© The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVI ] THURSDAY, 03rd JULY, 2025/ASHADHA 12, 1947 [ No. 29
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑I EXTRAORDINARY જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૦૩/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ન.પા./ વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકા વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે.
જામનગર જિલ્લામાં ચૂંટણીના સમયગાળા સિવાય સરઘસો કાઢવા અને સભાઓ યોજવા અંગે પરવાનગી આપવાના અધિકારો હાલમાં સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જશ્રીને આપવામાં આવેલ છે. જેથી ઉકત ચૂંટણી દરમ્યાન ઉકત મતદાર વિભાગમા ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તેથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવાના અધિકારો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી) સભ સરઘસ નિયમો હેઠળની નીચેના અધિકારીશ્રીને આપવામાં આવે છે.
| ક્રમ | વિસ્તાર | અધિકારો આપેલ અધિકારીનો હોદો |
| ૧ | ધ્રોલ નગરપાલિકા વિસ્તાર | મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલ |
સભા, સરઘસની પરવાનગી રાજ્ય ચૂંટણી આયોગની વખતો-વખતની સૂચના, આદેશ અને નિયત થયેલ આચાર સંહિતા લક્ષમાં લઈ આપવાની રહેશે. ચૂંટણી લક્ષી અપાયેલ પરવાનગીની નકલ અત્રેને તથા સંબંધકર્તા ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તથા સંબંધિત પોલીસ સ્ટેશન તથા ચૂંટણી ખર્ચ નીરીક્ષકશ્રીને મોકલવાની રહેશે.
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
સંદર્ભ ઃ (૧) આ કચેરીના આદેશ નં. મેજી/૪૨૬, તા. ૧૧-૧૨-૭૦. (૨) આ કચેરીના આદેશ નં. મકજ/૪૨૫/એ, તા. ૩૦-૦૧-૭૧. (૩) આ કચેરીના આદેશ નં. પ્રકજ/૭૩/૧, તા. ૨૮-૦૬-૭૩.
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૦૪/૨૦૨૫.-જામનગર જિલ્લામાં ચૂંટણી સિવાયના સમયગાળામાં જાહેર સ્થળો તથા જાહેર મનોરંજનની જગ્યામાં લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી આપવાના અધિકારો પોલીસ અધિક્ષકશ્રી, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ ઈન્સ્પેકટરશ્રી અને પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીને આપવામાં આવેલ છે.
0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ન.પા./વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે.
ઉકત ચૂંટણી દરમ્યાન જામનગર જિલ્લાના ઉકત મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો-૧૯૬૦ના નિયમ-૧ અને ૭ હેઠળ નીચેના અધિકારીશ્રીને આપવામાં આવે છે.
| ક્રમ | વિસ્તાર | અધિકારો આપેલ અધિકારીનો હોદો |
| ૧ | ધ્રોલ નગરપાલિકા વિસ્તાર | મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલ |
લાઉડ સ્પીકરની પરવાનગી સરકારશ્રીના ગૃહ વિભાગની તેમજ રાજ્ય ચૂંટણી આયોગની વખતો વખતની સુચના અને આદર્શ આચારસંહિતાની બાબત ધ્યાને લઈ આપવાની રહેશે તેમજ આ પરવાનગીની નકલ અત્રેની કચેરીને, સબંધીત ચૂંટણી અધિકારીશ્રીને, સબંધીત પોલીસ સ્ટેશન તેમજ ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીને મોકલવાની રહેશે.
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
વિષય ઃ ચૂંટણી ફરજ માટે ઝોનલ ઓફિસર તરીકે નિયુકત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તાઓ આપવા બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ ચટણ/ધ્રોલ/ન.પા./વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫.
(૨) સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ૧૮-૧૦-૨૦૧૨ના જાહેરનામા ક્રમાંક ઃ જીજી/૭૬/સીઆપીસી/૩૨૧૨/૫૯૩/મ.
(૩) ચૂંટણી અધિકારીશ્રી ધ્રોલ નગરપાલિકા અને પ્રાંત અધિકારશ્રી, ધ્રોલના તા. ૦૦-૦૨-૨૦૨૫ના પત્ર ક્રમાંક ઃ ચટણ/નપલ/ઝોનલ/મ.ઝો./ ૨૫૦૨/૨૦૨૫.
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૪/૨૦૨૫.-ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ ઉકત સંદર્ભ-(૧)ના આદેશથી જાહેર કરવામાં આવેલ છે. આ બેઠકમાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ (એક) ઝોનલ અધિકારીશ્રીની નિમcક વંચાણે લીધા-(૩)ના આદેશથી કરવામાં આવેલ છે. આ અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીશ્રીઓને હોtાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના વંચાણે લીધેલ-(૨) ના જાહેરનામા મુજબ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૫ હેઠળ ખાસ કાર્યપલાક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ સંહિતાની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ તથા ૧૬૩ મુજબના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે. સદર ચૂંટણી અન્વયે આ સાથે સામેલ પરિશિષ્ટ ÒકÓ માં દર્શાવેલ કર્મચારી/અધિકારીઓને ઝોનલ ઓફિસર તરીકે વંચાણે લીધા-(૩) ના હુકમથી નિયુકત કરવામાં આવેલ છે અને તેઓને ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ થનાર મતદાનને ધ્યાનમાં રાખતા આજથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે તેઓને ફાળવવામાં આવેલ મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના સરકારશ્રીએ આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવેલ છે.
