Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 47, Part Part-I Extra, 19 December 2025

Published 19 December 2025

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
47
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Rajkot
Identifier
in.gazette.gujarat.2025-12-19.202602151859386904
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

© The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI ] FRIDAY, 19th DECEMBER, 2025/AGRAHAYAN 28, 1947 [ No. 47

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

PART‑I EXTRAORDINARY જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળનુ

જાહેરનામું

નં. ડીએમ/મેજી/૯૫/૨૦૨૫.-Assistant Divisional Engineer, Western Railway, Jamnagar એ તા. ૧૭-૦૩-૨૦૨૫ના પત્ર નં. 20/W/350/1/JAM પત્રથી ખંભાળીયા સ્ટેશન રેલવે ફાટક નં. ૨૩૫ પર રેલવે અંડરબ્રીજની કામગીરી કરવામાં આવતી હોવાથી આ કામગીરીમાં સલાયા થી ખંભાળીયાનો રસ્તો બંધ થયેલ હોય, ટ્રાફીકની સમસ્યા ન થાય તથા રાહદારીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે ટુ-વ્હીલ તથા ફોરવ્હીલ માટે સોનલ માતાજીના મંદીરની સામે આવેલ ગરનાળામાંથી થઈને, મિલન ચાર રસ્તા થઈને ખાનાથ મંદિર થઈને કણઝાર ત્રણ રસ્તા થઈને પોરબંદર-ખંભાળીયા વાળો રોડ, અને મિલન ચાર રસ્તા થઈને મહારાણા પ્રતાપજીના પુતળા પાસે જામનગર-ખંભાળીયા નેશનલ હાઈવે રોડનો ઉપયોગ કરવા ડાયવર્ઝન આપવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રેને દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત અન્વયે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયા તથા ચીફ ઓફીસરશ્રી, ખંભાળીયા નગરપાલિકાનો અભિપ્રાય મંગાવતા, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાના તા. ૧૭-૦૪-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામું/૯૨૪/૨૦૨૫ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયાના તા. ૧૬-૦૪-૨૦૨૫ પત્ર નં. POKHMBH/MAG/e-file/3167/2025/0187/Magistrial તથા ચીફ ઓફીસરશ્રી, ખંભાળીયા નગરપાલિકાના તા. ૦૯-૦૪-૨૦૨૫ ના પત્ર નં. ખંનપા/૭૨/૨૦૨૫-૨૬ થી Assistant Divisional Engineer, Western Railway, Jamnagar ની દરખાસ્તની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા હકારાત્મક અભિપ્રાય આપેલ છે.

સબબ હું, રાજેશ એમ. તન્ના, (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ખ) હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, ખંભાળીયા રેલવે ફાટક નં. ૨૩૫ પર રેલવે અંડરબ્રીજની કામગીરી કરવામાં આવતી હોવાથી આ કામગીરીમાં સલાયા થી ખંભાળીયાનો રસ્તો બંધ થયેલ હોય, જેથી ટ્રાફીકની સમસ્યા ન થાય તથા રાહદારીઓને મુશ્કેલીઓ ન પેડ તે માટે (A) ટુવ્હીલ તથા ફોરવ્હીલ માટે સોનલ માતાજીના મંદિરની સામે આવેલ ગરનાળામાંથી થઈને, (B) મિલન ચાર રસ્તા થઈને ખામનાથ મંદિર થઈને કણઝાર ચાર રસ્તા થઈને પોરબંદર-ખંભાળીયા વાળો રોડ, અને (C) મિલન ચાર રસ્તા થઈને મહારાણા પ્રતાપજીના પુતળા પાસે જામનગર-ખંભાળીયા નેશનલ હાઈવે રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉકત ડાયવર્ઝન રૂટની શરૂઆત તથા અંતમાં Assistant Divisional Engineer, Western Railway, Jamnagar એ ડાયવર્ઝન અંગેના સાઈનેઝ બોર્ડ જાહેર જનતા વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજીયાતપણે લગાવવાના રહેશે.

ઃ અમલવારીનો સમયગાળો ઃ

આ હુકમ તા. ૧૬-૦૫-૨૦૨૫ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.

0102 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તથા મદદનીશ ડીવીઝનલ ઈજનેરશ્રી, પશ્ચિમ રેલવે, જામનગરએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તેમજ સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આજ તા. ૧૬-૦૫-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી હુકમ બહાર પાડવામાં આવ્યો.

દેવભુમિ દ્વારકા, ૧૬ માહે મે, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળનુ

જાહેરનામું

Letter No. DBD/0502/07/2025- કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકાના તા. ૧૪-૦૭-૨૦૨૫ પત્ર નં. પીબી/૭૨૧ થી તેઓના પેટા વિભાગ હસ્તકના જામનગર-લાલપુર-પોરબંદર રોડમાં હયાત માઈનોર બ્રિજ સીડી નં. ૭૬/૧ કે જે ખાનકી પથ્થરના ચણતરવાળો ખુબ જુનો બ્રીજ છે. જેના સ્લેબ તથા પિયર અને એબટમેન્ટમાં નુકશાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફીક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ વૈકલ્પીક રસ્તા તરીકે ભાણવડ-ધુમલી-કપુરડી નેસ વાળા રૂટ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રેને દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત અન્વયે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયાનો અભિપ્રાય મંગાવતા, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તેઓના તા. ૧૫-૦૭-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામું/૧૭૫૮/૨૦૨૫ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયાએ તેઓના તા. ૧૫-૦૭-૨૦૨૫ના પત્ર નં. POKHMBH/0264/07/2025 થી કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકાની દરખાસ્તની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા હકારાત્મક અભિપ્રાય આપેલ છે.

સબબ હું, રાજેશ એમ. તન્ના, (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ખ) હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, જામનગર-લાલપુર-પોરબંદર રોડમાં હયાત માઈનોર બ્રિજ સીડી નં. ૭૬/૧ ના સ્લેબ તથા પિયર અને એબટમેન્ટ ડેમેજ થયેલ હોય, જેથી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર મનાઈ ફરમાવું છું. જામનગર-લાલપુર-પોરબંદર આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે ભાવણવડ-ધુમલી-કપુરડી નેસ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉકત વૈકલ્પિક રોડ સીંગલ પ|ીનો હોય તેમજ કાચો રોડ હોય, જેથી આ સદરહું રોડના સમારકામ તેમજ પહોળો કરવાની તાત્કાલીક જરૂરીયાત હોય, જેથી કરી સામ-સામે આવતા ભારે વાહનો સરળતાથી પસાર થઈ સકે તેમજ આવનાર શ્રાવણમાસ દરમ્યાન આ રોડ ઉપર દર્શનાર્થીઓની ખુબજ મોટી સંખ્યામાં અવર-જવર તેમજ ભીડ થતી હોય છે જે બાબતો ધ્યાને લઈ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકાએ જરૂરી તમામ વ્યવસ્થા કરવાની રહેશે.

વૈકલ્પિક રસ્તા માટે યોગ્ય સ્થળોએ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકાએ ડાયવર્ઝન અંગેના સાઈનેઝ બોર્ડ જાહેર જનતા સરળતાથી વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજીયાતપણે લગાવવાના રશે. તેમજ ભયજનક માઈનોર બ્રીજ સીડી નં. ૭૬/૧ને જરૂરીયાત મુજબ બેરીકેટીંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે તેમજ ભંગ બદલ ગુનો દાખલ કરવા પોલીસ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ કર્મચારીને અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તથા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તેમજ સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ હુકમ e-sign મુજબની તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આજ રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી હુકમ બહાર પાડવામાં આવ્યો.

દેવભુમિ દ્વારકા, ૧૫ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળનુ

જાહેરનામું

Letter No. DBD/0781/07/2025- કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), દેવભૂમિ દ્વારકાના તા. ૧૬-૦૭-૨૦૨૫ પત્ર નં. DPDD/0133/07/2025 થી તેઓના પેટા વિભાગ હસ્તકના સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઈનેજ ૩/૩૫૦ કી.મી. પર બોકસ કલ્વર્ટના પીયરમાં નુકશાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફીક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ વૈકલ્પીક રસ્તા તરીકે પરોડીયા-કન્વેયર બેલ્ટથી મોટા માંઢા-સલાયા રોડ, તા. ખંભાળીયા વાળા રૂટ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રેને દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત અન્વયે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયાનો અભિપ્રાય મંગાવતા, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તેઓના તા. ૧૯-૦૭-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામું/૧૭૯૮/૨૦૨૫ તથાTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 03 સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ખંભાળીયાએ તેઓના તા. ૧૯-૦૭-૨૦૨૫ના પત્ર નં. POKHMBH/0362/07/2025 થી કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), દેવભૂમિ દ્વારકાની દરખાસ્તની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા હકારાત્મક અભિપ્રાય આપેલ છે.

