Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 43, Part Part-I Extra, 19 December 2025

Published 19 December 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
43
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-12-19.202601120849466966
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI ] FRIDAY, 19th DECEMBER, 2025/AGRAHAYAN 28, 1947 [ No. 43

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑I EXTRAORDINARY

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કરેલ

હુકમ

નં. એમએજી/કાવ્ય/બકરી ઈદ/જાહેરનામુ/૨૦૨૫.-આગામી તા. ૦૭-૦૬-૨૦૨૫ ના રોજ મુસ્લિમ સમુદાયનો ÒÒબકરી ઈદÓÓ (ઈદ-ઉલ- અઝા) નો તહેવાર આવતો હોય, આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક જાનવરોની કુરબાની આપવામાં આવે છે. આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમા દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહશાંતીનો ભંગ થવાનો સંભવ રહે છે. જેથી આવી પરિસ્થિતિને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે અંગેની તકેદારીના પગલા લેવા કેટલાક પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવુ છું.

કૃત્યો ઃ

(૧) કોઈપણ વ્યકિતએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહી. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.

(૨) ÒÒબકરી ઈદÓÓ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરમાં માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.

વિસ્તાર ઃ

આ જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.

શિક્ષા ઃ

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

સમયગાળો ઃ

આ જાહેરનામું તા. ૦૫-૦૬-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૦૮-૦૬-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 આ હુકમ અન્વયે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા પો. હેડ કોન્સ. અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ બી.એન.એસએસ.ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ પાડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરું છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટીસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

આજ તારીખ ૦૨, માહે જુન-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૦૨ માહે જુન, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/મોબાઈલ/જા.નામું/ફા.નં. ૨૮/૨૦૨૩.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ હાલના પ્રવર્તમાન આતંકવાદના સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા વગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે તેમજ ગુપ્તચર સંસ્થાઓએ વાઈટલ ઈન્સ્ટોલેશન અને અગત્યના ધાર્મિક સ્થળો, મંદિરો પરના હુમલાના ભયની શકયતા દર્શાવેલ છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આવેલ અક્ષર મંદિર, વિરપુરમાં આવેલ જલારામ મંદિર જેવા પ્રસિધ્ધ મંદિરો તથા અન્ય વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો આવેલ છે. આવા સંજોગોમાં રાજકોટ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્યો કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી ગુન્હાહિત પ્રવૃત્તિ અટકાવવી આવશ્યક છે. આવા બનાવોની તપાસ દરમ્યાન એવું ફલીત થાય છે કે, આવા આતંકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુન્હાઓ આચરવા માટે જુના મોબાઈલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યોને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે. તેમજ હાલનો યુવા વર્ગ જુના મોબાઈલ લે-વેંચના ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોય આવી ગુન્હાહિત પ્રવૃત્તિમાં અજાણપણે સંડોવાઈ જતા હોય છે. તેમજ ગુન્હેગાર ઈસમો પણ ઘરફોડ ચોરીઓ, લુંટ, ધાડ, ચિલઝડપ વગેરે જેવા ગુન્હાઓમાં પણ મોબાઈલ ફોન ચોરી કે લુંટમાં મેળવી બજારમાં વેંચી દેતા હોવાનું ભૂતકાળમાં બનેલ બનાવો પરથી જણાય આવે છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.

ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જે મોબાઈલ ખરીદનાર/વહેંચનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી અને મોબાઈલ ટ્રેકીંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિએ તેમને આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે. જેથી તપાસમાં કોઈ ફળદાયી હકિકત મળતી નથી. આવી તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ઈસમો તેમના મનસુબામાં કામીયાબ ન બને તેમજ કોઈ વ્યક્તિઓ મોબાઈલ/સીમકાર્ડ હેન્ડ સેટ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/વેંચનારની જવાબદારી નક્કી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીઓને શોધી કાઢવા માટે જુના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે અથવા તો જુનો મોબાઈલ કોને વહેંચેલ છે ? તે જણાવું જરૂરી જણાય છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે. તેમજ સદરહું બાબતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, કાયદો અને વ્યવસ્થા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૦૬-૦૧-૨૦૧૧ ના પત્ર નં. જી-૧/ક્રાઈમ/ટે-૧/પરચ-૬૮/૧૦/૭૨/૨૦૧૧ થી પણ આ પ્રકારનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સુચના થયેલ છે.

સબબ, ઉપરોક્ત વિગતો અને ગુજરાતમાં આતંકવાદી હુમલાની સંભાવના અને ગુપ્તચર સંસ્થાઓ તરફથી અવાર-નવાર મળતી માહિતી અનુસંધાને તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આતંકવાદી બનાવો બનતા અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી બનતી ગુન્હાહિત પ્રવૃત્તિઓ અટકાવવી અતિ આવશ્યક હોય તે માટે નીચે મુજબનો હુકમ બહાર પાડવો અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ રાજકોટ પોલીસ કમીશ્નરેટ વિસ્તાર સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લા/ગ્રામ્ય વિસ્તાર માટે નીચે મુજબનો હુકમ ફરમાવું છું.

(૧) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જુના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે તો જે-તે ગ્રાહકનું પુરેપુરૂં નામ, સરનામું તથા ફોટો આઈ.ડી. પ્રુફ ફરજીયાત મેળવવાનું રહેશે.

(૨) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જુના મોબાઈલ ફોનની આપ-લે (ખરીદ-વેચાણ) કરતા દુકાનદારે આ અંગેની જરૂરી માહિતી અંગેના નીચે મુજબના કોલમ મુજબના અલગ-અલગ રજીસ્ટર નીભાવવાના રહેશે અને આ રજીસ્ટરો તપાસનીશ એજન્સી માંગે ત્યારે રજુ કરવાના રહેશે.

(૩) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નવા સીમ કાર્ડનું વેચાણ કરતી વેળા નીચે મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સીમ કાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની નકલ મેળવવાની રહેશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 03
ક્રમ મોબાઈલની વિગત/કંપની IMEI NO. મોબાઈલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત ID પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫
ક્રમ સીમકાર્ડની વિગત કંપનીનું નામ સીમ કાર્ડ નંબર સીમકર્ડ ખરીદનારનું નામ, સરનામું સીમકાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫

(૩) ઉપરોક્ત કોલમવાઈઝ રજીસ્ટરો દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાનું રહેશે.

આ હુકમ તા. ૦૧-૦૭-૨૦૨૫ થી તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૨૭ માહે જુન-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૨૭ માહે જુન, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના અધિનિયમ-૨૨ ની કલમ-૩૭(૧) અન્વયે કાઢેલ

હુકમ

નં. જે/એમએજી/ક. ૩૭ (૧)/જા. નામુ/જુન-૨૫/ફા.નં. ૩૨/૨૦૨૩.-આગામી માહે ઓગસ્ટ-૨૦૨૫ ના માસ દરમ્યાન સ્વાતંત્ર્ય દિન, પતેતી, રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારની ઉજવણી થનાર હોય તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો તેમજ સંગઠનો દ્વારા આંદોલનો, રેલીઓ/ધરણા જેવા કાર્યક્રમો આપવામાં કરતા હોય છે. જે ધ્યાને લેતાં આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે નીચે મુજબ હુકમ બહાર પાડવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રૂએ આ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા. ૦૧-૦૮-૨૦૨૫ થી ૩૧-૦૮-૨૦૨૫ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું.

કૃત્યો ઃ

(૧) હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.

(૨) કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની.

(૩) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાના અથવા નાખવાનાં યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવની તથા તૈયાર કરવાની, તથા કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઈ જવાની.

(૪) મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.

(૫) લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની.

(૬) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતિ જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.

04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

વિસ્તાર ઃ

પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો સમગ્ર વિસ્તાર.

અપવાદ ઃ આ હુકમના ખંડ-૧ તથા ૨ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય.

(૨) વૃધ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય.

(૩) સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલ હોય તેવી વ્યક્તિઓ.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધારણ રાજયપત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આજ તારીખ ૩૦, માહે જુલાઈ-૨૦૨૫ નાં રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો લગાડી હુકમ બહાર પાડuો.

રાજકોટ, ૩૦ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) અન્વયેનું જાહેરનામુ

હુકમ

નં. જે/એમએજી/ગુ. પો. અ.-૩૩(૧)/ફા. નં. ૧૨/૨૦૧૯.-પોલીસ અધિક્ષકની કચેરી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાં તા. ૩૦-૦૭-૨૦૨૫ના પત્ર ક્રમાંક એલ.આઈ.બી./પથીક પ્રોગ્રામ/જાહેરનામુ/૫૪૬/૨૦૨૫ થી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બહારનાં જિલ્લા, રાજ્યો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક હોટલ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફર ખાના/કલબ હાઉસ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મસ્થળો/ધાબા તથા અન્ય સ્થળોએ ભાડેથી રૂમ રાખી રહેતા હોય છે. આ મુસાફરોની સાથે દેશવિરોધી અને અસામાજિક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાગફોડીયા પ્રવૃતિઓ કરે તેવી પુરતી શકયતાઓ રહેલી છે, જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની ચકાસણી કરવી ખુબ જ જરૂરી છે. આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીનાં ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને સુવીધા રહે અને દૈનિક ધોરણે પોલીસને માહિતી ઓન-લાઈન મળી રહે તે હેતુ એપ્લીકેશન PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER AND HOTEL INFORMATICS) ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ PATHIK એપમાં દૈનિક ધોરણે દરેક હોટલ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફર ખાના/કલબ હાઉસ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મસ્થળો/ધાબા તથા અન્ય સ્થળોએ તમામ એન્ટ્રીઓ પથીક એપ્લીકેશનમાં ઓન-લાઈન ફરજિયાત કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

જેથી આ 'PATHIK' માં દૈનિક ધોરણે દરેક હોટલ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફર ખાના/કલબ હાઉસ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મસ્થળો/ધાબા તથા અન્ય સ્થળોનાં સંચાલક/માલિક/ભાગીદાર/જવાબદારોએ એન્ટ્રી કરવા માટે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ તા. ૦૧-૦૮-૨૦૨૫ થી ૩૦-૦૯-૨૦૨૫ સુધી આથી હુકમ કરૂ છું કે,

હોટલ/ધર્મશાળા/સમાજવાડી/મુસાફર ખાના/કલબ હાઉસ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મસ્થળો/ધાબા તથા અન્ય સ્થળોનાં માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે અને તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ 'PATHIK' (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER AND HOTEL INFORMATICS) ઈનસ્ટોલ કરવાની રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રી આ 'PATHIK' એપમાં ફરજીયાતપણે ઓનલાઈન કરવાની રહેશે.