પરિશિષ્ટ ÒકÓ માં દર્શાવેલ કર્મચારી/અધિકારીશ્રીએ કાર્યપલાક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફકત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. ઝોનલ ઓફિસર તરીકેની ફરજમાંથી મુકત થયે આ અધિકારો આપોઆપ સમા થયેલ ગણાશે. આ અધિકારોનો દુરઉપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 03આ કચેરીના તા. ૦૦-૦૨-૨૦૨૫ના હુકમ ક્રમાંક ઃ ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૪/૨૦૨૫ નું
પરિશિષ્ટ-ÒકÓ
| ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.-૭ની ચૂંટણી અન્વયે ઝોનલ ઓફિસરની વિગતો દર્શાવતું પત્રક | |||||
| ક્રમ | રૂટ નં. | વોર્ડ નં. | મતદાન મથકનો નંબર | મતદાન મથકનું નામ/સ્થળ | ઝોનલ ઓફિસરશ્રીનું નામ/હોtો/મોબાઈલ નં. |
| ૧ | ૧ | ૭ | ૭/૨ | જ્ઞાન જ્યોત શાળાનું મકાન, (ગોકુલપાર્ક), ધ્રોલ | શ્રી એસ. એન. આસોદરીયા મદદનીશ ઈજનેરશ્રી, (ક્ષાર અંકુશ વિભાગ), સબ ડીવીઝન-૧, ધ્રોલ. મો. ૮૦૦૦૨ ૪૪૪૪૩ |
| ૨ | ૭/૩ | કુમાર શાળા નં. ૨, પડધરી નાકા બહાર, ધ્રોલ | |||
| ૩ | ૨ | ૭/૧ | આંગણવાડી કેન્દ્ર, ગાયત્રીનગર, મફત પ્લોટ વિસ્તાર, ધ્રોલ | શ્રી આર. આર. ડાંગર નાયબ ઈજનેરશ્રી, ¬ડ ૬/૪, સિંચાઈ પેટા વિભાગ, ધ્રોલ. મો. ૯૭૨૫૫ ૬૩૬૪૮ |
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ગુજરાત પ્રોહીબીશન અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨(૧) હેઠળનું
જાહેરનામુ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૨૦/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ન.પા./ વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. સદર ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કાર્ય નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે ચૂંટણી સબંધી વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી (લીકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, કલબ તથા બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા. ૧૮-૦૩-૨૦૨૫ ના દિવસને ÒÒડ્રાય ડેÓÓ તરીકે જાહેર કરવાનું મને જરૂરી જણાય છે.
હુકમ
વાસ્તે હું, કે. બી. ઠકકર, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ધ્રોલ નગરપાલિકાના મતદાર વિભાગોમાં આવેલ ઃ
૧. કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય.
૨. વ્યકિતગત દારૂનો ઉપોયગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને.
તા. ૧૬-૦૩-૨૦૨૫ ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમયથી ૪૮ કલાક પહેલાના સમયગાળા એટલે કે તા. ૧૪-૦૩- ૨૦૨૫ ના ૧૮-૦૦ કલાકથી તા. ૧૬-૦૩-૨૦૨૫ ના ૨૨-૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા. ૧૮-૦૩-૨૦૨૫ના ના દિવસે (મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી) ચૂંટણી સબંધી વિસ્તારોમાં દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવું છું અને સમયગાળાને ÒÒડ્રાય ડેÓÓ તરીકે જાહેર કરવા હુકમ કરૂં છું.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત, પ્રોહિબીશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૭ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી જાહેર જનતાની જાણ તથા અમલ માટે પ્રસિધ્ધ કર્યો.
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ગુજરાત પ્રોહીબીશન અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨(૧) હેઠળનું
જાહેરનામુ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૨૦/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ના રોજ થનાર છે. સદર ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કાર્ય નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે ચૂંટણી સબંધી વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી (લીકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, કલબ તથા બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા. ૧૮-૦૩-૨૦૨૫ ના દિવસને ÒÒડ્રાય ડેÓÓ તરીકે જાહેર કરવાનું મને જરૂરી જણાય છે.
હુકમ
વાસ્તે હું, કે. બી. ઠકકર, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં સમાવિષ્ટ જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના મતદાર વિભાગોમાં આવેલ ઃ
૧. કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય.
૨. વ્યકિતગત દારૂનો ઉપોયગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને.
તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમયથી ૪૮ કલાક પહેલાના સમયગાળા એટલે કે તા. ૧૪-૦૨- ૨૦૨૫ ના ૧૮-૦૦ કલાકથી તા. ૧૬-૦૨-૨૦૨૫ ના ૨૨-૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા. ૧૮-૦૨-૨૦૨૫ના દિવસે (મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી) ચૂંટણી સબંધી વિસ્તારોમાં દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવું છું અને સમયગાળાને ÒÒડ્રાય ડેÓÓ તરીકે જાહેર કરવા હુકમ કરૂં છું.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત, પ્રોહિબીશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
આજ તા. ૧૪ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી જાહેર જનતાની જાણ તથા અમલ માટે પ્રસિધ્ધ કર્યો.
જામનગર, ૧૪ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨૨(૧)(ખ) હેઠળનો
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વા.ચૂં./૦૧/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ન.પા./ વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. આથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની બેઠકની ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી સબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી. આથી ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું મને ઉચિત જણાય છે.