સબબ હું, રાજેશ એમ. તન્ના, (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ખ) હેઠળ મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઈનેજ ૩/૩૫૦ કી.મી. પર બોકસ કલ્વર્ટના પીયરમાં નુકશાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા મનાઈ ફરમાવું છું. સલાયા-પરોડિયા આવતા-જતા તમામ પ્રકારના Æારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે પરોડીયા-કન્વેયર બેલ્ટથી મોટા માંઢા-સલાયા રોડ, તા. ખંભાળીયા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉકત વૈકલ્પિક રોડ મોટરેબલ રહે તેમજ ભારે વાહનો આસાનીથી પસાર થઈ શકે તે માટે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), દેવભૂમિ દ્વારકાએ જરૂરી તમામ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ વૈકલ્પિક રસ્તાની શરૂઆત તથા અંતમાં કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), દેવભૂમિ દ્વારકાએ ડાયવર્ઝન અંગેના સાઈનેઝ બોર્ડ જાહેર જનતા શરળતાથી વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજીયાતપણે લગાવવાના રહેશે. તેમજ ભયજનક રસ્તાના ચેઈનેજ ૩/૩૫૦ ને જરૂરીયાત મુજબ બેરીકેટીંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે.

ઃ અમલવારીનો સમયગાળો ઃ

આ હુકમ e-sign મુજબની તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે તેમજ ભંગ બદલ ગુનો દાખલ કરવા પોલીસ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ કર્મચારીને અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તથા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તેમજ સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આજ રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી હુકમ બહાર પાડવામાં આવ્યો.

દેવભુમિ દ્વારકા, ૨૨ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)હેઠળનું સુધારેલ જાહેરનામું

વંચાણે લીધા ઃ

(૧) અત્રેના તા. ૦૫-૦૮-૨૦૧૪ ના જાહેરનામા ક્રમાંક ઃ ડીએમ/ડીસીએચ/૦૪/૨૦૨૪

(૨) નાયબ કલેકટર અને વહીટવદારશ્રી, શ્રી દ્વારકાધિશ મંદિર, દ્વારકાના તા. ૨૮-૦૫-૨૦૨૫ના પત્ર નં. દેવ/સુરક્ષા/મુકિત/૨૮૦૫/૨૦૨૫. હુકમ

Letter No. DBD/0646/06/2025- અત્રેના સંદર્ભિત-(૧) ના જાહેરનામાંથી દ્વારકાધિશ મંદિરમાં કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થો લઈ જઈ શકાય તેવી ચીજો જેવી કે કેમેરા/ડિઝિટલ કેમેરા, મોબાઈલ ફોન, કેમ કોડર/વિડિયો શુટીંગ કરવાના ઈલેકટ્રોનિકસ ઉપકરણો કે શંકાસ્પદ પદાર્થો/વસ્તુઓ વિગેરે લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ.

નાયબ કલેકટર અને વહીવટદારશ્રી, શ્રી દ્વારકાધિશ મંદિરના વંચાણે લીધા-(૨) ના પત્રથી ઉકત જાહેરનામા અન્વયે અત્રેના જિલ્લાના મહેસુલી, પંચાયત અને પ્રોટોકોલ સંબંધિત હુકમ અન્વયે ફરજ પરના અધિકારીશ્રી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવા અત્રે દરખાસ્ત કરેલ છે જે અંશતઃ વ્યાજબી જણાય છે.

સબબ હું, રાજેશ એમ. તન્ના, (I.A.S.), જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સત્તાની રૂએ વહીટવદારશ્રી, શ્રી દ્વારકાધિશ મંદિર, દ્વારકા, નાયબ વહીવટદારશ્રી શ્રી દ્વારકાધિશ મંદિર, દ્વારકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાતવા તમામ નાયબ કલેકટરશ્રી અને મામલતદારશ્રી (પ્રોટોકોલ) સહીતના મામલતદારશ્રીને અત્રેના વંચાણે લીધા-(૧) ના જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.

ઉપરાંત, પ્રાંત અધિકારીશ્રી દ્વારકા/કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા તરફથી જે-તે ઈવેન્ટ અનુસંધાને જેમને ફરજ સોંપવામાં આવી હોય તેવા વર્ગ-૩ ના કર્મચારીઓને સંદેશાવ્યવહાર અને સંકલન માટે મોબાઈલની અનિવાર્ય આવશ્યકતાનું આકલન કરી પ્રાંત અધિકારીશ્રી, દ્વારકા દ્વારા જે-તે ઈવેન્ટ પુરતી અલગથી પરવાનગી આપવામાં આવી હોય તેવા વર્ગ-૩ ના કર્મચારીઓને જે-તે ઈવેન્ટ પુરતી અત્રેના વંચાણે લીધા-(૧) ના જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.

અત્રેના વંચાણે લીધા-(૧) ના જાહેરનામાંની અન્ય તમામ વિગતો યથાવત રહેશે.

આજ રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડuું.

દેવભુમિ દ્વારકા, ૧૩ માહે જુલાઈ, સને ૨૦૨૫.

રાજેશ એમ. તન્ના જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા04 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0218/03/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા તત્વો બહારથી આવે ત્યારે તેઓની ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપવા માટે વાહનોનો ઉપયોગ કરે છે. હાઈ-વે ઉપરની હોટલોમાં રોકાણ કરે છે. તેમજ જિલ્લામાં અવારનવાર બનતી ઘરફોડ ચોરીઓ, મંદીર ચોરી, વાહન ચોરી, ખુન, લૂંટ અને ધાડ જેવી ગુન્હાહિત પ્રવૃતિને કારણે નાગરીકોના જીવ જોખમાય છે, અને તેમની મિલ્કતને હાની પહોંચે છે. આ કારણે નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે. આ પ્રકારના ગુન્હા કરતા ઈસમો ગુન્હા કરતા ઈસમો ગુન્હો કરવામાં વાહનોનો ઉપયોગ કરે છે. આ પ્રકારના ગુના કરતા ઈસમો ગુનો કર્યાબાદ જે તે સ્થળેથી ૫૦-૬૦ કિ.મી. દુર જઈને હાઈ-વે ઉપરના કે જિલ્લાના મુખ્ય રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ/ડીઝલ ભરાવે છે. હાઈ-વેની હોટલ ઉપર ચા-પાણી પીતા હોય છે કે જમતા તેમજ આરામ કરવા રોકાતા હોય છે. આવા વાહનો ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા હોય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્યના પડોશી રાજ્યો સાથે બોર્ડર ધરાવતા જિલ્લાઓમાંથી આવીને ગુન્હેગારો વાહનોની અનેક ચોરીઓ, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુન્હાઓ કરે છે. ગંભીર ગુન્હાઓ પૈકી કેટલાક ગુન્હાઓ અનડીટેકટ રહે છે. આવા ગુન્હાઓમાં ગુનેગારોની ઓળખ મળી જાય તો અનડીટેકટ ગુન્હાઓમાં ગુનેગારોને ઝડપથી શોધી શકાય. ગુન્હાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુન્હા કરતા અટકે અને તે રીતે નાગરીકોના જાન-માલ બચી શકે છે. લોકોના જાન-માલની રક્ષા કરવી તે તંત્રની ફરજ છે.

ગુનેગારોની ઓળખ સહેલાઈથી થઈ શકે તેમજ ગુન્હાઓનો ગંભીર પ્રકાર, ગુન્હાઓનું વધેલુ પ્રમાણ તથા અનડીટેકટ રહેતા ગુન્હાઓનું પ્રમાણ ધ્યાને લેતા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવે તે માટે તત્કાળ ઉપાય કરવાનું હિતાવહ જણાય છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળોએ (પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, એ.ટી.એમ. સેન્ટરો, ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, આંગડીયા પેઢીઓ, સોના ચાંદીના શોરૂમ, હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો, શોપીંગ મોલ, થિયેટર વિ.) નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા તેમજ ૧૫-દિવસના રેકોર્ડીગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી અત્રેને દરખાસ્ત મળેલ છે. જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે ઉપરોક્ત દરખાસ્ત વ્યાજબી જણાતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ જાહેરહીતમાં જાહેરનામુ બહાર પાડવુ ઉચિત જણાયેલ છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર અને દ્વારકા શહેર વિસ્તારમાં તથા જિલ્લાના તમામ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, સોના-ચાંદી તથા કિંમતી ઝવેરાતના શો-રૂમ, લાયસન્સવાળી હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર જેવા તમામ સ્થળોએ નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા રેકોર્ડીગ સીસ્ટમ તથા ૧૫-દિવસના રેકોર્ડીગ ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી કેમેરાઓ મુકવા આથી હુકમ કરવામાં આવે છે. આ અંગે નીચેની વિગતે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(અ) ઉપરોક્ત જણાવેલ તમામ એકમોએ અગાઉના આવા જ પ્રકારના જાહેરનામા અન્વયે સી.સી.ટી.વી. કેમેરા મુકેલા હોય તે ચાલુ હાલતમાં રહે તે જોવાનું રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો/વ્યવસાય શરૂ કરવાનો રહેશે.

