© The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVI ] FRIDAY, 19th DECEMBER, 2025/AGRAHAYAN 28, 1947 [ No. 46
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑I EXTRAORDINARY જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું
વિષય ઃ હથિાયર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં પ્રતિબંધ બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ
નં. નાચી/પલસ/વશી/૫૦૯/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનારા છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી હથિયાર ધારણ કરવા અંગે જરૂરી સુચના બહાર પાડેલ છે.
ચૂંટણી દરમ્યાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતિ રહે, સુલેહશાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર ગુજરાત ચૂંટણી આયોગના તા. ૧૭-૧૧-૨૦૨૧થી બહાર પાડેલ સુચનાઓ ધ્યાનમાં લેતાં સમગ્ર અમરેલી જિલ્લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાક પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે.
આથી હું અજય દહિયા (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી જિલ્લો, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી ફરમાવું છું કે,
(૧) અમરેલી જિલ્લામાં જ્યાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ યોજાનાર છે તેવી કુલ-૩૦૭ ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરી ફરવું નહી, જિલ્લાનાં લાગુ ચૂંટણી હેઠળના વિસ્તારનાં વ્યકિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાનો ધારણ કરનાર વ્યકિતઓ કે જેઓ હાલ અત્રેના લાગુ ચૂંટણી હેઠળનાં વિસ્તારમાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોએ તેમના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પાડયાની તારીખથી દિન-૭ (સાત)માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.
આ હુકમ હેઠળ જમા લેવાયેલ હથિયાર શસ્ત્ર નિયમો-૨૦૧૬ ના નિયમ ૪૭ અને ૪૮ હેઠળ સબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત તથા સુરક્ષિત રીતે રાખવાના રહેશે અને જમા લીધેલ હથિયારની પહોંચ આપવાની રહેશે તથા ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે.
0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 (૨) રાષ્ટ્રીયકૃત બેંકો કે જેઓના બેંકની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના પરવાનાવાળું હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તેઓને હથિયાર જમા કરાવવાનું રહેશે નહિ.
(૩) અમરેલી જિલ્લાનાં ચૂંટણી હેઠળના વિસ્તાર સિવાયના વ્યકિતગત પ્રકારનાં હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારકો ચૂંટણી હેઠળના વિસ્તારમાં હથિયાર સાથે જઈ શકશે નહી.
(૪) નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોને આ જાહેરનામું લાગુ પડશે નહી.
(અ) કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા ફરજ પરના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ,
(બ) ફરજ પરના તમામ સુરક્ષા કર્મીઓ (આર્મી, સી.આર.પી.એફ., સી.પી.એફ., બી.એસ.એફ. વિગેરે)
(ક) ચૂંટણી આયોગે નિમેલા નિરીક્ષકો
(૫) નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યકિતગત સમીક્ષા કરીને તેમના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીને અધિકૃત કરવામાં આવે છે.
(અ) જામીન પર છોડેલી વ્યકિતઓ,
(બ) ફોજદારી ગુન્હાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યકિતઓ,
(ક) હુલ્લડના ગુન્હામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલા વ્યકિતઓ,
(ડ) ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યકિતઓ,
(ઈ) ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તે હોય તેવા ઈસમો,
અમલવારીનો વિસ્તાર ઃ
આ હુકમ અમરેલી જિલ્લાની કુલ-૩૦૭ ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
અમલવારીનો સમયગાળો ઃ
આ જાહેરનામું તા. ૨૯-૦૫-૨૦૨૫ થી તા. ૨૭-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
શિક્ષા ઃ
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ÒÒભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ÓÓ ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. તેમજ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨૫ હેઠળ સજાને પાત્ર થશે.
જાહેર વિજ્ઞપ્તિ ઃ
ચૂંટણીની જાહેરાત થતા તમામ નાગરીકોને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરૂ છું. જાહેર જનતાની જાણ સારૂ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી તથા મદદનીશ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે પ્રસિધ્ધ કરી તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ પર જાહેરનામાની નકલ ચોટાડીને પ્રસિધ્ધ કરાવવામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરવાની રહેશે.
આ હુકમની અમલવારી કરવા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કવરા માટે અમરેલી જિલ્લાનાં સબંધિત પોલીસ સ્ટેશનનાં થાણા અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૨૯ મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
અજય દહિયા જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), અમરેલીનાં પત્ર નં. પીબી/આર/૬૬૮, તા. ૧૮-૦૭-૨૦૨૫ (૨) અત્રેના પત્ર નં. નાચી/પલસ/વશી/૬૪૪/૨૦૨૫, તા. ૧૯-૦૭-૨૦૨૫
(૩) પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીના પત્ર નં. ૧૮૬/ટ્રાફિક/ભારે વાહન/અભિપ્રાય/૧૨૦/૨૦૨૫, તા. ૨૧-૦૭-૨૦૨૫
(૪) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ધારીના પત્ર નં. એમએજી/વશી/૪૦૭/૨૦૨૫, તા. ૨૩-૦૭-૨૦૨૫.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 03હુકમ
નં. નાચિ/પલસ/વશી/૬૭૧/ર૦૨૫.-વંચાણે લીધા-૧ ના પત્રથી કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજય), અમરેલીના તા. ૧૮-૦૭-૨૦૨૫ ના પત્રથી ચાવંડ લાઠી અમરેલી ધારી કોડીનાર રોડ (એસ.એચ.૩૩) કિ.મી. ૮૩/૬-૮ પર ૫ƒ૧૨ મીટરનો મેજર બ્રિજનું આશરે ૫૦ વર્ષ પહેલા બાંધકામ થયેલ હોય, પુલનાં સુપરસ્ટ્રકચરમાં કોક્રિટ સ્પોલિંગ થયેલ હોય, T Beam ગડરમાંં પ્સાસ્ટર કરેલ હોય, ઓરીજનલ સ્ટ્રકચર વિઝીબલ ન હોવાથી જરૂરી ટેસ્ટીંગ કર્યા બાદ મરામતની આગળની કાર્યવાહી હાથ ધરી શકાય તેમ હોવાનું જણાવી પુલ ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર-વ્હીલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ ડાયવર્ટ કરવા માટે દરખાસ્ત રજુ કરેલ છે.
ઉકત વિગતેની રજુ થયેલ દરખાસ્ત પરત્વે અત્રેના વંચાણે લીધા-૨ ના પત્રથી પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ધારી પાસેથી અભિપ્રાય અહેવાલ મંગાવતા નીચેની વિગતે રજુ થયેલ છે.
વંચાણે લીધા-૩ ના પત્રથી પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીએ અમરેલી ધારી કોડીનાર રોડ (એચ.એચ.૩૩) કિમી ૮૩/૬-૮ રાજય ધોરી માર્ગ જે ધારી થી કોડીનાર રોડ ઉપર ધારીથી આશરે કિ.મી. ૦૯ દુર કુબડા ગામ પાસે પીલુકીયા નદી પર પીલુકીયા બ્રિજની સ્થળ વિઝીટ કરતા સદરહું પુલની સ્થિતિ અતિ નબળી હોય અને હાલ પુલ જર્જરીત હાલતમાં અને ક્રિટિકલ કન્ડિશનમાં હોય અને સદરહું પુલ પરથી ભારે વાહનો પસરા થતા હોય જેથી કોઈ ભારે અકસ્માત થાય તેમ હોય તેમજ પુલ તુટી જવાની શક્યતાઓ નકારી શકાય તેમ ન હોય સદરહુ પુલ પરથી પસાર થતા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર-વ્હીલ વાહનો પર પ્રતિબંધ મુકી, વૈકલ્પિક રૂટ (૧) ધારી થી કોડીનાર તરફ જતા તમામ મોટા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનો સદરહું પુલ પરથી પસાર થતા હોય જેને ડાયવર્ટ કરી ધારી થી કુબડા, ગોવિંદપુર, દલખાણીયા, કોડીનાર તરફ જવા તથા (૨) કોડીનાર થી ધારી તરફ આવતા મોટા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનો સદરહું પુલ પરથી પસાર થતા હોય જેને ડાયવર્ટ કરી, દલખાણીયા, ગોવિંદપુર, કુબડા ધારી તરફ જવા માટે રૂટ ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિ© કરવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે.
