Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 44, Part Part-I Extra, 19 December 2025

Published 19 December 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
44
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-12-19.202601120850336346
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI ] FRIDAY, 19th DECEMBER, 2025/AGRAHAYAN 28, 1947 [ No. 44

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑I EXTRAORDINARY

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

નં. જે/એમએજી/નો ડ્રોન ઝોન/પ્રતિબંધ/૧૦૨૪૦૮/૨૦૨૫.-ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ સુચના મુજબ ભારત-પાક સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અને નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. ઉકત બાબત ધ્યાનમાં લેતા, સરહદી વિસ્તાર વાળા રાજયોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃતીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાની આવશ્યકતા હોય તથા સમગ્ર રાજયને ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેરક કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવા બાબતની સુચના થઈ આવેલ હોય, પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શઆખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના પત્ર જા.નં. LIB/ડ્રોન/જા.નામુ./૨૪૮/૨૦૨૫, તા. ૦૫-૦૬-૨૦૨૫ના પત્રની વિગતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.

પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબી તરફથી રજુ થયેલ દરખાસ્ત અને સરકારશ્રીની થયેલ સુચના મુજબ મોરબી જિલ્લાની સુરક્ષા માટે ઉપરોકત બાબતેનું જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

સબબ, હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવું છું.

વિસ્તાર ઃ

આ હુકમતની અમલવારી સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં કરવાની રહેશે.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અમલવારી ઃ

આ હુકમ પ્રસિધ્ધ થી તા. ૩૦-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ હુકમની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટીસ બોર્ડ ઉપર સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોંટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૩, માહે ઃ જુન-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે આ હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

મોરબી, ૧૩ માહે જુન, સને ૨૦૨૫.

0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ

હુકમ

નં. જે/એમએજી/ટાપુ/જા.નામુ./૧૫૦૫(૧)/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા. ૧૫-૦૫-૨૦૨૫ ના પત્રથી મોરબી જિલ્લામાં આવેલ દરીયાઈ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી ટાપુઓ ઉપર પ્રવેશ નિયંત્રીત કરતું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રfન ઉપસ્થિત ન થાય તે સારૂ જાહેરનામું બહાર પાડવું યોગ્ય જણાય છે.

સબબ હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં આવેલ નીચેની વિગતેના ટાપુઓ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયેદસરની પ્રવૃતિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રfન ઉપસ્થિત થાય તેવું કોઈ કૃત્ય કરવું નહી. તેમજ આ ટાપુઓ ઉપર કોઈ વ્યકિતએ પ્રવેશવું નહીં તથા બોટને લાંધવાની પ્રવૃતિ કરવી નહીં.

ક્રમ ટાપુનું નામ પોલીસ સ્ટેશનનું નામ અંતર
૧. મામલીયા ટાપુ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૩.૦ નોટીકલ માઈલ્સ
૨. મુર્ગા ટાપુ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૧.૩ નોટીકલ માઈલ્સ
૩. અનનેમ ટાપુ-૧ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૬.૧ નોટીકલ માઈલ્સ
૪. અનનેમ ટાપુ-૨ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૫.૮ નોટીકલ માઈલ્સ
૫. અનનેમ ટાપુ-૩ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૬.૧ નોટીકલ માઈલ્સ
૬. અનનેમ ટાપુ-૪ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૫.૩ નોટીકલ માઈલ્સ
૭. અનનેમ ટાપુ-૫ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૪.૮ નોટીકલ માઈલ્સ
૮. અનનેમ ટાપુ-૬ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ૫.૧ નોટીકલ માઈલ્સ

અપવાદ ઃ

(૧) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સુરક્ષા દળોના અધિકૃત અધિકારી/કર્મચારીશ્રીઓ.

(૨) ફોરેસ્ટ વિભાગના અધિકૃત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ.

(૩) મહેસુલ વિભાગ તથા લેન્ડ રેકર્ડસના અધિકૃત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ.

(૪) ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

અમલવારી ઃ

આ હુકમ તા. ૨૨-૦૫-૨૦૨૫ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ હુકમની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટીસ બોર્ડ ઉપર તથા સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધિ કરવાની રહેશે.

આજ તા. ૧૯, માહે મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે આ હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

મોરબી, ૧૯ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ જાહેરનામું

હુકમ

નં. એમએજી/PATHIK/જા.નામુ./૧૫૦૫/૨૦૨૫.-ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel Informatics) સોફટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીકયોર વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચના સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ, સોફટવેર કોઈ પણ નવી હોટલમાં ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ-પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 03

પથિક સોફટવેરથી પોલીસને જિલ્લાની તમામ હોટલો પર રૂબરૂ ચેકીંગ કરવા જવુ પડતુ નથી. પરંતુ એક જ જગ્યાએ બેસીને એક જ વ્યકિત દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે. જેના કારણે માનવ શકિતનો ઓછો ઉપયોગ કરી ટેકનોલોજીની મદદથી સમય મર્યાદામાં કોઈપણ ગુનો બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપુર્ણ કડી સાબીત થઈ શકે છે.

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો હોય જેમાં દેશ-વિદેશોથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઈલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટુરીસ્ટો આવતા જતા હોય તેમજ લઘુ ઔદ્યોગીકમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઈનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે સારૂ ÒÒપથિકÓÓ સોફટવેરની અમલવારી માટે પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના પત્ર ક્રમાંક ઃ એસ.ઓ.જી./૩૧૯/૨૦૨૫, તા. ૧૫-૦૫-૨૦૨૫ થી જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થઈ આવેલ છે.

ઉકત દરખાસ્તની ચકાસણી કરતા હાલના સાંપ્રત સમયમાં બનતા ગુન્હા/આંતકવાદી ઘટનાઓને અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓ શોધવા માટે સમગ્ર રાજ્યની પોલીસ સંકલનમાં રહી ખુબ જ ઓછા સમયમાં પરિણામલક્ષી કામગીરી કરી શકે, તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો- વ્યવસ્થા જાળવવાના હેતુસર તથા અગત્યના ઈનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ÒÒપથિકÓÓ સોફટવેરની અમલવારી કરાવવા પોલીસ અધિક્ષકશ્રી, મોરબી તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે.

આથી હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો, મોરબી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મને મળલે સત્તાની રૂએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબની બાબતોનો ચુસ્ત અમલ કરવા હુકમ કરુ છું.

(૧) મોરબી જિલ્લાની તમામ હોટલો/ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત/રાજ્ય/દેશ/વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ ÒÒપથિકÓÓ સોફટવેરમાં હોટલના માલિક/સંચાલકે અવશ્ય કરવી/નોંધવી/અપલોટ કરવી.

(૨) આ હુકમ પ્રસિધ્ધ થયે સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, મોરબીની કચેરી, શોભેrર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં, એ-વીંગ, ત્રીજો માળ, રૂમ નં. ૨૦૬, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક/માલિકે હોટલની વિગતો રજુ કરી યુઝરે આઈડી-પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે.

અમલનો સમયગાળો ઃ

આ હુકમ તા. ૨૬-૦૫-૨૦૨૫ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

આ હુકમની જાહેર જનતાને જાણ સંબંધિત કચેરીઓએ તેમના નોટીસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે.

આજ તા. ૧૯, માહે મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે.

મોરબી, ૧૯ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તળે બહાર પાડેલ

હુકમ

નં. મેજી-૨/સ્થા. સ્વ. ચૂં.૨૫/૧૪/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ મતદારન થનાર છે તેમજ તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ કરવામાં આવેલ છે. સદરહું તારીખથી મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂં ટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.

ક્રમ તાલુકાનું નામ મતગણતરીનું સ્થળ
૧ મોરબી (ગ્રામ્ય) પોલીટેકનીક કોલેજ, ઘુંટુ, મોરબી
૨ માળીયા(મીં) મોડેલ સ્કુલ, નાની બરાર, તા. માળીયા(મીં), જિ. મોરબી
૩ ટંકારા ગ્રાઉન્ડ ફલોર, જમણી સાઈડ રૂમ નં. ૧ અને ૨ તથા ડાબી સાઈડ પ્રાર્થના ખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ શ્રી રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ, ટંકારા
૪ વાંકાનેર સભાખંડ, પ્રથમ માળ, અમરસિંહજી હાઈસ્કુલ, નેશનલ હાઈ-વે, વાંકાનેર
૫ હળવદ મોડેલ સ્કુલ, હળવદ

ઉપરોકત મતગણતરી કેન્દ્રો ખાતે તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે નીચે મુજબનો હુકમ કરવો04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 જરૂરી જણાતો હોય, રાજ્ય ચૂંટણી પંચ, ગાંધીનગરના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/નપા/નપં/સચલ/૯૯, તા. ૨૨-૧૨-૧૯૯૯ના આદેશ મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ હું, કે. બી. ઝવેરી, IAS, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, ઉકત જણાવેલ મતગણતરી કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં તા. ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ નીચે જણાવ્યા મુજબ અમલવારી કરવા હુકમ ફરમાવું છું.

કૃત્યો ઃ

૧. કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શીત કરશે.

૨. મતગણતરીના કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.