આથી, હું, કે. બી. ઠકકર, (IAS), જિલ્લા મેજીસ્ટ્રટ, જામનગર, શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨૨ (૧)(ખ) તળે મને મળેલ સતાની રૂએ આથી ફરમાવુ છું કે, ધ્રોલ નગરપાલિકા વોર્ડ નં. ૭ ના વિસ્તારના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના) એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-૭ માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગીની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે.
અપવાદો ઃ
૧. જામનગર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટશ્રીઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર(સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી.
૨. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરશ્રીના હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી.
૩. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામા આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં ફરજ બજાવતા હોવાનું સંબધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે.
૪. મોટા ઔંદ્યોગીક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક/જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો.
૫. વિજ કંપનીઓના ઉત્પાદન, પ્રવહન અને તપાસ એકમો દ્વારા કામે રખાયેલ સિકયુરીટી સ્ટાફના પરવાનાવાળા હથિયારોને કંપનીના અધિકારીનું તે મતલબનું પ્રમાણપત્ર લાયસન્સ ધારકના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તેવી શરતે હથિયાર જમા કરાવવામાંથી મુકિત રહેશે.
૬. જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોઈ તેઓને લાગુ પડશે નહીં.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 05વધુમાં આથી આદેશ કરૂં છું કે, ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જશ્રીએ પૂર્ણ કરવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે.
આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશની જાહેરાત પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ ચૂંટણી સબંધિત વિસ્તારમાં સહેલાઈથી જોઈ શકાય તેવી જ્ગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા કરવી.
આજ રોજ તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયું.
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
અખબાર યાદી
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂ./૧૫/૨૦૨૫.-આગમી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ના મતદાર મંડળ માટેનું મતદાન યોજાનાર છે. જેના સંદર્ભમાં જામનગર જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓનું ધ્યાન રાજ્યના ચૂંટણીપંચની સુચના તરફ દોરવામાં આવે છે તે અનુસાર જામનગર જિલ્લાના તમામ પ્રેસ માલિકોને જણાવવાનું કે -
૧. કોઈપણ વ્યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં.
૨. પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યકિતઓએ શાખ કરેલા એકરારનામાની બે નકલ મુદ્રકને જોડાણ-ÒકÓ માં આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે.
૩. દરેક મુદ્રણાલય, ફોટોકોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ (વધારાની ત્રણ નકલ સાથે) કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને દિવસ-૩ માં મોકલી આપવાની રહેશે.
૪. ઉપર ક્રમ-૧ થી ૩ માં દર્શાવેલ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યકિત સામે પ્રેસ રજીસ્ટ્રેશન એકટ હેઠળ પગલા લેવામાં આવશે. મુદ્રણાલયનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલા લેવામાં આવશે.
૫. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર્યખંડન જેવી કોઈ ગેરકાનૂની બાબતોનો સમાવેશ કરી શકાશે નહી.
૬. મુદ્રકે પ્રકાશકના એકરારપત્રની નકલ પ્રમાણિત કરીને તથા છાપેલા દસ્તાવેજોની વિગતો જોડાણ-ખ માં અલગ-અલગ રીતે દિવસ-૩ માં જિલ્લા મેજીસ્ટ્રેટને રજુ કરવાની રહેશે.
૭. ધ્રોલ શહેરના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટો કોપી કે લેઝર પ્રિન્ટીંગ કરનાર કે રોનીયો કોપી કરનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરનાર સંચાલકોએ તેના નામ-સરનામાં અંગેની માહિતી દિવસ-૨ માં સબંધિત મામલતદારશ્રી, ધ્રોલની કચેરીને મોકલી આપવાની રહેશે.
૮. મતદારોના માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપીલમાં કોઈ ચોકકસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઈ વિગત છપાવી શકશે નહી એટલે કે ઓળખ કાપલીમાં પ્રકાશક, ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહી.
ઉપર મુજબની કાર્યવાહીનો ચુસ્તપણે અમલ કરવા સબંધકર્તાએ નોંધ લેવી.
જામનગર, ૨૭ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
કે. બી. ઠકકર (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વા.ચૂં./૨૧/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજ્ય ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ તથા ભારતના ચૂંટણી પંચના તા. ૦૮-૦૧-૨૦૦૭ ના પત્ર ક્રમાંક 464/INST/2007-PLN-I ની માર્ગદર્શક સુચના અનુસાર મતદાન પુરૂ06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 થવાના સમય (તા. ૧૬-૦૨-૨૦૨૫ ના સાંજના ૦૬-૦૦ કલાક) થી ૪૮-૦૦ કલાક અગાઉથી (તા. ૧૪-૦૨-૨૦૨૫ ના સાંજના ૦૬-૦૦ કલાકથી) ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું થાય છે. જિલ્લાના સબંધિત મતવિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નીચે મુજબ હુકમ ફરમાવવાનું જરૂરી જણાયેલ છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે, જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા. ૧૬-૦૨-૨૦૨૫ ના સાંજના ૦૬-૦૦ કલાક) થી ૪૮-૦૦ કલાક અગાઉ (તા. ૧૪-૦૨-૨૦૨૫ ના સાંજના ૦૬-૦૦ કલાક) થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.