વંચાણે લીધા-૪ ના પત્રથી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ધારીએ ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ(એસ.એચ.૩૩) કીમી ૮૩/૬-૮ પર આવેલ ૫ƒ૧૨ મીટરના મેજર બ્રીજનું આશરે ૫૦ વર્ષ પહેલા બાંધકામ થયેલ હોય તેમજ પુલના સુપરસ્ટ્રકચરમાં ક્રોક્રીટ સ્પોલિંગ થયેલ હોય તેમજ T-Beam ગર્ડરમાંં પ્લાસ્ટર કરેલ હોય ઓરીજનલ સ્ટ્રકચર વિઝીબલ ન હોવાથી ટેસ્ટીંગ કર્યા બાદ મરામતની આગળની કામગીરી હાથ ધરી શકાય તેમ હોય, જેથી ધારી તાલુકામાં ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર પીલુકીયા નદી ઉપર આવેલ પીલુકીયા બ્રીજ પરથી પસાર થતા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકી ધારી કૃષિ જંકશન શાળાથી કુબડા ગોવિંદપુર થઈને દલખાણીયા રોડ પરતી પસાર થવા માટે રૂટ ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિ© કરવા અભિપ્રાય આપેલ છે.
પ્રસ્તુત બાબતે, રજુ થયેલ દરખાસ્ત તથા અહેવાલની વિગતે ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ (એસ.એચ.૩૩) કીમી ૮૩/૬-૮ પર આવેલ ૫ƒ૧૨ મીટરના મેજર બ્રીજનું આશરે ૫૦ વર્ષ પહેલા બાંધકામ થયેલ હોય તેમજ પુલના સુપરસ્ટ્રકચરમાં ક્રોક્રીટ સ્પોલિંગ થયેલ હોય તેમજ T-Beam ગર્ડરમાંં પ્લાસ્ટર કરેલ હોય ઓરીજનલ સ્ટ્રકચર વિઝીબલ ન હોવાથી ટેસ્ટીંગ કર્યા બાદ મરામતની આગળની કામગીરી હાથ ધરી શકાય તેમ હોય, જેથી કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે ધારી તાલુકામાં ધારી-દલખાણીયા વચ્ચે આવેલ અમરેલી-ધારી-કોડીનાર રોડ(એસ.એચ.૩૩) પર પીલુકીયા નદી ઉપર આવેલ પીલુકીયા બ્રીજ પરથી પસાર થતા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનોની અવર- જવર પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતો હોય, જે માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું બહાર પાડવા પુરતા કારણો છે.
જેથી હું, વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લો-અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, ધારી તાલુકામાં ધારી-દલખાણીયા વચ્ચે આવેલ અમરેલી-ધારી-કોડીનાર રોડ (એસ.એચ-૩૩) પર પીલુકીયા નદી ઉપર આવેલ પીલુકીયા બ્રીજ પરથી પસાર થતા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવે છે અને સદરહુ વાહનોએ નીચે મુજબના વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૧
ધારીથી કોડીનાર તરફ જતા તમામ મોટા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનોએ ધારીથી ધારી કૃષિ જંકશન શાળા, કુબડા, ગોવિંદપુર, દલખાણીયા થઈ કોડીનાર રોડ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨
કોડીનાર થી ધારી તરફ આવતા તમામ મોટા ભારે વાહનો તથા થ્રી-વ્હીલ/ફોર વ્હીલ વાહનોએ કોડીનાર થી દલખાણીયા, ગોવિંદપુર, કુબડા, ગોવિંદપુર, દલખાણીયા થઈ કોડીનાર રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૨૪-૦૭-૨૦૨૫ થી સદરહું મેજર બ્રીજ નવો ન બને અથવા મરામત કરી અવર-જવર માટે સલામતીની દ્રષ્ટીએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેર જનતાની જાણ સારૂ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), અમરેલીએ નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે પ્રસિધ્ધ કરી તેમજ લોકોને સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૪ જુલાઈ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૪ માહે જુલાઈ, સને ૨૦૨૫.
04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) અત્રેના જાહેરનામાં નં. નાચી/પલસ/વશી/૬૨૪/૨૦૨૫, તા. ૧૬-૦૭-૨૦૨૫
સુધારા જાહેરનામું
નં. નાચિ/પલસ/વશી/૬૪૫/ર૦૨૫.-વંચાણે લીધા-૧ ના જાહેરનામાંથી અમરેલી તાલુકામાં આવેલ નેશનલ હાઈવે નં. ૩૫૧-જી, અમરેલી- બાબરા રોડ ચે.કી.મી. ૮૯/૬૦૦ થી ૮૯/૮૦૦ પર આવેલ પુલની સ્થિતિ ક્રિટીકલ કન્ડીશનમાં હોવાથી સદર પુલ પરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનો માટે તા. ૧૬-૦૭-૨૦૨૫ થી તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધી પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડી સદરહું પુલ પરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનોએ (૧) અમરેલીથી બાબરા તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોએ અમરેલી બાયપાસ પરથી લાઠી ચોકડી થઈ લાઠી-ચાવંડ રોડ થઈ બાબરા રોડ પરથી પસાર થવા (૨) બાબરાથી અમરેલી તરફ આવતા તમામ પ્રકારના ભારે વાહનોએ બાબરા-ચાવંડ-લાઠી-અમરેલી રોડ પરથી પસાર થવા વૈકલ્પીક રૂટ ડાયવર્ટ કરવામાં આવેલ છે.
ઉકત જાહેરનામાંના કારણે એસ.ટી. બસોમાં મુસાફરી કરતા મુસાફરો/વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ, ઉપર્યુકત જાહેરનામાના વૈકલ્પિક રૂટમાં GSRTC ની એસ.ટી. બસ માટેના વૈકલ્પિક રૂટમાં સુધારો કરવો જરૂરી જણાય છે.
જેથી હું, વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લો-અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, અમરેલી જિલ્લામાં નેશનલ હાઈવે નં. ૩૫૧-જી, અમરેલી-બાબરા રોડ ચે.કી.મી. ૮૯/૬૦૦ થી ૮૯/૮૦૦ પરથી પસાર થતી GSRTC ની એસ.ટી. બસોએ નીચેની વિગતેનાં વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે, તે સિવાયના તમામ પ્રકારના ભારે વાહનોએ વંચાણે લીધા ઉકત જાહેરનામામાં સૂચવ્યા મુજબના વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. જે પુરતો વંચાણે લીધા ક્રમ નં. ૧ના જાહેરનામામાં સુધારો કરવામાં આવે છે અને બાકીની તમામ વિગતો યથાવત રહેશે.
વૈકલ્પિક રૂટ-૧
અમરેલી થી બાબરા તરફ જતી એસ.ટી. બસોએ નાના-માચીયાળા-મોટા માચીયાળા-શેડુભાર-ડેરી સાયન્સ કોલેજ રોડ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨
બાબરાથી અમરેલી તરફ જતી એસ.ટી. બસોએ ડેરી સાયન્સ કોલેજ-શેડુભાર-મોટા માચીયાળા-નાના માચીયાળા રોડ પરથી પસાર થવાનું રહેશે.