૩. કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

૪. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે-તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી.

૫. મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

૬. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

અપવાદ ઃ

આ હુકમના ખંડ-૨, ૩ અને ૬ માંથી નીચે જણાવેલ વ્યકિતઓને મુકિત આપવામાં આવે છે.

(૧) મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ તથા

(૨) ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનો

આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ હુકમની તારીખ એટલે કે તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ અમલમાં રહેશે તેમજ આ હુકમની બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.

આજ રોજ તા. ૧૨, માહે જુન-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના સિક્કા હેઠળ હુકમ કર્યો.

મોરબી, ૧૨ માહે જુન, સને ૨૦૨૫.

વિષય ઃ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

ઝોનલ ઓફીસરો (સેકટર ઓફીસર) ને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના આધિકારો એનાયત કરવા બાબત.

વંચાણે ઃ

૧. સરકારશ્રીના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૧૮-૧૦-૨૦૧૨ ના જાહેરનામા ક્રમાંક ઃ જીજી/૭૬/સીઆરપીસી/૩૨૧૨/૫૯૩/મ ૨. અત્રેની કચેરીના તા. ૧૭-૦૬-૨૦૨૫ના પત્ર નં. સ્થા.સ્વ.ચૂં./ઝોનલ અધિકારી/ખા.કા.મેજીસ્ટ્રેટ/વશી/૧૭/૨૦૨૫

હુકમ

નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં.૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ મતદારન થનાર છે તેમજ તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ કરવામાં આવેલ છે. સદરહું તારીખથી મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ના કામે ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફીસરશ્રીઓની ટીમના વડા પૈકી જે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને હોtાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેમને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે વંચાણ-૧ તળેની જોગવાઈ મુજબ અત્રેની કચેરીના વંચાણ-૨ તળેની દરખાસ્ત અન્વયે નિયુકત કરેલ ઝોનલ ઓફિસરશ્રીઓ (સેકટર ઓફિસર) ને તા. ૧૮-૦૬-૨૦૨૫ થી તા. ૨૨-૦૬-૨૦૨૫ અન્યથા પુનઃમતદાન જાહેર થાય તો, પુનઃમતદાનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો મળવાપાત્ર થાય છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 05

જેથી હું, કે. બી. ઝવેરી, (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, તરીકે સરકારશ્રીના ગૃહ વિભાગના વંચાણ-૧ માં દર્શાવેલ જાહેરનામા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૫ હેઠળ મને મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા ઝોનલ ઓફીસરશ્રીઓને (સેકટર ઓફિસર)ની આ સહ સામેલ પરિશિષ્ટ-૧, ૨, ૩ તથા ૪ ની વિગતે નિમcંકના કાર્યક્ષેત્રના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી-૨૦૨૫ ની પ્રક્રિયા માટે તા. ૧૮-૦૬-૨૦૨૫ થી તા. ૨૨-૦૬-૨૦૨૫ અન્યથા પુનઃમતદાન જાહેર થાય તો, પુનઃમતદાનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત મતદાન મથકોના ઝોનલ ઓફિસરો (સેકટર ઓફિસર) ઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ તથા ૧૬૩ મુજબના ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે અધિકારો એનાયત કરવા આથી હુકમ કરવામાં આવે છે.

૧. કલમ-૪૧ Arrest by Magistrate

૨. કલમ-૧૦૮ Magistrate may direct search in his presence

૩. કલમ-૧૦૯ Power to impound documents, etc., produed

૪. કલમ-૧૪૮ Dispersal of assembly by use of civil force

૫. કલમ-૧૬૩ Power to issue order in urgent cases of nuisance or apprehended danger

આ સતાનો વિવેકપુર્ણ ઉપયોગ થાય તથા દુરૂપયોગ થાય નહી તે જોવા તમામ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટને સુચના આપવામાં આવે છે.

બિડાણ ઃ પરિશિષ્ટ-૧, ૨, ૩, ૪ તથા ૫

અત્રેની કચેરીના હુકમ નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં. ૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫,

તા. ૧૮-૦૬-૨૦૨૫ નું સામેલ પરિશિષ્ટ-૧

ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

મોરબી તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૫

રૂટ નંબર ઝોનલ ઓફીસરશ્રીનું નામ, હોtો અને મોબાઈલ નંબર
૧ શ્રી મુરલી નગપ્પા, પ્રાધ્યાપકશ્રી, એલ.ઈ.કોલેજ(ડીપ્લોમા), મોરબી મો.નં. ૯૭૧૪૪૬૪૬૮૮
૨ શ્રી હાર્દિકભાઈ એન. જાની, સહાયક અધ્યાપકશ્રી, એલ.ઈ.કોલેજ(ડિગ્રી), મોરબી મો.નં. ૯૯૫૨૦૦૬૪૨
૩ શ્રી ચનીયારા હાર્દિકભાઈ અરવિંદભાઈ પ્રાધ્યાપકશ્રી, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા), મોરબી મો.નં. ૯૭૧૨૩૬૭૨૮૯
૪ શ્રી મિહિર બી. બલદાણીયા, પ્રાધ્યાપકશ્રી, એલ.ઈ.કોલેજ(ડિગ્રી), મોરબી મો.નં. ૯૭૩૭૧૩૨૩૫૩
૫ શ્રી વાઘેલા મનોજભાઈ ભીખુભાઈ, પ્રાધ્યાપકશ્રી, એલ.ઈ.કોલેજ(ડિગ્રી), મોરબી મો.નં. ૯૪૨૭૨૧૦૮૫
રીઝર્વ શ્રી રજનીકાંતભાઈ હિરજીભાઈ ભેંસદડીયા, આસી. પ્રોફેસરશ્રી, એલ.ઈ.કોલેજ, મોરબી મો.નં. ૯૭૩૭૧૩૨૩૫૩

અત્રેની કચેરીના હુકમ નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં. ૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫,

તા. ૧૮-૦૬-૨૦૨૫ નું સામેલ પરિશિષ્ટ-૧

ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

ટંકારા તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૫

રૂટ નંબર ઝોનલ ઓફીસરશ્રીનું નામ, હોtો અને મોબાઈલ નંબર
૧ શ્રી એન. આર. ભાડજા, આચાર્યશ્રી, દેવદયા માધ્યમિક શાળા, લજાઈ મો. નં. ૯૯૨૫૮૭૧૩૨૨
રીઝર્વ શ્રી આર. આર. વસાવડા, આચાર્યશ્રી, નેસડા(ખા) હાઈસ્કુલ મો. નં. ૯૭૨૩૭૮૮૦૩૭

અત્રેની કચેરીના હુકમ નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં. ૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫,

તા. ૧૮-૦૬-૨૦૨૫ નું સામેલ પરિશિષ્ટ-૧

ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

વાંકાનેર તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૫

રૂટ નંબર ઝોનલ ઓફીસરશ્રીનું નામ, હોtો અને મોબાઈલ નંબર
૧ શ્રી એસ. એ. શેરસીયા, આચાર્યશ્રી, મોહંમદી લોકશાળા, વાંકાનેર મો.નં.૯૯૯૮૮૮૮૬૨૦
૨ શ્રી એ. એ. માથકીયા, આચાર્યશ્રી, ગ્રામ પંચાયત હાઈસ્કુલ, પીપળીયારાજ, મો. નં. ૯૮૭૯૯ ૬૨૭૩૬
૩ શ્રી નિલેશકુમાર વી. રાણીપા, આચાર્યશ્રી, મોડલ સ્કુલ, વાંકાનેર, મો.નં. ૯૯૭૯૩૧૨૬૫૯
૪ શ્રી એમ. જી. સોલંકી, આચાર્યશ્રી, શ્રી અમરસિંહજી હાઈસ્ક>લ, મો.નં. ૯૪૨૭૧૬૪૦૬૫
૫ શ્રી એ. આર. શેરસીયા, આચાર્યશ્રી, પંચાસીયા હાઈસ્ક>લ, મો.નં. ૮૦૦૦૦૫૧૪૮૬
રીઝર્વ શ્રી એ. એ. બાદી, આચાર્યશ્રી, એસ. એમ. પી. હાઈસ્ક>લ, સિંધાવદર, મો.નં. ૯૪૨૭૨૫૨૦૬૪
06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

અત્રેની કચેરીના હુકમ નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં. ૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫,

તા. ૧૮-૦૬-૨૦૨૫ નું સામેલ પરિશિષ્ટ-૧

ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

હળવદ તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૫

રૂટ નંબર ઝોનલ ઓફીસરશ્રીનું નામ, હોtો અને મોબાઈલ નંબર
૧ શ્રી એસ. આર. ડાંગર, પ્રોફેસરશ્રી, ડી. વી. રાવલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હળવદ, મો.નં. ૯૮૭૯૭૩૧૮૭
૨ શ્રી એ. એમ. ઝાલા, આચાર્યશ્રી, આચાર્યશ્રી, વસંતરાય ઉપાધ્યાય, આઈ.ટી.આઈ., હળવદ, મો.નં. ૯૪૨૮૨૮૨૨૮૫
રીઝર્વ શ્રી જે. એલ. બરંડા, નાયબ ઈજનેરશ્રી, પી.જી.વી.સી.એલ. શહેર વિભાગીય કચેરી, હળવદ મો.નં. ૯૯૨૫૨૦૯૮૫૬