ઃ અપવાદો ઃ
ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે.) આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાના ચૂંટણી સબંધિત વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા કરવી.
આજ તા. ૧૩ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વા.ચૂં./૨૨/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૧-૦૧-૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવું મને જરૂરી જણાય છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ, આથી ફરમાવું છું કે ઃ
જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તા. ૧૬-૦૨-૨૦૨૫ ના સવારનાં ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહિ.
વધુમાં આદેશ કરૂ છુ કે, મતદાન મથકમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશનો પ્રતિબંધ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહિ.
૧. ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને.
૨. ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ/કર્મચારીઓ/વ્યકિતઓ.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકરીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લા ચૂંટણી સબંધિત વિસ્તારમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા તેની બહોળી પ્રસિ©િ કરવી.
આજ તા. ૧૩ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 07ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વા.ચૂં./૨૩/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી નીચે કોષ્ટકમાં દર્શાવેલ સ્થળ/કેન્દ્ર ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિ પૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ૨૦૦ મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવો વ્યાજબી અને યોગ્ય જણાયેલ છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે ઃ
જામનગર જિલ્લાના મત વિસ્તારની ચૂંટણી સંદર્ભે મતગણતરી માટે નિયત કરાયેલ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ મતગણતરી કેન્દ્રના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા. ૧૮-૦૨-૨૦૨૫ ના સવારના ૦૫-૦૦ થી ૨૪-૦૦ કલાક સુધી (મતગણતરી પૂર્ણ થાય ત્યા સુધી) ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.
| ક્રમ | મતદાર વિભાગ | મત ગણતરી કેન્દ્ર |
| ૧. | ધ્રોલ નગરપાલિકા | પ્રાંત અધિકારીની કચેરી, ધ્રોલ |
| ૨. | કાલાવડ નગરપાલિકા | મ્યુનિસિપલ હાઈસ્કુલ, કાલાવડ |
| ૩. | જામજોધપુર નગરપાલિકા | મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આટûર્સ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર |
| ૪. | ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ (જામનગર-ગ્રામ્ય) | મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) |
વધુમાં આદેશ કરૂ છુ કે આ જાહેરનામુ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં
(૧) સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને.
(૨) ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સPયોને.
(૩) લગ્નના વરઘોડાને.
(૪) સ્મશાન યાત્રાને.
(૫) પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લા ચૂંટણી અધિકારી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અગર સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ/મંજુરી આપેલ વ્યકિતઓને.
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જ્ગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાનપત્રો દ્વારા કરવી તથા ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૧૩ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મોહર લગાવી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
——————
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૦૭/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. જેથી ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી તેમજ તેની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય, જેના કારણે સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવાનો અવકાશ રહેવાની સંભાવ હોય ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના રહે તેમજ સુલેહશાંતી ભંગ થવા સંભવ હોય ચૂંટણીના સરળ સંચાલનના હેતુથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ નીચે મુજબનો આદેશ કરવો મને જરૂરી જણાય છે.
આથી હું ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. અને રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન મતદાર વિભાગના ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.
સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં.
આ નિયંત્રણો યાંત્રિક કે અન્ય કોઈપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, મોટરસાયકલ વિગેરેનો સમાવેશ થાયે છે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામુ બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ આદેશની તારીખથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ આદેશની તમામને જાણકારી અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્યવે આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૦૯/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. ઉકત ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેક્ટ્રોનીક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટી.વી. ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્ક, સિનેમાગૃહો વગેરેથી કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરીકો તરફથી આચારસંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી રહે છે. આવી ફરીયાદોમાં તથ્ય છે કે કેમ? તે ચકાસી શકાય તથા અત્રેથી બહાર પાડવામાં આવેલ કલમ-૧૬૩ હેઠળના જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ? તે ચકાસી જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સબંધિતો સામે યોગ્ય પગલા લઈ શકાય તે માટે નીચે જણાવેલ વિગતે આદેશ કરવો મને જરૂરી જણાય છે.
હુકમ
સબબ, હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬-૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬-૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦-૩૦ કલાક સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રૂબરૂ પહોંચાડી, સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારીશ્રી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ પણ જરૂરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવી.
આ જાહેરનામુ બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ આદેશની તારીખથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારને લાગુ પડશે. આ આદેશની જાણ જાહેર જનતાને થાય તે અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરાવવાની રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 09આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામુ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૧/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. જામનગર જિલ્લાના ચૂંટણી સબંધિત મતદાર વિભાગમાં મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન માટે મુકરર થયેલ મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવૂ પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેચવામાં ન આવે તે જોવુ જરૂરી છે. રાજકીય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતુ નિવારવા કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવાનું જરૂરી જણાય છે. તદઉપરાંત મતદાનના દિવસે મતદારોના મતની ગુતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કોમ્યુનિકેશનના અન્ય વિજાb ઉપકરણો સાથે મતદાન મથક તેમજ તેની આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા તેમજ ચૂંટણી તથા મતદાન સબંધી અન્ય કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવાનું મને જરૂરી જણાય છે.
આદેશ
આથી હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં તા. ૧૬-૦૨-૨૦૨૫ના દિવસ માટે નીચે મુજબ અમલવારી કરવા/ પાલન કરવા આદેશ કરું છું.