આજ તા. ૧૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૧૯ માહે જુલાઈ, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, લાઠીના પત્ર નં. એમએજી/વશી/૧૭/૨૦૨૫, તા. ૦૨-૦૮-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચિ/પલસ/વશી/૭૫૩/ર૦૨૫.-વંચાણે લીધા-૧ ના પત્રથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, લાઠીના તા. ૦૨-૦૮-૨૦૨૫ ના પત્રથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં ઠાંસા-મુળીયાપાટ-સુવાગઢ રોડ પરના ચે. ૩/૮ થી ૪/૦ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરના બાંધકામવાળો હયાત પુલ જર્જરિત થયેલ હોવાનું જણાવી ચોમાસા દરમિયાન સદરહું પુલ પરથી પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે.
પ્રસ્તુત બાબતે, રજુ થયેલ દરખાસ્ત તથા અહેવાલની વિગતે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં મુળીયાપાટ-સુવાગઢ રોડ પરનાં ચે. ૩/૮ થી ૪/૦ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરનાં બાંધકામવાળો પુલ જર્જરિત હોય, જેથી કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે સદરહું પુલ પરથી પસાર થતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતો હોય, જે માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું બહાર પાડવા પુરતા કારણો છે.
જેથી હું, વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લો-અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં મુળીયાપાટ-સુવાગઢ રોડ પરના ચે. ૩/૮ થી ૪/૦ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરના બાંધકામવાળા હયાત પુલ પરથી પસાર થતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને તમામ ભારે વાહનોએ નીચે મુજબના વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૧
ઠાંસા-મુળીયાપાટ-સુવાગઢ રોડ પરથી પસાર થતા ભારે વાહનોએ મુળીયાપાટથી વીકળીયાથી સુવાગઢ રોડ પરથી પસાર થવાનું રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 05આ જાહેરનામું તા. ૨૬-૦૮-૨૦૨૫ થી સદરહું પુલ નવો ન બને અથવા મરામત કરી અવર-જવર માટે સલામતીની દ્રષ્ટીએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેર જનતાની જાણ સારૂ સદરહું જાહેરનામાની કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), અમરેલીએ નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે પ્રસિધ્ધ કરી તેમજ લોકોને સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૬ ઓગષ્ટ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૬ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, લાઠીના પત્ર નં. એમએજી/વશી/૧૭/૨૦૨૫, તા. ૦૨-૦૮-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચિ/પલસ/વશી/૭૫૨/ર૦૨૫.-વંચાણે લીધા-૧ ના પત્રથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, લાઠીના તા. ૦૨-૦૮-૨૦૨૫ ના પત્રથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં હિરાણા ગામમાં ચે. કી.મી. ૧/૬ થી ૧/૮ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરના બાંધકામવાળો હયાત પુલ જર્જરિત થયેલ હોવાનું જણાવી ચોમાસા દરમિયાન સદરહું પુલ પરથી પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે.
પ્રસ્તુત બાબતે, રજુ થયેલ દરખાસ્ત તથા અહેવાલની વિગતે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં હિરાણા એપ્રોચ રોડ પર હિરાણા ગામમાં ચે. કી.મી. ૧/૬ થી ૧/૮ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરનાં બાંધકામવાળો પુલ જર્જરિત હોય, જેથી કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે સદરહું પુલ પરથી પસાર થતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતો હોય, જે માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું બહાર પાડવા પુરતા કારણો છે.
જેથી હું, વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લો-અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં હિરાણા એપ્રોચ રોડ પર હિરાણા ગામમાં ચે. કી.મી. ૧/૬ થી ૧/૮ વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ પથ્થરનાં બાંધકામવાળા હયાત પુલ પરથી પસાર થતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને તમામ ભારે વાહનોએ નીચે મુજબના વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૧
હિરાણા એપ્રોચ રોડ પરથી પસાર થતા ભારે વાહનોએ હીરાણાથી બાબરા થઈને જામબરવાળા-હિરાણા રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૨૬-૦૮-૨૦૨૫ થી સદરહું પુલ નવો ન બને અથવા મરામત કરી અવર-જવર માટે સલામતીની દ્રષ્ટીએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેર જનતાની જાણ સારૂ સદરહું જાહેરનામાની કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), અમરેલીએ નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે પ્રસિધ્ધ કરી તેમજ લોકોને સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૬ ઓગષ્ટ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૬ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.
વિકલ્પ ભારદ્વાજ જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ ની પેટા-કલમ-૧ (આર) હેઠળ જાહેરનામુું
વિષય ઃ લાઉડ સ્પીકર તથા વાહનો પર લાઉડ સ્પીકરનાં પ્રતિબંધ બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025જાહેરનામું
નં. નાચી./પલસ/વશી/૫૧૬/૨૦૨૫.-(૧) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસો યોજી તેમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય હોય તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિમય-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧(આર) અન્વયે મળેલ સત્તાની રૂઈએ હું દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચેની વિગતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ આથી ફરમાવું છું.
(૧) પરવાનગી-સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ કે વાહન પર માઈક વગાડી/રાખી શકાશે નહી.
(૨) સવારના ૦૮-૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જ માઈકનો ઉપયોગ સબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે.
(૩) ઉપર નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઈપણ લાઉડસ્પીકર કે તેની સાથે જોડાયેલ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે.
(૪) વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તા અધિકારીશ્રીને આ વાહનોની નોંધણી/ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે.
(૫) લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડસ્પીકર અને તમામ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે.
(૬) ઉમેદવારે કે કાર્યકરે ઉપરોક્ત જણાવ્યા મુજબની પરવાનગી મેળવી તેની જાણ ચૂંટણી અધિકારીશ્રીને અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે.
(૭) અમરેલી જિલ્લા મતવિસ્તારમાં મતદાન શાંતિથી સમા કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના પહેલાના ૪૮ કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.
આ જાહેરનામાનો અમલ હુકમની તારીખ થી તા. ૨૨-૦૬-૨૦૨૫ સુધી કરવાનો રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત અથવા ભંગ કરવા માટે મદદ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર રહેશે.
આજ તારીખ ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી હુકમ બહાર પાડયો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુું
વિષય ઃ ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચી/પલસ/વશી/૫૧૫/૨૦૨૫.-(૧) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. જેના અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 07 હોય, આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જન સામાન્ય તરફથી સાચી-ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.
(૨) આથી હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી ફરમાવું છું કે,
(એ) કોઈપણ ચૂંટણી ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે અને રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ મેળવી લેવાની રહેશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.
(બી) ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજુરી રજુ કરવાની રહેશે.
(૩) સદર જાહેરનામાનો ભંગ કરનાર ÒÒભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ÓÓ હેઠળ સજાને પાત્ર થશે તથા આ કલમ નીચે અમલવારી તથા કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના લાગુ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, જે તે સ્થળે ફરજ પરના પોલીસ અધિકારી મતદાન મથકના બહારના વિસ્તાર માટે તથા સબંધિત મથકનાં મુખ્ય અધિકારીને મતદાન મથકના વિસ્તાર માટે આથી અધિકૃત કરવામાં આવે છે.
(૪) આ હુકમનો અમલ અમરેલી જિલ્લાની કુલ-૩૦૭ ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં હુકમની તારીખથી તા. ૨૨-૦૬-૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
આજ તારીખ ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી હુકમ બહાર પાડયો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ
વિષય ઃ સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહો સંદર્ભમાં પ્રતિબંધ બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચી/પલસ/વશી/૫૧૭/૨૦૨૫.-(૧) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે.
(૨) આથી અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળનાં સમાવિષ્ટ વિસ્તારનાં તમામ ડાક બંગલાઓ, સરકારી/અર્ધસરકારી આરામગૃહો, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટહાઉસ તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પક્ષોના સPયોની પ્રાસંગીક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહિ.
