© The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVI ] FRIDAY, 19th DECEMBER, 2025/AGRAHAYAN 28, 1947 [ No. 45
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑I EXTRAORDINARY જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
જાહેરનામું
નં. ડીએમ/કોલેરા/પરત-૦૧/૨૦૨૫.-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસંધાને અત્રેથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગેનું જાહેરનામું એપેડેમીક ડીસીઝ એકટ નં. ૩ ઓફ ૧૮૯૭ અન્વયે તા. ૦૬-૦૮-૨૦૨૫ ના જાહેરનામા ક્રમાંક ઃ ડીએમ/ડીસીએચ/કોલેરા-૦૧/૨૦૨૫ થી બહાર પાડવામાં આવેલ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત જામનગરના તા. ૧૮-૦૮-૨૦૨૫ ના અહેવાલ અનુસાર હવે ઉકત વિસ્તારમાં કોલેરાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયેલ છે. જેથી સદરહુ જાહેરનામુ વધુ સમય અમલમાં રાખવાની જરૂરીયાત ન હોય જાહેરનામું પરત લેવા દરખાસ્ત થયેલ છે. જે દરખાસ્ત અનુસાર અત્રેથી ઉપર ફકરા-૧ માં જણાવેલ વિગતે બહાર પાડવામાં આવેલ જાહેરનામું આજથી પરત ખેંચવામાં આવે છે.
આજ તા. ૨૨ માહે-ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી કરી કચેરીની મહોર લગાડી બહાર પાડયુ.
જામનગર, ૨૨ માહે ઓગસ્ટ, સને ૨૦૨૫.
કે. બી. ઠકકર (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/જળાશયો/૦૧/ર૦રપ.-ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યકિતઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા જામનગર જિલ્લામાં પણ બનવા પામેલ છે. આ અગાઉ પણ નજીકના ભૂતકાળમાં સેલ્ફી લેતી વખતે કે સોશીયલ મીડિયા માટે રીલ્સ/શોટસ બનાવતી વખતે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ જેવા જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટનાઓ સામે બનવા પામેલ છે. તેમજ હાલ જિલ્લામાં પડી રહેલ અતિભારે વરસાદને કારણે મોટા ભાગના ડેમો ભરાઈ જવાથી ઓવરફલો થઈ નદીઓમાં પાણી વહી રાા છે આવા સરયમાં નદીઓમાં જળ પ્રવાહ વધી જાય છે. જેના કારણે જળાશયો કે નદીઓના પાણી જોવા જવાના કે નહાવા જવાના કિસ્સામાં નદી / જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામતી હોય છે.
0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જયા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૦૫-૦૫-૨૦૨૫ના પત્ર નં. HD/MSM/e-file/2025/2718/SB1 થી સુચના થઈ આવેલ છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ, જામનગર જિલ્લાના પરિશિષ્ટ ૂટં મુજબના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઈ યોજનાઓ વગેરે) પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવું છું.
ઃ અમલવારીનો સમય ઃ
આ જાહેરનામું તા. ૦૭-૦૫-૨૦૨૫ થી તા. ૦૫-૦૬-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
ઃ શિક્ષા ઃ
આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત માટે ભારતીય દંડ સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાં અન્વયે સંબંધિત જળાશયનો હવાલો ધરાવતા નાયબ કાર્યપાલક ઈજનેર તથા તેમનાથી ઉપરના દરજ્જાના સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ તથા થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાંની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એક તરફી હુકમ કરવામાં આવે છે. આ જાહેરનામાની પ્રસિધ્ધિ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદર કચેરી, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ અને સિંચાઈ વિભાગની કચેરી વગેરે જેવી તમામ સરકારી કચેરીના નોટીસ બોર્ડ પર ચોંટાડીને કરવાની રહેશે. તેમજ આ જાહેરનામાની નકલો પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધીકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાન પત્રો દ્વારા તેની જાહેરાત કરીને જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું રહેશે.