અત્રેની કચેરીના હુકમ નં. એમએજી-૨/ગ્રા.પં.ચૂં. ૨૫/સ્પે. એકઝી. મેજી. પાવર/ઝોનલ ઓફિસર/૧૭૦૬/૨૦૨૫,

તા. ૧૮-૦૬-૨૦૨૫ નું સામેલ પરિશિષ્ટ-૧

ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫

માળીયા(મીં) તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૫

રૂટ નંબર ઝોનલ ઓફીસરશ્રીનું નામ, હોtો અને મોબાઈલ નંબર
૧ શ્રી ચાવડા જયેશભાઈ, આચાર્યશ્રી, શ્રી ગ્રામ પંચાયત હાઈસ્ક>લ મોટા દહીંસરા, મો.નં. ૯૯૭૮૧૮૦૨૨૨
રીઝર્વ શ્રી અનિલભાઈ કાંજીયા, આચાર્યશ્રી, મોટા ભેલા હાઈસ્કુલ, મો.નં. ૯૪૨૮૬૯૮૭૯૫

મોરબી, ૧૮ માહે જુન, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ

સંદર્ભ ઃ અત્રેની કચેરીના હુકમ નં. જે/એમએજી/નો ડ્રોન ઝોન/પ્રતિબંધ/૨૫૦૭/૨૦૨૫, તા. ૦૧-૦૮-૨૦૨૫

જાહેરનામું

નં. જે/એમએજી/જાહેર સ્થળ/નો ડ્રોન ઝોન/જા.નામુ/૨૫૦૮/૨૦૨૫.-સંદર્ભ તળેના હુકમથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ બાબતે તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધીનો હુકમ કરવામાં આવેલ.

પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના પત્ર જા. નં. એલ.આઈ.બી./ડ્રોન જા.નામું./૪૫૩/૨૦૨૫, તા. ૨૨-૦૫-૨૦૨૫ થી જણાવ્યા મુજબ સંદર્ભ તળેના હુકમથી સમગ્ર મોરબી જિલ્લામાં ડ્રોન ઉાડડવા પર પ્રતિબંધ બાબતનો હુકમ રદ કરવા દરખાસ્ત કરેલ તેમજ પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના પત્ર જા.નં.એલ.આઈ.બી./ડ્રોન. જા.નામુ./૪૫૪/૨૦૨૫, તા. ૨૨-૦૫-૨૦૨૫ થી જણાવ્યા મુજબ અત્રેના જિલ્લામાં આવેલ કુલ-૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોની સુરક્ષા જાળવણી જરૂરી છે. જેથી અત્રેના જિલ્લામાં આવેલ કુલ-૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ ડ્રોન નહી ઉડાડવા ÒÒનો ડ્રોન ઝોનÓÓ જાહેર કરવા ડ્રોન બાબતને લગતું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.

પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબી તરફથી રજુ થયેલ દરખાસ્ત પરત્વે પુખ્ત વિચારણા કરી, જિલ્લાની સુરક્ષા માટે ઉપરોકત બાબતેનું જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

સબબ, હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ સંદર્ભ તળેના હુકમથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ બાબતનો હુકમ કરવામાં આવેલ. જે હુકમ આથી રદ કરવામાં આવે છે તેમજ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારના નીચે મુજબની વિગતેના-૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવું છું.