(૩) ચૂંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બે થી વધુ વાહનોનો વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરે કંમ્પાઉન્ડમાં રાખી શકાશે નહિ.
(૪) કોઈ એક જ વ્યકિતને ૪૮ કલાક થી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહિ તથા અતિથિ ગૃહોમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નકકી કરેલ સામાન્ય દરોએ પુરેપુરી વસુલાત લેવાની રહેશે.
08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025(૫) આ જાહેરનામાનો અમલ હુકમની તારીખ થી તા. ૨૨-૦૬-૨૦૨૫ સુધી કરવાનો રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ÒÒભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ÓÓ અન્વયે શિક્ષાને પાત્ર રહેશે, તથા હુકમની અમલવારી કરવા તથા ÒÒભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૨૨૩ÓÓ મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
(૬) આજ તારીખ ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી હુકમ બહાર પાડયો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ તળે બહાર પાડેલ
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ
નં. નાચી/પલસ/વશી/૫૧૧/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જૈ પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ મતદાન થનાર છે તેમજ તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ કરવામાં આવેલ છે. સદરહું તારીખથી અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.
આ ચૂંટણી દરમ્યાન ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ-૨૦૨૫માં અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો તરફથી ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઈ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશનને સચિવશ્રી, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના આદેશ ક્રમાંક ઃ રાચપ-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-૧૩૮(૧)-૧૧૨૦૨૧-ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી આદર્શ આચાર સંહિતાના અમલીકરણની સુચનાઓ લાગુ પડે છે.
ઉપરોકત જોગવાઈની ચુસ્ત અમલવારી કરવા સારૂ જરૂરી હુકમ કરવા માટેના યોગ્ય કારણો જણાતા હોય હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે,
૧. કોઈપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડીગ્સ, બેનર્સ છાપવા/લગાવવા કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં તેમજ હોર્ડીગ્સની સાઈટ ૧૫ ફૂટ ƒ ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહી અને કટઆઉટની ªચાઈ ૮ ફૂટથી વધવી જોઈએ નહી.
૨. કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડીગ્સ, બેનર્સ છાપવા/લગાવવા ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં, સિવાય કે,
(એ) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને
(બી) લખાણ છપાયા પછી મુદ્રકે સાત દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય, આ જોગવાઈ પૂરતું
(સી) હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
૩. છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે.
૪. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.
આ હુકમ અન્વયે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અમરેલી જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 09આ હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ હુકમની તારીખથી એટલે કે તા. ૨૯-૦૫-૨૦૨૫ થી તા. ૨૭-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે તેમજ અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારને લાગુ પડશે. આ હુકમની બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ રોજ તા. ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીના સીક્કા હેઠળ હુકમ કર્યો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુું
વિષય ઃ મતગણતરીનાં દિવસે મોબાઈલ/સેલ્યુલર ફોન, કોર્ડલેસ વિગેરે ઉપકરણોનાં પ્રતિબંધ બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ
નં. નાચિ./પલસ/વશી/૫૧૨/૨૦૨૫.-(૧) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે.
મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારુ સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા પ્રતિબંધ મુકવો આવશ્યક છે તેમજ મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળના આજુબાજુના વિસ્તારોમાં અસામજિક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતિથી પૂર્ણ થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેથી લોકોને ટોળા સ્વરૂપે એકઠા થવા પર નિયંત્રણો મૂકવું જરૂરી જણાય છે.
આથી હું દિલિપસિંહ ગોહિલ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી જિલ્લો, અમરેલી, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવું છું કે,
(૧) મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમા ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના કલાક ૦૬-૦૦ થી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવું નહી, સભાઓ ભરવી નહી.
(૨) મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહીં.
(૩) કોઈ પણ વ્યકિત સક્ષમ સત્તાધિકારી તરફથી ઈસ્યુ કરવામા આવેલ ફોટોગ્રાફ સહિતનાં અધિકૃત પ્રવેશ પાસ વિના મત ગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
(૪) ઉમેદવાર, તેમના ચૂટણી એજન્ટ કે તેમના મત ગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગ માટે મતગણતરી હોલમા પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાય અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.
ઉપર ક્રમ નં. ૧ થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ/અને પરવાનગી આપવામા આવેલ કર્મચારી/અધિકારીઓ/હરીફ ઉમેદવારો તથા મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી.
ઉપર ક્રમ નં. ૨ થી મુકેલો પ્રતિબંધ મતગણતરી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુકવામાં આવેલ નિરીક્ષકશ્રીઓને લાગુ પડશે નહી.
આ હુકમ અમરેલી જિલ્લામાં આવેલ તમામ મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૧૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગુ પડશે.
સદર આદેશનો ભંગ કરનાર ÒÒભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ÓÓ હેઠળ સજાને પાત્ર થશે.
10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025આ જાહેરનામું તા. ૨૫-૦૬-૨૦૨૫ ના રોજ મતગણતરીના દિવસ માટે મતગણતરી કાર્ય પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે તથા આ કલમ નીચે અમલવારી તથા કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને તથા મતગણતરી સ્થળ ઉપર ફરજ ઉપરના પોલીસ અધિકારીને આથી અધિકૃત કરવામાં આવે છે.
આજ તારીખ ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી હુકમ બહાર પાડયો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું
વિષય ઃ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૧૦ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ
નં. નાચી/પલસ/વશી/૫૧૪/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જે સંદર્ભે મુકત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે.
આથી હું, દિલિપસિંહ ગોહિલ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી જિલ્લો, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂઈએ અમરેલી જિલ્લામાં મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.
(૧) મત માટે પ્રચાર કરવા પર.
(૨) મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર.
(૩) કોઈપણ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવા પર.
(૪) અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા પર.
(૫) કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર.
(૬) ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર.
(૭) સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાb સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર.
(૮) વાહનો સાથે આવવા પર.
(૯) મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિતએ પ્રવેશ પર.
(૧૦) રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવા પર.
(૧૧) એક ઉમેદવારના એકથી વધારે મતદાન મથક એજન્ટને હાજર રહેવા પર.
(૧૨) કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા પર.
(૧૩) મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા પર.
નીચેની બાબતોનો ચુસ્તપણે અમલ કરવા ફરમાવું છું.
(૧) મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પુરૂષ મતદારો, સ્ત્રી મતદારો તથા દિવ્યાંગ/વરિષ્ઠ નાગરીકો એમ કુલ-૦૩ (ત્રણ) અલગ-અલગ હરોળ/લાઈનમાં ઉભા રહેવાનું રહેશે.
(૨) દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા કરવાની રહેશે.
(૩) મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારાફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે.
(૪) મતદારોએ મત આપ્યા બાદ તુર્ત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 11આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.
કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને ઉપરની ક્રમ નં. ૭ની બાબતો લાગુ પડશે નહી.
સદર જાહેરનામામનો ભંગ કરનાર ÒÒભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ÓÓ હેઠળ સજાને પાાત્ર થશે તથા આ કલમ નીચે અમલવારી તથા કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના લાગુ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, જે તે સ્થળે ફરજ પરના પોલીસ અધિકારી મતદાન મથકના બહારના વિસ્તાર માટે તથા સબંધિત મતદાન મથકનાં મુખ્ય અધિકારીને મતદના મથકના વિસ્તાર માટે આથી અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું અમરેલી જિલ્લાના સબંધિત તમામ મત વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું મતદાનના દિવસ તા. ૨૨-૦૬-૨૦૨૫ અને જો પુનઃમતદાન થાય તો પુનઃમતદાનના સબંધિત મત વિસ્તાર માટે તા. ૨૪-૦૬-૨૦૨૫ પુરતું અમલમાં રહેશે.