આજ તા. ૦૬ માહે મે, ૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયુ.
જામનગર, ૦૬ માહે મે, સને ૨૦૨૫.
આ કચેરીના તા. ૦૬-૦૫-૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક ઃ ડીએમ/ડીસીએચ/જળાશયો/૦૧/૨૦૨૫ નું
પરીશિષ્ટ ÒકÓ
| ક્રમ | તાલુકો | ગામ | જળાશય/ભયજનક સ્થળની વિગતો |
| ૧ | જામનગર (શહેર) | --- | રણમલ તળાવ, જામનગર |
| ૨ | જામનગર (શહેર) | --- | રણજીત સાગર ડેમ, જામનગર |
| ૩ | જામનગર (ગ્રામ્ય) | ફલ્લા | કંકાવટી સિંચાઈ યોજના |
| ૪ | જામનગર (શહેર/ગ્રામ્ય) | -- | રંગમતી નદી |
| ૫ | જામનગર (શહેર/ગ્રામ્ય) | -- | નાગમતી નદી |
| ૬ | જામનગર (ગ્રામ્ય) | ખારાબેરાજા | સરમત-ખારબેરાજા બંધારા |
| ૭ | જામનગર (ગ્રામ્ય) | ગાડુકા | સસોઈ ડેમ |
| ૮ | જામનગર (ગ્રામ્ય) | ચંગા | રંગમતી સિંચાઈ યોજના |
| ૯ | જામનગર (ગ્રામ્ય) | જગા | જગેડી ડેમ, કેનાલ |
| ૧૦ | જામનગર (ગ્રામ્ય) | જગેડી | જગેડી નાની સિંચાઈ યોજના |
| ૧૧ | જામનગર (ગ્રામ્ય) | તમાચણ | ¬ડ ડેમ |
| ૧૨ | જામનગર (ગ્રામ્ય) | ધુળશીયા | વોડીસંગ સિંચાઈ યોજના |
| ૧૩ | જામનગર (ગ્રામ્ય) | પસાયા | રૂપારેલ જળસંપત્તિ યોજના |
| ૧૪ | જામનગર (ગ્રામ્ય) | બેડ | બેડા બંધારા |
| ૧૫ | જામનગર (ગ્રામ્ય) | મોટી ભલસાણ | વાગડીયા જળસંપત્તિ યોજના |
| ૧૬ | જામનગર (ગ્રામ્ય) | વિજરખી | વિજરખી ડેમ |
| ૧૭ | જામનગર (ગ્રામ્ય) | સપડા | સપાડ સિંચાઈ યોજના |
| ૧૮ | જામનગર (ગ્રામ્ય) | સુમરી ભલસાણ | વાગડીયા ડેમ |
| ૧૯ | જામનગર (ગ્રામ્ય) | સુર્યપરા | કુઈ વાળો પાણીના ડેમ |
| ૨૦ | ધ્રોલ | -- | ઉન્ડ-૧ ડેમ |
| ૨૧ | ધ્રોલ | -- | ઉન્ડ-૨ ડેમ |
| ૨૨ | ધ્રોલ | -- | આજી-૩ ડેમ |
| ૨૩ | ધ્રોલ | ગઢડા | ગઢડા નાની સિંચાઈ યોજના |
| ૨૪ | ધ્રોલ | ડાંગરા | ડાંગરા નાની સિંચાઈ યોજના |
| ૨૫ | ધ્રોલ | નાના ગરેડીયા | નાના ગરેડીયા નાની સિંચાઈ યોજના |
| ૨૬ | ધ્રોલ | મજોઠ | ઉન્ડ-૨ જળસંપત્તિ યોજના |
| ૨૭ | ધ્રોલ | હમાપર | હમાપર નાની સિંચાઈ યોજના |
| ૨૮ | કાલાવડ | ઉમરાળા | ઉમરાળા નાની સિંચાઈ યોજના |
| ૨૯ | કાલાવડ | ગોલણીયા | ફૂલઝર-૧, સિંચાઈ યોજના |
| ૩૦ | કાલાવડ | નાની ભલાસાણ | નાની ભલાસાણ નાની સિંચાઈ યોજના |
| ૩૧ | કાલાવડ | નિકાવા | ªડ-૪ જળસંપત્તિ યોજના |
| ૩૨ | કાલાવડ | પાચદેવડા | પાચદેવડા નાની સિંચાઈ યોજના |
| ૩૩ | કાલાવડ | બાલંભડી | બાલંભડી નાની સિંચાઈ યોજના |
| ૩૪ | કાલાવડ | મછલીવડ | મછલીવડ નાની સિંચાઈ યોજના |
| ૩૫ | કાલાવડ | મેટીયા | ફોફળ-૨ સિંચાઈ યોજના |
| ૩૬ | કાલાવડ | લલોઈ | લલોઈ નાની સિંચાઈ યોજના |