Unit Sr. No. Name of Place Full Postal Address Recommended Zone (Red/Yellow) Extend/Limit of Buffer Zone where drones will be restricted as per MHA circular dated 8th Nov. 2018
1 2 3 4 5
1 Navalakhi Port Navalakhi Ta.Maliya Dist. Morbi Red 2 km distance from perimeter
2 IOC Pipeline Anandpar, Tankara To Rupavati Ta.Wankaner Yellow 100 mtr area from both side along the length and ends
3 Machhu Dam-2 Jodhpar Ta.MorbiDist. Morbi Yellow 2 km distance from perimeter
1 2 3 4 5
4 Crain India Private Limited Company Vachhakpar, Tankara Ta Pratapgadha Ta. Wankaner Yellow 100 mtr distance from perimeter area along the both side
5 Bharat Oman Refinery Pipeline Jodhpar, Tankara To Kashipar Ta.Wankaner Yellow 100 mtr along the length and ends
6 Machhu Dam-1 Jalsika Ta.WankanerDist. Morbi Yellow 2 km distance from perimeter
7 Gail (India) Pvt. Ltd. Gas Pipeline Kuntashi, Maliya To Haripar Ta. Maliya Yellow 100 mtr area from both side along the length and ends
8 Indian Oil Corp Pvt. Ltd. (I.O.C.L.) Oil Pipeline Jalida, Wankaner To Bhalgam Ta.Wankaner Yellow 100 mtr area from both side along the length and ends
9 Gujarat State Petronet (G.S.P.L.) Limited Gas Pipeline Trajpar, Morbi Dist.Morbi Yellow 100 mtr area from both side along the length and ends
10 District Court Morbi Lalbag, Morbi Yellow 100 mtr distance from perimeter
11 SBI Currency Chest Branch C.P.I. Chowk, Parabazar Morbi Yellow 100 mtr distance from perimeter
12 Collector Office Shobhesawar Road, Morbi Yellow 100 mtr distance from perimeter
13 S. P. Office Shobhesawar Road, Morbi Yellow 100 mtr distance from perimeter
14 Police Head Quarter Police Head Quarter, Morbi Yellow 100 mtr distance from perimeter
15 Telephone Exchange Sadbhavana Hospital, Morbi Yellow 100 mtr distance from perimeter
16 Mayur Bridge Mayur Bridge, Morbi Yellow 50 mtr distance from both the sides and ends
17 Bus Station Sanala Road, Morbi Yellow 100 mtr distance from perimeter
18 Railway Station Wankaner Wankaner, Morbi Yellow 50 mtr distance from perimeter
19 Civil Hospital Gandhi Chowk, Morbi Yellow 100 mtr distance from perimeter
20 Sub Jail, Morbi Jail Road, Morbi Red 250 mtr distance from perimeter
21 Mamliya Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
22 Murga Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
23 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
24 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
25 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
26 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
27 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
28 Un Named Island Navlakhi Sea Area Red 2 km distance from perimeter
29 Navlakhi Poart Fishing Point Navlakhi Port, Morbi Yellow 100 mtr distance from perimeter
30 Juna Anjiyasar Fishing Point Juna Anjiyasar, Morbi Yellow 100 mtr distance from perimeter
31 66 KV-Vijepar Onside At Panchar Chokdi Red 100 mtr distance from perimeter
32 66 KV-Mahendranagar Pipli Jetpar Road Mahendra Nagar Chokdi Morbi-2 Red 100 mtr distance from perimeter
33 66 KV-Morbi Near Natraj Hotel Morbi-2 Red 100 mtr distance from perimeter
34 132 KV-Lalpar Lalpar 8-A National Highway Red 100 mtr distance from perimeter
35 66 KV-Lilapar Lilapar Morbi Taluka Red 100 mtr distance from perimeter
36 66 KV-Pipliya Pipliya Morbi Taluka Red 100 mtr distance from perimeter
37 66 KV-Khared Khared Morbi Taluka Red 100 mtr distance from perimeter
38 66 KV-Chachapar Chachapar Morbi Taluka Red 100 mtr distance from perimeter
39 66 KV-Lakhadirpur (Kalikanagar) Lakhadirpur (Kalikanagar) Morbi Taluka Red 100 mtr distance from perimeter
40 66 KV-Jodhapar Nadi Jodhapar Nadi Morbi Taluka Red 100 mtr distance from perimeter
41 66 KV-Zambudiya Zambudiya Morbi Taluka Red 100 mtr distance from perimeter
42 66 KV-Mansar Mansar Morbi Taluka Red 100 mtr distance from perimeter
43 66 KV-Amreli Amreli Morbi Taluka Red 100 mtr distance from perimeter
44 66 KV-Paneli Paneli Morbi Taluka Red 100 mtr distance from perimeter
45 66 KV-Vaghapar Vaghapar Morbi Taluka Red 100 mtr distance from perimeter
46 66 KV-Baghathala Baghathala MorbiTaluka Red 100 mtr distance from perimeter
1 2 3 4 5
47 66 KV-Rajpar Rajpar Morbi Taluka Red 100 mtr distance from perimeter
48 66 KV-Rangpar Rangpar Morbi Taluka Red 100 mtr distance from perimeter
49 66 KV-Lalpar Rafalesavar LalparRafalesavarMorbi Taluka Red 100 mtr distance from perimeter
50 66 KV-Bhojapara Bhojpara Ta. Wankaner Red 100 mtr distance from perimeter
51 132 KV-Vaghasiya Vaghasiya Ta.Wankaner Red 100 mtr distance from perimeter
52 132 KV-Hasanpar Hasanpar, Saradharaka Road Ta.Wankaner Red 100 mtr distance from perimeter
53 66 KV-Limbada (Lalpar) Limbada, Ta. Wankaner Red 100 mtr distance from perimeter
54 66 KV-Mahika Mahika Ta. Wankaner Red 100 mtr distance from perimeter
55 66 KV-Dhuva Dhuva Ta. Wankaner Red 100 mtr distance from perimeter
56 66 KV-Jadeshwar Jadeshwar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
57 66 KV-Lunsar Lunsar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
58 66 KV-Thikriyala (Bhalgam) Thikriyala (Bhalgam) Ta. Wankaner Red 100 mtr distance from perimeter
59 66 KV-Sindhavadar Sindhavadar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
60 66 KV-Daldi Daldi Ta. Wankaner Red 100 mtr distance from perimeter
61 66 KV-Lakkaddhar Lakkaddhar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
62 66 KV-Pipaliyaraj (Panch-Dwarka) Pipaliyaraj ( Panch-Dwarka) Ta. Wankaner Red 100 mtr distance from perimeter
63 66 KV-Sartanpar Sartanpar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
64 66 KV-Satapar Satapar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
65 66 KV-Kankot Kankot Ta. Wankaner Red 100 mtr distance from perimeter
66 66 KV-Jalida (Kothi) Jalida (Kothi) Ta. Wankaner Red 100 mtr distance from perimeter
67 66 KV-Lakkaddhar-2 Lakkaddhar-2 Ta. Wankaner Red 100 mtr distance from perimeter
68 66 KV-Ratavirada-II Ratavirda-II Ta. Wankaner Red 100 mtr distance from perimeter
69 66 KV-Matel Matel Ta. Wankaner Red 100 mtr distance from perimeter
70 66 KV-Ratavirda Ratavirda Ta. Wankaner Red 100 mtr distance from perimeter
71 66 KV-Rangpar-II Rangpar Ta. Wankaner Red 100 mtr distance from perimeter
72 66 KV-Rangpar-II Rangpar-II Ta. Wankaner Red 100 mtr distance from perimeter
73 66 KV-Panchasiya Panchasiya Ta. Wankaner Red 100 mtr distance from perimeter
74 66 KV-Dhuva (Makansar) Dhuva (Makansar) Ta. Wankaner Red 100 mtr distance from perimeter
75 66 KV-Vaghagadha Vaghagadha Ta. Tankara Red 100 mtr distance from perimeter
76 66 KV-Saraya Saraygam Ta. Tankara Red 100 mtr distance from perimeter
77 66 KV-Juna Hadmatiya Juna Hadmatiya Road Ta. Tankara Red 100 mtr distance from perimeter
78 66 KV-Bangavadi (Otala) Bangavadi (Otala) Ta. Tankara Red 100 mtr distance from perimeter
79 66 KV-Mitana Mitana Ta. Tankara Red 100 mtr distance from perimeter
80 66 KV-Bhootkotada Bhootkotada Ta. Tankara Red 100 mtr distance from perimeter
81 66 KV-Lajai Lajai Ta. Tankara Red 100 mtr distance from perimeter
82 66 KV-Necknam Necknam Ta. Tankara Red 100 mtr distance from perimeter
83 66 KV-Mota Dahisara Mota Dahisara Ta. Maliya Miyana Red 100 mtr distance from perimeter
84 66 KV-Vejalpar Vejalpar Ta. Maliya Miyana Red 100 mtr distance from perimeter
85 66 KV-Khakharechi Khakharechi Ta. Maliya Miyana Red 100 mtr distance from perimeter
86 400 K.V. Mansar Halvad Near Mansard Village Ta.Halvad Red 100 mtr distance from perimeter
87 66 KV-Chupani Chupani Ta. Halvad Red 100 mtr distance from perimeter
88 Nagar Darwaja Market Nehru Gate, Morbi Yellow 100 mtr distance from perimeter
89 66 K.V. Juni Khiraji Juni Khirai, Ta. Maliya Miyana Red 100 mtr distance from perimeter
90 66 K. V. Lionsnagar, Sakat Sanala Lionsnagar, Main Road, Sakat Sanala Red 100 mtr distance from perimeter
1 2 3 4 5
91 Railway Station, Morbi Railway Station, Morbi Red 100 mtr distance from perimeter
92 66 K. V. Amarsar Amarsar, Ta. Wankaner Red 100 mtr distance from perimeter
93 66 K. V. Panchasar Panchasar, Ta. Wanakaner Red 100 mtr distance from perimeter
94 220 K. V. Charadva, Halvad Chardva, Morbi Road, Halvad Red 100 mtr distance from perimeter
95 220 K. V. Halvad, GIDC Halvad Near Halvad, GIDC Ta. Halvad Red 100 mtr distance from perimeter
96 Brahmani Dam-2 (Shaktisagar Dam) Near Susvav Village, Ta. Halvad Yellow 100 mtr distance from perimeter
97 Brahmani Dam-1 (Harpalsagar Dam) Near Golasan Village, Ta. Halvad Yellow 100 mtr distance from perimeter
98 IOC Pipeline Ranmalpur RCP Station Near Ranmalpur Village, Survey No. 886 P11/P5, Ta. Halvad Yellow 100 mtr distance from perimeter
99 Demi-1, Mitana Mitana, Ta. Tankara Yellow 100 mtr distance from perimeter
100 Demi-2, Nasitpar Nasitpar, Ta. Tankara Yellow 100 mtr distance from perimeter
101 Bangavadi Dam Bangavadi, Ta. Tankara Yellow 100 mtr distance from perimeter
102 Gujarat State Petronet Limited Gas Pipeline Jail Road, Ta. Wanakaner Yellow 100 mtr distance from perimeter
103 220 K. V. Sartanpar Sartanpar, Ta. Wankaner Red 100 mtr distance from perimeter
104 220 K. V. Ghiyavad Ghiyavad, Ta. Wankaner Red 100 mtr distance from perimeter
105 ONGC Gas Pipline 1. Chitrakhada 2. Palasadi 3. Pratapgadh Yellow 100 mtr distance from perimeter
106 Bhart-Oman Refinariy Ro Matirayal 1. Sindhavadar Yellow 100 mtr distance from perimeter
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 07 08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 09

મુકિત ઃ

વહીવટીતંત્ર કે કોઈ વ્યકિત/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો સરકારશ્રીના Directorate General of Civil Aviation ના ઓનલાઈન પ્લેટફોર્મ પરની Digital Sky Platform પર નિયમોનુસાર જરૂરી વિગતો સાથે અરજી કરી The Drone Rules 2021 ની જોગવાઈ મુજબ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટીસ બોર્ડ ઉપર સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોંટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ પ્રસિધ્ધ થયા તારીખથી તા. ૩૦-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આજ તા. , માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

મોરબી, માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે બહાર પાડેલ

સંદર્ભ ઃ અત્રેની કચેરીના જાહેરનામા નં. જે/એમએજી-૨/ભારે વાહન/માળીયા પુલ/જાહેરનામું/૨૮૦૮/૨૦૨૫, તા. ૧૧-૦૭-૨૦૨૫

જાહેરનામું

નં. જે/એમએજી-૨/ભારે વાહન/માળીયા પુલ/જાહેરનામું/૨૮૦૮/૨૦૨૫.-સંદર્ભ તળેના જાહેરનામાની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી (તા. ૧૧-૦૭-૨૦૨૫) થી અન્ય જાહેરનામું બહાર પાડવા ન આવે ત્યાં સુધી માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે પર આવેલ પુલ(માળીયા ગામ પાસે) પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ.

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ), મોરબીના પત્ર ક્રમાંક ઃ પીબી/રોડ/૨૩૮૨, તા. ૨૮-૦૮-૨૦૨૫ પત્રની વિગતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આલેખન વર્તુળ દ્વારા તા. ૧૧-૦૮-૨૦૨૫ના રોજ ટેકનીકલ ઓપીનીયન રીપોર્ટ રજુ થયેલ છે. જે રીપોર્ટની વિગતે સદરહું બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર થઈ શકે તેમ છે. જેથી સદરહું બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર કરવા જરૂરી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત થઈ આવેલ છે.

10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

આ કામે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ), મોરબીના તરફથી મળેલ દરખાસ્ત મુજબ હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી અન્વયે મળેલ સત્તાની રૂએ અત્રેના સંદર્ભ-૧ તળેથી બહાર પાડવામાં આવેલ જાહેરનામું આથી રદ કરવામાં આવે છે.

સબબ માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે પર આવેલ પુલ (માળીયા ગામ પાસે) પર ભારે વાહનોની અવર-જવર કરવા જણાવવામાં આવે છે.

આજ તા. ૨, માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે.

મોરબી, ૨ માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે બહાર પાડેલ

જાહેરનામું

નં. જે/એમએજી-૨/વન-વે/જાહેરનામું/૨૨૦૭(૧)/૨૦૨૫.-કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), મોરબીના પત્ર ક્રમાંક ઃ મા.મ.પં./એસ્ટા/વશી/૯૦૪, તા. ૦૮-૦૭-૨૦૨૫થી માર્ગ અને મકાન પંચાયત હસ્તકના નેશનલ હાઈવે થી લખધીપુર કાલીકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ હોય, સદરહું રસ્તો સીમેન્ટ-કોક્રેટનો ક્યોરીંગ પીરીયડ પુરો ન થાય ત્યાં સુધી રસ્તા પર વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન-વે કરવો ખુબ જ જરૂરી હોય, મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટીક સીરામિક (કેનાલ ક્રોસીંગ) થી લખધીરપુર સુધીનો રસ્તો વન-વે અંગેનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત થઈ આવેલ છે.