ઃ કૃત્યો ઃ
(૧) મતદાન દિવસ તા. ૧૬-૦૩-૨૦૨૫ ના રોજ મુકરર થયેલ મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકશે અને આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી.
(૨) મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં.
(૩) મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂ©માં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી.
(૪) મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
(૫) કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસ તા. ૧૬-૦૨-૨૦૨૫ ના સવારનાં ૦૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી (મતદાનના સમગ્ર સમય દરમ્યાન) પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
ઃ અપવાદ ઃ
આ આદેશના ખંડ-૫ માંથી નીચે જણાવેલ વ્યકિતઓને મુકિત આપવામાં આવે છે.
(૧) ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓને તથા
(૨) ચૂંટણી તેમજ ચંૂટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો.
ઃ શિક્ષા ઃ
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની જાહેર જનતાને જાણ થાય તે રીતે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ તેની બહોળી પ્રસિધ્ધ કરવી.
10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૨/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૨-૧૧-૦૭ ના પત્ર ક્રમાંક ઃ ૪૩૭/૨૦૦૭ (INST)-PLN-II થી બહાર પાડવામાં આવેલ સુચના મુજબ ચૂંટણી અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને મતદાર વિભાગમાં ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉપર જણાવેલ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાથીઓને, દર્દીઓને દર્શનાર્થીઓ/શ્રધ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફીકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહે છે. જેના કારણે જાહેલ સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર પડી શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાના અમલ માટે તથા જામનગર જિલ્લાના ચૂંટણી સબંધિત વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પગલા લેવા મને જરૂરી જણાય છે.
આથી હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ તળે મને મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ રહેશે.
કૃત્યો ઃ
૧. ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે.
૨. ઉપરોકત આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલ ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બેલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે.
૩. કોઈપણ જાહેર કે ખાનગી મિસકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં.
૪. સ્થાનિક સત્તામંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે.
૫. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશની તમામને જાણકારી અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૩/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી સબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપ ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ નીચે મુજબના પગલાં લેવા મને જરૂરી જણાય છે.
આથી હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રુએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં આ આદેશની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 11કૃત્યો ઃ
જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તેવા ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ આદેશની જાહેરાત પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ જામનગર જિલ્લાના ચૂંટણી સબંધિત વિસ્તારમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને કરાવવી.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૧૯/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી સબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી. આથી સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે.
આથી હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રુએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લામાં ઉકત ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.
વધુમાં આદેશ કરૂ છુ કે આ જાહેરનામુ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં
૧. સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને.
૨. ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને.
૩. લગ્નના વરઘોડાને. ૪. સ્મશાન યાત્રાને. ૫. મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ (કયુ/લાઈન)ને. ૬. ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી આપેલ વ્યકિતઓને.
આ હુકમ ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની ચૂંટણીની પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાના ઉકત ચૂંટણી સબંધી વિસ્તારની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી જોઈ શકાય તેવી જ્ગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા કરવી તથા ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૨૮ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મોહર લગાડી આ જાહેરનામું બહાર પાડuુ.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
——————
12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૨૧/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજ્ય ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ તથા ભારતના ચૂંટણી પંચના તા. ૦૮-૦૧-૨૦૦૭ ના પત્ર ક્રમાંક 464/INST/2007-PLN-I ની માર્ગદર્શક સુચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય (તા. ૧૬-૦૩-૨૦૨૫ ના સાંજના ૬-૦૦ કલાક) થી ૪૮-૦૦ કલાક અગાઉ (તા. ૧૪-૦૩-૨૦૨૫ ના સાંજના ૬-૦૦ કલાક) થી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું થાય છે. જિલ્લાના સબંધિત મતવિસ્તારમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નીચે મુજબ હુકમ ફરમાવવાનું જરૂરી જણાયેલ છે.
આથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રુએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા. ૧૬-૦૩-૨૦૨૫ ના સાંજના ૬-૦૦ કલાક) થી ૪૮-૦૦ કલાક અગાઉ (તા. ૧૪-૦૩-૨૦૨૫ ના સાંજના ૬-૦૦ કલાક) થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.
ઃ અપવાદો ઃ
ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે.)
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાના ચૂંટણી સબંધિત વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા કરવી.
આજ તા. ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૨૨/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા. વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવું મને જરૂરી જણાયેલ છે.
જેથી, હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ, આથી ફરમાવંુ છું કે,
ધ્રોલ નગરપાલિકા મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટન તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તા. ૧૬-૦૩-૨૦૨૫ ના સવારના ૦૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહિ.
વધુમાં આદેશ કરૂ છુ કે, મતદાન મથકમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરવા પરનો પ્રતિબંધ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહિ.
૧. ચૂંટણી ફરજ સોંપાયેલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને.
૨. ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ/કર્મચારીઓ/વ્યકિતઓને.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 13આ હુકમની જાહેરાત જામનગર જિલ્લા ચૂંટણી સબંધિત વિસ્તારમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દવારા તેની બહોળી પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૨૩/૨૦૨૫.-ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ તેમજ મત ગણતરી નીચે કોષ્ટકમાં દર્શાવેલ સ્થળ/કેન્દ્ર ખાતે તા. ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિ પૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવો વ્યાજબી અને યોગ્ય જણાયેલ છે.