| ૩૭ | જામજોધપુર | કોટડા બાવિશી | ફૂલઝર (કો.બા.) જળસંપત્તિ યોજના |
| ૩૮ | જામજોધપુર | ગીંગણી | મુવાલ નાની સિંચાઈ યોજના |
| ૩૯ | જામજોધપુર | બમથીયા | બમથીયા-૨ નાની સિંચાઈ યોજના |
| ૪૦ | જામજોધપુર | બમથીયા | બમથીયા-૧ નાની સિંચાઈ યોજના |
| ૪૧ | જામજોધપુર | બમથીયા | બમથીયા-૧ મધ્યમ સિંચાઈ યોજના |
| ૪૨ | જામજોધપુર | મોટી ગોપ | મોટી ગોપનું તળાવ (બાવાધાર-૨ તળાવ) |
| ૪૩ | જામજોધપુર | વનાણા | વેb નાની સિંચાઈ યોજના |
| ૪૪ | જામજોધપુર | શેઠ વડાળા | ગેબનશાપીર નાની સિંચાઈ યોજના |
| ૪૫ | જામજોધપુર | સતાપર | ડાઈ (મી) સિંચાઈ યોજના |
| ૪૬ | જામજોધપુર | સંગચિરોડા | સંગચિરોડા નાની સિંચાઈ યોજના |
| ૪૭ | જામજોધપુર | સીદસર | ઉમિયાસાગર જળસંપત્તિ યોજના |
| ૪૮ | જામજોધપુર | સોગઠી | સોગઢી નાની સિંચાઈ યોજના |
| ૪૯ | જોડીયા | કુન્નડ | ªડ નદી |
| ૫૦ | જોડીયા | કેશીયા | કેશીયા બંધારા |
| ૫૧ | જોડીયા | ખીરી | ખીરી ટી. આર. |
| ૫૨ | જોડીયા | તારાણા | આજી-૪ ડેમ |
| ૫૩ | જોડીયા | બાલંભા | બાલંભા બંધારા |
| ૫૪ | જોડીયા | બાલંભા | આજી-૪ જળસંપત્તિ યોજના |
| ૫૫ | જોડીયા | બાલંભા | ગોપી તળાવ |
| ૫૬ | જોડીયા | બાલાચડી | રાજાશાહી તળાવ ૧ તથા ૨ તથા બાલાચડી બીચ |
| ૫૭ | જોડીયા | -- | આજી નદી |
| ૫૮ | જોડીયા | ભીમકટા | મોતીસર તળાવ |
| ૫૯ | જોડીયા | માધાપર | આજી ડેમ |
| ૬૦ | જોડીયા | હડીયાણા | હડીયાણા બંધારા |
| ૬૧ | લાલપુર | ખડ ખંભાળિયા | ખડ ખંભાળિયા ગામના તળાવ પરના ડેમ પર આવેલ ધોધ |
| ૬૨ | લાલપુર | ખડ ખંભાળિયા | ખડખંભાળિયા નાની સિંચાઈ યોજના |
| ૬૩ | લાલપુર | ગોવાણા | ગોવાણા નાની સિંચાઈ યોજના |
| ૬૪ | લાલપુર | ડબાસંગ | ડબાસંગ નાની સિંચાઈ યોજના |
| ૬૫ | લાલપુર | ઢાંઢર | ઢાંઢર નાની સિંચાઈ યોજના |
| ૬૬ | લાલપુર | દલતુંગી | ફૂલઝર-૨ સિંચાઈ યોજના |
| ૬૭ | લાલપુર | ધરમપુર | ધરમપુર નાની સિંચાઈ યોજના |
| ૬૮ | લાલપુર | નવાગામ | પન્ના સિંચાઈ યોજના |
| ૬૯ | લાલપુર | નવીવેરાવળ | નવી વેરાવળ નાની સિંચાઈ યોજના |
| ૭૦ | લાલપુર | પીપરટોડા | પીપરટોડા નાની સિંચાઈ યોજના |
| ૭૧ | લાલપુર | પીપળી | સસોઈ ડેમ |
| ૭૨ | લાલપુર | બાઘલા | સસોઈ-૨ જળસંપત્તિ યોજના |
| ૭૩ | લાલપુર | રૂપાવટી | રૂપાવટી નાની સિંચાઈ યોજના |
| ૭૪ | લાલપુર | લાલપુર | રૂપાવટી ડેમ, લાલપુર |
| ૭૫ | જામનગર | -- | કંકાવટી નદી |
| ૭૬ | જામનગર | -- | રૂપારેલ નદી |
| ૭૭ | જામનગર | -- | ઢાંઢર નદી |
જામનગર, ૦૬ માહે મે, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળનું
જાહેરનામું
ક્રમાંક ઃ ડીએમ/હથિયારબંધી/૦૫/૨૦૨૫.-તાજેતરમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થયેલ છે. જેના અનુસંધાને જિલ્લામા કાયદો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જામનગર તરફથી તા. ૦૩-૦૫-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જા.ના./૧૬૨૮/૨૦૨૫ થી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) તળે સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર, જિલ્લો, જામનગર, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવું છું કે નીચેના પરિશિષ્ટમાં દર્શાવેલ વિસ્તારમાં તા. ૦૭-૦૫-૨૦૨૫ થી તા. ૦૫-૦૬-૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી કોઈએ ઃ-
(૧) શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવું નહી.
(૨) કો³પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહી.
(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહી.
(૪) મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી કે બાળવા નહી.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 05(૫) અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહી.
(૬) પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ. પી. શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવું નહી.
ઃ પરિશિષ્ટ ઃ
ÒÒજામનગર જિલ્લાનો સમગ્ર વિસ્તારÓÓ
આ જાહેરનામું નીચેની વ્યકિઓને લાગુ પડશે નહી.
(૧) ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સPયો કે જેમને ફરજ નિમિત્તે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને.
(૨) જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને.
(૩) પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને.
(૪) પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને.
(૫) યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને.
(૬) પોલીસ અધિક્ષકશ્રી અગરતો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યકિતને.
(૭) કિરપાણ રાખેલ શીખને.
આ જાહેરનામાંના કોઈપણ ખંડનું ઉલ્લંધન કરનારને ઓછામાં ઓછી (૪) ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.
અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાનાં ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાંની પ્રસિધ્ધી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટિસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.