સબબ, કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), મોરબીના પત્રની વિગતે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, મોરબીનો અભિપ્રાય મંગાવતા, પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના પત્ર ક્રમાંક ઃ જી.ટ્રા./વાહન/પ્રતિબંધ/અહેવાલ/૭૬૨/૨૫, તા. ૨૧-૦૭-૨૦૨૫ના પત્રની વિગતે આ કામે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે.

આ કામે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), મોરબીના તરફથી મળેલ દરખાસ્ત અને પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના અભિપ્રાય મુજબ હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી અન્વયે મળેલ સત્તાની રૂએ મોરબી (National Highway)-લખધીરપુર-કાલીકાનગર-નીચી માંડલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ એન્ટીક સીરામિક (કેનાલ ક્રોસીંગ) થી લખધીરપુર ગામ સુધી જવાના રસ્તા પર આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ થી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચે મુજબના માર્ગો વન-વે જાહેર કરવા બાબતે આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

વન-વે જાહેર કરેલ માર્ગો ઃ ૧. National Highway થી લખધીરપુર ગામ તરફ જવા માટે ઃ

ૈ મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસીંગ (એન્ટીક સીરામિક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈ લેકસસ ગ્રેનાઈટો થઈ લખધીરપુર ગામ તરફ જવા વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

૨. લખધીરપુર ગામ થી National Highway તરફ જવા માટે ઃ

ૈ લખધીરપુર માગથી National Highway ના મુખ્ય માર્ગ પર લખધીરપુર ગામ થી સોરીસો ચોકડી થઈ ત્યાર બાદ એન્ટીક સીરામિક સુધી વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

૩. લાયકોસ સીરામિક થી સોરીસો ચોકડી વાળા વચ્ચેના માર્ગ પર જવા માટે ઃ

ૈ મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસીંગ (એન્ટીક સીરામિક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈ લાયકોસ સીરામિક થી સોરીસો ચોકડી તરફ જવા માટે વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

મુકિત ઃ

અત્રેથી પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાંની જોગવાઈઓના અમલમાંથી મુકિત આપવામાં આવે છે.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

આજ તા. ૨૪, માહે જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે.

મોરબી, ૨૪ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

નં. જે/એમએજી/જાહેર સ્થળ/સીસીટીવી/કેમેરા/જા.નામું/૨૫૦૮/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા. ૨૪-૦૮-૨૦૨૫ ના પત્રથી જણાવ્યાનુસાર રાજ્યના અમુક વિસ્તારમાં બેંક અને એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરમાંથી રૂપિયા લઈ બહાર નીકળનાર બેંકના ગ્રાહકો સાથે ચોરી/લુંટના બનાવો બનવા પામેલ છે. આ પ્રકારના ગુન્હા આચરતી વખતે ગુન્હાહીત તત્વો બેકમાં અને એ.ટી.એમ. સેન્ટરમાં રેકી (અPયાસ) કરવા અવશ્ય આવતા હોય છે. આવા પ્રકારના બનાવો મોરબી જિલ્લા વિસ્તારમાં બનતા નિવારી શકાય તે હેતુથી અને બેંકોની સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાને લઈ બેંક તથા એ.ટી.એમ (A.T.M.) સેન્ટરની અંદર-બહાર વ્યુહાત્મક સ્થાને લાંબા સમય સુધી રેકોર્ડીગ રહી શકે તે પ્રકારના કેમેરા (C.C.T.V.) લગાડવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. તેમજ પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી., મોરબીનાTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 11 તા. ૨૪-૦૮-૨૦૨૫ ના પત્ર નં. એલ.આઈ.બી./જાહેરનામું/૪૫૭/૨૦૨૫ થી જણાવ્યાનુસાર શહેરમાં અને હાઈ-વે પર આવેલ મંદિરોમાંથી આભુષણોની ચોરી, વાહન ચોરી, એન્ટીક મુર્તિઓની ચોરી, ધાડ અને લુંટના બનાવો બનવા પામેલ હોય નાગરીકો અસલામતિ અનુભવે છે. આ પ્રકારના ગુન્હાઓ આચરતા ગુન્હેગારોને પકડવાનું મુશ્કેલ બને છે. પરંતુ આ પ્રકારના ગુન્હાઓ આચરતા ગુન્હેગારોની પુછપરછ દરમિયાન એવું જણાયેલ છે કે, ગુન્હેગારો ગુનો આચરતી વેળા વાહનનો ઉપયોગ કરે છે અને ગુન્હો કર્યા બાદ ૫૦ થી ૬૦ કી.મી. દુર જઈ હાઈ-વે પરના કે જિલ્લાના મુખ્ય રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ/ડીઝલ તેમના વાહનોમાં ભરાવે છે. એટલું જ નહીં ગુન્હો કરવા આવે ત્યારે કે પરત જતી વખતે હાઈ-વે પરની હોટલોમાં ચા- પાણી પીવે કે જમતા હોય છે. આવા ગંભીર ગુન્હાઓ ઈન્વેસ્ટીગેશન દરમિયાન ગુન્હેગારોને શોધી કાઢવા માટે હાઈ-વે પરના દરેક પેટ્રોલ પંપો અને દરેક હોટલો પર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન હાઈડેફીનેશનવાળા) વીથ રેકો*ડીંગ સીસ્ટમ હોવી જરૂરી છે. જેથી ગુના બનતા અટકાવી શકાય અને ગુનો બને તો તેવા સંજોગોમાં ગુન્હેગારોને પકડી કાયદાનુસાર નશ્યત પહોંચાડી શકાય તથા માનવ જીંદગીની ખુવારી ન થાય અને લોકોની માલ-મિલ્કતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલા રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેંચનાર શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, શોપીંગ સેન્ટર, પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપોની આજુબાજુમાં આવેલ દુકાનો, હાઈ-વે પરની હોટલો વગેરે જગ્યાઓ પર કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

જેથી હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે,

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટર, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સીકયુરીટી મેન ફરજ પર નિયુક્ત કરવાના રહેશે તથા પ્રવેશ દ્વાર પર તથા બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીગની જગ્યાઓ તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ હાઈ-વે પર આવેલ તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર તથા પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલ વ્યક્તિનું રેકો*ડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે તેમજ તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે તેમજ મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ દરેક હોટલ, સિનેમાહોલ, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, ટોલ પ્લાઝા, મોલ્સ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલીકો/વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉપરોક્ત એકમોએ આ જાહેરનામા પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦માં ઉભી કરવાની રહેશે અને નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે તેમજ ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્ર ક્રમાંક નં. GG/97/2022/SB5/PSM/102022/308, તા. ૧૬-૦૭-૨૦૨૨ અન્વયે સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીગ દિન-૩૦ સુધી રાખવાનું રહેશે. વધુમાં જ્યારે મોરબી જિલ્લામાં ગંભીર પ્રકારના શરીર/મિલ્કત સબંધી ગુનાઓ જેવા કે, ખુન, ખુનની કોશીશ, મારામારી, લુંટ અને ધાડ જેવા બનાવો બને છે. ત્યારે તે સમયના સી.સી.ટી.વી. કેમેરાના કુટેજ સી.સી.ટી.વી. કેમેરા લગાડનાર/માલિકો/વહીવટકર્તાઓએ આવા ગંભીર પ્રકારના બનાવોના સી.સી. ટી.વી. કુટેજ પોલીસ તપાસના કામે પોલીસ સિવાય અન-અધિકૃત વ્યકિતઓને આપવાના રહેશે નહીં.

સી.સી.ટી.વી. કેમેરા કેવી રીતે ગોઠવવા ઃ

(૧) કોઈપણ જગ્યાની અંદરના ભાગ, સંપુર્ણ કવરેજ સતત થાય તે રીતે ગોઠવવા.

(૨) રોડ પરથી અંદર પ્રવેશતા અને રોડ સુધી બહાર જવા નીકળતા તમામ માણસોની અવર-જવર જોઈ શકાય અને તમામના ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવા.

(૩) બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવા.

(૪) તમામ પાર્કીગની જગ્યામાં સંપુર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે ગોઠવવા.

(૫) રીસેપ્શન કાઉન્ટર, બેઝમેન્ટ, રોકડ રકમના કેશ કાઉન્ટર તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપુર્ણ કરવેજ થાય તે રીતે ગોઠવવા.

મુકિત ઃ

મોરબી જિલ્લામાં આવેલ સરકારી સંસ્થાઓ, સરકારી કચેરીઓને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.