જેથી, હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ, આથી ફરમાવંુ છું કે,
ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ના મત વિસ્તારની ચૂંટણી સંદર્ભે મતગણતરી માટે નિયત કરાયેલ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ મતગણતરી કેન્દ્રના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા. ૧૮-૦૩-૨૦૨૫ ના સવારના ૦૫-૦૦ થી ૨૪-૦૦ કલાક સુધી (મતગણતરી પૂર્ણ થાય ત્યા સુધી) ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.
| ક્રમ | મતદાર વિભાગ | મત ગણતરી કેન્દ્ર |
| ૧. | ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ | પ્રાંત અધિકારીની કચેરી, ધ્રોલ |
વધુમાં આદેશ કરૂ છુ કે આ જાહેરનામુ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં
(૧) સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને
(૨) ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સPયોને.
(૩) લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાઓને.
(૪) પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રી કે ઉકત ચૂંટણી અન્વયેના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચુંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ/મંજુરી આપેલ વ્યકિતઓને.
આજ તા. ૧૩ માહે માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે માર્ચ, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/ધ્રો.ન.ચૂં./૦૨/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ન.પા.
વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર આ મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ તેની મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો/રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઈ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરે પરના નિયંત્રણની ચુસ્ત અમલવારી કરવા ગુજરાત રાજય ચૂંટણી આયોગના તા. ૧૭-૧૧-૨૦૨૧ આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ.૧૩૮(૧)/૧૨૨૦૨૧/ક થી આદેશ કરવામાં આવેલ છે.
આદેશ
ઉપરોકત જોગવાઈની ચુસ્ત અમલવારી કરવા સારૂ જરૂરી આદેશ કરવા માટેના યોગ્ય કારણો જણાતા હોય હું, ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રુએ આથી ફરમાવું છું કે, જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ના વિસ્તારમાં ઃ14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 (૧) કોઈપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં. અને આવા હોર્ડીગ્સની સાઈઝ ૧૫ ફૂટ × ૮ ફૂટ તથા કટઆઉટની સાઈઝ ૮ ફૂટથી વધવી જોઈએ નહી.
(૨) કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં, સિવાય કે, (એ) તેની સહી વાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને
(બી) લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય, આ જોગવાઈ પુરતું.
(સી) હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
(૩) છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે.
(૪) મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે.
(૫) છાપકામની કોઈપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઈએ નહિ.
આ જાહેરનામુ બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ આદેશની તારીખથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ઉકત ચૂંટણીના વિસ્તારને લાગુ પડશે. આ આદેશની તમામને જાણકારી અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરી પગલા લેવા અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિકકા સાથે આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વ.ચૂં./૧૯/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ના રોજ યોજાનાર છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી સબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી. આથી સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે.
આથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે, જામનગર જિલ્લામાં ઉકત ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.
વધુમાં આદેશ કરૂ છુ કે આ જાહેરનામુ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં
૧. સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને.
૨. ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને.
૩. લગ્નના વરઘોડાને. ૪. સ્મશાન યાત્રાને. ૫. મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ (કયુ/લાઈન)ને. ૬. ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી આપેલ વ્યકિતઓને.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 15આ હુકમ નગરપાલિકાઓની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાના ઉકત ચૂંટણી સબંધી વિસ્તારની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી જોઈ શકાય તેવી જ્ગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દ્વારા કરવી તથા ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૧૩ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મોહર લગાડી આ જાહેરનામું બહાર પાડuુ.
જામનગર, ૧૩ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
——————
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વ.ચૂં./૨૪/૨૦૨૫.-ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ તેમજ મત ગણતરી નીચે કોષ્ટકમાં દર્શાવેલ સ્થળ/કેન્દ્ર ખાતે તા. ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિ પૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવો વ્યાજબી અને યોગ્ય જણાયેલ છે.
જેથી, હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ ફરમાવંુ છું કે,
જામનગર જિલ્લામાં ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ની ચૂંટણી સંદર્ભે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના સ્થળને મતગણતરી કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવેલ છે.
| ક્રમ | મતદાર વિભાગ | મત ગણતરી કેન્દ્ર |
| ૧. | ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ | પ્રાંત અધિકારીની કચેરી, ધ્રોલ |
ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના મતગણતરી કેન્દ્રોના વિસ્તારમાં તા. ૧૮-૦૩-૨૦૨૫ ના સવારના ૬-૦૦ થી મતગણતરી પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે નીચે જણાવ્યા મુજબ અમલવારી કરવા હુકમ ફરમાવું છું.
(૧) સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શીત કરશે.
(૨) કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રના પરિસરમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
(૩) સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજય સરકાર તરફથી ઈસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને ચૂંટણીના કવરેજ માટે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી કે આ માટે નિયત કરાયેલ અધિકારી દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલ છે, તેવા પત્રકારો મત-ગણતરી માટે મુકરર થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.
(૪) જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોય, સદરહુ બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.
(૫) મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાનપત્રો દ્વારા કરવી તથા ગુજરાત રાજ્યના અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૧૩ માહે માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે માર્ચ, સને ૨૦૨૫.