આજ, તા. ૦૫ માહે મે-૨૦૨૫ ના મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૦૫ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/મજુર-૦૧/૨૦૨૫.-જામનગર જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાના, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં તેમજ ખેતિ અને વેપાર ધંધામાં મજુર તરીકે કામ કરતા કારીગરો આવા ગુન્હાઓમાં સામેલ હોવાનું જોવા મYયુ છે. જેઓ આવા ગુન્હાઓ આચર્યા બાદ જિલ્લામાંથી કે રાજ્યમાંથી નાસી જતા હોય છે. તેમજ ઘણા કિસ્સામાં અન્ય જિલ્લા કે રાજ્યમાં ગંભીર ગુન્હાઓ આચરી જામનગર જિલ્લામાં છુપાઈને રહેતા હોય છે. આથી ઘણા ગુન્હાઓની તપાસ અધૂરી રહે છે. આથી જામનગર જિલ્લાના વિસ્તારની સલામતી અને શાંતિ જાળવવા સારૂ આવા નાગરિકો/વ્યકિતઓની માહિતિ એકઠી કરવી ખુબ જ જરૂરી છે. આથી તે અંગેનું જાહેરનામું પ્રસિ© કરવા પોલીસ અધિક્ષકશ્રી, જામનગરના તા. ૧૨-૦૫-૨૦૨૫ના પત્ર નં. LIB/જાહેરનામું/૧૭૫૯/૨૦૨૫ થી દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મને વ્યાજબી અને ઉચીત જણાય છે.
જેથી હું ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવુ છું કે,
હુકમ
જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ફેકટરી ઉદ્યોગ, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયાઓ હાલમાં કાર્યરત છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓ/કારીગરો/શ્રમિકોની વિગતો તૈયાર કરી આ સહ સામેલ પત્રક-ÒકÓ માં તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની પ્રસિ©િની તારીખથી વધુમાં વધુ દિન-૧૫માં આપવાની રહેશે.
ગુજરાત રાજયના કે અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યકિતને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલિકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી આ સહ સામેલ પત્રક ÒખÓમાં તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામાથી પ્રસિ©થી દિવસ-૧૫ માં આપવાની રહેશે.
અમલવારીનો સમય
આ જાહેરનામું તા. ૧૩-૦૫-૨૦૨૫ થી તા. ૧૧-૦૬-૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025શિક્ષા
આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામા અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની બઝવણી વ્યકિતગતરીતે કરવી શકય ન હોય એક તરફી હુકમ કરવામાં આવે છે. આ જાહેરનામાની પ્રસિધ્ધિ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહીતની તમામ સરકારી કચેરીના નોટીસ બોર્ડ પર ચોંટાડીને કરવાની રહેશે. તેમજ આ જાહેરનામાની નકલો પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાઈ આવે તેવી જગ્યાએ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરીને જાહેરનામું પ્રસિ© કરવાનું રહેશે.
આજ તા. ૧૩ માહે મે-૨૦૨૫ ના મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયુ.
જામનગર, ૧૩ માહે મે, સને ૨૦૨૫.
આ કચેરીના તા. ૧૩-૦૫-૦૨૫ના જાહેરનામાં નં.ડીએમ/ડીસીએચ/મજુર-૦૧/૨૦૨૫નું
ડત્ર્ëટઃૂટં
| ક્રમ | પેઢીના/માલીક/ ખેડુતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નંબર | કામે રાખેલ કર્મચારી/ કારીગર/મજૂર/ ભાગીયાનું પુરૂં નામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામું તથા મોબાઈલ નંબર | કર્મચારી કારીગર/ મજૂર/ભાગીયાના મૂળ વતનનું પુરૂં સરનામું તથા વતનના ટેલીફોન નંબર, પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, રેશનકાર્ડ) વિગેરે | કર્મચારી કારીગર/ મજૂર/ ભાગીયાને નોકરીમાં રાખ્યાની તારીખ | કર્મચારી/ કારીગર/મજૂર કે ભાગીયા અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરૂં નામ, સરનામું તથા મોબાઈલ નંબર | કર્મચારી/કારીગર/ મજુર/ભાગીયાને કોના રેફરન્સ/ પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરૂં નામ, સરનામું ટેલીફોન અને મોબાઈલ નંબર | કર્મચારી/કારીગર/ મજૂર ભાગીયાના બે થી ત્રણ સગા સંબંધિના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહિતના તથા ટેલીફોન અને મોબાઈલ નંબર | કર્મચારી/ કારીગર/ મજૂર/ ભાગીયાનો ફોટો | હથીયાર ધરાવતા હોય તો તેની વિગત |