આજ તારીખ ઃ ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી હુકમ બહાર પાડuો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ તળે બહાર પાડેલ
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ
નં. નાચી/પલસ/વશી/૫૧૦/૨૦૨૫.-ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/ પેટાચૂંટણીઓ તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જૈ પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ મતદાન થનાર છે તેમજ તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ કરવામાં આવેલ છે. સદરહું તારીખથી અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂં ટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.
આ ચૂંટણી દરમ્યાન ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ-૨૦૨૫માં અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ કે ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં ઐઆવેલ છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ ના રોજ સવારના ૦૭-૦૦ કલાકથી સાંજના ૦૬-૦૦ કલાક સુધી થનાર છે. તેથી મતદાન પુરૂં થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૨૦-૦૬-૨૦૨૫ના સાંજના ૦૬-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતો હોય, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ- ૨૦૨૫માં અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન પુરૂં થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૨૦-૦૬-૨૦૨૫ ના સાંજના ૦૬-૦૦ કલાકથી નીચે મુજબ અમલવારી કરવા આદેશ ફરમાવું છું.
કૃત્યો ઃ
૧. કોઈપણ વ્યકિત
(એ) ચૂંટણી સબંધમાં કોઈ જાહેર સભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં.
(બી) સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં.
(સી) મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહી.
આ હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ ની જોગવાઈ મુજબ હુકમની તારીખથી એટલે કે તા. ૨૦-૦૬-૨૦૨૫ થી તા. ૨૨-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે તેમજ અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હેઠળના વિસ્તારને લાગુ પડશે. આ હુકમની બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
શિક્ષા ઃ
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.
આજ તા. ૨૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કા હેઠળ હુકમ કર્યો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું
વિષય ઃ આદર્શ આચાર સંહિતા મુજબ અમલવારી બાબત.
વંચાણે લીધા ઃ
(૧) રાજ્ય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક ઃ રાચપ/ચટણ/સીઓસી/સ્થા.સ્વ./૧૩૮(૧)/૧૧૨૦૨૧/ક, તા. ૧૭-૧૧-૨૦૨૧ થી બહાર પાડેલ આદર્શ આચાર સંહિતા.
(૨) રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર ક્રમાંક ઃ ઈએલસી/સી.ઓ.સી.-૩(૮)/૦૫૨૦૨૫/ક, તા. ૨૮-૦૫-૨૦૨૫.
હુકમ નં. નાચિ./પલસ/વશી/૫૧૩/૨૦૨૫.-(૧) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સંદર્ભ-૨ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અન્વયે અમરેલી જિલ્લામાં કુલ-૧૧૪ સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર તથા કુલ-૧૯૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના રોજ યોજાનાર છે તેમજ જો પુનઃમતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ છે અને મતગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ થનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સંદર્ભ-૧ના આદેશથી મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેને અનુલક્ષી ચૂંટણી પ્રચાર ઉમેદવારો તરફથી શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે ઉમેદવારોના મર્યાદા કરતા વધુ ખર્ચ પ્રચાર પર નિયંત્રણ મુકવા અંગેના તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂંટણી પંચ તરફથી આપાયેલ સુચના મુજબ આ આચાર સંહિતાનો અમલ કરવા અને લોકોની માલ મિલ્કતને થતી હાની/બગાડ અટકાવવા પર નિયંત્રણ કરવાના હેતુ સારૂ સાવચેતિના પગલા લેવા જરૂરી જણાતા હોઈ જેથી.
(૨) હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી જિલ્લો, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ ની પેટા કલમ-૧(ડી-એ), ૧(ડી-બી), ૧(એન), ૧(ઓ) તથા કલમ-૩૭ની પેટા કલમ-૧ થી ૩ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી ફરમાવું છું કે,
(૧) કોઈપણ ઉમેદવારો, વ્યકિતઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હાર્ડીગ, કટઆઉટ, કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વિગેરે કોઈ પણ જાહેર જગ્યાએ તેમજ રસ્તા ઉપર મુકી શકાશે નહિ. આવા કટઆઉટ, બેનર્સ, લગાડવા માટે જાહેર સ્થળો, ખાનગી માલીકીની મિલકતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડીગ્સ, કટઆઉટ વિગેરે મુકેલ હોય તે વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. એટલે કે ખાનગી માલીકીની મિલકતો, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિગેરે હસ્તકની જાહેર જગ્યાએ (આવી જગ્યા કે મિલકત ભાડેથી કે કોન્ટ્રાકટથી આપી હશે તો પણ) સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા વિના મુકી શકાશે નહી.
(૨) જાહેર કે ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો.
(૩) ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ આકારે જવું નહીં.
(૪) ખાનગી સ્થળોએ માલિકની પરવાનગી સિવાય જાહેર તથા ખાનગી મીલકત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહી તેમજ ધ્વજદંડ કે બેનરો લટકાવવા નહી, હોર્ડિગ્સ પ્રદર્શિત કરવા નહી તેમજ વ્યકિત/સંસ્થાની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વિગેરેનો પરવાનગી વગર ઉપયોગ કરવો નહી. જોહર મકાનએ શબ્દ પ્રયોગ બાબતમાં આથી જણાવવામાં આવે છે, કે આ શબ્દ પ્રયોગમાં મિલકત, ધોરીમાર્ગ પર અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, માઈલ સ્ટોન, રેલ્વે ફાટક પર ચેંતવણી નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ્સના બોર્ડ તેમજ જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શીત કરેલ હોય તેવા અન્ય નોટીસ બોર્ડનો સમાવેશ થશે.
(૫) જ્યાં એક પક્ષે સભાઓ યોજી હોય, એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. તેમજ પોતાના પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભિંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહીં.
(૬) સભા કે મીટીંગ કે રેલી રાખી હોય, તે સ્થળની અંદર જે સમય દરમ્યાન સભા કે મીટીંગ કે રેલી યોજવામાં આવી હોય, તેટલા સમય દરમ્યાન જ બેનર્સ, હોર્ડીગ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે અને સભા પુરસ થયા પછી તુર્તજ સભા કે મીટીંગ કે રેલીના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલ બેનર્સ, હોર્ડીગ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે દુર કરવાના રહેશે. તેમજ સ્થાનિક વહીવટી તંત્રે લાદેલા નિયંત્રણો તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને જો કોર્ટનો કોઈ હુકમ હોય તો તેને આધિન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે. તે સિવાય કોઈ ઉમેદવારોએ રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારો, અન્ય સંગઠનો, વ્યકિતઓ, દ્વારા કોઈ કટ આઉટ દરવાજા (Gates) કે કમાનો (Arches) ઉભા કરવા નહી.
(૭) ચૂંટણી કમીશ્નર તરફથી થયેલ હુકમ મુજબ કોઈપણ સંજોગોમાં ત્રણ કરતા વધુ સુરક્ષા વાહનો ધરાવતો કાફલો કેન્દ્રના અથવા રાજ્ય સરકારના કોઈ મંત્રીએ લઈ જવા નહી તેમજ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ત્રણ થી વધુ વાહનો એકી સાથે લઈ જઈ શકશે નહી તેવું ઠરાવેલ છે. આથી ચૂંટણી પંચના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલમાં એકી સાથે ત્રણ થી વધુ વાહનો લઈ જઈ શકાશે નહી.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 13(૮) પ્રચાર વખતે ડોર ટુ ડોર કેમ્પઈન માટે પાંચથી વધુ વ્યકિતઓ (ઉમેદવારની સીકયુરીટીને બાદ કરતા) જઈ શકશે નહી.