16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વ.ચૂં./૦૮/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા./વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. ઉકત ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેક્ટ્રોનીક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટી.વી. ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારીત કે પુનઃપ્રસારીત કરી શકે નહી. તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ નહી તેવી જોગવાઈ છે. ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પક્ષ, સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરૂધ્ધ કોઈપણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેક્ટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સંવિધાનના અનુચ્છેદ-૧૪૨ હેઠળની સતાનો ઉપયોગ કરીને તા. ૧૫-૦૪-૨૦૦૪ ના આદેશ ક્રમાંક ઃ ૫૦૯/૭૫/૨૦૦૪/જેએસ/૧ થી નામ. સુપ્રિમ કોર્ટે એસએલપી (સિવિલ) નં. ૬૬૭૯/૨૦૦૪ ના કામમાં ઠરાવેલ વિગતે આદેશાત્મક જોગવાઈ કરેલ છે. તેમજ ભારતના ચૂંટણી પંચના તા. ૨૭-૦૮-૨૦૧૨ ના પત્ર નં. ૪૯૧/પેઈડ ન્યુઝ/૨૦૧૨/ મીડીયા ની માર્ગદર્શક સુચનાઓ અન્વયે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૩૧-૦૮-૨૦૧૨ ના પત્ર નં. ઈએલસી/૧૦૧૦/૨૩૩(૨)/છ થી સુચનાઓ થયેલ છે.
સબબ, ઉપરોકત સૂચનાઓની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે નીચે મુજબ આદેશ કરવો મને જરૂરી જણાય છે. જેથી હું ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છુ કે જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં,
૧. ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
૨. બીજી કોઈ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.
૩. ઈલેક્ટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.
૪. આવી જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને કરવાની રહેશે.
આ અરજીમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.
(એ) જાહેરાત નિર્માણનું ખર્ચ
(બી) ઈન્સર્શનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઈન્સર્શન માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ.
(સી) મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ ? તે બાબત પણ જણાવવાની રહેશે.
(ડી) જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યકિતએ આપી હોય તો તે વ્યકિત સોગંદ પર જાહેર કરશે કે, તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉક્ત જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી.
(ઈ) બધી ચુકવણી એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે એવી કબુલાત.
૫. ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટનું પ્રસારણ થઈ શકશે નહીં.
૬. ચૂંટણી કામગીરી માટે નિયુક્ત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે તથા કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯૫ તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કોર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉક્ત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સત્તા આપવામાં આવે છે.
આ જાહેરનામુ બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ આદેશની તારીખથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ આદેશની તમામને જાણકારી અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 17ઃ શિક્ષા ઃ
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
આદેશ
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વ.ચૂં./૦૫/૨૦૨૫.-રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૨-૨૦૨૫ના આદેશ ક્રમાંક ઃ રાચઆ/ચટણ/ધ્રોલ/ ન.પા./વોર્ડ નં. ૭/સામાન્ય ચૂંટણી-૨૦૨૫ થી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ આ ચૂંટણી તા. ૧૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. તથા મતગણતરી તા. ૧૮-૦૩-૨૦૨૫ના રોજ થનાર છે. જેથી રાજકીય પક્ષોના કાર્યકોર અને ઉમેદવારો તથા તેમના ટેકેદારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો તેમના કાર્યકરો દ્વારા જાહે ખાનગી મિલ્કત માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વગર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનીઓ કે આકૃતિઓ, પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોને ફાળવેલા પ્રતિકો ચીતરીને વગેરે દ્વારા સાર્વજનિક અને ખાનગી માલિકીના મકાનોની દિવલો, રોડ-રસ્તા બગાડે નહી તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પોતાના કાર્યકરને મકાનો, તાર કે વિજળીના થાંભલાઓ, વાહનો ઉપર ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીશ ચોંટાડવા, સૂત્રો કે ઉમેદવારોને ફાળવેલ નિશાનોના પ્રતિકો લખવા વગેરે માટે માલિકની લેખિત અને પૂર્વ પરવાનગી વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ દિવાલ, જાહેર રોડ, રસ્તા વગેરેનો ઉપયોગ કરવા દેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.
રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સતાની રૂએ હું ભાવેશ એન. ખેર, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, આ આદેશથી જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં કોઈપણ વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વિગેરેને ફરમાવું છું કે, સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં. તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.
Òજાહેર મકાનÓ એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડ વોલ સહિત), વિજળી અને ટેલીફોન થાંભલાઓ, ધોરી માર્ગ, શેરી/ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણીરૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મિનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.
આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામુ બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ આદેશની તારીખથી ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. ૭ ની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ આદેશની તમામને જાણકારી અર્થે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરએ બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિકકા સાથે આદેશ બહાર પાડયો.
જામનગર, ૨૮ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
18 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/સ્થા.સ્વા.ચૂં./૨૪/૨૦૨૫.-જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી નીચે કોષ્ટકમાં દર્શાવેલ સ્થળ/કેન્દ્ર ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તે માટે નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, આથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે,
જામનગર જિલ્લામાં ચૂંટણી સંદર્ભે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના સ્થળોને મતગણતરી કેન્દ્રો તરીકે નિયત કરવામાં આવેલ છે.
| ક્રમ | મતદાર વિભાગ | મત ગણતરી કેન્દ્ર |
| ૧. | ધ્રોલ નગરપાલિકા | પ્રાંત અધિકારીની કચેરી, ધ્રોલ |
| ૨. | કાલાવડ નગરપાલિકા | મ્યુનિસિપલ હાઈસ્કુલ, કાલાવડ |
| ૩. | જામજોધપુર નગરપાલિકા | મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આટûર્સ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર |
| ૪. | ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ (જામનગર-ગ્રામ્ય) | મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) |
ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના મતગણતરી કેન્દ્રોના વિસ્તારમાં તા. ૧૬-૦૨-૨૦૨૫ ના સવારના ૬-૦૦ થી મતગણતરી પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે નીચે જણાવ્યા મુજબ અમલવારી કરવા હુકમ ફરમાવું છું.