(બ) ઉપરોક્ત સ્થળોએ જયાં લોકો/વાહનોનો પ્રવેશ હોય ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવતાવાળા, વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવવાના રહેશે.

(ક) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ સતત ૨૪ કલાક ચાલુ રાખવાના રહેશે અને તેનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે.

(ડ) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને માંગણી થયે જોવા દેવાના રહેશે અને ગુન્હાની તપાસના કામે તેવા રેકોર્ડીગ તપાસનીશ પોલીસ અધિકારીને આપી દેવાના રહેશે.

આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૧-૦૩-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૦૨-એપ્રિલ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૦૨ માહે એપ્રિલ, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 05

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) હેઠળનું

જાહેરનામું

નં.ડીએમ/મેજી/જાહેરનામા/હથિયાર બંધી/૨૫૩/૨૦૨૫.-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરીએથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે સમગ્ર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવા તા. ૨૪-૦૩-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામાં/૬૭૯/૨૦૨૫ થી દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મને વ્યાજબી જણાતી હોય હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧-૦૩-૨૦૨૫ થી તા. ૨૯-૦૪-૨૦૨૫ સુધી ૨૪-૦૦ કલાક અમલમાં રહે તેમ (બન્ને દિવસો સહિત ૩૦ દિવસ) કોઈએ.

(૧) શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવું નહીં.

(૨) કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહીં.

(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહીં.

(૪) મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં.

(૫) અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહીં.

આ જાહેરનામાના મુદા નં. ૧ તથા ૨ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

(૧) ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામરક્ષક દળના સPયો કે જેમને ફરજ નિમિતે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને.

(૨) જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને.

(૩) પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને.

(૪) પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને.

(૫) યજ્ઞોપવિત અપાતું હોય તેવા બળવાઓને દંડ રાખેલ હોય તેને.

(૬) પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યકિતને.

(૭) કિરપાણ રાખેલ શીખને.

આ જાહેરનામાનાં કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછા (૪) ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

આ જાહેરનામાની પ્રસિધ્ધિ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટિસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.

આજ તા. ૨૫-માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૫ માહે માર્ચ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0392/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨(બે) ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે ૨૨(બાવીસ) ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે અત્રેના તા. ૧૯-૧૨-૧૬ના નં. ડીએમ/મેજી/ટાપુ/૧૧૨/૧૬ના સુધારા જાહેરનામાંમાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની લેખિત પરવાનગી લેવામાંથી મુકિત આપવામાં આવેલ છે. કેટલાક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથો/સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાડા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ ફેલાવવાની શકયતાને ધ્યાને લઈ જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલા લેવાં જરૂરી જણાય છે. ત્રાસવાદ અને હિંસા દ્વારા લોકોમાં ભય અને આતંક ફેલાવવો તથા દેશનાં મહત્વનાં લશ્કરી, અર્ધ લશ્કરી, ઔદ્યોગીક, ધાર્મિક ઠેકાણા ઉપર હુમલા કરવા તથા રાષ્ટ્રવિરોધી, દાણચોરી તેમજ જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિની સંભાવના નિવારવા આ સાથેના પરિશિષ્ટમાં દર્શાવેલા ૨૧(એકવીસ) ટાપુઓ પર સક્ષમ અધિકારીની લેખિત પૂર્વ પરવાનગી સિવાય પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનું મને ¶ચિત જણાય છે.

06 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ સાથેના પરિશિષ્ટ મુજબના ૨૧(એકવીસ) ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વમંજુરી વિના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંના ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બહોળી જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

પરિશિષ્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાપુ
અ. નં. ટાપુનું નામ પોલીસ સ્ટેશનનું નામ માનવ વસતી છે કે કેમ મોબાઈલ ટાવર પકડે છે કે કેમ? ક્ષેત્રફળ મહેસુલી હકુમત
૧ ધાની ઉર્ફે ડની ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૫૦૦ હેકટર ખંભાળીયા
૨ ગાંધીયોકડો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦ હેકટર ખંભાળીયા
૩ કાલુભાર ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૫૦૦ હેકટર ખંભાળીયા
૪ રોઝી ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦૦ હેકટર ખંભાળીયા
૫ પાનેરો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૪૫૦ હેકટર ખંભાળીયા
૬ ગડુ (ગારૂ) ટાપુ કલ્યાણપુરપોલીસ સ્ટેશન ના હા ૧૨૦ હેકટર કલ્યાણપુર
૭ સાનબેલી (શિયાળી) ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર કલ્યાણપુર
૮ ખીમરોઘાટ ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર કલ્યાણપુર
૯ આશાબાપીર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦૦ ચો.મી. દ્વારકા
૧૦ ભૈદર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦૦ હેકટર દ્વારકા
૧૧ ચાંક ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૧૦૦ હેકટર દ્વારકા
૧૨ ધબધબો (દબદબો) ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૮૦ હેકટર દ્વારકા
૧૩ દીવડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૦ હેકટર દ્વારકા
૧૪ સામીયાણી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર દ્વારકા
૧૫ નોરૂ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૦ હેકટર દ્વારકા
૧૬ માન મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦ હેકટર દ્વારકા
૧૭ લેફા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૫૦ હેકટર દ્વારકા
૧૮ લંઘા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૧૯ કોઠાનું જંગલ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૨૦ ખારા-મીઠા ચુષ્ણા ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦૦ ચો.મી. દ્વારકા
૨૧ કુડચલી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦ હેકટર દ્વારકા

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 07

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0386/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્ર વિરોધી આંતકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃતિ કરી શકે છે. અત્રેના જિલ્લામાં આવેલ શ્રી દ્વારકાધીશ જગતમંદીર, નયારા ઓઈલ, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફેકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો ઉપર આંતકવાદી હુમલાની શકયતા રહેલ છે.

ગુજરાત રાજયનાં વિકાસને પરિણામે રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે આવે છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ મકાન ભાડે રાખી વસવાટ કરે છે. જેમાં અમુક ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહીત માનસ ધરાવતા ઈસમો આવી વસવાટ કરે એવી સંભાવનાઓ રહેલ છે અને આવા ઈસમો અત્રેના જિલ્લામાં રોકાણ કરી રેકી કરી તક મYયે ગુન્હાહીત અને આતંકવાદી રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓ આચરી નાશી જાય તેવું બની શકે છે, અને રાજયમાં ભુતકાળમાં આ બનાવો બનવા પામેલ છે.

હાલના પ્રવર્તમાન સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત, મોડાસા વિગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા આતંકવાદી કૃત્યો અનુસંધાને આવા કૃત્યોને અટકાવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતોવખત મળતા અહેવાલોને ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ અત્રેના જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્ય કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવી આવશ્યક હોય મકાન ભાડેથી આપવાના કિસ્સામાં સંબંધિત પોલીસ સ્ટેશનને તે અંગેની જાણ કરવામાં આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં ગુજરાત બહારના રાજ્યોમાંથી લોકો ધંધા-રોજગાર અર્થે મોટી સંખ્યામાં આવે છે. આવા લોકો કયા સ્થળેથી આવેલા છે? કઈ જગ્યાએ કામ કરવા માટે આવેલા છે? અને કઈ જગ્યાએ કેટલા દિવસનું રોકાણ કરેલુ છે? વિગેરે માહિતી ઉપલબ્ધ થઈ રહે તે ઘbં જ આવશ્યક જણાય છે. આથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી મળેલી દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.

તેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ તળે મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી સબંધિત મકાનની વિગત, ભાડુઆતના સરકારી ઓળખકાર્ડની નકલ, મૂળ રહેણાંકની સંપૂર્ણ વિગત, સબંધિત મકાનના દલાલ કે ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી દિવસ-૮ માં નીચે મુજબના પત્રકમાં ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખ પ્રુફની નકલ સાથે રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવાની રહેશે. અગાઉ જે મકાનો ભાડે અપાયેલા હોય તે કિસ્સામાં પણ આવી માહિતી દિવસ-૮ માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે.

અનુ. ભાડે આપેલ મકાનની વિગત તથા સરનામું મકાન ભાડે આપ્યાની તારીખ અને માસીક ભાડાની વિગત મકાન માલિક/ મકાન ભાડે આપવા/ વ્યવસ્થા કરી આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું ફોન/મોબાઈલ નંબર કઈ વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેના પાકા નામ સરનામા ફોન/મોબાઈલ નંબર, ફોટો આઈડી. પ્રુફની નકલ તેમજ ઉપરના ભાગે ભાડુઆતનો હાલનો ફોટોગ્રાફ ભાડે આપેલ મકાનમાં રહેતા તમામ વ્યકિતના નામ સરનામા ફોન/ મોબાઈલ નંબર, ફોટો આઈડી પ્રુફની નકલ તેમજ હાલનો ફોટોગ્રાફ મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનીક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

08 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0388/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો તથા ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં દાણચોરી તથા નાર્કોટીકસ ચીજવસ્તુઓની હેરાફેરી તેમજ ગંભીર પ્રકારના ગુન્હા જેવા કે અપહરણ, જાતીય સતામણી, હુમલો, ધાડ જેવા ગુન્હાઓ આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ગુન્હેગારો ફોરવ્હીલ વાહનો કે જેના કાંચ ઉપર ફિલ્મ કે પડદા લગાડેલા હોય તેમાં બેસીને નાશી જતા હોય છે ત્યારે ટોલ બુથ અને હોટલ ઉપર લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં પણ દેખાતા નથી. જેથી ગુન્હેગારોને ઓળખવામાં અને પકડવામાં મુશ્કેલી થાય છે. આમ, ગુન્હાહીત પ્રવૃતિના કારણે નાગરીકોના જાનમાલની અને રાષ્ટ્રની સલામતી જોખમાય છે અને નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે.

રીટ પીટીશન નં. ૨૬૫/૧૧ થી જાહેર હિતની અરજી અન્વયે નામ. સપ્રિમ કોર્ટે તા. ૨૭-૦૪-૨૦૧૨ ના રોજ જજમેન્ટ આપી વાહનોના કાચ ઉપર બ્લેક/ડાર્ક ફિલ્મ કે અન્ય મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જેનું દરેક રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશને પાલન કરવા આદેશ કરેલ છે.

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે તેમજ તેમના નાપાક મનસુબામાં કામયાબ ન બને તે માટે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું મટીરીયલ કે પડદા લગાવે નહીં તે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મળે છે. જે દરખાસ્ત વ્યજબી અને ઉચિત જણાય છે.

સબબ હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરું છું કે,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું વાંધાજનક મટીરીયલ કે પડદા લગાવવા નહીં તેમજ વાહનો ઉપર લગાવવાની આવી ફિલ્મના વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંનાં હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0383/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. પ્રવર્તમાન સંજોગો અંગે ગુપ્ત સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્રવિરોધી આતંકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે છે. અત્રેના જિલ્લામાં આવેલ શ્રી દ્વારકાધીશ જગત મંદીર, નયારા એનર્જી, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન રીફાઈનરી, તાતા કેમીકલ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો ઉપર આતંકવાદી હુમલાની શકયતા રહેલ છે. આથી આવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સિકયોર વેબ પોર્ટલ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) ગુજરાત પોલીસ દ્વારા બનાવામાં આવેલ છે તથા આ સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચના સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ, સોફટવેર કોઈ પણ નવી હોટલમાં ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂરી નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ-પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાના પત્ર નં. એલ.આઈ.બી./ જાહેરનામા/૧૧૫૫/૨૦૨૫, તા. ૧૯-૦૫-૨૦૨૫ થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૂૂડì×ટંં સોફટવેરની અમલવારી કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રે દરખાસ્ત કરેલ છે.

પથિક સોફટવેરથી એક જ જગ્યાએ બેસીને એક જ વ્યકિત દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે. જેના કારણે માનવ શકિતનો ઓછો ઉપયોગ કરી, ટેકનોલોજીની મદદથી સમયમર્યાદામાં કોઈપણ ગુન્હો બનતો અટકાવી શકાય અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 09

સાંપ્રત સમયમાં બનતા ગુન્હા તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા, તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવા સંજોગોમાં તમામ હોટલોને એક સાથે ચેક કરવી થોડી મુશ્કેલી તથા સમયનો વ્યય થાય પરંતુ ÒÒપથિકÓÓ સોફટવેર મારફત આ કામગીરીને ચેક કરી ગુન્હાહીત કે અન્ય માહિતી તાત્કાલીક મળી શકે છે. તેમજ સરળતાથી તપાસમાં ઉપયોગી થઈ શકે તેવી મહિતી ઉપલબ્ધ થઈ શકશે.

તદûઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તાર ખૂબ જ લાંબો આવેલ હોય તથા શ્રી દ્વારકાધીશ જગત મંદિર આવેલ હોય તથા મોટી કંપનીઓ કાર્યરત હોવાથી આંતરરાષ્ટ્રીય પથિકોની અવર-જવર રહેતી હોય, જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઈનપુટ બાબતે મહત્વની માહિતી મળી રહે તે સારૂ ÒÒપથિકÓÓ સોફટવેરની અમલવારી કરાવવી જરૂરી જણાય છે.

આથી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તેવા હેતુસર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બંન્ને દિવસો સહિત) દિવસ-૬૦ સુધી નીચે મુજબની બાબતોનો ચૂસ્ત અમલ કરવા ફરમાવું છું.

(એ) દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાથે પ્રાંત/રાજ્ય/દેશ/વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સોફટવેરમાં હોટલ/ગેસ્ટહાઉસના માલીક/સંચાલકે અવશ્ય કરવી.

(બી) જાહેરનામું પ્રસિધ્ધ થયેથી સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી ખાતેથી હોટલ/ગેસ્ટહાઉસના સંચાલક/માલીકોએ હોટલની વિગતો રજુ કરી યુઝર આઈડ-પાસવર્ડ દિન-૧૫ માં મેળવી લેવાના રહેશે.

(સી) દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોટેલ/ગેસ્ટહાઉસના માલીકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સોફટવેર ઈન્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી ÒÒપથિકÓÓ સોફટવેરમાં પણ કરાવની રહેશે.

(ડી) પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકો/માલીકોને ÒÒપથિકÓÓ સોફટવેર અંગેની જાણ તથા સમજ આપવાની રહેશે.

આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી જોઈ શકાય તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવવાનું રહેશે.

આજ રોજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0384/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા ઓઈલ, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે તે પૈકી અમુક લોકો દ્વારા બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમ કાર્ડની ખરીદી, આ સીમકાર્ડનો દુરુપયોગ કરવાની સંભાવના રહે છે.

સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર ક્રમાંક ઃ વી-૧/ખસવ/૧૦૨૦૧૧/૧૩૮૩૧, તા. ૨૮-૦૨-૨૦૧૨ તેમજ અધિક મહાનિર્દેશકશ્રી, ઈન્ટેલીજન્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક ઃ ટેલીફોન/૧૭૦/૨૦૧૨, તા. ૦૩-૦૪-૨૦૧૨ની વિગતે (૧) બજારમાં મોબાઈલ ફોનના સીમકાર્ડ માન્ય પુરાવાની તેમજ ખરીદનાર વ્યકિતની બરાબર ચકાસણી કર્યા વગર તેમજ બોગસ દસ્તાવેજોના આધારે પણ મળે છે. (૨) સ્થાનિક STD/PCO ઉપરથી બનાવટી કોલ (FAKE CALL) દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતિય સતામણી કરવાના, ખોટી માહિતી આપવાના વિગેરે કિસ્સાઓ વધી રહેલ છે. જેથી પોલીસની કામગીરી વધવા પામેલ છે. આ હકિકત ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રીએ દેવભૂમિ દ્વારકાએ જિલ્લામાં ડીસ્ટ્રીબ્યુટર/રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઈલના સીમકાર્ડ વેચતી વખતે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામું, ફોટો ઓળખકાર્ડ વિગેરે દસ્તાવેજો ચકાસવા અને ગેરકાયદે જણાયે તેઓની વિરૂધ્ધ પગલા લેવા તથા તમામ STD/PCO ધારકોએ કોલર (ફોન કરનાર) ની ઓળખ ચકાસવા તેમજ તેના નામ, સરનામા, કોલ ડીટેઈલની માહિતીનું રજીસ્ટર નિભાવવા અંગે જરૂરી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. ઉપરની વિગતે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી મળેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે.