(૯) ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરતી વખતે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં હોય તેવા આદેશોને આધિન વાહનોનો કાફલો દર પાચ વાહન પછી છુટો પાડવાનો રહેશે (સુરક્ષા વાહનોને બાદ કરતા) આ વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ઓછામાં ઓછો ૩૦ મિનિટનો અંતરાલ રાખવાનો રહેશે. ગૃહ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
(૧૦) જે છટાદાર ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા આવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો અથવા તેનાથી રાજ્યની સલામતિ જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય, તેવા છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા વિગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો કરી શકાશે નહી.
(૧૧) ગુજરાત ચૂંટણી આયોગ તરફથી આર્દશ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે જેથી ચૂંટણી દરમ્યાન કોઈપણ જનસમૂહ કે કોઈપણ રાજકીય પક્ષકારો ભેગા થઈ અમરેલી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અને અધિકારીશ્રીઓની કચેરીઓમા ટોળાના રૂપમાં કે સમુહમાં કોઈપણ રીતે એકઠા થઈ આવેદનપત્રો આપવાના બહાને કે સરઘસના રૂપમાં એકઠા થઈ રેલી કાઢતા હોય, જેથી ચાર કરતા વધુ વ્યુકિતઓ એકીસાથે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
(૧૨) અમરેલી જિલ્લામાં આવેલ તમામ કચેરીઓના વિસ્તારમા ચાર કરતા વધુ વ્યકિતઓ એકીસાથે ગેરકાયદેસર ભેગા થવા, કોઈ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે મનાઈ ફરમાવુ છું.
(૧૩) ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવા આવનાર કોઈપણ ઉમેદવારે પોતાના સહીત પાંચથી વધુ વ્યકિતને લઈ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં પ્રવેશી શકશે નહી. ઉપરાંત ત્રણથી વધુ વાહનો સાથેનો કાફલો ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં પ્રવેશી શકશે નહી.
(૧૪) સભા સરઘસ માટે સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાંથી પરવાનગી મેળવી લેવાની રહેશે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ના ભંગ બદલ આજ એકટની કલમ-૧૩૧ તથી કલમ-૩૭ નાં ભંગ બદલ આજ એકટની કલમ-૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમનો અમલ અમરેલી જિલ્લાની કુલ-૩૦૭ ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં હુકમની તારીખથી તા. ૨૨-૦૬-૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
આ હુકમની અમલવારી કરવા તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ તથા કલમ-૩૭ ની પેટા કલમ-૧ થી ૭ મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના હેડ કોન્સટેબલ કે તથી ઉપરનો દરજ્જો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને સુચિત કરવામાં આવે છે.
આજ તારીખ ૨૯-મે-૨૦૨૫ના રોજ મારી સહી તથા સિકકો કરી હુકમ બહાર પાડuો.
અમરેલી, ૨૯ માહે મે, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) અત્રેના જાહેરનામાં નં. નાચી/પલસ/વશી/૫૦૩/૨૦૨૫, તા. ૨૭-૦૫-૨૦૨૫
(૨) નાયબ મેનેજર(પ્રો.)શ્રી, પી.આઈ.યુ., GUDC, ભાવનગરના પત્ર નં. GUDC/PIU/BVN-ZON/Savarkudla ROB/2025/306, તા. 09-07-2025
હુકમ
નં. નાચિ/પલસ/વશી/ઈ-૧૭૦૦૭૫/ર૦૨૫.-વંચાણે લીધા-૧ ના પત્રથી સાવરકુંડલા શહેર ખાતે સાવરકુંડલાથી મહુવા તરફ જતા રસ્તા પર આવેલ રેલવે ફાટક નં. ૬૭/બી ઉપર રેલવે ઓવરબ્રીજની કામગીરી હાથ ધરવાની હોવાથી કામગીરીના અમલીકરણ સમયે બ્રીજની કામગીરી પ્રગતી હેઠળ હોય સાવરકુંડલાથી રાજુલા અને મહુવા તથા મહુવા-રાજુલાથી સાવરકુંડલા તરફ આવતા જતા ભારે તથા મોટા વાહન ઉપરાંત મધ્યમ તથા નાના વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક ડાયવર્ઝન માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, સાવરકુંડલા, પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી તથા ચીફ ઓફિસરશ્રી, સાવરકુંડલા નગરપાલીકાના અભિપ્રાય મુજબ તા. ૨૧-૦૩-૨૦૨૫ થી તા. ૧૯-૦૫-૨૦૨૫ તેમજ તા. ૨૮-૦૫-૨૦૨૫ થી તા. ૨૬-૦૭-૨૦૨૫ સુધી જાહેરનામું પ્રસિ© કરવામાં આવેલ હતું.
વંચાણે લીધા-૨ના મેનેજર(પ્રો.)શ્રી, પી.આઈ.યુ. GUDC, ભાવનગરના પત્રથી રાજયની નગરપાલીકાઓ વિસ્તારમાં ÒÒરેલવે ફાટક મુકતÓÓ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સાવરકુંડલા શહેર ખાતે સાવરકુંડલા થી મહુવા તરફ જતા રસ્તા પર આવેલ રેલવે લાઈન ફાટક નં. ૬૭/બી ઉપર રેલવે ઓવર બ્રીજની કામગીરી પ્રગતી હેઠળ હોવાનું જણાવી, કામગીરી અંદાજીત ૧૬(સોળ) માસ સુધી સતત ચાલુ રહેવાની હોય ચાલુ કામગીરી દરમ્યાન કોઈ અઘટીત ઘટના/અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સાવરકુંડલાથી રાજુલા અને મહુવા તથા મહુવા-રાજુલાથી સાવરકુંડલા શહેર તરફ આવતા-જતા ભારે તથા મોટા વાહન ઉપરાંત માધ્યમ તથા નાના વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરી, વૈકલ્પિક ડાયવર્ઝન આપવા પ્રસિ© કરેલ જાહેરનામાંની સમય મર્યાદા વધારવા માંગણી કરેલ છે.
14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025પ્રસ્તુત બાબતે, રજુ થયેલ દરખાસ્તની વિગતે સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નં. ૬૭/બી પર રેલવે ફાટક મુકત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રીજની કામગીરી જયા સુધી પ્રગતી હેઠળ હોઈ, ત્યાં સુધી રેલવે ફાટક નં. ૬૭/બી પરથી પસાર થતા વાહનો માટે (૧) અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ આવતા-જતા ભારે વાહનો સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી, (૨) સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનો માટે સૂચિત બ્રીજ (રેલવે ફાટક)ની બંને સાઈડમાં સર્વિસ રોડની જગ્યામાંથી પસાર થવા તથા (૩) સાવરકુંડલા શહેરમાંથી રાજુલા-મહુવા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનો માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસમાંથી પસાર થવા વાહનોનું ટ્રાફીક ડાયવર્ટ કરવું જરૂરી હોય જાહેરનામાની મુtત વધારવા માટે ખાત્રી થયેલ છે.
જેથી હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, જિલ્લો-અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, સાવકુંડલા-મહુવા રોડ પર આવેલ ફાટક નં. ૬૭/બી પરથી પસાર થતા મોટા(ભારે), નાના તેમજ મધ્યમ વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવે છે અને તમામ વાહનોએ નીચે મુજબના વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૧
અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨
સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજ (રેલવે ફાટક)ની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૩
સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસમાંથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૨૭-૦૭-૨૦૨૫ થી તા. ૨૪-૦૯-૨૦૨૫(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેર જનતાની જાણ સારૂ નાયબ મેનેજરશ્રી(પ્રોજેકટ), પી.આઈ.યુ. જી.યુ.ડી.સી., ભાવનગરએ નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે પ્રસિધ્ધ કરી તેમજ લોકોને સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
આજ તા. ૨૪ જુલાઈ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૪ માહે જુલાઈ, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩) અને ૩૩ હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાં પત્ર નં. એલ.આઈ.બી./હથિયારબંધી જાહેરનામું/૧૮૦૬/૨૦૨૫, તા. ૨૫-૦૬-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચિ/પલસ/વશી/૫૭૮/૨૦૨૫.-વંચાણે લીધા ક્રમાંક-૧ થી પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાં તા. ૨૫-૦૬-૨૦૨૫નાં પત્રથી આગામી તા. ૨૭-૦૬-૨૦૨૫નાં રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા/શોભાયાત્રા તથા તા. ૦૬-૦૭-૨૦૨૫ ના રોજ મહોરમ- તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય જેથી તકેદારીનાં ભાગ રૂપે સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને તકેદારીનાં ભાગરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તથા કલમ-૩૭(૩) અને કલમ-૩૩ મુજબ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.