| (૧) | (૨) | (૩) | (૪) | (૫) | (૬) | (૭) | (૮) | (૯) | (૧૦) |
ડત્ર્ëટઃૂશં
| ક્રમ | મકાન માલીકનું નામ તથા રહેઠાણનું સરનામું | જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ તથા સરનામું | મકાન ભાડે આપ્યાની તારીખ | મકાન ભાડે રાખનાર વ્યકિતનું નામ/સરનામું/ ઓળખકાર્ડ/ચૂંટણીકાર્ડ/ ડ્રાઈવીંગ લાયસન્સનો પુરાવો | મકાન ભાડે રાખનાર મુળ કયાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર | મકાન માલીક અને ભાડુઆત તરીકે સંપર્ક કરાવનાર એજન્ટ/ દલાલનું નામ સરનામું/ ફોન નંબર |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું
જાહેરનામું
નં. ડીએમ/ડીસીએચ/વા.ઈ./૦૧/૨૦૨૫.-જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલા અન્વયે ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિત ઉભી થયેલ હોય તેવા સંજોગોમાં જામનગર જિલ્લામાં આવેલ વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષા અગત્યની છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેલીજન્સ), સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરો, ગાંધીનગરના તા. ૦૧-૧૧-૨૦૨૧ ના પત્ર નં. જી-૨/ડ્રોન/ કામગીરી/૭૮૯/૨૦૨૧ થી જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યેલો ઝોનમાં ૪૨ ઈન્સ્ટોલેશન્સ આવેલા છે.આ વિસ્તારોની આસપાસ ડ્રોન ઉડાડી સંવેદનશીલ જગ્યાઓની ફોટોગ્રાફી/વીડીયોગ્રાફી કરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહેલી છે. આથી અત્રેના જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને Òનો ડ્રોન ફલાઈ ઝોનÓ જાહેર કરવા પોલીસ અધિક્ષકશ્રી, જામનગરના તા. ૦૯-૦૫-૨૦૨૫ના પત્ર નં. LIB/જાહેરનામુ-ડ્રોન/૧૭૧૨/૨૦૨૫ થી દરખાસ્ત કરેલ છે જે મને વાજબી જણાય છે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 07જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર, જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ, ૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ, જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના કોઈ પણ સ્થળે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવું છું.
આ જાહેરનામાની પ્રસિધ્ધી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટીસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરાવીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.
આ જાહેરનામું તા. ૦૯-૦૫-૨૦૨૫ના ૧૮-૦૦ કલાક થી તા. ૨૪-૦૫-૨૦૨૫ ના ૨૩-૫૯ કલાક સુધી (તમામ દિવસ અને રાત્રી એમ સંપૂર્ણ સમય માટે) બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાનાં ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૦૯ માહે, મે, ૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીના મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૦૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયેનું
જાહેરનામું
નં. ડીએમ/ટાપુ/૦૨/૨૦૨૫.-જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદંશીલ જિલ્લો છે જામનગર જિલ્લામાં કુલ-૧૧ (અગિયાર) દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહીત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસમાજિક પ્રવૃતિઓ કરતાં ઈસમો સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આંતકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિને રોકવા આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, જામનગરના તા. ૧૭-૦૫-૨૦૨૫ ના પત્ર જા. નં./LIB/ટાપુ/જાહેરનામાં/૧૬૭૧/૨૦૨૫ થી દરખાસ્ત મળેલ છે. જે મુજબ પ્રસિધ્ધ કરેલ જાહેરનામાની મુtત સમા થનાર હોય, આ જાહેરનામાની મુtત વધારવી મને વાજબી જણાય છે.
જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, જામનગર જિલ્લાના આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના કુલ-૧૧ (અગિયાર) ટાપુઓ પર તા. ૧૩-૦૫-૨૦૨૫ થી તા. ૧૧-૦૬-૨૦૨૫ સુધી (બને દિવસો સહીત) પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.
