુજબ હુકમ બહાર પાડવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રૂએ આ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા. ૦૧-૦૩-૨૦૨૫ થી ૩૧-૦૩-૨૦૨૫ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું.

12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025

કૃત્યો ઃ

(૧) હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.

(૨) કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની.

(૩) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાના અથવા નાખવાનાં યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવની તથા તૈયાર કરવાની, તથા કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઈ જવાની.

(૪) મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.

(૫) લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની.

(૬) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતિ જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.

વિસ્તાર ઃ

પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો સમગ્ર વિસ્તાર.

અપવાદ ઃ આ હુકમના ખંડ-૧ તથા ૨ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય.

(૨) વૃધ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય.

(૩) સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલ હોય તેવી વ્યક્તિઓ.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધારણ રાજયપત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આજ તારીખ ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ નાં રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો લગાડી હુકમ બહાર પાડuો.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/મોબાઈલ/જા.નામું/ફા.નં. ૨૮/૨૦૨૩.-નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ હાલના પ્રવર્તમાન આતંકવાદના સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા વગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે તેમજ ગુપ્તચર સંસ્થાઓએ વાઈટલ ઈન્સ્ટોલેશન અને અગત્યના ધાર્મિક સ્થળો, મંદિરો પરના હુમલાના ભયની શકયતા દર્શાવેલ છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આવેલ અક્ષર મંદિર, વિરપુરમાં આવેલ જલારામ મંદિર જેવા પ્રસિધ્ધ મંદિરો તથા અન્ય વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો આવેલ છે. આવા સંજોગોમાં રાજકોટ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્યો કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી ગુન્હાહિત પ્રવૃત્તિ અટકાવવી આવશ્યક છે. આવા બનાવોની તપાસ દરમ્યાન એવું ફલીત થાય છે કે, આવા આતંકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુન્હાઓ આચરવા માટે જુના મોબાઈલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યોને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે. તેમજ હાલનો યુવા વર્ગ જુના મોબાઈલ લે-વેંચના ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોય આવી ગુન્હાહિત પ્રવૃત્તિમાં અજાણપણે સંડોવાઈ જતા હોય છે. તેમજ ગુન્હેગાર ઈસમો પણ ઘરફોડ ચોરીઓ, લુંટ, ધાડ, ચિલઝડપ વગેરે જેવા ગુન્હાઓમાં પણ મોબાઈલ ફોન ચોરી કે લુંટમાં મેળવી બજારમાં વેંચી દેતા હોવાનું ભૂતકાળમાં બનેલ બનાવો પરથી જણાય આવે છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.

ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જે મોબાઈલ ખરીદનાર/વહેંચનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી અને મોબાઈલ ટ્રેકીંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિએ તેમને આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવાTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 13 મળે છે. જેથી તપાસમાં કોઈ ફળદાયી હકિકત મળતી નથી. આવી તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ઈસમો તેમના મનસુબામાં કામીયાબ ન બને તેમજ કોઈ વ્યક્તિઓ મોબાઈલ/સીમકાર્ડ હેન્ડ સેટ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/વેંચનારની જવાબદારી નક્કી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીઓને શોધી કાઢવા માટે જુના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે અથવા તો જુનો મોબાઈલ કોને વહેંચેલ છે ? તે જણાવું જરૂરી જણાય છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રંણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે. તેમજ સદરહું બાબતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, કાયદો અને વ્યવસ્થા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૦૬-૦૧-૨૦૧૧ ના પત્ર નં. જી-૧/ક્રાઈમ/ટે-૧/પરચ-૬૮/૧૦/૭૨/૨૦૧૧ થી પણ આ પ્રકારનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સુચના થયેલ છે.

સબબ, ઉપરોક્ત વિગતો અને ગુજરાતમાં આતંકવાદી હુમલાની સંભાવના અને ગુપ્તચર સંસ્થાઓ તરફથી અવાર-નવાર મળતી માહિતી અનુસંધાને તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આતંકવાદી બનાવો બનતા અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી બનતી ગુન્હાહિત પ્રવૃત્તિઓ અટકાવવી અતિ આવશ્યક હોય તે માટે નીચે મુજબનો હુકમ બહાર પાડવો અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ રાજકોટ પોલીસ કમીશ્નરેટ વિસ્તાર સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લા/ગ્રામ્ય વિસ્તાર માટે નીચે મુજબનો હુકમ ફરમાવું છું.

(૧) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જુના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે તો જે-તે ગ્રાહકનું પુરેપુરૂં નામ, સરનામું તથા ફોટો આઈ.ડી. પ્રુફ ફરજીયાત મેળવવાનું રહેશે.