ઉકત દરખાસ્ત ધ્યાને લેતા આગામી સમયમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા/શોભાયાત્રા તથા મહોરમ-તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય, જેથી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ જાહેર સુલેહ શાંતિ અને સલામતી જાળવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૧ તથા કલમ-૩ તથા કલમ-૩૩ અન્વયે પગલા લેવા પુરતા કારણો છે. તેની મને ખાત્રી થઈ છે.
જેથી હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ની પેટા કલમ-૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી ફરમાવું છું કે,
(૧) અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૭-૦૬-૨૦૨૫ થી તા. ૧૧-૦૭-૨૦૨૫ (બંને દિવસો સહિત) નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવંુ છું,THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 15 A. શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારિરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થ³ શકે તેવી બીજી ચીજો લઈ જવાની,
B. કો³પણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થો લઈ જવાની,
C. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠાં કરવાની તથા તૈયાર કરવાની,
D. કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની,
E. વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની,
F. લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની,
M. છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીશ્રીના અભિપ્રાય પ્રમાણે સૂરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, તે દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
(૨) આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
(p) ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમ ગાર્ડ સહિતના તમામ સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી તથા અધિકારીઓને,
(pp) શારિરીક અશક્તિના કારણે લાકડી તથા લાઠી લ³ને ફરવુ જરૂરી છે તેવી વ્યક્તિઓને,
(૩) વધુમાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૩ તથા કલમ-૩૩ હેઠળ મળેલ સત્તાની રૂઈએ, તા. ૨૭-૦૬-૨૦૨૫ થી તા. ૧૧-૦૭-૨૦૨૫ (બંને દિવસો સહિત) અમરેલી જિલ્લાનાં સમગ્ર વિસ્તારની અંદર સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજુરી/પરવાનગી સિવાય કો³ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી/પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવાની હું મનાઈ ફરમાવુ છું.
(૪) ઉપરોક્ત પેરા-૩માં કરવામાં આવેલ આદેશ ફરજ પરના કો³પણ સરકારી/અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તેમજ કો³પણ વરઘોડા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ.
(૫) આ જાહેરનામુ ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ૧૩૫ ની જોગવાઈ મુજબ સજા તથા દંડને પાત્ર થશે.
હું એવો પણ આદેશ કરૂં છું કે, જાહેર જનતાની જાણ સારૂ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને તથા નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરવો.
આજ તા. ૨૬, જુન, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૬ માહે જુન, સને ૨૦૨૫.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું
વંચાણે લીધા ઃ
(૧) સંયુક્ત સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના પત્ર નં. સીસીઈ-૪૦-૬૮૭-૨૦૨૫-(૪)-ઈએકસ-૨, તા. ૨૯-૦૮-૨૦૨૫.
(૨) અત્રેની કચેરીની મહેકમ શાખાના પત્ર નં. ચિ.મકમ-૧/વશી/૮૦૪/૨૫, તા. ૦૧-૦૯-૨૦૨૫
હુકમ
નં. નાચિ/પલસ/વશી/૭૬૨/૨૦૨૫-(૧) વંચાણે લીધા ક્રમ-૧ના તા. ૨૯-૦૮-૨૦૨૫ના પત્રની વિગતે વંચાણે લીધા ક્રમ-૨ ના તા. ૦૧-૦૯-૨૦૨૫ ના પત્રથી ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં તા. ૦૭-૦૯-૨૦૨૫ ના રોજ યોજાનાર નાયબ સેકસન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) (જા.ક્ર. ૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેકશન અધિકારીશ્રી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર. ૦૮/૨૦૨૫-૨૬)ની પરીક્ષા અન્વયે અમરેલી જિલ્લામાં વિવિધ શાળા/કોલેજમાં યોજાનાર સદરહુ પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, ગેરરીતિ ન થાય તે માટે તેમજ પરીક્ષા કેન્દ્રોમાં વિજાbં યંત્રો જેવા કે મોબાઈલ, ફેકસ, ઝેરોક્ષ/કોપી મશીનો, અન્ય પ્રકારના કોમ્યુનિકેશન સાધનો તથા આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષ/કોપી મશીન પર પરીક્ષા સમય દરમિયાન પ્રતિબંધ તથા લાઉડ સ્પીકર પર પ્રતિબંધ ફરમાવવા અંગે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રે દરખાસ્ત રજુ કરેલ છે. જે દરખાસ્ત વાજબી અને આવશ્યક હોવાનો મને સંતોષ થયેલ છે.
16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025આથી હું દિલિપસિંહ ગોહિલ, (G.A.S.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂઈએ નીચે મુજબનાં પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબનાં કૃત્યો કરવાની મનાઈ ફરમાવું છું.
૧. પ્રતિબંધિત વિસ્તાર ઃ નીચે જણાવેલ પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચો તરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો જગ્યા સ્થળ અને વિસ્તાર.
૨. પ્રતિબંધિત કૃત્યો ઃ પરીક્ષા કેન્દ્રો પર ઈલેકટ્રોનિક વીજાbં યંત્રો જેવા કે, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ, ફેકસ કે અન્ય પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો લઈને પ્રવેશવું નહિ. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના પ્રતિબંધિત વિસ્તારોમાં ઝેરોક્ષ/કોપી મશીનો તથા અન્ય પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો પરીક્ષા સમય દરમ્યાન બંધ રાખવા. તેમજ પરીક્ષા સ્થળોની આસપાસનાં વિસ્તારમાં પરીક્ષાર્થિઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરનાં ઉપયોગ ઉપર પ્રતિબંધ રહેશે.
કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઈપણ કર્મચારી તેઓનો મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગ ખાતે લઈ જઈ શકશે નહી. બિલ્ડીંગના પ્રવેશદ્વારથી જ બિલ્ડીંગમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. અનિવાર્ય સંજોગોમાં જ સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે, પરંતુ મોબાઈલ જે તે સંસ્થાના આચાર્યશ્રીના રૂમમાં સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરૂપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
(૨) અત્રેની કચેરીની મહેકમ શાખાના તા. ૦૧-૦૯-૨૦૨૫ના પત્ર મુજબ અમરેલી જિલ્લા ખાતે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે.
નાયબ સેકશન અધિકારીશ્રી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર. ૧૨૭/૨૦૨૪-૨૫) માટેના પરીક્ષા કેન્દ્રો
| ક્રમ | તાલુકો | પરીક્ષા સ્થળનું નામ | સરનામું |
| 1 | Amreli | C.V. Gajera Secondary School | Vidhyasabha, Lathi Road, Amreli |
| 2 | S.H. Gajera High Secondary School | Vidhyasabha, Lathi Road, Amreli | |
| 3 | Kamani Science And Prataprai Arts College | Lathi Road, Amreli | |
| 4 | Dr. J.N. Mehta Government Polytechinc College | Near Railway Crossing, Lathi Road, Amreli | |
| 5 | Vidhyaguru Science School | Behind Navnit Petrol Pump, Lathi Road, Varasada Road, | |
| 6 | Saint Mary School | Behind Reliance Petrol Pump, Lathi Road, Amreli | |
| 7 | Oxford High School | Keriya Road, Amreli |
નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) (જા.ક્ર. ૦૮/૨૦૨૫-૨૬) માટેના
પરીક્ષા કેન્દ્રો
| ક્રમ | તાલુકો | પરીક્ષા સ્થળનું નામ | સરનામું |
| 1 | Amreli | Gyanshakti Residencial School of Excelleance (Vidhyasabha Campus) | Vidhyasabha School Campus, Lathi Road, Amreli |
(૩) પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરનાં અધિકારીઓ/કર્મચારીઓ/અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહિ. તેમજ કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ/ વિક્ષેપ/ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/કરાવવું નહી. પરીક્ષા સબંધી ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ ઈલેકટ્રોનીક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદગારી કરવી નહી.