10 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

જેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે,

(૧) સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોબાઈલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો ઓળખકાર્ડની નકલ, રહેઠાણના પુરાવાઓની નકલ તથા ખરીદનારનો કલર ફોટાની બરાબર ચકાસણી કરવાની રહેશે તથા ફોર્મમાં સુવાચ્ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્યારબાદ જ સીમકાર્ડ વેંચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનાર વ્યકિતની ફોટો, ઓળખ તથા રહેણાંકની વિગતો જળવાઈ રહે તે માટેનું નીચે જણાવેલ વિગતેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ DOTC (ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ)ની નવા સીમકાર્ડ આપવા સંબધિત સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઈલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજૂ કરેલ આધારો, ફોટોગ્રાફસનું ટેલીફોનીક વેરીફીકેશનની સાથે સાથે (C.A.F.) કસ્ટમર એકિવઝિશન ફોર્મમાં સ્થળ ખરાઈ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે.

અ. નં. તારીખ નામ સર્વિસ પ્રોવાઈડરનુ મોબાઈલ નંબર ઈસ્યુ કરવામાં આવેલ ધારકનું નામ મોબાઈલ નંબર સરનામુ આધાર નંબર (KYC નંબર) KYC પ્રકાર ડેટ મોબાઈલ નંબર ઈસ્યુ નંબર અલ્ટરનેટ મોબાઈલ POS નામ POS મોબાઈલ નંબર શોપનું નામ વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

(૨) ટેલીફોનબુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઈ રહે તે રીતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

(૩) ઉપરોકત બાબતે નિભાવેલ રેકર્ડ (રજીસ્ટર) સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે.

(૪) ઉપરોકત કોલમ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેઈઝ નંબરો ઉપર સ્ટેમ્પિંગ (સિકકા એકુન) કરાવવાનું રહેશે.

(૫) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈ પુર્વક તપાસણી કરવાની રહેશે તેમજ નિયત કરવામાં આવેલ કોલમ મુજબ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે તેમજ જરૂર પડયે પોલીસ અધિકારી સમક્ષ ઉપરોકત રજીસ્ટરો રજુ કરવાના રહેશે.

(૬) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/સંચાલકની રહેશે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા સ્થાનીકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0389/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા તત્વો બહારથી આવે ત્યારે તેઓની ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપવા માટે વાહનોનો ઉપયોગ કરે છે. હાઈ-વે ઉપરની હોટલોમાં રોકાણ કરે છે. તેમજ જિલ્લામાં અવારનવાર બનતી ઘરફોડ ચોરીઓ, મંદીર ચોરી, વાહન ચોરી, ખુન, લૂંટ અને ધાડ જેવી ગુન્હાહિત પ્રવૃતિને કારણે નાગરીકોના જીવ જોખમાય છે, અને તેમની મિલ્કતને હાની પહોંચે છે. આ કારણે નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે. આ પ્રકારના ગુન્હા કરતા ઈસમો ગુન્હા કરતા ઈસમો ગુન્હો કરવામાં વાહનોનો ઉપયોગ કરે છે. આ પ્રકારના ગુના કરતા ઈસમો ગુનો કર્યાબાદ જે તે સ્થળેથી ૫૦-૬૦ કિ.મી. દુર જઈને હાઈ-વે ઉપરના કે જિલ્લાના મુખ્ય રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ/ડીઝલ ભરાવે છે. હાઈ-વેની હોટલ ઉપર ચા-પાણી પીતા હોય છે કે જમતા તેમજ આરામ કરવા રોકાતા હોય છે. આવા વાહનો ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા હોય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્યના પડોશી રાજ્યો સાથે બોર્ડર ધરાવતા જિલ્લાઓમાંથી આવીને ગુન્હેગારો વાહનોની અનેક ચોરીઓ, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુન્હાઓ કરે છે. ગંભીર ગુન્હાઓ પૈકી કેટલાક ગુન્હાઓ અનડીટેકટ રહે છે. આવા ગુન્હાઓમાં ગુનેગારોનીTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 11 ઓળખ મળી જાય તો અનડીટેકટ ગુન્હાઓમાં ગુનેગારોને ઝડપથી શોધી શકાય. ગુન્હાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુન્હા કરતા અટકે અને તે રીતે નાગરીકોના જાન-માલ બચી શકે છે. લોકોના જાન-માલની રક્ષા કરવી તે તંત્રની ફરજ છે.

ગુનેગારોની ઓળખ સહેલાઈથી થઈ શકે તેમજ ગુન્હાઓનો ગંભીર પ્રકાર, ગુન્હાઓનું વધેલુ પ્રમાણ તથા અનડીટેકટ રહેતા ગુન્હાઓનું પ્રમાણ ધ્યાને લેતા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવે તે માટે તત્કાળ ઉપાય કરવાનું હિતાવહ જણાય છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળોએ (પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, એ.ટી.એમ. સેન્ટરો, ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, આંગડીયા પેઢીઓ, સોના ચાંદીના શોરૂમ, હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો, શોપીંગ મોલ, થિયેટર વિ.) નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા તેમજ ૧૫-દિવસના રેકોર્ડીગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી અત્રેને દરખાસ્ત મળેલ છે. જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે ઉપરોક્ત દરખાસ્ત વ્યાજબી જણાતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ જાહેરહીતમાં જાહેરનામુ બહાર પાડવુ ઉચિત જણાયેલ છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર અને દ્વારકા શહેર વિસ્તારમાં તથા જિલ્લાના તમામ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, સોના-ચાંદી તથા કિંમતી ઝવેરાતના શો-રૂમ, લાયસન્સવાળી હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર જેવા તમામ સ્થળોએ નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા રેકોર્ડીગ સીસ્ટમ તથા ૧૫-દિવસના રેકોર્ડીગ ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી કેમેરાઓ મુકવા આથી હુકમ કરવામાં આવે છે. આ અંગે નીચેની વિગતે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(અ) ઉપરોક્ત જણાવેલ તમામ એકમોએ અગાઉના આવા જ પ્રકારના જાહેરનામા અન્વયે સી.સી.ટી.વી. કેમેરા મુકેલા હોય તે ચાલુ હાલતમાં રહે તે જોવાનું રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો/વ્યવસાય શરૂ કરવાનો રહેશે.

(બ) ઉપરોક્ત સ્થળોએ જયાં લોકો/વાહનોનો પ્રવેશ હોય ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવતાવાળા, વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવવાના રહેશે.

(ક) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ સતત ૨૪ કલાક ચાલુ રાખવાના રહેશે અને તેનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે.

(ડ) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને માંગણી થયે જોવા દેવાના રહેશે અને ગુન્હાની તપાસના કામે તેવા રેકોર્ડીગ તપાસનીશ પોલીસ અધિકારીને આપી દેવાના રહેશે.

આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

જાહેરનામું

Letter No. DBD/0394/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. તેમજ ગુજરાત રાજયના અtભુત વિકાસને પરીણામે રોજગારીને અનેક તકો ઉભી થયેલ હોય બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. આ જિલ્લામાં ખેતીકામ, ઘરઘાટી, ચોકીદાર, કારખાના, મકાન બાંધકામ, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ, ફેકટરીઓમાં કામ માટે પરપ્રાંતિય લોકોને રાખે છે.જેમાં અમુક ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ધરાવતા ઈસમો હોય એવી સંભાવના રહેલ છે. ભુતકાળમાં પણ કેટલાંક પરપ્રાંતિય કામદારો ચોરી, લુંટ કે ગંભીર પ્રકારના હુમલાઓ કરી લોકોની જિંદગીની ખુંવારી થાય અથવા લોકોની સંપતિને નુકશાન થાય તેવું કૃત્ય કરીને નાસી ગયેલ છે. કામ કરવા માટે રાખનાર માલિક પાસે આવા પરપ્રાંતિય મજૂરોનાં ટ>ંકા નામ સિવાય વિશેષ કોઈ માહિતિ હોતી નથી જેને કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે. જે આપણા દેશ અને રાજ્યની સુરક્ષા માટે જોખમી છે.