ઃ અપવાદ ઃ
પ્રવાસીઓને પીરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષકશ્રી, મરીન નેશન પાર્ક, જામનગરની પુર્વમંજુરી મેળવી લેવાની રહેશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓેને ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાંની પ્રસિધ્ધી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટીસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાન પત્રો દ્વારા તેની જાહેરાત કરાવીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.
આજ તા. ૧૩ માહે મે, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
અત્રેની કચેરીના તા. ૧૩-૦૫-૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક નં. ડીએમ/ટાપુ/૦૨/૨૦૨૫ અન્વયેનું
પરિશિષ્ટ
| જામનગર જિલ્લામાં આવેલ ટાપુઓની વિગત | ||||||
| ક્રમ | ટાપુનું નામ | નજીકના પો. સ્ટે.નું નામ | મહેસુલી હુકુમત | નજીકનું ગામ | આક્ષાંશ (ઉ) | આક્ષાંશ (પૂ) |
| ૧ | ભેંસબીડ ટાપુ | બેડી મરીન | જામનગર | ખારા બેરાજા | 22.544066 | 69.951464 |
| ૨ | ઝિંદ્રા ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.5736844 | 70.0096441 |
| ૩ | દંડીકા ટાપુ | બેડી મરીન | જામનગર | સરમત | 22.523926 | 69.940465 |
| ક્રમ | ટાપુનું નામ | નજીકના પો. સ્ટે.નું નામ | મહેસુલી હુકુમત | નજીકનું ગામ | આક્ષાંશ (ઉ) | આક્ષાંશ (પૂ) |
| ૪ | મુંડીકા ટાપુ | બેડી મરીન | જામનગર | સરમત | 22.528033 | 69.930904 |
| ૫ | પીરોટન ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.573684 | 70.009644 |
| ૬ | અમુડી બેલા ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.541500 | 69.960000 |
| ૭ | બડા બેલા ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.530600 | 69.944600 |
| ૮ | કોદરા @ કોદારા ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.566300 | 70.019100 |
| ૯ | જુના બેલા ટાપુ | બેડી મરીન | જામનગર | બેડી | 22.550300 | 70.018300 |
| ૧૦ | સોસબારી | બેડી મરીન | જામનગર | બેડી | 22.539400 | 69.932000 |
| ૧૧ | ઘાખડી (નોવાડા) | બેડી મરીન | જામનગર | બેડી | 22.535100 | 69.955900 |
જામનગર, ૧૩ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ કાઢેલો
હુકમ
નં. ડીએમ/ડીસીએચ/ગણેશ-ચતુર્થી/૨૦૨૫.-જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. મુર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીતી રિવાજ મુજબ તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના રોજ નકકી કરેલ રૂટ ઉપર વિસર્જન સરઘસ નિકળી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવનાર છે. મુર્તિઓની બનાવટમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતોવખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સદરહુ તહેવારની ઉજવણીને લઈ આપવામાં આવેલ ગાઈડ લાઈનને ધ્યાને લઈ સદર તહેવારની ઉજવણી દરમ્યાન જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) તેમજ કેમિકલયુકત રંગોને કારણે પાણીજન્ય જીવો, પશુઓ તેમજ માનવજીવનને થતા નુકશાનને અટકાવવા પોલીસ અધિક્ષકશ્રી, જામનગરના તા. ૨૨-૦૮-૨૦૨૫ના પત્ર નં. LIB/ગણેશઉત્સવ/જાહેરનામું/૨૦૩૧/૨૦૨૫ થી જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મને વ્યાજબી જણાય છે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 09અધિક મુખ્ય સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓનો પત્ર નં. ENV/10/2010/1004-Part-II (2021)/T તા. ૨૯-૦૭-૨૦૨૨ દ્વારા પાઠવેલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ) તરફથી દરિયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમા થતા પ્રદુષણને અટકાવવા માટે આપેલ સુચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા. ૦૯-૦૫-૨૦૧૩ના હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, સેન્ટ્રલ ઝોન બેન્ચ, ભોપાલના તા. ૧૮-૦૮-૨૦૧૫ના હુકમને આધારે ઉપર મુજબના પ્રતિબંધ તા. ૨૨-૦૮-૨૦૨૫ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી અમલમા રહેશે.