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આજ તારીખ ૩૦મી, જુલાઈ-૨૦૨૫ નાં રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો મારી બહાર પાડેલ છે.

રાજકોટ, ૩૦ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/કાવ્ય/ગણેશ/સ્થાપના-વિસર્જન/૨૫.-મુર્તિ વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૦ માં રીવાઈઝડ સુચનાઓ આપવામાં આવેલ છે અને વખતોવખત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી પણ મુર્તિ વિસર્જન કરવા અંગે સુચનાઓ આપવામાં આવેલ છે. મુર્તિઓનું વિસર્જન કરવા બાબતમાં નામ. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં રીટ પીટીશન (પી.આઈ.એલ.) ૧૫૬/૨૦૧૮ માં તા. ૧૧-૦૯-૨૦૧૮ ના ઓરલ ઓર્ડરથી મુર્તિ વિસર્જન કરવા અંગે સુચનાઓ થઈ આવેલ છે. સદરહુ બાબતે વખતોવખત દર વર્ષે આ બાબતનુંTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 05 જાહેરનામું બહાર પાડવામાં આવી રહેલ છે. જેથી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આગામી ગણેશ મહોત્સવ નિમિતે મુર્તિ વિસર્જન કરવા પર્યાવરણની જાળવણી, જળjાોતોમાં પ્રદુષણ થતું અટકાવવા સબંધમાં તેમજ જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તથા જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ કલમ-૧૬૩ થી મળેલ અધિકારની રૂએ હું. એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૧૦-૦૮-૨૦૨૫ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ સુધીની મુદત માટે નીચે મુજબ અમલ કરવા ફરમાવું છું.

એ. આગામી સમયમાં સક્ષમ સતાધિકારીની પુર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહી.

બી. સક્ષમ સ્થાનિક સતામંડળએ મુર્તિ વિસર્જન માટે સુનિfિચત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવું નહીં.

સી. પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં મુર્તિ વિસર્જન થઈ શકશે નહીં.

ડી. મુર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને નામ.

હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પધ્ધતિ સિવાયની કોઈપણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન થઈ શકશે નહીં.

વધુમાં હું દેશ કરૂં છું કે, આ હુકમના કૃત્ય નં. ÒÒએÓÓ નીચેનાને લાગુ પડશે નહી.

(૧) સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને, સંસ્થાને.

(૨) ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતને.

(૩) કોઈ લગ્નના વરઘોટાને.

(૪) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને.

(૫) કોઈ સ્મશાન યાત્રાને.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનુ રહેશે.

અમલવારીનો સમય ઃ

આ હુકમ તા. ૧૦-૦૮-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

અમલવારીનો વિસ્તાર ઃ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત સિવાયનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો તમામ વિસ્તાર

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આજ તા. ૩૧મી, જુલાઈ-૨૦૨૫ નાં રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો મારી બહાર પાડેલ છે.

રાજકોટ, ૩૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કરેલ

હુકમ

નં. એમએજી/આંગણીયા પેઢી/સીસીટીવી/ફા.નં. ૩૬/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના તા. ૧૪-૦૮-૨૦૨૫ ના પત્ર ક્રમાંક ઃ એલ.આઈ.બી./જાહેરનામુ/૫૮૮/૨૦૨૫ થી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જવેલર્સ, શરાફી મંડળી તથા આંગડીયા પેઢીમાં થતી ધાડ, લૂંટ અને ચોરીના ગુન્હા અટકાવવા માટે તથા વણશોધાયેલા ગુન્હાઓ શોધવા માટે જવેલર્સ, શરાફી મંડળી તથા આંગણીયા પેઢી પર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન હાઈડેફીનેશન) વીથ રેકોર્ડીગ સીસ્ટમ અનિવાર્ય રીતે મુકે તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ કરેલ છે. સદરહું દરખાસ્ત મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા વિસ્તારમાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ જવેલર્સ, શરાફી મંડળી તથા આંગણીયા પેઢીમાં વાહનોના નંબરપ્ેટ અને વાહનના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તેવા સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશનવાળા કેમેરા પુરતી સંખ્યામાં રાખવા તથા ડીજીટલ રેકોર્ડીગનો બેક-અપ ડેટા ડેટાબેઈઝમાં જાળવવામાં આવે તે જાહેર સલામતિની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા વિસ્તારમાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલા ગુન્હાઓ શોધવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ જવેલર્સ, શરાફી મંડળી તથા આંગડીયા પેઢીમાં વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તેમજ જે-તે એકમમાં એન્ટ્રી (Entry) અને એકઝીટ (Exit) પોઈન્ટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન વાળા સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે.

ઉકત સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીગ થઈ શકે તેવી કવોલીટીના રાખવા અને આવા ડીજીટલ રેકોર્ડીગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેક-અપ ૩૦ (ત્રીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવો.

06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

અમલવારીનો વિસ્તાર ઃ

આ હુકમ રાજકોટ પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં તા. ૧૫-૦૮-૨૦૨૫ થી તા. ૩૦-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉકત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ બદલ ફરીયાદ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

આજ તારીખ ૧૪, માહે ઓગષ્ટ-૨૦૨૫ નાં રોજ મારી સહી સીક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૧૪ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કરેલ

હુકમ

નં. એમએજી/કતલખાનુ/પ્રતિબંધ/જા.નામુ/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના તા. ૩૧-૦૭-૨૦૨૫ ના પત્રથી જણાવ્યા મુજબ તા. ૨૨-૦૮-૨૦૨૫ થી તા. ૨૮-૦૮-૨૦૨૫ સુધી પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા અંગે દરખાસ્ત મળેલ છે. આ તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારે ધાર્મિક લાગણીઓ ન દુભાય તેવા શુભ આશયથી નીચેના દર્શાવેલા સમયગાળા દરમ્યાન કોઈ પ્રાણીઓની કતલ ન થાય કે માંસ, મટન, મચ્છીનું કતલ કરી વેચાણ ન થાયે તે માટે કતલખાના, મચ્છી માર્કેટ બંધ કરવા તેમજ માસ, મટન અને મચ્છીનું કતલ કરી વેચાણ બંધ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

વાસ્તે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ અધિકારની રૂએ નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવું છું.

પ્રતિબંધિત કૃત્યો તથા વિસ્તાર ઃ

રાજકોટ પોલીસ કમિશ્નરેટ હકુમતના સમગ્ર વિસ્તાર સિવાય રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૦-૦૮-૨૦૨૫ ના ૦૦-૦૦ કલાક થી તા. ૨૭-૦૮-૨૦૨૫ ના ૨૪-૦૦ કલાક સુધી કોઈપણ પ્રાણીની કતલ કરી તેનું માસ, મટન, મચ્છી કે અન્ય કતલ કરેલ વસ્તુઓનાં વેંચાણ કરવા તેમજ કતલખાના ચાલુ રાખવા પર પ્રતિબંધ.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા મામલતદાર કચેરીના, પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ નોંધવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

આજ તારીખ ૧૪-૦૮-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો લગાડી હુકમ બહાર પાડયો.

રાજકોટ, ૧૪ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩(BNSS)ની કલમ-૧૬૩ અન્વયે

જાહેરનામુ

નં. જે/એમએજી/ડેમ સ્થળો/જા.નામુ/૨૦૨૫(૨).-સામાન્ય સંજોગો મુજબ ગુજરાત રાજયમાં જુન માસથી વર્ષા·તુનો આરંભ થાય છે. વર્ષા·તુ દરમ્યાન ભારે વરસાદ સાથે આકાશી વિજળી પડવી, ભારે પવન ફૂંકાવો કે વાવાઝોડું ત્રાટકવાની ઘટનાઓ બનતી હોય છે. વર્ષા·તુ દરમ્યાન રાજકોટ જિલ્લાના નાગરિકો અને વસવાટ કરતા વ્યકિતઓ જુદા-જુદા જળાશોય(નદી, તળાવ, નહેર) અને કુદરતી કે અન્ય રીતે અસ્તિત્વમાં આવેલ ªડા ખાડાઓમાં ન્હાવા પડે છે અને બાદમાં ડુબી જવાથી મરણ જતા હોવાની ગંભીર ઘટનાઓ બનેલ હોવાનું ભુતકાળના અનુભવોથી ધ્યાને આવેલ છે. આવા પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી અટકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૦૫-૦૫-૨૦૨૫ના પત્ર ક્રમાંક ઃ HD/MSM/e-file/8/2025/2718/SB1 થી જિલ્લામાં આવેલ જુદા-જુદા પ્રકારના જળાયશયો અને ભયજનક સ્થળોની યાદી બનાવી તેમા પ્રવેશ ન કરે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા માટે સુચનાઓ થઈ આવેલ છે. રાજકોટ જિલ્લાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંતTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 07 અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રી, રાજકોટ સિંચાઈ વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(અછત), જિલ્લા પંચાયત કચેરી, રાજકોટએ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ આવા સ્થળો, જળાશયો, નદી કે સિંચાઈ યોજના કે સ્થળે નહાવાથી મરણ જવા સુધીનો પ્રસંગ બની શકવાની સંભાવનાઓ રહેલી હોય તેવા પ્રકારના સ્થળોની યાદી અત્રેને મોકલેલ છે.

ઉકત બાબતો ધ્યાને લેતા આવા ભયજનક સ્થળો, જળાશયો, નદી કે નદીના પટ અને સિંચાઈ યોજનાઓના સ્થાને નાગરીકો અને વસવાટ કરતા વ્યકિતઓના પ્રવેશ કરી ન્હાવા અને જળાશયોના તટ કે પાળી પર પહોંચી જોખમી રીતે સેલ્ફી લેવા કે કેમેરાથી કે મોબાઈલથી શુટીંગ કરવા જેવી પ્રવૃતિઓ માટે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ નીચે મુજબના પરિશિષ્ટમાં જણાવ્યાનુસારના જળાશયો, સિંચાઈ યોજના, નદી, તળાવ, પુલ કે નિચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરી ન્હાવા અને તટ કે પાળી પર પહોંચી જોખમી રીતે સેલ્ફી લેવા કે કેમેરાથી કે મોબાઈલથી શુટીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ નીચે જણાવેલ વિસ્તારમાં તા. ૧૬-૦૮-૨૦૨૫ થી તા. ૧૫-૧૦-૨૦૨૫ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.