અમલવારીનો સમય ઃ

આ હુકમ તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ થી નાRાબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો Pાંગ કરનાર ઈસમો વિરુધ્ધ કલમ-૨૨૩ મુજબ ફરીRાાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. હું એવો આદેશ કરૂ છું કે, આ હુકમ મોરબી જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ તા. માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

મોરબી, માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના અધિનિયમની કલમ-૩૭(૧) અન્વયે કાઢેલ

હુકમ

નાં. જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/૨૫૦૮/૨૦૨૫.-આગામી માહે સપ્ટેમ્બર-૨૦૨૨૫ના માસમાં મોરબી જિલ્લાની હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતીમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે નીચે મુજબ હુકમ બહાર પાડવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રૂએ આ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા. ૦૧-૦૯-૨૦૨૫ થી તા. ૩૦-૦૯-૨૦૨૫ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું.

કૃત્યો ઃ

(૧) હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.

(૨) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.

(૩) મનુષ્યો અથવા શબો અથવા આકૃૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઈ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવાનું.

વિસ્તાર ઃ

મોરબી જિલ્લાનો સમગ્ર વિસ્તાર.

અપવાદ ઃ આ હુકમના ખંડ-૧ તથા ૨ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય.

(૨) સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ ધ્વારા લાઉડ સ્પીકર વાહનો દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્ય પત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવુ છું.

આજ તા. મી, માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો લગાવી હુકમ બહાર પાડuો.

મોરબી, માહે ઓગષ્ટ/સપ્ટેમ્બર, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ

જાહેરનામુ

નં. જે/એમએજી-૨/સ્પા પાર્લર/જાહેરનામું/૨૫૦૭/૨૦૨૫.-મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યપારની શકયતા હોવાનું જણાઈ આવેલ છે. કેટલાક અસામજિક તત્વો આવા સ્પા/ મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા હોવાથી જાહેરનામું બહાર પાડવા પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના તા. ૨૩-૦૭-૨૦૨૫ ના પત્રથી દરખાસ્ત થઈ આવેલ છે.

સબબ, મોરબી જિલ્લામાં સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુન્હાહીત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહિતી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં હોવી જરૂરી હોય હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતાTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 13 કર્મચારીઓની સંખ્યા સહિત ફોટો ગ્રાફસ તથા રેકોર્ડીગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટી.વી. રેકોર્ડીગ સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે.

અ. નં. વિગત રીમાર્કસ
૧ સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/સંચાલકનું નામ તથા સરનામું ટેલીફોન નંબર
૨ સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટા સહિતની)
(૧) જો તેઓ ભારતીય હોય તો તેઓના આવાસના પુરાવા જોડવા
હાલનું સરનામું
મુળ વતનનું સરનામું
ફોન નંબર (ઘર) ઓફીસ મો. નં.
(૨) જો તેઓ વિદેશી હોય તો ˆ પાસપોર્ટની વિગત (પાસ પોર્ટ/વિઝાની નકલ બીડવાની રહેશે.) ˆ કયા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત ઃ
હાલનું સરનામું
ફોન નંબર (ઘર) ઓફીસ મો. નં.
સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઈજનો ફોટો કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઈઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત પોલીસ સ્ટેશનના સહી સિક્કા અને તારીખ
સહી ઃ સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકની સહી ઃ કામ કરતા કર્મચારીની સહી
સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત
૩ નિયમો ઃ
(૧) આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે.
(૨) આ વિગત સંપૂર્ણ રીતે ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પો. સ્ટે. માં જમા કરાવવાની રહેશે.
(૩) આ વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જેતે પો. સ્ટે.માં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપશે જે સાંચવી રાખવાની રહેશે.
(૪) સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઈવીંગ લાયસન્સ પાનકાર્ડ/આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ રજુ કરવાનું રહેશે.

આ જાહેરનામું તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૦-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

આજ તા. ૧લી માહે જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સીક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે.

મોરબી, ૦૧ માહે જુલાઈ/ઓગષ્ટ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

નં. જે/એમએજી/નો ડ્રોન ઝોન/પ્રતિબંધ/૨૫૦૭/૨૦૨૫.-ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ સુચના મુજબ ભારત- પાક સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અને નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. ઉકત બાબત ધ્યાનમાં લેતા, સરહદી વિસ્તાર વાળા રાજયોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃતીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાની આવશ્યકતા હોય તથા સમગ્ર રાજયને ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેરક કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવા બાબતની સુચના થઈ આવેલ હોય, પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શઆખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના પત્ર જા.નં. LIB/ડ્રોન/જા.નામુ./૩૯૨/૨૦૨૫, તા. ૨૩-૦૭-૨૦૨૫ના પત્રની વિગતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.

14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબી તરફથી રજુ થયેલ દરખાસ્ત અને સરકારશ્રીની થયેલ સુચના મુજબ મોરબી જિલ્લાની સુરક્ષા માટે ઉપરોકત બાબતેનું જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

સબબ, હું, કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી સમગ્ર મોરબી જિલ્લામાં ÒÒટેમ્પરરી રેડ ઝોનÓÓ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવું છું.

મુકિત ઃ

વહીવટી તંત્ર કે કોઈ વ્યકિત/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો સરકારશ્રીના Directorate General of Civil Avition ના ઓન-લાઈન પ્લેટફોર્મ પરની Digital Sky Platform પર નિયમોનુસાર જરૂરી વિગતો સાથે અરજી કરી ની જોગવાઈ મુજબ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.

વિસ્તાર ઃ

આ હુકમતની અમલવારી સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં કરવાની રહેશે.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અમલવારી ઃ

આ હુકમ તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ હુકમની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટીસ બોર્ડ ઉપર સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોંટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧લી, માહે ઃ ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારહી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે આ હુકમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

મોરબી, ૦૧ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે બહાર પાડેલ

જાહેરનામું

નં. જે/એમએજી-૨/જડેrર મેળો/ભારે વાહન/જાહેરનામું/૩૦૭/૨૦૨૫.-પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના પત્ર ક્રમાંક ઃ એલ.આઈ.બી./જા.નામું/જડેrર મેળો/૪૪૧/૨૦૨૫, તા. ૩૦-૦૭-૨૦૨૫ના પત્રથી આગામી તા. ૦૩/૦૪-૦૮-૨૦૨૫ ના રોજ જડેrર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર-સોમવારને અનુલક્ષી પૌરાણીક મેળો ભરાતો હોય અને જે મેળામાં લજાઈ ચોકડી થી વાંકાનેર જવા માટેનો સ્ટેટ રોડ નીકળતો હોય, જે રોડ પર જી.આઈ.ડી.સી. વિસ્તાર આવેલ હોવાથી ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિક સમસ્યા ઉદભવતી હોય, જેને દુર કરવા સારૂ ભારે વાહન વિષયક પ્રતિબંધ બાબતે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત થઈ આવેલ છે.

સબબ, પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબી તરફથી મળેલ દરખાસ્તની પરત્વે હું કે. બી. ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર જડેrર મેળાના અનુસંધાને તા. ૦૩-૦૮-૨૦૨૫ના રોજ સવારના ક. ૦૭-૦૦ વાગ્યાથી તા. ૦૪-૦૮-૨૦૨૫ના ક. ૨૪-૦૦ વાગ્યા સુધી ભારે વાહનો પ્રવેશવા અને બહાર જવા માટેના રસ્તાઓ ઉપર ભારે વાહન પ્રતિબંધનું આથી જાહેર બહાર પાડવામાં આવે છે.

ભારે વાહન પ્રવેશબંધનું સ્થળ નીચે મુજબ છે (લજાઈ-વાંકાનેર તરફનો રોડ)

૧. લજાઈ ચોકડી થી હડમતીયા ગામ, નાના-મોટા જડેrર, વડસર તળાવ, રાતીદેવળી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી.

૨. મોરબી રવાપર ગામ થી ધુનડા(સ), સજ્જનપર, નાના-મોટા જડેrર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી.

૩. ટંકારા ખીજડીયા ચોકડી થી અમરાપર, ટોળ, કોઠારીયા, મોટા જડેrર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી.

વૈકલ્પીક રૂટ ઃ લજાઈ ચોકડી તરફ થી જતાં ભારે વાહનો મિતાણા ચોકડી થી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઈ શકશે.

ભારે વાહન પ્રવેશબંધનું સ્થળ નીચે મુજબ છે (વાંકાનેર થી લજાઈ તરફનો રોડ)

૧. વાંકાનેર થી લજાઈ ગામ, રાતી દેવડી વડસર તળાવ નાના મોટા જડેસ્વર તરફ પ્રવેશી શકાશે નહી.

૨. તીથવા ગામથી નાના મોટા જડેrર તરફ જવાના રોડ પર પ્રવેશી શકાશે નહી.

વૈકલ્પીક રૂટ ઃ વાંકાનેર શહેરથી અમરસર, પીપળીયા રાજ, વાલાસણ ગામ મિતાણા ચોકડી, ટંકારા થી લજાઈ તરફ જઈ શકાશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 15

મુકિત ઃ

ગુજરાત વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ. ના વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો, તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુકિત આપવામાં આવે છે.

શિક્ષા ઃ

આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

આજ તા. ૧લી, માહે ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે.

મોરબી, ૧લી માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.