ઉકત જણાવેલ જોગવાઈઓ સરકારશ્રીના ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તથા નામ. સુપ્રિમ કોર્ટ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય ટ્રીબ્યુનલની વખતો વખતની સુચના/માર્ગદર્શન મુજબ ફેરફારને આધિન તથા સંબંધિતોને બંધનકર્તા રહેશે.
આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ) ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાંના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ) ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં બહોળી પ્રસિધ્ધી કરાવવી. તમામને વ્યકિતગત રીતે બજવણી કરવી શકય ન હોય, આથી એક તરફી હુકમ કરું છું. જાહેર જનતાની જાણ સારું પોલીસ વિભાગ હસ્તકની જિલ્લાની તમામ કચેરીઓના નોટીસ બોર્ડ ઉપર ચોંટાડી, તેમજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ કચેરીઓ અને ગ્રામ પંચાયતોના નોટીસ બોર્ડ ઉપર તથા મહેસુલી કચેરીઓના નોટીસ બોર્ડ ઉપર આ જાહેરનામાની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરાવવી, તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધિ કરાવવી.
આજ તા. ૨૨ માહે ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
જામનગર, ૨૨ માહે ઓગસ્ટ, સને ૨૦૨૫.
ભાવેશ એન. ખેર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર
Government Press & Stationery, Rajkot.
- ↩
- ↩
- ↩
- ↩
- ↩
- ↩
- જેથી પર્યાવરણ (એન્વાયરમેન્ટ પ્રોટેકશન) એકટ-૧૯૮૬ની કલમ-૫ મુજબ ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તા. ૨૯-૦૭-૨૦૨૨ના પત્ર નં. ENV/10/2010/1004-Part-II (2021)/T ની સુચના મુજબ તથા નામ. ગુજરાત હાઈકોર્ટની સુચનાથી આપેલ આદેશ અનુસાર પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચેના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે. જેથી હું, ભાવેશ એન. ખેર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (૪૬ મો અધિનિયમ)ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ હુકમ કરૂ છુ કે, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરની હુક>મત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમા નીચે જણાવ્યા મુજબ અમલવારી કરવા ફરમાવું છું. ઃ પ્રતિબંધિત કૃત્યો ઃ ૧. શ્રી ગણેશજીની મુર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલ યુકત રંગોનો ઉપયોગ કરવો નહીં. ૨. મુર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવા નહી. ૩. ગણેશજીની મુર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારો વધેલી તથા ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકી શકશે નહી. ૪. સક્ષમ સ્થાનિક સતામંડળએ મુર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવુ નહી તેમજ મુર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને નામ. હાઈકોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ પધ્ધતિ સિવાયની કોઈપણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન થઈ શકશે નહી. ૫. મુર્તીઓ વિસર્જન સમયે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મુર્તિ વિસર્જન થઈ શકશે નહી તેમજ પુજન વિધિ કરી નદીઓ/તળાવ/સમુદ્રના કિનારે રાખવી કે પધરાવવી નહી તેમજ કુત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહી. ૬. મુર્તિકારો જે જગ્યાએ મુર્તિ બનાવે છે. તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહી. તે અંગે સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સતાધિકારીએ તકેદારી રાખવી. જામનગર જિલ્લા બહારથી મુર્તિઓ લાવી વેચનાર મુર્તિકારો/વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે. ૭. આયોજકોએ બેઠની ªચાઈ સહિત ૧૨(બાર) ફૂટથી વધારે ªચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી, તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ªચાઈ ૧૫ (પંદર) ફૂટથી વધારે રાખવી નહી. ↩
- ↩