કૃત્ય ઃ

પરિશિષ્ટ મુજબના જળાશયો, gસચાઈ યોજના, નદી, તળાવ, પુલ કે નિચાણવાળા વિસ્તામાં પ્રવેશ કરી ન્હાવા અને તટ કે પાળી પર પહોંચી જોખમી રીતે સેલ્ફી લેવા કે કેમેરાથી કે મોબાઈલથી શુટીંગ કરવા પર.

પરિશિષ્ટ

ક્રમ તાલુકો અને અસરકર્તા ગામ જળાશયો/સિંચાઈ યોજના/તળાવ/નદી/પુલ/ નિચાણવાળા વિસ્તારોનું નામ
૧ પડધરી તાલુકાના ગામ-ખંઢેરી, નારણકા, ખાખડાબેલા, ઉકરડા, ડુંગરકા, બાઘી, હરીપર ખારી આજી નદી
૨ પડધરી તાલુકાના ગામ-દહીસરડા આજી આજીડેમ-આજીનદી
૩ પડધરી તાલુકાના ગામ-જીવાપર, ખોખરી ªડડેમ-ªડનદી
૪ પડધરી તાલુકાના ગામ-પડધરી, સરપદડ, મોવૈયા, બોડીઘોડી, ગોવિંદપર, ખામટા, વણપરી, હિદડ ડોંડી નદી
૫ પડધરી તાલુકાના ગામ-બોડીઘોડી સારણ નદ
૬ પડધરી તાલુકાના ગામ-ખજુરડી-૧ સરોવર(આજી-૩)
૭ પડધરી તાલુકાના ગામ-ન્યારા, તરઘડી, મોટારામપર, ખંભાળા, રંગપર, ખોડાપીપર ન્યારી ડેમ-૨(ન્યારી નદી)
૮ પડધરી તાલુકાના ગામ-વિસામણ ઘેલ નદી
૯ લોધિકા તાલુકાના ગામ-રાવકી ખોડીયાર માના મંદિરની ધાર પાસે ઢોલરાના રસ્તાની બાજુમાં
૧૦ લોધિકા તાલુકાના ગામ-ચીભડા રાદડીયા ડેમ અને ઠીબકીયું તળાવ
૧૧ લોધિકા તાલુકાના ગામ-વાગુદડ ન્યારી ડેમ ૧
૧૨ લોધિકા તાલુકાના ગામ-ખીરસરા વાસ વાડી નદી
૧૩ લોધિકા તાલુકાના ગામ-વાજડી વડ હીરાબા સરોવર વાગુદડ રોડ
૧૪ લોધિકા તાલુકાના ગામ-કાંગશીયાળી ન્યારી નદી, કાંગશીયાળી ગામ પાસે, કાંગશીયાળી
૧૫ લોધિકા તાલુકાના ગામ-પાળ મવડી પાળ રોડનો પુલ અને જખરાપીર મંદિરનો પ લ ુ
૧૬ જ તપુર તાલુકાના ગામ-દેરડી, કેરાળી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, પાંચપીપળા, ે રબારીકા, સરઘારપુરા, વાડાસડા, જેતપુર શહેર નવાગઢ ભાદર-૧ સિંચાઈ યોજના
૧૭ જેતપુર તાલુકાના ગામ-થાણાગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા સ રવો સિંચાઈ યોજના ુ
૧૮ જેતપુર તાલુકાના ગામ-લુણાગરા, લુણાગરી, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારીકા છાપરવાડી-૨ સિંચાઈ યોજના
૧૯ જેતપુર તાલુકાના ગામ-ચારણીયા, ચારણ સમઢીયાળા, થાણાગાલોળ વડીયા ડેમ
૨૦ જેતપુર તાલુકાના ગામ-ચારણ સમઢીયાળા, રેશમડીગાલોળ, થાણાગાલોળ સાંકરોળી
૨૧ જેતપુર તાલુકાના ગામ-આરબટીંબડી, બાવા પીપળીયા, પીપળવા ઉબણ
૨૨ જેતપુર(શહેર)નો દરેડી રોડની ઘાબીનો પુલ ભાદર નદી
૨૩ જેતપુર(શહેર) નારપાટ ચેકડેમ
૨૪ જેતપુર(શહેર) ભાદર ડેમ કેનાલ
૨૫ જેતપુર(શહેર) નવાગઢ સરઘારપુર તળાવ
૨૬ ગોંડલ તાલુકાના ગામ-આંબરડી, અનીડા, વણથલી, પડવલા નાની સિંચાઈ યોજના
૨૭ ગોંડલ તાલુકાના ગામ-લીલાખા, ભંડારીયા, ખંભાલીડા, મશીતાળા ભાદર-૧
૨૮ ગોંડલ તાલુકાના ગામ-લુણીવાવ, ગરનારા, વેજાગામ, ડૈયા, ત્રાકુડા છાપરવાડી-૧
૨૯ ગોંડલ તાલુકાના ગામ-પાટીયાળી, હડમતાળા, કોલીથડ મોતીસર સિંચાઈ યોજના
૩૦ ગોંડલ તાલુકાના ગામ-ગુંદાસરા ખારાનો ડેમ
૩૧ ગોંડલ તાલુકાના ગામ-આંબરડી ફોફળ નદી
૩૨ ગોંડલ તાલુકાના ગામ-વાસાવડ વાસાવડી નદી
૩૩ ગોંડલ તાલુકાના ગામ-મોટીખીલોરી કોલપરી નદી
૩૪ ગોંડલ તાલુકાના ગામ-કંટોલીયા, વોરાકોટડા ગોંડલી નદી
૩૫ ગોંડલ તાલુકાના ગામ-કરમાર કોટડા, મોટા દડવા કરમાળ ડેમ
૩૬ ગોંડલ તાલુકાના ગામ-ચરખડી, વેકરી, પડવલા છાપરવાડી-૨
૩૭ ગોંડલ તાલુકાના ગામ-ત્રાકુડા છાપરવાડી નદી ઉપર આવેલ બેઠી ધાબી
૩૮ ગોંડલ તાલુકાના ગામ-સુલતાનપુર સ લતાનપુરી નદી ુ
૩૯ ગોંડલ (શહેર)નો નિચાણવાળો વિસ્તાર વ રી તળાવ ે
૪૦ ગોંડલ (શહેર)નો નિચાણવાળો વિસ્તાર આશાપુરા ડેમ
૪૧ કોટડાસાંગાણી તાલુકાના ગામ-સોળીયા, કોટડાસાંગાણી, ખરેડા, રાજગઢ વાછપરી સિંચાઈ યોજના ડેમ
૪૨ કોટડાસાંગાણી તાલુકાના ગામ-માણેકવાડા, જુની ખોખરી, નવી ખોખરી, રાજગઢ, સોળીયા, ખરેડા ગોંડલી સિંચાઈ યોજના ડેમ
૪૩ કોટડાસાંગાણી તાલુકાના ગામ-કરમાળ પીપળીયા, નવા રાજપીપળા, જુના રાજપીપળા, વાદીપરા, બગદડીયા, દેતળીયા, સાંઢવાયા કરમાળ સિંચાઈ યોજના ડેમ
૪૪ કોટડાસાંગાણી તાલુકાના ગામ-નવી મેંગણી મોતીસર gસચાઈ યોજના ડેમ
૪૫ કોટડાસાંગાણી તાલુકાના ગામ-અરડોઈ અરડોઈ નદી
૪૬ કોટડાસાંગાણી તાલુકાના ગામ-દેતળીયા દ તળીયા નદી ે
૪૭ ધોરાજી તાલુકા ધોરાજી શહેરમાં આવેલ શકુરા નદીમાં પચાનાથ મહાદેવના મંદિર પાસે આવેલ તળાવ તથા કોઝવે
૪૮ ધોરાજી તાલુકા ભાદર-૨ ડેમ તથા ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામો ઉમરકોટ, વેગડી, છાડવાવદર, ભોળા, ભ ખી, ભોલગામડા, સુપેડી ુ
૪૯ ધોરાજી તાલુકા, ગામ-ભુતવડ, જમનાવડ, પીપળીયા, મોટીમારડ, ભાદાજાળીયા, નાનીમારડ, હડમતીયા, નાગલખડા, ઉદકીયા, વાડોદર, ભાડેર ભાદર-૧ સિંચાઈ યોજના કેનાલ
૫૦ ધોરાજી તાલુકા, ગામ-ફરેણી, નાનીપરબડી, મોટીપરબડી, તોરણીયા ભાદર-૧ સિંચાઈ યોજના કેનાલ અને ફૂલઝર નદી
૫૧ ધોરાજી તાલુકા પાટણવાવ ગામે ઓસમ ડુંગર વિસ્તાર
૫૨ ઉપલેટા તાલુકા ગણોદ ચેકડેમ કમ કોઝવે
૫૩ ઉપલેટા તાલુકા સોમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ઉપલેટાનો ચ કડેમ ે
૫૪ ઉપલેટા તાલુકા ખાખીજાળીયા ચેકડેમ
૫૫ ઉપલેટા તાલુકા સ વ ે ત્રા ચેકડેમ ં
૫૬ ઉપલેટા તાલુકા નાવગદર ચેકડેમ
૫૭ ઉપલેટા તાલુકા, ગામ-મોજીરા, ગઢાળા, ખારચીયા, કેરાળા, નવાપરા, વાડલા, ખાખીજાળીયા, સેવત્રા મોજ સિંચાઈ યોજના
૫૮ ઉપલેટા તાલુકા ગામ-ગધેથડ, કોલકી, નાગાવદર, વરજાંગજાળીયા, મેખાટીંબી, નીલાખા, જાળ, ચરેલીયા, રાજપરા વ b-૨ સિંચાઈ યોજના ે
૫૯ ઉપલેટા તાલુકા, ગામ-લાઠ કમઢ તળાવ
૬૦ ઉપલેટા તાલુકા, ગામ-ખીરસરા ખીરસરા નાની સિંચાઈ યોજના
૬૧ ઉપલેટા તાલુકા, ગામ-અરણી અરણી નાની સિંચાઈ યોજના
૬૨ ઉપલેટા તાલુકા, ગામ-કોલકી કોલકી નાની સિંચાઈ યોજના
૬૩ ઉપલેટા તાલુકા, ગામ-પડવલા પડવલા નાની gસચાઈ યોજના
૬૪ ઉપલેટા તાલુકા, ગામ-જામટીમ્બડી જામટીમ્બડી નાની સિંચાઈ યોજના
૬૫ ઉપલેટા તાલુકા, ગામ-વડાળી વડાળી નાની સિંચાઈ યોજના
૬૬ ઉપલેટા તાલુકા, ગામ-પાનેલી, જાળ, હરિયાસણ, ખારચીયા પાનેલી નાની સિંચાઈ યોજના
૬૭ ઉપલેટા તાલુકા, ગામ-વડેખણ વડેખણ નાની સિંચાઈ યોજના
૬૮ ઉપલેટા તાલુકા, ગામ-વાવડી નેસ વાવડી નેસ નાની gસચાઈ યોજના
૬૯ જામકંડોરણા તાલુકા ફોફળ-૧ સિંચાઈ યોજના, કોઝવે
૭૦ જામકંડોરણા તાલુકા જામદાદર લઘુ સિંચાઈ યોજના
૭૧ જામકંડોરણા તાલુકા, ગામ-તરવડા ભાદર નદીનો પટનો વિસ્તાર
૭૨ જામકંડોરણા તાલુકા, ગામ-મોટા દુધીવદર ફોફળ વેસ્ટવીયર
૭૩ જામકંડોરણા તાલુકા, ગામ-સોડવદર સોડવદર ડેમ
૭૪ જામકંડોરણા તાલુકા, ગામ-રામપર રામપર-તરકાસર વચ્ચે નદી
૭૫ જસદણ તાલુકા, ગામ-ભંડારીયા, બોઘરાવદર આઘીયા સિંચાઈ યોજના
૭૬ જસદણ તાલુકા, બાખલવડ, જસદણ, આટકોટ, પાંચવડા, જસાપર આલણસાગર ડેમ
૭૭ જસદણ તાલુકા, ગામ-આંબરડી આંબરડી સિંચાઈ યોજના
૭૮ જસદણ તાલુકા, ગામ-ગોખલાણા ગોખલાણા gસચાઈ યોજના
૭૯ જસદણ તાલુકા, ગામ-કનેસરા કનેસરા gસચાઈ યોજના
૮૦ જસદણ તાલુકા, ગામ-શાંતિનગર, કોઠી, નાની લાખાવડ, ચિતલીયા રાજાવડલા જસ gસચાઈ યોજના
૮૧ જસદણ તાલુકા, ગામ-માઘવીપુર, શિવરાજપુર શિવસાગર ડેમ
૮૨ જસદણ તાલુકા, ગામ-વિરનગર વિરનગર સિંચાઈ યોજના
૮૩ જસદણ તાલુકા, ગામ-જીવાપર, જુના પીપળીયા કર્bકી ડેમ
૮૪ જસદણ તાલુકા ઈrરીયા ડેમ
૮૫ વિંછીયા તાલુકા, ગામ-બેલડા, સુખપર, દેરાળા દ વધરી સિંચાઈ યોજના ે
૮૬ વિંછીયા તાલુકા, ગામ-મોઢુકા, આંકડીયા, સરતાનપર, બેલડા હાથસણી સિંચાઈ યોજના
૮૭ વિંછીયા તાલુકા, ગામ-કોટડા, રૂપાવટી, થોરીયાળી કોટડા સિંચાઈ યોજના
૮૮ વિંછીયા તાલુકા, ગામ-વિંછીયા, રૂપાવટી, થોરયાળી પાનેલીયા સિંચાઈ યોજના
૮૯ વિંછીયા તાલુકા, ગામ-સરતાનપર, આંકડીયા પાટીયાળી સિંચાઈ યોજના
૯૦ વિંછીયા તાલુકા, ગામ-વિંછીયા, રૂપાવટી ર વાણીયા સિંચાઈ યોજના ે
૯૧ વિંછીયા તાલુકા, ગામ-આંકડીયા, સરતાનપર, બેલડા સરતાનપર સિંચાઈ યોજના
૯૨ વિંછીયા તાલુકા, ગામ-વનાળા, સનાળા વનાળા સિંચાઈ યોજના
૯૩ વિંછીયા તાલુકા, ગામ-ઓરી ઓરી gસચાઈ યોજના
૯૪ વિંછીયા તાલુકા, ગામ-નાનામાત્રા, શેખડોદ નાનામાત્રા સિંચાઈ યોજના
૯૫ વિંછીયા તાલુકા, ગામ-ગોરૈયા ગોરૈયા સિંચાઈ યોજના
08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 09