કે. બી. ઝવેરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જિલ્લા

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) અન્વયે કાઢેલ

હુકમ

નાં. જે/એમએજી/ક.૩૭(૩)જા.નામું./૨૫૦૪/૨૦૨૫.-આગામી માહે મે-૨૦૨૫ ના માસનાં મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરૂધ્ધ જુદા જુદા પ્રfનોની રજુઆત અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સભા, સરઘસ, આંદોલન, રેલીના પ્રતિબંધ માટે જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ પેટા કલમ-૩ નીચે હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, આથી આદેશ કરૂં છું કે, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧-૦૫-૨૦૨૫ થી તા. ૩૧-૦૫-૨૦૨૫ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે સરઘસ કાઢવું નહી.

વધુમાં હું આદેશ કરૂં છું કે, આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

(૧) સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને, સંસ્થાને.

(૨) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને.

(૩) કોઈ લગ્ન વરઘોડાને.

(૪) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને.

(૫) કોઈ સ્મશાન યાત્રાને.

(૬) સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમો.

હું એવો આદેશ કરૂ છુ કે આ હુકમ મોરબી જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનુ રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ ની તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આજ તા. ૨૫મી, માહે એપ્રિલ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

મોરબી, ૨૫ માહે એપ્રિલ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે કાઢેલ જાહેરનામું

વંચાણ ઃ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૨૮-૦૫-૨૦૨૫ના પત્ર નં. સીબી-૩/ફાRારીંગ બટ/મંજૂરી/૪૮૩/૨૦૨પ.

જાહેરનામું

નં. જે/એમએજી-૨/ફા.બટ/જા.નામું/૧૨૦૬/૨૦૨૫.-વંચાણે લીધેલ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૨૮-૦૫-૨૦૨૫ના પત્રથી પશ્ચિમ રેલ્વે રાજકોટ સબ ડીવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને-૨૦૨૫ના વર્ષની ફાRારીંગ પ્રેકટીસ કરવા માટે તા. ૧૭-૦૬-૨૦૨૫ થી તા. ૧૯-૦૬-૨૦૨૫ દિન-૦૩(ત્રણ) સુધી વાંકાનેર ફાRારીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

આ ફાયરીંગ બટ વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે વાંકાનેર ફાયરીંગ બટ રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનની સમાંતર સામે અમરનગર ફાટક પાસે ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. જેથી ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન જાહેર જનતાની જાનમાલની સલામતી માટે નીચે મુજબ હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, આથી આદેશ કરૂં છું કે, મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા. ૧૭-૦૬-૨૦૨૫ થી તા. ૧૯-૦૬-૨૦૨૫ સુધી દિન-૦૩ (ત્રણ) માટે જાહેર જનતાએ પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ ઉકત નિર્દિષ્ટ સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે તથા સદરહું ફાયરીંગ બટની નિયત દુરી એ ભયસુચક સજ્ઞાઓ સલેહાઈથી દેખાઈ તેવી રીતે રાખવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

આજ તા. ૧૨, માહેઃ જુન-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કા હેઠળ હુકમ કર્યો. મોરબી, ૧૨ માહે જુન, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે કાઢેલ જાહેરનામું

વંચાણ ઃ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૧૯-૦૫-૨૦૨૫ના પત્ર નં. સીબી-૩/ફાRારીંગ બટ/મંજૂરી/૪૬૮/૨૦૨પ.

જાહેરનામું

નં. જે/એમએજી-૨/ફા.બટ/જા.નામું/૨૯૫૦૦૧/૨૦૨૫.-વંચાણે લીધેલ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૧૯-૦૫-૨૦૨૫ના પત્રથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેrર(રાજકોટ)ની ÒÒએÓÓ, ÒબીÓÓ, ÒÒસીÓÓ, હેડ ક્વાર્ટરÓÓ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓી વર્ષ-૨૦૨૫ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે તા. ૨૧-૦૫-૨૦૨૫ થી તા. ૨૩-૦૫-૨૦૨૫ દિન-૦૩(ત્રણ) સુધી તથા DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે તા. ૨૪-૦૫-૨૦૨૫ થી તા. ૨૫-૦૫-૨૦૨૫ દિન-૨(બે) સુધી વાંકાનેર ફાRારીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

આ ફાયરીંગ બટ વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે વાંકાનેર ફાયરીંગ બટ રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનની સમાંતર સામે અમરનગર ફાટક પાસે ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. જેથી ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન જાહેર જનતાની જાનમાલની સલામતી માટે નીચે મુજબ હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, આથી આદેશ કરૂં છું કે, મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા. ૨૧-૦૫-૨૦૨૫ થી તા. ૨૫-૦૫-૨૦૨૫ સુધી દિન-૦૫ (પાંચ) સુધી જાહેર જનતાએ પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ ઉકત નિર્દિષ્ટ સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે તથા સદરહું ફાયરીંગ બટની નિયત દુરી એ ભયસુચક સજ્ઞાઓ સલેહાઈથી દેખાઈ તેવી રીતે રાખવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

આજ તા. ૨૦, માહેઃ મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કા હેઠળ હુકમ કર્યો. મોરબી, ૨૦ માહે મે, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે કાઢેલ જાહેરનામું

વંચાણ ઃ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૨૮-૦૭-૨૦૨૫ના પત્ર નં. સીબી-૩/ફાRારીંગ બટ/મંજૂરી/૬૨૮/૨૦૨પ.

જાહેરનામું

નં. જે/એમએજી-૨/ફા.બટ/જા.નામું/૩૦૬/૨૦૨૫.-વંચાણે લીધેલ પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના તા.૨૮-૦૭-૨૦૨૫ના પત્રથી DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે તા. ૦૩-૦૮-૨૦૨૫ ના રોજ વાંકાનેર ફાRારીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 17

આ ફાયરીંગ બટ વાંકાનેર ફાયરીંગ રેન્જ ખાતે વાંકાનેર ફાયરીંગ બટ રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનની સમાંતર સામે અમરનગર ફાટક પાસે ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. જેથી ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન જાહેર જનતાની જાનમાલની સલામતી માટે નીચે મુજબ હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, આથી આદેશ કરૂં છું કે, મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા. ૦૩-૦૮-૨૦૨૫ ના રોજ જાહેર જનતાએ પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં.

હું એવો આદેશ કરૂં છું કે, આ હુકમ ઉકત નિર્દિષ્ટ સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહું વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે તથા સદરહું ફાયરીંગ બટની નિયત દુરી એ ભયસુચક સજ્ઞાઓ સલેહાઈથી દેખાઈ તેવી રીતે રાખવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

આજ તા. ૩૧, માહેઃ જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કા હેઠળ હુકમ કર્યો.

મોરબી, ૩૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ હુકમ

જાહેરનામું

નં. જે/એમએજી/જા.નામુ/૨૫૦૭/૨૦૨૫.-પોલીસ ઈન્સપેકટરશ્રી, એલ.આઈ.બી. શાખા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીના તા. ૨૩-૦૭- ૨૦૨૫ની દરખાસ્તથી જણાવેલ છે કે, મોરબી જિલ્લામાં ઉદ્યોગોના કારણે રોજગારીની વિશાળ તકો હોય જેથી મોટાભાગના શ્રમીકો/કારીગરો રોજીરોટી અર્થે આવતા હોય છે. દેશના વિભીન્ન રાજ્યો/જિલ્લા બહારથી હજારોની સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી, ચોકીદાર, કારખાનામા, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગોમા, હીરા ઉદ્યોગોમા, ફેકટરીઓમા અને ખેતીના તેમજ વેપાર-ધંધામા શ્રમીક તરીકે લોકોને કામે રાખે છે તેમાં અમુક ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહીત માનસ ધરાવતા ઈસમો હોય તેવી સંભાવના રહેલી છે. તેમજ ઘણા કિસ્સાઓમાં તેમના વતનમાં કે અન્ય શહેરમાં ગંભીર ગુન્હાઓ આચરી મોરબી જિલ્લામાં આશરો લેતા હોય છે. અને આવા શ્રમીકોના ટુકા નામ સિવાય માલકી પાસે વિશેષ કોઈ માહિતી હોતી નથી તેવી હકીકત પણ જણાયેલ છે. જેના કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે. તેમજ આવા ગુના અટકાવવા (પ્રિવેન્શન) અને ગુન્હાશોધન પ્રક્રિયા માટે (ડિટેકશન) જરૂરી વિગતો ઉપલબ્ધ બને તે ઉપરાંત બહારથી આવતા શ્રમીકો સાથે કોઈ અઘટિત બનાવ બને તેવા સંજોગોમાં તેઓને જરૂરી પ્રશાસનિક મદદ મળી રહે તે હેતુથી શ્રમીકોનું નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય તે સુનિfિચત કરવુ ખુબ જ જરૂરી જણાય છે.

જેથી હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી, રોજગારી આપતી વખતે રોજગાર આપનાર સંસ્થા કે એકમ કામદારોના નામ, સરનામું, મોબાઈલ નંબર, પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નકકી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વિ.) ફરજીયાત મેળવીને લગત પોલીસ સ્ટેશન પાસે વેરીફીકેશન કરાવવા તથા મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જાળવવા સારૂ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું નીચેની વિગેતનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે, જે વિગતેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.