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે અનધિકૃત રીતે દેશમાં રહેતા વિદેશી નાગરીકોની ઓળખ થાય અને પરપ્રાંતિય લોકોના જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી દરખાસ્ત મળેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી અને ઉચિત જણાય છે.

12 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

સબબ હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે,

(૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી પત્રક-એ મુજબ સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૫ માં આપવાની રહેશે.

પત્રક-એ

મજુરનો તાજેતરનો ફોટો

મજુરીકામ માટે રાખેલ પરપ્રાંતના વ્યકિતની માહિતી

ક્રમ મુtા
૧ કામ કરવા રાખેલ વ્યકિતનું પુરૂ નામ, ªમર, વતનનું સરનામું, મોબાઈલ નંબર (ફોટો આઈ.ડી. પ્રુફની નકલ સાથે)
૨ કામ કરવા રાખેલ વ્યકિતનું હાલનું રહેણાંકનું સરનામું તથા મોબાઈલ નંબર/સંપર્ક નંબર.
૩ તેની સાથે બીજા માણસો રહેતા હોય તે તમામના તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૪ જેને ત્યાં કામ કરતા હોય તે વાડી માલીકનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૫ કોઈ મારફત આવી વ્યકિતને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૬ અગાઉ જે કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું અથવા તેના ગામના સરપંચ નામ-સરનામું, મોબાઈલ નંબર
૭ સ્થાનિકમાં આવી રીતે કામે રાખેલના ઓળખીતા રહેતા હોય તો તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૮ મજુરી કામે રાખેલ વ્યકિતના વતનનું પુરૂ સરનામું, પોલીસ સ્ટેશન તથા વતનમાં રહેતા માતા, પિતા, ભાઈ, બહેનની વિગત નામ-સરનામા, મોબાઈલ નંબર
૯ પરણિત હોય તો પત્ની/પતિનું તથા સસરા/સાળાના નામ-સરનામા, મોબાઈલ નંબર
૧૦ કામે રાખેલ વ્યકિતની ªચાઈ, દેખાવનું વર્ણન, અPયાસ તથા ઓળખી શકાય તેવી શારીરિક કોઈ નિશાની પૈકી શકય હોય તેટલી વિગતો આપવી.
૧૧ કામે રાખેલ વ્યકિતના આધાર, જેવા કે અન્ય દેશના નાગરિક હોય તો તેમના વિઝા, પાસપોર્ટ વિગેરે વિગતો આપવી.
૧૨ આધારકાર્ડ ઉપરાંત અન્ય ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વિગેરે)

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનીક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0391/05/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફેકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે. આ લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેઓની જરૂરીયાત મુજબ મોબાઈલ વિક્રેતા પાસેથી મોબાઈલ ખરીદ/વેચાણ કરે છે. આવા મોબાઈલ લે-વેચ અંગેનું રેકર્ડ મોબાઈલ વિક્રેતા પાસે હોવું જરૂરી છે. રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગનું પ્રમાણ વધતું જાય છે તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં જે તે સમયે વપરાયેલ મોબાઈલનું રેકર્ડ સરળતાથી મળી રહે તે હેતુથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તા. ૧૯-૦૫-૨૦૨૫ ના પત્ર નં. LIB/જાહેરનામું/૧૧૫૫/૨૦૨૫ થી મોબાઈલ ફોન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 13

સબબ, હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુના કે નવા મોબાઈલ લે-વેંચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેંચનારનું તથા મોબાઈલ વેંચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ, સરનામું નોંધવા નીચે દર્શાવ્યા મુજબના કોલમ વાઈઝ રજીસ્ટરો નિભાવવાના રહેશે.

નવા મોબાઈલ ફોન વેચાણ વખતે નિભાવવાનું રજીસ્ટર
અ. નં. તારીખ મોબાઈલ કંપની મોબાઈલ ફોનનું મોડલ IMEI (01) મોબાઈલ ફોન IMEI (02) મોબાઈલ ફોન નામ મોબાઈલ ખરીદનારનું સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર અન્ય વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11
જુના મોબાઈલ ફોન ખરીદ તથા વેચાણ વખતે નિભાવવાનું રજીસ્ટર
અ. નં. તારીખ મોબાઈલ કંપની મોબાઈલ ફોનનું મોડલ મોબાઈલ ફોન IMEI (01) મોબાઈલ ફોન IMEI (02) મોબાઈલ વેચનારનું નામ સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર મોબાઈલ ખરીદનારનુ નામ સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર અન્ય વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

(૧) ઉપરોકત કોલમ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/સંચાલકએ નજીકના પોલીસ સ્ટેશનમાં પેઈઝ નંબરો ઉપર સ્ટેમ્પિંગ (સિકકા એકુન) કરાવવાનું રહેશે.

(૨) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈ પુર્વક તપાસણી કરવાની રહેશે તેમજ નિયત કરવામાં આવેલ કોલમ મુજબ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે તેમજ જરૂર પડયે પોલીસ અધિકારી સમક્ષ ઉપરોકત રજીસ્ટરો રજુ કરવાના રહેશે.

(૩) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/સંચાલકની રહેશે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂં છું કે, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ જાહેરનામાંનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ હુકમ તા. ૩૦-૦૫-૨૦૨૫ થી તા. ૨૮-૦૭-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેકટર તથા તેમનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ રોજ તા. ૨૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૨૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં.ડીએમ/મેજી/ટાપુ/RFMS-7366/૨૦૨૫.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨(બે) ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે ૨૨(બાવીસ) ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે અત્રેના તા. ૧૯-૧૨-૧૬ના નં. ડીએમ/મેજી/ટાપુ/૧૧૨/૧૬ના સુધારા જાહેરનામાંમાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની લેખિત પરવાનગી લેવામાંથી મુકિત આપવામાં આવેલ છે. કેટલાક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથો/સંગઠનો દ્વારા દેશના મહત્વના14 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાડા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ ફેલાવવાની શકયતાને ધ્યાને લઈ જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલા લેવાં જરૂરી જણાય છે. ત્રાસવાદ અને હિંસા દ્વારા લોકોમાં ભય અને આતંક ફેલાવવો તથા દેશનાં મહત્વનાં લશ્કરી, અર્ધ લશ્કરી, ઔદ્યોગીક, ધાર્મિક ઠેકાણા ઉપર હુમલા કરવા તથા રાષ્ટ્રવિરોધી, દાણચોરી તેમજ જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિની સંભાવના નિવારવા આ સાથેના પરિશિષ્ટમાં દર્શાવેલા ૨૧(એકવીસ) ટાપુઓ પર સક્ષમ અધિકારીની લેખિત પૂર્વ પરવાનગી સિવાય પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનું મને ¶ચિત જણાય છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ સાથેના પરિશિષ્ટ મુજબના ૨૧(એકવીસ) ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વમંજુરી વિના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંના ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બહોળી જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ તા. ૩૧-૦૩-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આજ તા. ૨૮-માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાના તા. ૨૮-૦૩-૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક ઃ ડીએમ/મેજી/ટાપુ/RFMS-7366/૨૦૨૫.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાપુ
અ. નં. ટાપુનું નામ પોલીસ સ્ટેશનનું નામ માનવ વસતી છે કે કેમ મોબાઈલ ટાવર પકડે છે કે કેમ? ક્ષેત્રફળ મહેસુલી હકુમત
૧ ધાની ઉર્ફે ડની ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૫૦૦ હેકટર ખંભાળીયા
૨ ગાંધીયોકડો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦ હેકટર ખંભાળીયા
૩ કાલુભાર ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૫૦૦ હેકટર ખંભાળીયા
૪ રોઝી ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦૦ હેકટર ખંભાળીયા
૫ પાનેરો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૪૫૦ હેકટર ખંભાળીયા
૬ ગડુ (ગારૂ) ટાપુ કલ્યાણપુરપોલીસ સ્ટેશન ના હા ૧૨૦ હેકટર કલ્યાણપુર
૭ સાનબેલી (શિયાળી) ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર કલ્યાણપુર
૮ ખીમરોઘાટ ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર કલ્યાણપુર
૯ આશાબાપીર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦૦ ચો.મી. દ્વારકા
૧૦ ભૈદર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦૦ હેકટર દ્વારકા
૧૧ ચાંક ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૧૦૦ હેકટર દ્વારકા
૧૨ ધબધબો (દબદબો) ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૮૦ હેકટર દ્વારકા
૧૩ દીવડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૦ હેકટર દ્વારકા
૧૪ સામીયાણી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર દ્વારકા
૧૫ નોરૂ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૦ હેકટર દ્વારકા
૧૬ માન મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦ હેકટર દ્વારકા
૧૭ લેફા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૫૦ હેકટર દ્વારકા
૧૮ લંઘા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૧૯ કોઠાનું જંગલ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૨૦ ખારા-મીઠા ચુષ્ણા ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦૦ ચો.મી. દ્વારકા
૨૧ કુડચલી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦ હેકટર દ્વારકા