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા(BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકરવાળા વાહનો દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજયના અસાધારણ રાજય પત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું. તેમજ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને તેમજ સંબંધીત સિંચાઈ યોજનાના ફરજ પરના હાજર અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આજ તારીખ ૧૪-માહે-ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો લગાડી હુકમ બહાર પાડયો.

રાજકોટ, ૧૪ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. ઃ જે/એમએજી/બીનવારસી વસ્તુ/પ્રતિબંધ/ફા.નં.૨૬/૨૦૨૩.-ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, મોડાસા શહેર તેમજ બેંગ્લોર અને દિલ્હી શહેરમાં આતંકવાદી સંગઠનો દ્વારા શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવેલ છે. જે તમામ બનાવોને ધ્યાનમાં લેતાં જાહેર જગ્યાઓ પર બોમ્બ વિસ્ફોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ-વ્હીલર પર ટીફીન બોકસ તથા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી બોમ્બ ધડાકા કરવામાં આવેલ છે. આવા બોમ્બ વિસ્ફોટો જ્યાં વધારે પ્રમાણમાં લોકોની અવર-જવર રહેતી હોય અને ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાએ કરવામાં આવે છે. જે બનાવોને ધ્યાનમાં લેતા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારની જનતાએ પણ સુરક્ષાની રીતે આવી જાહેર જગ્યાઓ પર ટીફીન બોકસ અગર અન્ય કોઈ સામાન સાથે સાયકલ કે ટુ-વ્હીલર કોઈપણ વ્યકિતની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ રાખવા પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તા/રોડ, ફૂટપાથ, શેરી/ગલી પર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ-વહીલર, ફોર-વ્હીલર વાહનો બીનવારસી મુકવા પર પ્રતિબંધ ફરમાવું છું.

પ્રતિબંધિત સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ નાં કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

ઉપરોક્ત પ્રતિબંધિત કૃત્ય મુજબ ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફૂટપાથ પર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બીનવારસી હાલતમાં મળી આવશે તો તે સાયકલ, ટુ વ્હીલર તથા ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

તમામને વ્યક્તિગત રીતે આ નોટિસની બજવણી કરવી શક્ય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/મોબાઈલ/જા.નામું/ફા.નં. ૨૮/૨૦૨૩.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ હાલના પ્રવર્તમાન આતંકવાદના સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત તથા મોડાસા વગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે તેમજ ગુપ્તચર સંસ્થાઓએ વાઈટલ ઈન્સ્ટોલેશન અને અગત્યના ધાર્મિક સ્થળો, મંદિરો પરના હુમલાના ભયની શકયતા દર્શાવેલ છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આવેલ અક્ષર મંદિર, વિરપુરમાં આવેલ જલારામ મંદિર જેવા પ્રસિધ્ધ મંદિરો તથા અન્ય વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો આવેલ છે. આવા સંજોગોમાં રાજકોટ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્યો કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી ગુન્હાહિત પ્રવૃત્તિ અટકાવવી આવશ્યક છે. આવા બનાવોની તપાસ દરમ્યાન એવું ફલીત થાય છે કે, આવા આતંકવાદી પ્રવૃત્તિ આચરતા ઈસમો આવા ગુન્હાઓ આચરવા માટે જુના મોબાઈલની ખરીદી કરતા હોવાનું અને આવા કૃત્યોને અંજામ આપી આવા મોબાઈલ ફોન બંધ કરી દે અથવા તો વેચી દેતા હોય છે. તેમજ હાલનો યુવા વર્ગ જુના મોબાઈલ લે-વેંચના ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોય આવી ગુન્હાહિત પ્રવૃત્તિમાં અજાણપણે સંડોવાઈ જતા હોય છે. તેમજ ગુન્હેગાર ઈસમો પણ ઘરફોડ ચોરીઓ, લુંટ, ધાડ, ચિલઝડપ વગેરે જેવા ગુન્હાઓમાં પણ મોબાઈલ ફોન ચોરી કે લુંટમાં મેળવી બજારમાં વેંચી દેતા હોવાનું ભૂતકાળમાં બનેલ બનાવો પરથી જણાય આવે છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.

ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જે મોબાઈલ ખરીદનાર/વહેંચનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી અને મોબાઈલ ટ્રેકીંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઈ અજાણી વ્યક્તિએ તેમને આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે. જેથી તપાસમાં કોઈ ફળદાયી હકિકત મળતી નથી. આવી તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ઈસમો તેમના મનસુબામાં કામીયાબ ન બને તેમજ કોઈ વ્યક્તિઓ મોબાઈલ/સીમકાર્ડ હેન્ડ સેટ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/વેંચનારની જવાબદારી નક્કી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીઓને શોધી કાઢવા માટે જુના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે અથવા તો જુનો મોબાઈલ કોને વહેંચેલ છે ? તે જણાવું જરૂરી જણાય છે. તે માટે જુના મોબાઈલ ફોનની લે-વેંચ કરતા દુકાનદારો પર નિયંત્રણ મૂકવા સારૂ જરૂરી શરતોવાળું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે. તેમજ સદરહું બાબતે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, કાયદો અને વ્યવસ્થા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૦૬-૦૧-૨૦૧૧ ના પત્ર નં. જી-૧/ક્રાઈમ/ટે-૧/પરચ-૬૮/૧૦/૭૨/૨૦૧૧ થી પણ આ પ્રકારનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સુચના થયેલ છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 11

સબબ, ઉપરોક્ત વિગતો અને ગુજરાતમાં આતંકવાદી હુમલાની સંભાવના અને ગુપ્તચર સંસ્થાઓ તરફથી અવાર-નવાર મળતી માહિતી અનુસંધાને તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આતંકવાદી બનાવો બનતા અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આવી બનતી ગુન્હાહિત પ્રવૃત્તિઓ અટકાવવી અતિ આવશ્યક હોય તે માટે નીચે મુજબનો હુકમ બહાર પાડવો અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ રાજકોટ પોલીસ કમીશ્નરેટ વિસ્તાર સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લા/ગ્રામ્ય વિસ્તાર માટે નીચે મુજબનો હુકમ ફરમાવું છું.