જેથી હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૪-૧૧-૧૯૮૨ના નોટીફીકેશન નં. જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા. ૦૭-૧૧-૧૯૮૯ ના સંકલિત જાહેરનામા નં. જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે,

(૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી તથા અન્ય ફેકટરી ઉદ્યોગો, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓ/કારીગરો/શ્રમીકોની હકીકત તૈયાર કરી ÒÒપત્રક-એÓÓ ના કોલમની વિગતો પ્રમાણેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૭માં આપવાની રહેશે. સદરહું લીંકમાં નોંધણી થયેલ શ્રમીકો/કારીગરોની માહિતીનું નોંધણી નંબર સહિતનું રજીસ્ટ્રેશન નિભાવવાનું રહેશે. અને જ્યારે પણ પોલીસ વિભાગ દ્વારા શ્રમીકો બાબતેની માહિતી ચકાસણી કરવા સારૂ આવે ત્યારે માહિતી પુરી પાડવાની રહેશે.

અ. નં. કારખાના/પેઢીના માલીકનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં. કામે રાખેલ કર્મચારી/ કારીગર/શ્રમિકનું પુરૂં નામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામું તથા મોબાઈલ નં. કર્મચારી કારીગર/ શ્રમિકના મૂળ વતનનું પુરૂં સરનામું તથા વતનના ટેલીફોન નં. કર્મચારી કારીગર/ શ્રમિકને નોકરીએ રાખ્યાની તારીખ કર્મચારી/કારીગર/ શ્રમિક અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરૂં નામ, સરનામું ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/કારીગર/ શ્રમિક કોના રેફરન્સ/ પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરૂં નામ, સરનામું ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/કારીગર/ શ્રમિક બે થી ત્રણ સગા સંબંધિતોના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહિતના તથા ટેલીફોન નં./ મોબાઈલ નં. કર્મચારી/ કારીગર/ શ્રમિક/ ફોટો હથીયાર ધરાવતા હોય તો તેની વિગત
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
18 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

(૨) સ્થાનિક/જિલ્લા બહારના/રાજ્ય બહારના/દેશ બહારના કોઈ પણ વ્યકિતને મિલ્કત જેવી કે, મકાન, દુકાન, ગોડાઉન, ઔદ્યોગિક એકમો, ઓફીસ, કોલ્ડ સ્ટોરેજો, શેડ ખુલ્લા પ્લોટ વગેરે રહેઠાણ/વ્યાપાર/કોમર્શીયલ હેતુ માટે ભાડા પેટે આપવામાં આવે ત્યારે મિલ્કત ભાડે આપનાર સંચાલક/દલાલ અને મિલ્કત સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યકિતને ભાડે આપી શકશે નહી, ભાડે આપેલ મિલ્કત અંગે માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ÒÒપત્રક-બીÓÓ મુજબ દિન-૭ માં આપવાની રહેશે.

પત્રક—બી

ક્રમ મિલ્કત માલીકનું નામ તથા રહેઠાણનું સરનામું જે મિલ્કત ભાડે આપેલ હોય તે મિલ્કતનું નામ તથા સરનામું, બાંધકામ/ જગ્યાની વિગત (ચો.મી.) મિલ્કત ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડુ મિલ્કત ભાડે રાખનાર વ્યકિતના નામ, સરનામા, ફોન નં., ફોટા, ઓળખકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ વિ. મિલ્કત ભાડે રાખનાર મુળ કયાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર મિલ્કત માલીક અને ભાડુઆત તરીકે સંપર્ક કરાવનાર એજન્ટ/ દલાલનું નામ સરનામું/ ફોન નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭

(૩) ખેત શ્રમીક/ભાગીયા તથા ઘરઘાટી અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ÒÒપત્રક-સીÓÓ તથા ÒÒપત્રક-ડીÓÓ મુજબ દિન-૭ માં આપવાની રહેશે.

પત્રક—સી

ક્રમ ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમીક/ચોકીદારનું નામ તથા રહેણાંકનું સરનામું જેને કામે રાખનાર માલીકનું નામ તથા સરનામું તથા મો. નં. કામે રાખ્યાની તારીખ કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સનો પુરાવો કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું મુળ કયાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર ઘરઘાટી કે ચોકાદારની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યકિતઓના નામ સરનામું/ફોન નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭

પત્રક—ડી

ક્રમ ખેત શ્રમીક, ભાગીયા તરીકે કામ કરનારનું નામ તથા રહેઠાણનું સરનામું ખેડુતનું નામ તથા સરનામું તથા મો.નં. કામે રાખ્યાની તારીખ કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સનો પુરાવો કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું મુળ કયાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર ખેત શ્રમીક, ભાગીયાની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યકિતઓના નામ સરનામું/ફોન નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭

ૈ મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જાળવવા સારૂ શ્રમીકો/કારીગોરની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ કારખાના/ઔદ્યોગીક શ્રમીકો માટે http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી સદરહું લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ ફેકટરીના માલિકોએ કામ કરતા જે તે માલિકોએ શ્રમીકોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ÒÒપત્રક-એÓÓ મુજબ તમામ માહિતી સબમીટ કરવાની રહેશે.

ૈ કારખાના/ઔદ્યોગીક શ્રમીકો સિવાયના માટે ભાડુઆત ÒÒપત્રક-બીÓÓ, ઘરઘાટી માટે ÒÒપત્રક-સીÓÓ તથા ખેત શ્રમીકો/ભાગીયા માટે ÒÒપત્રક-ડીÓÓ ની વિગતના કોલમ પ્રમાણે રજીસ્ટર/બાયોડેટાની સી.ડી. તૈયાર રાખવા માટે તથા તે મુજબની માહીતી સીટીઝન પોર્ટલમાં (સીટીઝન ફસ્ર્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-૦૭ જમા કરાવવાની રહેશે.

મુકિત ઃ

મોરબી જિલ્લામાં આવેલ સરકારી કચેરી/અર્ધ સરકારી કચેરી/બોર્ડ/નગીમ/સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના અધિકારી/ કર્મચારીઓને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

મુદત ઃ

આ જાહેરનામું તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૦-૦૯-૨૦૨૫ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 19

તમામને વ્યક્તિગત રીતે નોટિસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરૂં છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના નોટિસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

આજ તા. ૨૯ માહે જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સીક્કા હેઠળ હુકમ કર્યો.

મોરબી, ૨૯, માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના અધિનિયમની કલમ-૩૭(૧) અન્વયે કાઢેલ

હુકમ

નાં. જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/૨૫૦૭/૨૦૨૫.-આગામી માહે ઃ ઓગષ્ટ-૨૦૨૫ના માસમાં મોરબી જિલ્લાની હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતીમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે નીચે મુજબ હુકમ બહાર પાડવાનું અમોને ઈષ્ટ જણાય છે.

જેથી હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રૂએ આ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું.

કૃત્યો ઃ

(૧) હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.

(૨) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.

(૩) મનુષ્યો અથવા શબો અથવા આકૃૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઈ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવાનું.

વિસ્તાર ઃ

મોરબી જિલ્લાનો સમગ્ર વિસ્તાર

અપવાદ ઃ આ હુકમના ખંડ-૧ તથા ૨ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય.

(૨) સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ.

શિક્ષા ઃ

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર વાહનો દ્વારા પ્રસારીત કરીને તથા જાહેર દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્ય પત્રમાં જાહેર કરીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવુ છું.

આજ તા. ૨૯મી, માહે જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો લગાવી હુકમ બહાર પાડuો.

મોરબી, ૨૯ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) અન્વયે કાઢેલ

હુકમ

નાં. જે/એમએજી/ક.૩૭(૩)જા.નામું./૨૫૦૭/૨૦૨૫.-આગામી માહે ઓગષ્ટ-૨૦૨૫ ના માસનાં મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરૂધ્ધ જુદા જુદા પ્રfનોની રજુઆત અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સભા, સરઘસ, આંદોલન, રેલીના પ્રતિબંધ માટે જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ પેટા કલમ-૩ નીચે હુકમ કરવો જરૂરી હોવાનું અમોને ઈષ્ટ જણાય છે.

20 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ હું, એસ. જે. ખાચર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, આથી આદેશ કરૂં છું કે, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧-૦૮-૨૦૨૫ થી તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે સરઘસ કાઢવું નહી.

વધુમાં હું આદેશ કરૂં છું કે, આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

(૧) સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને, સંસ્થાને.

(૨) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને.

(૩) કોઈ લગ્ન વરઘોડાને.

(૪) સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને.

(૫) કોઈ સ્મશાન યાત્રાને.

(૬) સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમો.

હું એવો આદેશ કરૂ છુ કે આ હુકમ મોરબી જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનુ પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનુ રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ ની તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આજ તા. ૨૯મી, માહે જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો લગાવી હુકમ કર્યો.

મોરબી, ૨૯ માહે જુલાઈ, સને ૨૦૨૫.

એસ. જે. ખાચર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જિલ્લા

Government Press & Stationery, Rajkot.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 19 December 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-12-19.202601120850336346/. Archive identifier in.gazette.gujarat.2025-12-19.202601120850336346.