દેવભૂમિ દ્વારકા, ૨૮ માહે માર્ચ, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 15

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં.ડીએમ/મેજી/ફોરવ્હીલ/RFMS-7366/૨૦૨૫.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો તથા ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં દાણચોરી તથા નાર્કોટીકસ ચીજવસ્તુઓની હેરાફેરી તેમજ ગંભીર પ્રકારના ગુન્હા જેવા કે અપહરણ, જાતીય સતામણી, હુમલો, ધાડ જેવા ગુન્હાઓ આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ગુન્હેગારો ફોરવ્હીલ વાહનો કે જેના કાંચ ઉપર ફિલ્મ કે પડદા લગાડેલા હોય તેમાં બેસીને નાશી જતા હોય છે ત્યારે ટોલ બુથ અને હોટલ ઉપર લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં પણ દેખાતા નથી. જેથી ગુન્હેગારોને ઓળખવામાં અને પકડવામાં મુશ્કેલી થાય છે. આમ, ગુન્હાહીત પ્રવૃતિના કારણે નાગરીકોના જાનમાલની અને રાષ્ટ્રની સલામતી જોખમાય છે અને નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે.

રીટ પીટીશન નં. ૨૬૫/૧૧ થી જાહેર હિતની અરજી અન્વયે નામ. સપ્રિમ કોર્ટે તા. ૨૭-૦૪-૨૦૧૨ ના રોજ જજમેન્ટ આપી વાહનોના કાચ ઉપર બ્લેક/ડાર્ક ફિલ્મ કે અન્ય મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જેનું દરેક રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશને પાલન કરવા આદેશ કરેલ છે.

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે તેમજ તેમના નાપાક મનસુબામાં કામયાબ ન બને તે માટે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું મટીરીયલ કે પડદા લગાવે નહીં તે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મળે છે. જે દરખાસ્ત વ્યજબી અને ઉચિત જણાય છે.

સબબ હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરું છું કે,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું વાંધાજનક મટીરીયલ કે પડદા લગાવવા નહીં તેમજ વાહનો ઉપર લગાવવાની આવી ફિલ્મના વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંનાં હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૩૧-૦૩-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૮-માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૮ માહે માર્ચ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં.ડીએમ/મેજી/સીમ કાર્ડ/RFMS-7366/૨૦૨૫.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા ઓઈલ, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે તે પૈકી અમુક લોકો દ્વારા બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમ કાર્ડની ખરીદી, આ સીમકાર્ડનો દુરુપયોગ કરવાની સંભાવના રહે છે.

સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર ક્રમાંક ઃ વી-૧/ખસવ/૧૦૨૦૧૧/૧૩૮૩૧, તા. ૨૮-૦૨-૨૦૧૨ તેમજ અધિક મહાનિર્દેશકશ્રી, ઈન્ટેલીજન્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક ઃ ટેલીફોન/૧૭૦/૨૦૧૨, તા. ૦૩-૦૪-૨૦૧૨ની વિગતે (૧) બજારમાં મોબાઈલ ફોનના સીમકાર્ડ માન્ય પુરાવાની તેમજ ખરીદનાર વ્યકિતની બરાબર ચકાસણી કર્યા વગર તેમજ બોગસ દસ્તાવેજોના આધારે પણ મળે છે. (૨) સ્થાનિક STD/PCO ઉપરથી બનાવટી કોલ (FAKE CALL) દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતિય સતામણી કરવાના, ખોટી માહિતી આપવાના વિગેરે કિસ્સાઓ વધી રહેલ છે. જેથી પોલીસની કામગીરી વધવા પામેલ છે. આ હકિકત ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રીએ દેવભૂમિ દ્વારકાએ જિલ્લામાં ડીસ્ટ્રીબ્યુટર/રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઈલના સીમકાર્ડ વેચતી વખતે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામું, ફોટો ઓળખકાર્ડ વિગેરે દસ્તાવેજો ચકાસવા અને ગેરકાયદે જણાયે તેઓની વિરૂધ્ધ પગલા લેવા તથા તમામ STD/PCO ધારકોએ કોલર (ફોન કરનાર) ની ઓળખ ચકાસવા તેમજ તેના નામ, સરનામા, કોલ ડીટેઈલની માહિતીનું રજીસ્ટર નિભાવવા અંગે જરૂરી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. ઉપરની વિગતે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી મળેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે.

16 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

જેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે,

(૧) સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોબાઈલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો ઓળખકાર્ડની નકલ, રહેઠાણના પુરાવાઓની નકલ તથા ખરીદનારનો કલર ફોટાની બરાબર ચકાસણી કરવાની રહેશે તથા ફોર્મમાં સુવાચ્ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્યારબાદ જ સીમકાર્ડ વેંચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનાર વ્યકિતની ફોટો, ઓળખ તથા રહેણાંકની વિગતો જળવાઈ રહે તે માટેનું નીચે જણાવેલ વિગતેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ DOTC (ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ)ની નવા સીમકાર્ડ આપવા સંબધિત સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઈલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજૂ કરેલ આધારો, ફોટોગ્રાફસનું ટેલીફોનીક વેરીફીકેશનની સાથે સાથે (C.A.F.) કસ્ટમર એકિવઝિશન ફોર્મમાં સ્થળ ખરાઈ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે.

અ. નં. તારીખ નામ સર્વિસ પ્રોવાઈડરનુ મોબાઈલ નંબર ઈસ્યુ કરવામાં આવેલ ધારકનું નામ મોબાઈલ નંબર સરનામુ આધાર નંબર (KYC નંબર) KYC પ્રકાર ડેટ મોબાઈલ નંબર ઈસ્યુ નંબર અલ્ટરનેટ મોબાઈલ POS નામ POS મોબાઈલ નંબર શોપનું નામ વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

(૨) ટેલીફોનબુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઈ રહે તે રીતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

(૩) ઉપરોકત બાબતે નિભાવેલ રેકર્ડ (રજીસ્ટર) સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે.

(૪) ઉપરોકત કોલમ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેઈઝ નંબરો ઉપર સ્ટેમ્પિંગ (સિકકા એકુન) કરાવવાનું રહેશે.

(૫) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈ પુર્વક તપાસણી કરવાની રહેશે તેમજ નિયત કરવામાં આવેલ કોલમ મુજબ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે તેમજ જરૂર પડયે પોલીસ અધિકારી સમક્ષ ઉપરોકત રજીસ્ટરો રજુ કરવાના રહેશે.

(૬) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/સંચાલકની રહેશે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા સ્થાનીકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ હુકમ તા. ૩૧-૦૩-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૮-માર્ચ-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૮ માહે માર્ચ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે સુધારેલ

જાહેરનામું

Letter No. DBD/0717/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. તેમજ ગુજરાત રાજયના અtભુત વિકાસને પરીણામે રોજગારીને અનેક તકો ઉભી થયેલ હોય બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. આ જિલ્લામાં ખેતીકામ, ઘરઘાટી, ચોકીદાર, કારખાના, મકાન બાંધકામ, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ, ફેકટરીઓમાં કામ માટે પરપ્રાંતિય લોકોને રાખે છે. જેમાં અમુક ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ધરાવતા ઈસમો હોય એવી સંભાવના રહેલ છે. ભુતકાળમાં પણ કેટલાંક પરપ્રાંતિય કામદારો ચોરી, લુંટ કે ગંભીર પ્રકારના હુમલાઓ કરી લોકોની જિંદગીની ખુંવારી થાય અથવા લોકોની સંપતિને નુકશાન થાય તેવું કૃત્ય કરીને નાસી ગયેલ છે. કામ કરવા માટે રાખનાર માલિક પાસે આવા પરપ્રાંતિય મજૂરોનાં ટ>ંકા નામ સિવાય વિશેષ કોઈ માહિતિ હોતી નથી જેને કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે. જે આપણા દેશ અને રાજ્યની સુરક્ષા માટે જોખમી છે.