(૧) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જુના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે તો જે-તે ગ્રાહકનું પુરેપુરૂં નામ, સરનામું તથા ફોટો આઈ.ડી. પ્રુફ ફરજીયાત મેળવવાનું રહેશે.

(૨) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જુના મોબાઈલ ફોનની આપ-લે (ખરીદ-વેચાણ) કરતા દુકાનદારે આ અંગેની જરૂરી માહિતી અંગેના નીચે મુજબના કોલમ મુજબના અલગ-અલગ રજીસ્ટર નીભાવવાના રહેશે અને આ રજીસ્ટરો તપાસનીશ એજન્સી માંગે ત્યારે રજુ કરવાના રહેશે.

(૩) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નવા સીમ કાર્ડનું વેચાણ કરતી વેળા નીચે મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સીમ કાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની નકલ મેળવવાની રહેશે.

 જુના મોબાઈલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ મોબાઈલની વિગત/કંપની IMEI NO. મોબાઈલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત ID પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫

 જુના મોબાઈલ વેંચતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ મોબાઈલની વિગત/કંપની IMEI NO. મોબાઈલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત ID પ્રુફની વિગત
૧ ૨ ૩ ૪ ૫

 નવું સીમ કાર્ડ વેંચાણ કરતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર

ક્રમ સીમકાર્ડની વિગત કંપનીનું નામ સીમ કાર્ડ નંબર સીમકર્ડ ખરીદનારનું નામ, સરનામું સીમકાર્ડ ખરીદનારના આઈ.ડી. પ્રુફની વિગત સીમકાર્ડ ખરીદનારની સહી
૧ ૨ ૩ ૪ ૫ ૬

(૩) ઉપરોક્ત કોલમવાઈઝ રજીસ્ટરો દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાનું રહેશે.

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦ માહે ઓગષ્ટ-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/બોર-કુવા/જા.નામુ/ફા.નં. ૨૩/૨૦૨૩.-લોકો દ્વારા કરવામાં આવતા બોર-કુવામાં પડી જવાથી બાળકોના મૃત્યુ થયાના અનેક કિસ્સાઓ સમાચારપત્રો અને ઈલેકટ્રોનિકસ મીડીયામાં અગાઉ પ્રસિધ્ધ થયેલ છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૧૮-૦૭-૨૦૧૨ થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ઉકત બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા સુચના થઈ આવેલ છે.

12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

આવા ગંભીર, માનવ જીંદગી જોખમાવતા બનાવો બનતા અટકાવવા જાહેર હિતમાં ઈચ્છનીય છે. જેથી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ જાહેર શાંતિ અને સુલેહ જાળવવા તથા માનવ જીંદગી જોખમાતી બચાવવા પગલા લેવા જરૂરી છે. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ સિવાયના વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુલેહ-શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીચે મુજબનો પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

વાસ્તે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ રાજકોટ જિલ્લાના રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા ફરમાવું છું.

કૃત્યો ઃ

(૧) રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ખેતીના ઉપયોગ માટે તથા અન્ય હેતુ માટે લોકો દ્વારા બોરકુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ બોરકુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં માલીકો દ્વારા છોડી દેવામાં આવે છે તેવા બોરકુવા તાત્કાલીક અસરથી જે-તે માલીકોએ પુરાણ કરી બંધ કરી દેવાના રહેશે.

(૨) જે બોરકુવા હાલ બીનજરૂરી (બીનવપરાશ) હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા રાખેલ બોરકુવાને અકસ્માત થતો અટકાવવા બોરકેપ નટ-બોલ્ટ સહિતના ફરજીયાત લગાવી ઢાંકી દેવાના રહેશે.

(૩) દરેક ખાતેદારે ખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાતા તમામ કુવાની ફરતે પાકી દિવાલ બનાવી લેવાની રહેશે.

સમયમર્યાદા ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

તમામને વ્યકિતગત રીતે આ નોટિસની બજવણી કરવી શકય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડસ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ નાં રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. જે/એમએજી/ડ્રોન/જાહેરનામુ/ફા.નં.૩૧/૨૦૨૩.-રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઈટલ ઈનસ્ટોલેશન, વી.વી.આઈ.પી. રહેણાક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તેમજ અન્ય પ્રતિબંધીત એરીયા વિગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી રાજકોટ ગ્રામ્ય પોલીસની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના પત્ર ક્રમાંક VI-23014/209/IND2018-VS. Dt. 26-02-2020 માં જણાવ્યા મુજબ વાઈટલ એરીયા, સેન્સેટીવ એરીયાને ÒÒનો ડ્રોન ઝોનÓÓ એરીયા જાહેર કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. તેમજ આ બાબતે ભારત સરકાર તરફથી તા. ૧૦-૦૫-૨૦૧૯ ના રોજ એસ.ઓ.પી. બહાર પાડવામાં આવેલ છે. જે ધ્યાને લઈ ÒÒUAV(Unmanned Aerial Vehicle)ÓÓ કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લાગેડલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈનો રાજકોટ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાને હાની પહોંચાડવાની શકયતા નકારી શકાય તેમ ન હોય તેમજ થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલાના બનાવ બનેલ હોય આ પ્રકારના સંસાધનોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આતંક ફેલાવી સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી છે.

વાસ્તે હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ઉપરોકત દર્શાવેલ કલમમાં મળેલ સત્તા હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર નીચે જણાવેલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અમુક સરકારી કચેરીઓ/સબ સ્ટેશનો, મંદીર, મસ્જીદ, બજાર, ડેમ/ડેમ સાઈટ, પુલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ૂૂUAV(Unmanned Aerial Vehicle)ંં કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લાગેડલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવુ છું.