(૨) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જુના મોબાઈલ ફોનની આપ-લે (ખરીદ-વેચાણ) કરતા દુકાનદારે આ અંગેની જરૂરી માહિતી અંગેના નીચે મુજબના કોલમ મુજબના અલગ-અલગ રજીસ્ટર નીભાવવાના રહેશે અને આ રજીસ્ટરો તપાસનીશ એજન્સી માંગે ત્યારે રજુ કરવાના રહેશે.

(૩) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નવા સીમ કાર્ડનું વેચાણ કરતી વેળા નીચે મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સીમ કાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની નકલ મેળવવાની રહેશે.

 જુના મોબાઈલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ મોબાઈલની વિગત/કંપની IMEI NO. મોબાઈલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત ID પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫

 જુના મોબાઈલ વેંચતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ મોબાઈલની વિગત/કંપની IMEI NO. મોબાઈલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત ID પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫

 નવું સીમ કાર્ડ વેંચાણ કરતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ સીમકાર્ડની વિગત કંપનીનું નામ સીમ કાર્ડ નંબર સીમકર્ડ ખરીદનારનું નામ, સરનામું સીમકાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની વિગત સીમકાર્ડ ખરીદનારની સહી
૧ ૨ ૩ ૪ ૫ ૬

(૩) ઉપરોક્ત કોલમવાઈઝ રજીસ્ટરો દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે.

આ હુકમ તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/પરપ્રાંતીય/મજુર/જા.નામુ/ફા.નં. ૨૪/૨૦૨૩.-ભુતકાળમાં બનેલ લુંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાનામાં, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરો ઉપરોક્ત ગંભીર ગુન્હા પોતે તથા તેમના સાગરીતો દ્વારા આચર્યા બાદ ભાગી જતા હોય છે. જેના કારણે આવા ગુનાઓ વણશોધાયેલા રહેવા પામે છે. તેમજ ઘણા કિસ્સામાં આવા પરપ્રાંતિય તેમના વતનમાં કે કોઈ અન્ય શહેરમાં ગંભીર ગુનાઓ આચરી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આશરો લેતા હોય છે તેવી હકીકત પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ જણાવેલ છે. આવા ઈસમો રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની સલામતિ અને શાંતી જોખમાય તેવા કૃત્ય કરતા હોય છે. જેથી જાહેર જનતાની શાંતી અને સલામતિ જાળવવા સારૂ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબનું નીચેની વિગતેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ વિનંતી કરેલ છે. જે વિગતેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.

જેથી, હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૪-૧૧-૧૯૮૨ના નોટીફીકેશન નં. જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા. ૭-૧-૧૯૮૯ના સંકલિત જાહેરનામાં નં. જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે,

(૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી પત્રક-એ માં સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૧૫માં આપવાની રહેશે.

પત્રક—એ

અ.નં. પેઢીના માલીક/ ખેડુતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં. કામે રાખેલ કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાનું પુરૂં નામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામું તથા મોબાઈલ નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાના મૂળ વતનનું પુરૂં સરનામું તથા વતનના ટેલીફોન નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાને નોકરીએ રાખ્યાની તારીખ કર્મચારી/ કારીગર/મજુર/ ભાગીયા અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરૂં નામ, સરનામું તથા મોબાઈલ નં./ટેલીફોન નં. કર્મચારી/કારીગર/ મજુર/ ભાગીયાને કોના રેફરન્સ/ પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરૂં નામ, સરનામું ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/કારીગર/ મજુર/ ભાગીયાના બે થી ત્રણ સગા સબંધિઓના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહિતના તથા ટેલીફોન નં./મોબાઈલ નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાનો ફોટો હથીયાર ધરાવતા હોય તો તેની વિગત
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦

ઉપરોક્ત મુtા નં. ૧ મુજબના બાયોડેટાની સીડી/માહિતિનું રજીસ્ટર તૈયાર કરી માહિતિ/સીડી સબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવી.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

મુદત ઃ

આ જાહેરનામું તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે.