(૧) સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
(૨) ઉમેદવારના મતગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહી.
(૩) કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રના પરિસરમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
(૪) સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજય સરકાર તરફથી ઈસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને ચૂંટણી કવરેજ માટે રાજય ચૂંટણી આયોગના અધિકારી કે આ માટે મુકરર થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.
(૫) જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોય, સદરહુ બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.
(૬) મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાનપત્રો દ્વારા કરવી તથા ગુજરાત રાજ્યના અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધિ કરવી.
આજ તા. ૧૩ માહે ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જામનગર, ૧૩ માહે ફેબ્રુઆરી, સને ૨૦૨૫.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025 19ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/હોળી-૦૧/૨૦૨૫.-તા. ૧૩-૦૩-૨૦૨૫ તેમજ તા. ૧૪-૦૩-૨૦૨૫ ના રોજ હુતાસણી તથા ધુળેટીના તહેવારોમાં મોટા પ્રમાણમાં પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો ભાગ લે છે તેમજ આવી ઉજવણી દરમ્યાન સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષકશ્રી જામનગર તરફથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) હેઠળ જાહેરનામું બહાર પાડવા અંગે દરખાસ્ત મળેલ છે જે દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.
તેથી હું ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સતાની રૂએ ફરમાવુ છુ કે નીચે જણાવેલ પરિશિષ્ટમાં દર્શાવેલ વિસ્તારમાં તા. ૧૨-૦૩-૨૦૨૫ ના સાંજે ૦૬-૦૦ કલાકથી તા. ૧૪-૦૩ ૨૦૨૫ ના ૨૪-૦૦ કલાક સુધી બન્ને દિવસ સહિત કોઈએ ઃ
૧. કોઈની ઈચ્છા વિરૂધ્ધ તેના પર રંગ છાંટવો નહી.
૨. કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહી કે બોલવા નહી. પત્રિકા, પ્લેકાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી કે ફેલાવો કરવો નહી.
ઃ પરિશિષ્ટ ઃ
ÒÒજામનગર જિલ્લાનો સમગ્ર વિસ્તારÓÓ
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની પણ સજા થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની પ્રસિધ્ધિ પોલીસ અધિકારીશ્રીએ નિર્દેશ કરેલ વિસ્તારમાં સહેલાઈથી દેખાય તેવી રીતે તેની નકલો જાહેર જગ્યાઓ પર ચોંટાડીને બહોળી પ્રસિધ્ધી કરવાનું ફરમાવું છું.
આજ તા. ૧૧ માહે માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી કરી મહોર લગાડી બહાર પાડયુ.
જામનગર ૧૧ માહે માર્ચ, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળનું
જાહેરનામું
ક્રમાંક ઃ ડીએમ/હથિયારબંધી/૦૩/૨૦૨૫.-આગામી દિવસોમાં હોળી, ધુળેટી, ચેટી-ચાંદ અને રમઝાન ઈદ જેવા તહેવાર ઉજવવામાં આવનાર હોય સાંપ્રત સ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જામનગર તરફથી તા. ૨૮-૦૨-૨૦૨૫ ના પત્ર નં. એલ.આઈ.બી./જા.ના./૭૭૨/૨૦૨૫ થી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) તળે સમગ્ર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર, જિલ્લો, જામનગર, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવું છું કે નીચેના પરિશિષ્ટમાં દર્શાવેલ વિસ્તારમાં તા. ૦૭-૦૩-૨૦૨૫ થી તા. ૦૫-૦૪-૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી કોઈએ.
(૧) શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવું નહી.
(૨) કો³પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહી.
(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહી.
(૪) મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી કે બાળવા નહી.
(૫) અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહી.
(૬) પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ. પી. શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવું નહી.
ઃ પરિશિષ્ટ ઃ
ÒÒજામનગર જિલ્લાનો સમગ્ર વિસ્તારÓÓ
20 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 03-07-2025આ જાહેરનામું નીચેની વ્યકિઓને લાગુ પડશે નહી.
(૧) ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સPયો કે જેમને ફરજ નિમિત્તે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને.
(૨) જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને.
(૩) પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને.
(૪) પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને.
(૫) યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને.
(૬) પોલીસ અધિક્ષકશ્રી અગરતો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યકિતને.
(૭) કિરપાણ રાખેલ શીખને.
આ જાહેરનામાના કોઈપણ ખંડનું ઉલ્લંધન કરનારને ઓછામાં ઓછી (૪) ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.
અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાનાં ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાંની પ્રસિધ્ધી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટિસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.
આજ, તા. ૦૫ માહે માર્ચ-૨૦૨૫ ના મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૦૫ માહે માર્ચ, સને ૨૦૨૫.
ભાવેશ એન. ખેર
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર.
Government Press & Stationery, Rajkot.