Sr. No. Name of Place Full Postal Address Recommended Zone (Red/Yellow) Extend/Limit of Buffer Zone where drones will be restricted as per MHA circular dated 8th Nov. 2018
1 400 K.V. Sub Station (GETCO) Near Dhareshwar Rajkot National Highway Navagadh, Jetpur 360375 Red 2 KMs Area
2 Jalaram Temple Near chamunda chowk Virpur village Ta-Jetpur, Dist-Rajkot 360380 Red 1 KMs Area
3 Kagvad Khodaldham Temple Kagvad village Ta-Jetpur dist Rajkot Gujarat 360380 Red 2 KMs Area
4 Chhaparvadi Dam-2 Near Jetpur Village Ta-Jetpur Dist.-Rajkot Gujarat Yellow 1 KMs Area
5 66 KV Sub Station (PGVCL) Bhadla Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
6 66 KV Sub Station (PGVCL) Kamlapur Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
7 66 KV Sub Station (PGVCL) Barvala Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
8 66 KV Sub Station (GETCO) Bhandariya Ta-Jasadan Dist-Rajkot 360025 Red 2 KMs Area
9 Adhiya Dem Adhiya Village Ta-Jasdan 360025 Yellow 2 KMs Area
10 Raningpar Dem Raningpar Village Ta-Jasdan 360025 Yellow 2 KMs Area
11 Shri Geli Ambe Temple (Crowded Place in Festival) Bhadla Village Ta-Jasdan Dist-Rajkot-360025 Yellow 1 KMs Area
12 Kananath Mahadev Temple Kanesara Village Ta-Jasdan Dist-Rajkot-360025 Yellow 2 KMs Area
13 132 K. V. Sub Station (GETCO) Near Arani Road, Bhayavadar Ta. Upleta Pin-360450 Red 1 KMs Area
14 220 K. V. Sub Station (GETCO) Near Sidasar Road, Moti Paneli Village Ta. Upaleta Pin-360480 Red 1 KMs Area
15 66 K. V. Sub Station (GETCO) Near Matra Pir Temple, Kharachiya Village, Ta. Upaleta Pin-360470 Red 500 MTR area
16 66 K. V. Sub Station (GETCO) Near Ramapir Temple, Khirasar Road, Arani Village, Pin-360450 Red 500 MTR area
17 Moj Dam Near Mojira Village, Ta. Upleta Pin-360450 Yellow 3 KMS area
18 Venu-2 Dam Near Gatatri Temple, Gadhetad Village, Ta. Upleta Pin-360460 Yellow 3 KMS area
19 Fulzar Dam Near Mandasam Road, Moti Paneli Village, Ta. Upleta Pin-360480 Yellow 3 KMS area
20 All India Radio Station Rajkot-Jamnagar High way Road, Near Chawki Dhani Hotel, Targhadi Ta. Paddhari, Dist.-Rajkot Yellow 1.5 KMs Area
21 220 K. V. Sub Station (GETCO) Nyara-Dadala Sub Station Rajkot-Jamnagar Highway, Nyara Village Ta. Padadhari 360110 Yellow 1 KMs Area
22 SCA Cricket Stadium Rajkot-Jamnagar Highway, Khandheri Village Ta-Paddhari Red 1 KMs Area
23 Nyari-2 Dam Rangapar Village, Ta.-Padadhari Yellow 6 KMs Area
24 Aji-3 Dam Khajuradi-Khakhadabela Village, Ta.-Padadhari-360110. Yellow 6 KMs Area
25 IOC Oil Pipe Line Near Bypass Road, Padadhari Yellow 1 KMs Area
26 Water Pumping Station Rajkot-Jamnagar Highway, Nyara Village Ta.-Padadhari-360110. Yellow 1 KMs Area
27 66 K. V. Sub Station (GETCO) Near Santhili Village, ta.-Jasdan-365490 Red 2 KMs Area
28 66 K. V. Sub Station (GETCO) Near Pratap Pur Village, Ta.-Jasdan-365490 Red 2 KMs Area
29 66 K. V. Sub Station (GETCO) Near Atkot Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
30 66 K. V. Sub Station (GETCO) Near Baldhoi Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
31 66 K. V. Sub Station (GETCO) Near Jivapar Village, Ta.-Jasdan-360060 Red 2 KMs Area
32 66 K. V. Sub Station (GETCO) Near Mota Dadva Village, Ta.-Gondal Red 2 KMs Area
33 66 K. V. Sub Station (GETCO) Near Iswariya Village, Ta.-Jasdan. Yellow 1 KMs Area
34 66 K. V. Sub Station (GETCO) Padvala Main Road, Shapar Veraval Ta.-Kotdasanghani Red 1 KMs Area
35 66 K. V. Sub Station (GETCO) Behind P. S. Plywood, Shapar Veraval Ta.-Kotdasanghani Red 1 KMs Area
36 66 K. V. Sub Station (GETCO) Behind Khodiyar Hotel, Kangasiyali Village Red 1 KMs Area
37 Main Bazar Veraval Main Road, Shapar Veraval Ta. Kotdasanghani Yellow 1 KMs Area
38 Ramapir Temple At-Dholara Village, Ta.-Lodhika Yellow 1 KMs Area
39 Bridge Near vagudad patiya Rajkot kalavad state Highway, Vagudad-Lodhika-360021 Yellow 1 KMs Area
40 Ufresh dairy Gate no. 1 Metoda Gidc metoda Ta. Lodhika-360021 Yellow 1 KMs Area
41 Nyari Dam Near Vagudad Village, Ta.-Lodhika-360021 Yellow 1 KMs Area
42 Bhadar Dam-1 Near Lilakha Village Ta. Gondal Red 4 KMs Area
43 66 K. V. Sub Station (GETCO) Anida Bhalodi, Vejagam Road, Ta. Gondal Red 1 KMs Area
45 66 K. V. Sub Station (GETCO) Lilakha Village, Sultanpur Road, Ta. Gondal, Dist. Rajkot Red 1 KMs Area
46 66 K. V. Sub Station (GETCO) Vasavad Village, Main Road Ta. Gondal Dist. Rajkot Red 1 KMs Area
47 66 K. V. Sub Station (GETCO) Sadak Pipliya Village, Near Bharudi Tall Plaza Ta. Gondal Red 1 KMs Area
48 66 K. V. Sub Station (GETCO) Nani Vavadi Road, Village Supedi Ta. Dhoraji Red 1 KMs Area
49 66 K. V. Sub Station (GETCO) Near Moti Parabadi Vilage, Ta.-Dhoraji Red KMs Area
50 Lalsa Bawa ni Dargah Near Shak Market Chawk, Dhoraji Yellow 1 KMs Area
51 Bhadar Bridge Upleta National High way Road, Dhoraji Yellow 1 KMs Area
52 Bhadar Dam Near Upleta National High way Road, Dhoraji Yellow 2 KMs Area
53 Sub Jail Near Dhoraji Police Station, Dhoraji Red 1 KMs Area
54 Swaminarayan Temple Fareni Village, Ta. Dhoraji Yellow 1 KMs Area
55 Swaminarayan Temple Near Junagadh Road Railway fatak, Dhoraji Yellow 1 KMs Area
56 Haveli Bazar Near Darabar Gadh, Dhoraji Yellow 1 KMs Area
57 Dhoraji Power House Near Nabhiraj Society Dhoraji Yellow 1 KMs Area
58 66 K. V. Sub Station (GETCO) Near Rupavati Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
59 66 K. V. Sub Station (GETCO) Near Sanali Villae, Ta.-Vinchhiya Red 1 KMs Area
60 66 K. V. Sub Station (GETCO) Near Hathsani Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
61 66 K. V. Sub Station (GETCO) Near Bandhani Village, Ta.-Vinchhiya Red 1 KMs Area
62 Water Treatment Plants Near Modhuka Villae, Ta. Jasdan Yellow 1 KMs Area
63 132 K. V. Sub Station (GETCO) Aatkot Road, Jasdan Dist. Rajkot-360050 Red 1 KMs Area
64 Bridge of Bhadar River National Highway Road, Near Navagadh- Jetpur Dist.-Rajkot Yellow 700 KMs Area
65 Bus Station Junagadh Road, Jetpur. Yellow 1 KMs Area
66 Swaminarayan Temple M. G. Road, Jetpur Yellow 1 KMs Area
67 Sub Jail Khodpara, Jetpur Red 500 MTR Area
68 66 K. V. Sub Station (GETCO) Dhoraji Road, Jetpur Red 1 KMs Area
69 66 K. V. Sub Station (GETCO) Bhojadhar, Khirasara Rod, Jetpur Red KMs Area
70 Filter Plant Khirasara Road, Jetpur Yellow 1 KMs Area
71 Food Godown Navagadh, Jetpur Yellow 1 KMs Area
72 66 K. V. Sub Station (GETCO) Near Kalavad Road, Jamkandorna-360405 Red 1 KMs Area
73 66 K. V. Sub Station (GETCO) Near Satodad Village Ta. Jamkandorana Red 1 KMs Area
74 66 K. V. Sub Station (GETCO) Near Sanala Raydi Road, Ta. Jamkandorana Red 1 KMs Area
75 66 K. V. Sub Station (GETCO) Near Rangpar Village Ta. Jamkandorana Red 1 KMs Area
76 66 K. V. Sub Station (GETCO) Near Chitravad Village Ta. Jamkandorana Red 1 KMs Area
77 66 K. V. Sub Station (GETCO) Near Raydi, Dhoraji Road, Ta. Jamkandorana Red 1 KMs Area
78 66 K. V. Sub Station (GETCO) Near Khajurada Village Balapar Road, Ta. Jamkandorana Red 1 KMs Area
79 66 K. V. Sub Station (GETCO) Near Gundasari Road, Ta. Jamkandorana Red 1 KMs Area
80 Fofal Dam Near Mota Dhudhivadar Village Ta. Jamkandorana Yellow 1 KMs Area
81 66 K. V. Sub Station (GETCO) Bagasara Road, Devakigalol Ta.-Jetpur Red 1 KMs Area
82 66 K. V. Sub Station (GETCO) Vadiya Road, Amaraparl Village Ta.-Jetpur Red 1 KMs Area
83 66 K. V. Sub Station (GETCO) Pachpipala Village Ta.-Jetpur Red 1 KMs Area
84 66 K. V. Sub Station (GETCO) Arabtimadi Village Ta.-Jetpur Red 1 KMs Area
85 66 K. V. Sub Station (GETCO) Jetalsar Gam Village, Ta.-Jetpur Red 1 KMs Area
86 66 K. V. Sub Station (GETCO) Mandalikpur Village Ta.-Jetpur Red 1 KMs Area
87 Railway Station Jetalsar Junction Vilage Ta.-Jetpur Yellow 1 KMs Area
88 Pumping Station Near Amarnagar Village Ta.-Jetpur Yellow 500 MTR area
89 Bus Station Gudala Road Gondal-360311 Yellow 500 MTR area
90 Railway Station Station Plot Gondal-360311 Yellow 1 KMs Area
91 Swaminarayan Temple B.A.P.S. Opp. Yoginagar, Ashapura Road, Gondal-360311 Yellow 2 KMs Area
92 Sub Jail Vora Kotda Road, Gondal-360311 Red 2 KMs Area
93 SRP Group 8 Gondal Kotada Sangani Road, Gondal-360311 Yellow 4 KMs Area
94 220 K. V. Sub Station (GETCO) Jetpur Road, Gondal Dist.-Rajkot Red 1.5 KMs Area
95 Sureshwar Dem Near Suresh Mahadev Temple, Veri Talav Gondal-360311 Yellow 5 KMs Area
96 Ashapura Filter Plant Near Ashapura Tempal Gondal-360311 Yellow 0.50 KMs Area
97 66 K. V. Sub Station (GETCO) Ribada Road, Kotda Sangani Red 1 KMs Area
98 66 K. V. Sub Station (GETCO) Near Hadmtala Village Ta-Kotda Sangani Red 1 KMs Area
99 66 K. V. Sub Station (GETCO) Near Satapa Village Ta-Kotda Sangani Red 1 KMs Area
100 66 K. V. Sub Station (GETCO) Near Ramod Village, Ta-Kotda Sangani Red 1 KMs Area
101 Karmal Dam Near Vadipara Village Ta-Kotda Sangani Yellow 1 KMs Area
102 Bus Station Upleta Kolki Road Yellow 1 KMs Area
102 Sub Jail Darbargadh, Upleta Red 1 KMs Area
103 Matrimataji Temple Patanvav Osam Dungar Yellow 1 KMs Area
104 Wild Life Sanctuary Jasdan-Ahamdavad Highway Road, Hingol- gadh Village, Ta.-Vinchhiya Red 7 KMs Area
105 Wireless & Microwave Station Ribada Ribada Railway Station Ta. Gondal Yellow 100 mtr Distance Form Perimeter
106 Bhadar River Bridge Between Navagam & Virpur Navagadh Ta. Jetpur Yellow 50 mtr Distance Form Both the sides and ends
107 Wireless & Microwave Station At-Jetalsar Railway Station, Ta. Jetpur Yellow 100 mtr Distance Form Perimeter
108 Fuel Point Station Jetalsar At-Jetalsar Railway Station, Ta. Jetpur Yellow 100 mtr Distance Form Perimeter
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 13 14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 15 16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 17

અપવાદ ઃ

સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામામાંથી મુકિત આવપામાં આવે છે. જુદા-જુદા કારણોસર ડ્રોનથી શુટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઈન્સપેકટરથી નીચેની રેન્કના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

સમયગાળો ઃ

આ જાહેરનામુ તા. ૦૧-૦૯-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટીસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી તેમજ સરકારી ગેઝેટમાં પ્રકાશીત કરાવી પ્રસિધ્ધી કરવામાં આવશે.

આજ તારીખ ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો લગાડી હુકમ બહાર પાડયો.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/ટોલ ગેઈટ/સીસીટીવી/ફા.નં. ૩૦/૨૦૨૩.-ભુતકાળમાં અમદાવાદ શહેર તેમજ મુંબઈમાં તેમજ દેશના વિવિધ શહેરોમાં ત્રાસવાદીઓએ પ્રવેશ કરી અંધાધુંધ ગોળીબાર અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ તેમજ હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરી રાષ્ટ્રના તમામ લોકોને ભયજનક સ્થિતિમાં મુકી દીધેલ. હાલે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં ત્રાસવાદી પ્રવૃતિઓમાં દિનપ્રતિદિન વધારો થતો હોવાનું જણાયેલ છે. આવા બનાવો પરથી જણાય છે કે, ત્રાસવાદી/અસામાજીક તત્વો વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી ઉપરોકત વિગતે ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને શાંતિનો વ્યાપકપણે ભંગ કરેલ છે, તેમજ જાન-માલ અને માનવ જીંદગીની તેમજ મિલ્કતની પણ મોટાપાયે ખુવારી કરી ગુન્હાઓ આચરી વાહનો મારફતે નાસી છુટતા હોય છે. તાજેતરમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અને મુંબઈ પ્રોહીબીશન એકટ હેઠળના ગુન્હાઓનું પ્રમાણ પણ વધવા પામેલ હોય તેમજ ગુન્હેગારોે આવા ગુન્હાઓ આચરી ગુન્હાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજ્ય બહાર પણ નાસી જાય છે. ત્રાસવાદીઓ/ગુન્હેગારોએ વાહન મારફતે મુસાફરી કરી હોય તેની વિગતો બનાવ પછી મળે છે. પરંતુ વાહનની પાકી ઓળખ પ્રસ્થાપિત થઈ શકતી નથી જેનો લાભ ગુનો આચરનારને મળે છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી કે દેશ બહારથી આવતા આવા તત્વોને શોધી પકડી પાડવા અને ગંભીર પ્રકારના ગુન્હાઓ થતા અટકાવવા, થયેલ ગુન્હોઓનો પર્દાફાશ કરવા તથા ગુનેગારોને પકડી શકાય તે માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ નીચે મુજબ કાર્યરત ટોલનાકા પરના વાહનોના પુરેપુરા રજીસ્ટ્રેશન નંબરોની નોંધણી થાય તેમજ આવા વાહન અને વાહન ચાલકોના ફોટોગ્રાફસ પણ લઈ ડેટાબેઈઝમાં જાળવવામાં આવે તે જાહેર સલામતિની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક જણાય છે.