તમામને વ્યક્તિગત રીતે નોટિસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટિસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

આજ તા. ૨૮, માહે-ફેબ્રુઆરી, સને-૨૦૨૫ ના રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 15

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. ઃ જે/એમએજી/બીનવારસી વસ્તુ/પ્રતિબંધ/ફા.નં.૨૬/૨૦૨૩.-ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, મોડાસા શહેર તેમજ બેંગ્લોર અને દિલ્હી શહેરમાં આતંકવાદી સંગઠનો દ્વારા શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવેલ છે. જે તમામ બનાવોને ધ્યાનમાં લેતાં જાહેર જગ્યાઓ પર બોમ્બ વિસ્ફોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ-વ્હીલર પર ટીફીન બોકસ તથા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી બોમ્બ ધડાકા કરવામાં આવેલ છે. આવા બોમ્બ વિસ્ફોટો જ્યાં વધારે પ્રમાણમાં લોકોની અવર-જવર રહેતી હોય અને ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાએ કરવામાં આવે છે. જે બનાવોને ધ્યાનમાં લેતા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારની જનતાએ પણ સુરક્ષાની રીતે આવી જાહેર જગ્યાઓ પર ટીફીન બોકસ અગર અન્ય કોઈ સામાન સાથે સાયકલ કે ટુ-વ્હીલર કોઈપણ વ્યકિતની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ રાખવા પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તા/રોડ, ફૂટપાથ, શેરી/ગલી પર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ-વહીલર, ફોર-વ્હીલર વાહનો બીનવારસી મુકવા પર પ્રતિબંધ ફરમાવું છું.

પ્રતિબંધિત સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૩-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૦-૦૪-૨૦૨૫ નાં કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

ઉપરોક્ત પ્રતિબંધિત કૃત્ય મુજબ ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફૂટપાથ પર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બીનવારસી હાલતમાં મળી આવશે તો તે સાયકલ, ટુ વ્હીલર તથા ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

તમામને વ્યક્તિગત રીતે આ નોટિસની બજવણી કરવી શક્ય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૮, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

નાં. જે/એમએજી/પરીક્ષા/જા.નામું/ફેબ્રુ-માર્ચ/૨૦૨૫.-નિયામક (પરીક્ષા), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ. એસ. સી. અને એચ. એસ. સી. ની સામાન્ય પ્રવાહની તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનું આયોજન તા. ૨૭-૦૨-૨૦૨૫ થી તા. ૧૭-૦૩-૨૦૨૫ સુધી યોજાનાર હોવાનું જાહેર કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મી. ના આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય ન થાય ઉકત પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતારવણમાં યોજાય અને પરીક્ષા કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે નીચે હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ થી મળેલ અધિકારની રૂએ હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી એસ. એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્દ્રો પૈકી રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના (૧) એસ. એસ. સી. નાં પરીક્ષા કેન્દ્રોમાં તા. ૨૭-૦૨-૨૦૨૫ થી તા. ૧૦-૦૩-૨૦૨૫ સુધી (૨) એચ. એસ. સી. નાં વિજ્ઞાન પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા. ૨૭-૦૨-૨૦૨૫ થી તા. ૧૦-૦૩-૨૦૨૫ (૩) એચ. એસ. સી. સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહ ના પરિક્ષા કેન્દ્રોમાં તા. ૨૭-૦૨-૨૦૨૫ થી તા. ૧૭-૦૩-૨૦૨૫ સુધી (૪) એચ. એસ. સી. વ્યવસાયલક્ષી પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા. ૨૭-૦૨-૨૦૨૫ થી તા. ૧૦-૦૩-૨૦૨૫ સુધીની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 (એકસો મીટર) ત્રિજ્યાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, વિજાbં ઘડીયાળ અને તે પ્રકારના અન્ય સાધનો/યંત્રો લઈ જવા નહી તેમજ ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજ્યાના વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથે કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહી અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેમજ સ્કુલમાં ઉપલબ્ધ ઝેરોક્ષ તથા લીથો મશીનો પણ બંધ રાખવા લાઉડ સ્પીકરના ઉપયોગ તેમજ પીરક્ષા સ્થળમાં બિનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ કરવા હુકમ ફરમાવું છું.

વધુમાં હું આદેશ કરૂં છું કે, આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

(૧) સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ, તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને (પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન, વિજાbં ઘડીયાળ અને તે પ્રકારના અન્ય સાધનો/યંત્રો લઈ જઈ શકશે નહીં.)

(૨) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને.

(૩) કોઈ લગ્નના વરઘોડાને.

(૪) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને.

(૫) કોઈ સ્મશાન યાત્રાને.

હુ એવો આદેશ કરૂ છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉકત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલંઘન કરનારન ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શીક્ષાપાત્ર થશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૭, માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો લગાડી બહાર પાડયો.

રાજકોટ, ૧૭ માહે માર્ચ, સને ૨૦૨૫.

એ. કે. ગૌતમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

રાજકોટ જિલ્લા.

Government Press & Stationery, Rajkot.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 03 July 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-07-03.202508071528106913/. Archive identifier in.gazette.gujarat.2025-07-03.202508071528106913.