(૪) ઉપર પેરા નં. ૨ માં દર્શાવેલ જે તે પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ ૧૦૦ (એક સો) મીટરની હદની અંદર પરીક્ષાની તા. ૦૭-૦૯-૨૦૨૫ ના રોજ સવારના ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૪-૦૦ કલાક સુધી આ હદની અંદર આવેલ જાહેર માર્ગ ઉપર ૪ કે તેથી વધુ વ્યકિતઓએ એકત્ર થવું નહિ કે કોઈ વાહન ઉભું રાખવું નહિ. વધુમાં ફરમાવું છું કે આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહિ.
(૫) દરેક પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ ઉપરોકત સમય દરમ્યાન શાળામાં ઝેરોક્ષ/કોપી મશીન, સ્કેનર મશીન બાબતે સ્વએકરારનામું કરવાનું રહેશે તથા જે તે શાળા-પરીક્ષા કેન્દ્રનું ઝેરોક્ષ/કોપી મશીન, સ્કેનર સીલ કરીને રાખવાનાં રહેશે તથા જિલ્લા શિક્ષણાધિકારી, અમરેલી ખરાઈ કરી આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્ર સંચાલક પાસેથી પરીક્ષા સમય પહેલા અચૂક મેળવી લેવાનું રહેશે.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 17આ હુકમના મુદ્દા નં. ૪ ની જોગવાઈ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.
(૧) પરીક્ષા ખંડમાં આવનાર પરીક્ષાર્થીઓને.
(૨) પરીક્ષા સંચાલનનાં કામ માટે ફરજ પર રોકાયેલ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને.
(૩) જાહેર માર્ગ પર પસાર થતા વાહનોમાં બેઠેલા મુસાફરોને.
(૪) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ આ હુકમના અમલમાંથી મુકિત આપેલ તથા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અધિકૃત વ્યકિતઓ તથા વાહનોને.
અમલવારીનો સમયગાળો ઃ
આ હુકમ તા. ૦૭-૦૯-૨૦૨૫ના રોજ સવારના ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૪-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
શિક્ષા ઃ
આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૨૨૩ માં ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે.
આ હુકમની અમલવારી કરવા તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવા તેમજ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી, સંબંધિત દરેક પરીક્ષા કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા સબંધીત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
જાહેર વિજ્ઞ િઃ
તમામ નાગરીકોને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એક તરફી હુકમ કરૂ છું. જાહેર જનતાની જાણ સારૂ મદદનીશ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્રો મારફતે પ્રસિધ્ધ કરવા તથા આ હુકમની જાહેરાત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલીએ ઉકત સ્થળોએ ચોંટાડીને કરવાની રહેશે તથા સરકારશ્રીના અસાધારણ રાજય પત્રમાં પ્રસિધ્ધ કરવાની રહેશે.
આ હુકમની અમલવારી કરવા તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવા તેમજ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી, સંબંધિત દરેક પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા સબંધીત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
આજ તા. ૦૨-સપ્ટેમ્બર-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી હુકમ બહાર પાડયો.
અમરેલી, ૦૨ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૫.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩) અને ૩૩ હેઠળ
વંચાણે લીધા ઃ
(૧) પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાં પત્ર નં. એલ.આઈ.બી./હથિયારબંધી જાહેરનામું/૨૩૦૨/૨૦૨૫, તા. ૧૮-૦૮-૨૦૨૫.
જાહેરનામું
નં. નાચી/પલસ/વશી/૭૪૮/૨૦૨૫.-વંચાણે લીધા ક્રમાંક-૧ થી પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાં તા. ૧૮-૦૮-૨૦૨૫નાં પત્રથી આગામી તા. ૨૭-૦૮-૨૦૨૫નાં રોજ હિન્દુ ધર્મના ભગવાન ગણપતિ મહોત્સવ અંતર્ગત ભગવાન ગણપતિની મૂર્તિઓની સ્થાપના થનાર હોય તેમજ ગણપતિ મહોત્સવની ઉજવણી થનાર હોય જેથી તકેદારીનાં ભાગ રૂપે સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને તકેદારીનાં ભાગરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તથા કલમ-૩૭(૩) અને કલમ-૩૩ મુજબ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.
ઉકત દરખાસ્ત ધ્યાને લેતા આગામી સમયમાં ગણપતિ મહોત્સવ તહેવારની ઉજવણી થનાર હોય, જેથી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ જાહેર સુલેહ શાંતિ અને સલામતી જાળવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૧ તથા કલમ-૩ તથા કલમ-૩૩ અન્વયે પગલા લેવા પુરતા કારણો છે. તેની મને ખાત્રી થઈ છે.
જેથી હું, દિલિપસિંહ ગોહિલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલી, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ની પેટા કલમ-૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી ફરમાવું છું કે,
(૧) અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૬-૦૮-૨૦૨૫ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ (બંને દિવસો સહિત) નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવંુ છું,
A. શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારિરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થ³ શકે તેવી બીજી ચીજો લઈ જવાની,
B. કો³પણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થો લઈ જવાની,
C. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠાં કરવાની તથા તૈયાર કરવાની,18 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 D. કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની,
E. વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની,
F. લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની,
O. છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીશ્રીના અભિપ્રાય પ્રમાણે સૂરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, તે દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
(૨) આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
(r) ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમ ગાર્ડ સહિતના તમામ સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી તથા અધિકારીઓને, (rr) શારિરીક અશક્તિના કારણે લાકડી તથા લાઠી લ³ને ફરવુ જરૂરી છે તેવી વ્યક્તિઓને,
(૩) વધુમાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની પેટા કલમ-૩ તથા કલમ-૩૩ હેઠળ મળેલ સત્તાની રૂઈએ, તા. ૨૬-૦૮-૨૦૨૫ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ (બંને દિવસો સહિત) અમરેલી જિલ્લાનાં સમગ્ર વિસ્તારની અંદર સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજુરી/પરવાનગી સિવાય કો³ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી/પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવાની હું મનાઈ ફરમાવુ છું.
(૪) ઉપરોક્ત પેરા-૩માં કરવામાં આવેલ આદેશ ફરજ પરના કો³પણ સરકારી/અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તેમજ કો³પણ વરઘોડા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ.
(૫) આ જાહેરનામુ ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ૧૩૫ ની જોગવાઈ મુજબ સજા તથા દંડને પાત્ર થશે.
હું એવો પણ આદેશ કરૂં છું કે, જાહેર જનતાની જાણ સારૂ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને તથા નાયબ માહિતી નિયામકશ્રી, અમરેલીની કચેરી મારફત સ્થાનિક વર્તમાનપત્ર, ચેનલો મારફતે બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરવો.
આજ તા. ૨૬, ઓગષ્ટ, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરી આપ્યો.
અમરેલી, ૨૬ માહે ઓગષ્ટ, સને ૨૦૨૫.
દિલિપસિંહ ગોહિલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી
Government Press & Stationery, Rajkot.