ક્રમ ધોરી માર્ગ નંબર અને નામ હાલ કાર્યરત ટોલનાકાનું સ્થળ ધોરીમાર્ગ જે એજન્સીનો છે તેનું નામ
૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૨ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૩ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ. ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા
૪ રાજય ધોરી માર્ગ રાજકોટ-જામનગર-વાડીનાર પડધરી તાલુકાના વણપરી ગામ પાસે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ

ઉકત ટોલનાકા ઉપરાંત કોઈ નવા ટોલનાકા ઉપસ્થીત કરવામાં આવે તો તેવા ટોલનાકા ઉપર પણ આ હુકમ લાગુ પડશે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારીતય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા વિસ્તારમાં આવેલ ઉપરોકત ટોલનાકાઓના મેનેજરશ્રી, વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનાર સંબંધિત સતાધિકારીઓએ ટોલનાકામાંથી પસાર થતાં તેમજ ટોલાનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી. ટી.વી. કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રેશનની સંપુર્ણ વિગતોની નોંધણી કરવી. તેમજ ટોલપ્લાઝા પર અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ. એસ. ટી. ગુજરાત રાજય, અમદાવાદના ખાનગી પત્ર ક્રમાંક ઃ એટીએસ/મુ. મથક/૯૫/૨૦૧૨ તા. ૦૩-૧૨-૨૦૧૨માં દર્શાવવામાં આવેલ વિકલ્પ-૧ અથવા વિકલ્પ-૨ મુજબના સ્પેસીફીકેશન ધરાવતા લગાવવાના રહેશે.

18 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ઉપરાંત સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુન્હાઓ અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે હાઈવે પરના પેટ્રોલપંપ ઉપર, હાઈવે ઉપરની હોટલો ઉપર, હાઈવે ઉપરના સીનેમાહોલ તેમજ જિલ્લાના મોટા મંદિરો, સાયબરકાફે, જવેલર્સની દુકાનો અને હોસ્ટેલો ઉપર સ્થાનિક માલિકો/સંચાલકો દ્વારા બિલ્ડીંગની અંદર અને બહાર જાહેર રોડને કવર કરે તે રીતે સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.

આવા સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન રાખવા તેમજ કેમેરા પુરતી સંખ્યામાં રાખવા જેથી વ્યકિત કે વાહન આઈડેન્ટીફાઈ થઈ શકે, ઉકત સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીગ થઈ શકે તેવી કવોલીટીના રાખવા અને આવા ડીજીટલ રેકોર્ટીગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેક-અપ ૨૦ (વીસ) દિવસ સુધી જાળવી રાખવો. તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવો.

જાહેરનામાના અમલનો સમય અને વિસ્તાર ઃ

આ હુકમ રાજકોટ પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉકત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડસ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી સીક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/મકાન/ઔદ્યો.એકમ/ભાડુ/જા.નામું./ફા.નં. ૨૭/૨૦૨૩.-ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો મુજબ ત્રાસવાદીઓ, અસામાજીક તત્વો ભાડે મકાન રાખી, આશરો મેળવી જાહેર જનતાની સલામતિ અને શાંતિનો ભંગ કરી માનવ જીંદગીની ખુવારી થાય, જાન-માલ અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન થાય તેવા કૃત્યો કરતા હોય છે. જેથી દેશની સુરક્ષાના હિતમાં મકાન ભાડે આપતા માલિકો, ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મકાનો ઉપર નિયંત્રણ મુકી શકાય તેમજ ભાડુઆતની ઓળખની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન અને તપાસનીશ અધિકારીને મળી રહે તે જરૂરી છે. જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર કોઈ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે ન આપી શકાય તેમજ તે રીતે ભાડે આપેલ મકાન, ઔદ્યોગિક એકમ, મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી આ નીચે દર્શાવેલ ફોર્મમાં ભરી, આ નીચે દર્શાવેલ શરતોનું પાલન કરી આ ફોર્મ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ વિનંતી કરેલ છે.

મિલ્કત ભાડે આપવા અંગે પોલીસને જાણ કરવા માટેનું નિયત ફોર્મ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મકાન કે ઔદ્યોગીક એકમ ભાડે આપેલ હોય તેની વિગત (મકાન/ટેનામેન્ટ/ફલેટ/ડુપ્લેક્ષ/દુકાન/ઓફિસ/ઔદ્યોગીક એકમ/ગોડાઉન/ શેડ/ પ્લોટ વગેરે મિલ્કત)
પોલીસ ઈન્સ્પેકટરશ્રી/પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી, ................................................................................ પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્ય તા. / /૨૦
મકાન માલિક કે ઔદ્યોગીક એકમનું નામ ઃ શ્રી/શ્રીમતી ....................................................................................................................
જન્મ તારીખ ............................................................. ªમર ...................................... વર્ષ ........................................................ સરનામુ ઃ ............................................................................................................................................................................... .............................................................................................................................................................................................
ફોન નં. (ઘર) ............................................. (ઓફીસ) ............................... (મોબાઈલ નં.) .......................................................
ભાડુઆતનો ફોન નં. (ઘર) ................................ (ઓફીસ) .......................... (મોબાઈલ નં.) ........................................................
મિલ્કત કેટલા સમય માટે ભાડે આપેલ છે ? તે સમયગાળો ઃ
ભાડુઆતનું કાયમી વસવાટનું સરનામું (વતનનું) ઃ ............................................................................................................................. .............................................................................................................................................................................................
ભાડુઆતના વતનનો ફોન નં. (ઘર) ................................ (ઓફિસ) .......................... (મોબાઈલ નં.) .............................................
ભાડુઆતનો ધંધો/નોકરી/વ્યવસાયનું સરનામું ઃ ................................................................................................................................ .............................................................................................................................................................................................
માસિક ભાડાની રકમ રૂા. .............................................................. /- ડિપોઝીટ રૂા. .................................................................... /-
એજન્ટનું નામ શ્રી/શ્રીમતિ ..........................................................................................................................................................
એજન્ટનું સરનામું ઃ ................................................................................................................................................................. .............................................................................................................................................................................................
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
ભાડુઆતના સ્થાનિક સંબંધિની વિગત અને સરનામું .......................................................................................................................
(૧)
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
(૨)
ફોન નં. (ઘર) ....................................... (ઓફીસ)......................................(મોબાઈલ નં.).........................................................
ભાડુઆતનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો મકાન કે ઔદ્યોગીક એકમના માલિકનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો સાક્ષીનું નામ, સરનામું અને સહી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીની સહી તથા સિક્કો
ભાડુઆતની સહી ઃ ઔદ્યોગીક એકમ માલિકની સહી ઃ મકાન માલીકની સહી ઃ
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 19

શરતો ઃ

➢ ઉક્ત ફોર્મ કાળી સહીવાળી પેનથી ભરવાના રહેશે.

➢ ઉક્ત ફોર્મ મકાન માલિક અને ભાડુઆતે સંપુર્ણ રીતે ભરીને જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

➢ ઉક્ત ફોર્મ સંપૂર્ણ ભરાયા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. જે બંને પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ ફોર્મની એક નકલ પોલીસ સ્ટેશનમાંથી સહી-સિક્કા કરી પરત આપે તે મકાન માલિક કે એકમ માલિકે સાચવી રાખવાની રહેશે.

➢ સિંગલ યુવક કે યુવતિને મિલ્કત ભાડે આપવાની થાય ત્યારે તેના વાલીનું સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે સંમતિપત્ર આ સહ સામેલ કરવાનું રહેશે.

➢ ભાડે રાખનારે તેમનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, કંપનીનો લેટરપેડ રજુ કરવાનો રહેશે.

➢ જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સંબંધમાં પણ આ ફોર્મ ભરવાના રહેશે. તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.

➢ આ ફોર્મ સાથે રૂા. ૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે.

➢ મિલ્કત ખાલી કરવામાં આવે ત્યારે લેખીતમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.

➢ મકાન માલિક અને ભાડુઆતના અંગુઠાનું નિશાન અને સહીઓ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે.

ઉક્ત વિગતો ધ્યાને લઈ કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ, તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રુએ રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપતી વેળા ઉપર મુજબના ફોર્મમાં તમામ વિગતો ભરી જે-તે પોલીસ સ્ટેશનમાં રજુ કરવા તેમજ ઉપર દર્શાવેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા ફરમાવું છું.

મુદત ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થઈ શકશે.

તમામને વ્યકિતગત રીતે આ જાહેરનામાની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. આથી હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં ઉક્ત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦ માહે, ઓગષ્ટ-૨૦૨૫ નાં રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

20 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. જે/એમએજી/શ્રમિક-લેબર/પોલીસ વેરીફીકેશન/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય તા. ૧૪-૦૮-૨૦૨૫ના પત્ર ક્રમાંક ઃ એલ.આઈ.બી./નાગરિકતા ખરાઈ/જાહેરનામુ/૫૯૬/૨૦૨૫ થી જણાવ્યાનુસાર તા. ૧૨-૦૫-૨૦૨૫ ના માન. ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને થયેલ વિડીયો કોન્ફરન્સમાં આપવામાં આવેલ સુચના મુજબ ગુજરાત રાજ્યમાં અલગ-અલગ ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ખાનગી એકમો તરફથી મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો/કામદારો રોજગારી માટે આવતા હોય છે. રોજગારી આપતી સંસ્થાઓ/એકમો/માલિકો તરફથી શ્રમિકો/ કામદારોનો કોઈ પૂર્વ ઈતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી નથી. જેના કારણે અસામાજિક તત્વો, ગુન્હાહીત ઈતીહાસ ધરાવતી વ્યકિતઓ અને ભારતીય નાગરિકતા નહી ધરાવતી વ્યકિતઓને રોજગારી આપી દેવામાં આવતી હોય છે. જે દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા માટે યોગ્ય અને ઈચ્છનીય નથી.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ભુતકાળમાં બનેલ લુંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાનામાં, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં મજૂર તરીકે કામ કરતા કારીગરો ગંભીર પ્રકારના ગુન્હાઓ આચર્યા બાદ અન્ય રાજ્ય કે જિલ્લામાં નાસી જતા હોય છે. જેના કારણે ગુન્હા વણશોધાયેલા રહેવા પામે છે. તેમજ ઘણા કિસ્સાઓમાં તેમના વતનમાં કે કોઈ અન્ય શહેરમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આશરો લેતા હોય છે. આમ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની સલામતિ અને શાંતી જળવાઈ રહે તે સારૂ રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં રહેતા તમામ પરપ્રાંતીયો, કારખાના/ઔદ્યૌગિક એકમો/મકાનો વિગેરેમાં કામ કરતા રહેતા તમામ પરપ્રાંતીય શ્રમિકો/કામદારોની નાગરિકતાની ખરાઈ કરવા સારૂ ફખત આધારકાર્ડ ઉપર નિર્ભર નહી રહેતા આવા તમામ શ્રમિકો/કામદારોના પૂર્વ ઈતીહાસ, નાગરિકતા અને ઓળખ અંગે જરૂરી દસ્તાવેજો જેવા કે, જન્મ અંગેનું પ્રમાણપત્ર/પાસપોર્ટ/મતદાર કાર્ડ કે અન્ય ભારતીય હોવા અંગેના માન્ય પુરાવાઓની ચકાસણી કર્યા બાદ જ તમામ સંસ્થા/એકમો/ માલિકો તરફથી આવા તમામ શ્રમિકો/કામદારોને રોજગારી આપવમાં આવે તે ઈચ્છનીય અને જરૂરી જણાય છે.

જેથી, હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રુએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ સંસ્થા/એકમો/માલિકો તરફથી પરપ્રાંતીયોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા તમામ ઉપર જણાવ્યાનુસારના જરૂરી ડોકયુમેન્ટસ નજીકના સંબંધીત પોલસ સ્ટેશનમાં ફરજીયાત જમા કરાવવા આથી હુકમ કરવામાં આવે છે.

પ્રતિબંધિત સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો પાસેથી જાહેર-વ્યવસ્થા કે લોકોમાં ભય ફેલાય તેવો કોઈપણ સામાન પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.

તમામને વ્યક્તિગત રીતે આ નોટિસની બજવણી કરવી શક્ય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/ટુ વ્હી./જા.નામુ/ફા.નં. ૨૯/૨૦૨૩.-ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો તથા ભુતકાળમાં આતંકવાદીઓ દ્વારા અમદાવાદ, મોડાસા, બેંગ્લોર અને દિલ્હીમાં શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી જાનહાની તથા માલ મિલ્કતોને નુકશાન કરવામાં આવેલ તથા ભુતકાળમાં સુરત શહેરમાં બોમ્બ તથા બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવેલ. જે જોતાં આતંકવાદીઓ/ત્રાસવાદી તત્વોએ મલીન ઈરાદાને અંજામ આપવા સાયકલો તથા ટુ વ્હીલર વાહનોમાં બોંબ રાખી બ્લાસ્ટ કરી કૃત્યોને અંજામ આપેલ છે. તેથી સાયકલો, સ્કુટરો, મોટર સાયકલો તથા ફોર-વ્હીલર મોટરકાર ખરીદનારની માહિતી રાખેલ હોય તો આવા ત્રાસવાદી કૃત્ય કરનાર ગુનેગારો સુધી પહોંચી શકાય. તેથી સાયકલ/વાહનો વહેંચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતી તેમજ દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં થોડા સુચનો અમલમાં મુકવા પોલીસ અધિક્ષકશ્રીના ઉક્ત પત્રથી અત્રેને દરખાસ્ત કરવામાં આવેલ છે. જે સુચનો અમલમાં મુકવા જરૂરી જણાય છે.

જેથી હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે,

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો/શોરૂમ ધરાવતા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે આવા સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનો વેચવામાં આવે ત્યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 21

(૧) સાયકલ, સ્કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી.

(૨) ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય ત્યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનીક અગ્રણીઓ જેવા કે, મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસPયશ્રી, સંસદસPયશ્રી, કોઈપણ ખાતા તરફથી મેળવેલ ઓળખ પત્રક/પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ ગ્રાહક પાસેથી મેળવવાનો રહેશે.

(૩) બીલમાં ખરીદનારનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન નંબર/મોબાઈલ નંબર લખવો.

(૪) વેંચાણ બીલમાં સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વાહનનો Áેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.

(૫) ઉકત મુજબના વાહન વેચાણકર્તાએ કોઈપણ પોલીસ અધિકારી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતિ/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.

અમલવારીનો સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ રાજકોટ રૂરલ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડસ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. ૩૦, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી-સિક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/પરપ્રાંતીય/મજુર/જા.નામુ/ફા.નં. ૨૪/૨૦૨૩.-ભુતકાળમાં બનેલ લુંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાનામાં, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરો ઉપરોક્ત ગંભીર ગુન્હા પોતે તથા તેમના સાગરીતો દ્વારા આચર્યા બાદ ભાગી જતા હોય છે. જેના કારણે આવા ગુનાઓ વણશોધાયેલા રહેવા પામે છે. તેમજ ઘણા કિસ્સામાં આવા પરપ્રાંતિય તેમના વતનમાં કે કોઈ અન્ય શહેરમાં ગંભીર ગુનાઓ આચરી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આશરો લેતા હોય છે તેવી હકીકત પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ જણાવેલ છે. આવા ઈસમો રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની સલામતિ અને શાંતી જોખમાય તેવા કૃત્ય કરતા હોય છે. જેથી જાહેર જનતાની શાંતી અને સલામતિ જાળવવા સારૂ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબનું નીચેની વિગતેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટએ વિનંતી કરેલ છે. જે વિગતેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.

જેથી, હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૪-૧૧-૧૯૮૨ના નોટીફીકેશન નં. જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા. ૭-૧-૧૯૮૯ના સંકલિત જાહેરનામાં નં. જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, (૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી પત્રક-એ માં સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૧૫માં આપવાની રહેશે.

પત્રક—એ

અ. નં. પેઢીના માલીક/ ખેડુતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં. કામે રાખેલ કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાનું પુરૂં નામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામું તથા મોબાઈલ નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાના મૂળ વતનનું પુરૂં સરનામું તથા વતનના ટેલીફોન નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાને નોકરીએ રાખ્યાની તારીખ કર્મચારી/ કારીગર/મજુર/ ભાગીયા અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરૂં નામ, સરનામું તથા મોબાઈલ નં./ટેલીફોન નં. કર્મચારી/કારીગર/ મજુર/ ભાગીયાને કોના રેફરન્સ/ પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરૂં નામ, સરનામું ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/કારીગર/ મજુર/ ભાગીયાના બે થી ત્રણ સગા સબંધિઓના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહિતના તથા ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/ કારીગર/ મજુર/ ભાગીયાનો ફોટો હથીયાર ધરાવતા હોય તો તેની વિગત
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
22 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ઉપરોક્ત મુtા નં. ૧ મુજબના બાયોડેટાની સીડી/માહિતિનું રજીસ્ટર તૈયાર કરી માહિતિ/સીડી સબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવી.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

મુદત ઃ

આ જાહેરનામું તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે.

તમામને વ્યક્તિગત રીતે નોટિસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટિસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

આજ તા. ૩૦, માહે-ઓગષ્ટ, સને-૨૦૨૫ ના રોજ મારી સહી સિક્કો કરી આપેલ છે.

રાજકોટ, ૩૦ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામુ

નં. જે/એમએજી/કાવ્ય/ધોરાજી-પાટણવાવ રોડ/જાહેરનામુ/૨૦૨૫.-સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ધોરાજીના પત્ર નં. મજસ/વશી/૨૯૮/૨૦૨૫ તા. ૦૨-૦૯-૨૦૨૫ના પત્રથી ધોરાજી-પાટણવાવ સીટી લીમીટ રોડ (પ્રશાંત પેટ્રોલ પંપથી રેલવે ફાટક સુધીનો રોડ) ટ્રીમીક્ષ સી.સી.રોડ કરવાની કામગીરી માટે પ્રશાંત પેટ્રોલપંપ થી રેલવે ફાટક સુધીનો રસ્તો તમામ વાહનોની અવર-જવર માટે તા. ૦૩-૦૯-૨૦૨૫ થી તા. ૦૩-૧૨-૨૦૨૫ સુધી સંપુર્ણ બંધ કરવા માટે તેમજ તમામ વાહનોને પ્રશાંત પેટ્રોલ પંપ-ગેલેકસી ચોક-બાવલા ચોક-સંતોષી માં ગરબી ચોક-રેલવે ફાટક (૨.૫૦ કિ.મી.) પર ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે દરખાસ્ત રજુ થયેલ છે.

સબબ હું, એ. કે. ગૌતમ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ તા. ૦૩-૦૯-૨૦૨૫ થી તા. ૦૨-૧૧-૨૦૨૫ સુધી ધોરાજી-પાટણવાવ સીટી લીમીટ રોડ (પ્રશાંત પેટ્રોલ પંપથી રેલવે ફાટક સુધીનો રોડ) તમામ વાહનોની અવર-જવર સદંતર બંધ કરવા તેમજ સદરહું વાહનોના વૈકલ્પિક રસ્તા તરીકે પ્રશાંત પેટ્રોલ પંપ-ગેલેકસી ચોક-બાવલા ચોક-સંતોષી માં ગરબી ચોક-રેલવે ફાટક (૨.૫૦ કિ.મી.) પર ડાયવર્ટ કરવા હુકમ ફરમાવુ છું.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા(BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

આજ તા. ૦૨, માહે સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી-સિક્કા હેઠળ હુકમ કર્યો.

રાજકોટ, ૦૨ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૫.

એ. કે. ગૌતમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ જિલ્લા

Government Press & Stationery, Rajkot.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 19 December 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-12-19.202601120849466966/. Archive identifier in.gazette.gujarat.2025-12-19.202601120849466966.