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે અનધિકૃત રીતે દેશમાં રહેતા વિદેશીTHE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 17 નાગરીકોની ઓળખ થાય અને પરપ્રાંતિય લોકોના જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી દરખાસ્ત મળેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી અને ઉચિત જણાય છે.

સબબ હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે,

(૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી પત્રક-એ મુજબ સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૫ માં આપવાની રહેશે.

પત્રક-એ

મજુરીકામ માટે રાખેલ પરપ્રાંતના વ્યકિતની માહિતી

મજુરનો તાજેતરનો ફોટો

ક્રમ મુtા
૧ કામ કરવા રાખેલ વ્યકિતનું પુરૂ નામ, ªમર, વતનનું સરનામું, મોબાઈલ નંબર (ફોટો આઈ.ડી. પ્રુફની નકલ સાથે)
૨ કામ કરવા રાખેલ વ્યકિતનું હાલનું રહેણાંકનું સરનામું તથા મોબાઈલ નંબર/સંપર્ક નંબર.
૩ તેની સાથે બીજા માણસો રહેતા હોય તે તમામના તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૪ જેને ત્યાં કામ કરતા હોય તે વાડી માલીકનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૫ કોઈ મારફત આવી વ્યકિતને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૬ અગાઉ જે કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું અથવા તેના ગામના સરપંચ નામ-સરનામું, મોબાઈલ નંબર
૭ સ્થાનિકમાં આવી રીતે કામે રાખેલના ઓળખીતા રહેતા હોય તો તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૮ મજુરી કામે રાખેલ વ્યકિતના વતનનું પુરૂ સરનામું, પોલીસ સ્ટેશન તથા વતનમાં રહેતા માતા, પિતા, ભાઈ, બહેનની વિગત નામ-સરનામા, મોબાઈલ નંબર
૯ પરણિત હોય તો પત્ની/પતિનું તથા સસરા/સાળાના નામ-સરનામા, મોબાઈલ નંબર
૧૦ કામે રાખેલ વ્યકિતની ªચાઈ, દેખાવનું વર્ણન, અPયાસ તથા ઓળખી શકાય તેવી શારીરિક કોઈ નિશાની પૈકી શકય હોય તેટલી વિગતો આપવી.
૧૧ કામે રાખેલ વ્યકિતના આધાર, જેવા કે અન્ય દેશના નાગરિક હોય તો તેમના વિઝા, પાસપોર્ટ વિગેરે વિગતો આપવી.
૧૨ આધારકાર્ડ ઉપરાંત અન્ય ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વિગેરે)

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનીક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજરોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે સુધારેલ

જાહેરનામું

Letter No. DBD/0719/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો તથા ગુચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં દાણચોરી તથા નાર્કોટીકસ ચીજવસ્તુઓની હેરાફેરી તેમજ ગંભીર પ્રકારના ગુન્હા જેવા કે અપહરણ, જાતીય સતામણી, હુમલો, ધાડ જેવા ગુન્હાઓ આચરીને પોતાની ઓળખ છુપાવવા માટે ગુન્હેગારો ફોર વ્હીલ વાહનો કે જેના કાંચ ઉપર ફિલ્મ કે પડદા લગાડેલા હોય તેમાં બેસીને નાશી જતા હોય છે ત્યારે ટોલ બુથ અને હોટલ ઉપર લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં પણ દેખાતા નથી. જેથી ગુન્હેગારોને ઓળખવામાં અને પકડવામાં મુશ્કેલી થાય છે. આમ, ગુન્હાહીત પ્રવૃત્તિના કારણે નાગરીકોના જાનમાલની અને રાષ્ટ્રની સલામતી જોખમાય છે અને નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે.

18 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

રીટ પીટીશન નં. ૨૬૫/૧૧ થી જાહેર હિતની અરજી અન્વયે નામ. સપ્રિમ કોર્ટે તા. ૨૭-૦૪-૨૦૧૨ ના રોજ જજમેન્ટ આપી વાહનોના કાચ ઉપર બ્લેક/ડાર્ક ફિલ્મ કે અન્ય મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જેનું દરેક રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશને પાલન કરવા આદેશ કરેલ છે.

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે તેમજ તેમના નાપાક મનસુબામાં કામયાબ ન બને તે માટે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું મટીરીયલ કે પડદા લગાવે નહીં તે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મળે છે. જે દરખાસ્ત વ્યજબી અને ઉચિત જણાય છે.

સબબ હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરું છું કે,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના ફોર વ્હીલ વાહનોમાં આગળના, પાછળના અને સાઈડના ઓરીજીનલ વિન્ડ સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારની ફિલ્મ કે બીજું કોઈપણ પ્રકારનું વાંધાજનક મટીરીયલ કે પડદા લગાવવા નહીં તેમજ વાહનો ઉપર લગાવવાની આવી ફિલ્મના વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંનાં હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજરોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0720/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્ર વિરોધી આંતકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃતિ કરી શકે છે. અત્રેના જિલ્લામાં આવેલ શ્રી દ્વારકાધીશ જગતમંદીર, નયારા ઓઈલ, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફેકટરી, ટાટા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો ઉપર આંતકવાદી હુમલાની શકયતા રહેલ છે.

ગુજરાત રાજયનાં વિકાસને પરિણામે રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે આવે છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ મકાન ભાડે રાખી વસવાટ કરે છે. જેમાં અમુક ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહીત માનસ ધરાવતા ઈસમો આવી વસવાટ કરે એવી સંભાવનાઓ રહેલ છે અને આવા ઈસમો અત્રેના જિલ્લામાં રોકાણ કરી રેકી કરી તક મYયે ગુન્હાહીત અને આતંકવાદી રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓ આચરી નાશી જાય તેવું બની શકે છે, અને રાજયમાં ભુતકાળમાં આ બનાવો બનવા પામેલ છે.

હાલના પ્રવર્તમાન સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત, મોડાસા વિગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા આતંકવાદી કૃત્યો અનુસંધાને આવા કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો વખત મળતા અહેવાલોને ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ અત્રેના જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્ય કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવી આવશ્યક હોય મકાન ભાડેથી આપવાના કિસ્સામાં સંબંધિત પોલીસ સ્ટેશનને તે અંગેની જાણ કરવામાં આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં ગુજરાત બહારના રાજ્યોમાંથી લોકો ધંધા-રોજગાર અર્થે મોટી સંખ્યામાં આવે છે. આવા લોકો કયા સ્થળેથી આવેલા છે? કઈ જગ્યાએ કામ કરવા માટે આવેલા છે? અને કઈ જગ્યાએ કેટલા દિવસનું રોકાણ કરેલુ છે? વિગેરે માહિતી ઉપલબ્ધ થઈ રહે તે ઘbં જ આવશ્યક જણાય છે. આથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી મળેલી દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.

તેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ તળે મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી સબંધિત મકાનની વિગત, ભાડુઆતના સરકારી ઓળખકાર્ડની નકલ, મૂળ રહેણાંકની સંપૂર્ણ વિગત, સબંધિત મકાનના દલાલ કે ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી દિવસ-૮ માં નીચે મુજબના પત્રકમાં ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખ પ્રુફની નકલ સાથે રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવાની રહેશે. અગાઉ જે મકાનો ભાડે અપાયેલા હોય તે કિસ્સામાં પણ આવી માહિતી દિવસ-૮ માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 19
અનુ. ભાડે આપેલ મકાનની વિગત તથા સરનામું મકાન ભાડે આપ્યાની તારીખ અને માસીક ભાડાની વિગત મકાન માલિક/ મકાન ભાડે આપવા/ વ્યવસ્થા કરી આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું ફોન/મોબાઈલ નંબર કઈ વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેના પાકા નામ સરનામા ફોન/મોબાઈલ નંબર, ફોટો આઈડી. પ્રુફની નકલ તેમજ ઉપરના ભાગે ભાડુઆતનો હાલનો ફોટોગ્રાફ ભાડે આપેલ મકાનમાં રહેતા તમામ વ્યકિતના નામ સરનામા ફોન/ મોબાઈલ નંબર, ફોટો આઈડી પ્રુફની નકલ તેમજ હાલનો ફોટોગ્રાફ મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર
૧ ૨ ૩ ૪ ૫ ૬

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનીક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/07424/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨(બે) ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે ૨૨(બાવીસ) ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે અત્રેના તા. ૧૯-૧૨-૧૬ના નં. ડીએમ/મેજી/ટાપુ/૧૧૨/૧૬ના સુધારા જાહેરનામાંમાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની લેખિત પરવાનગી લેવામાંથી મુકિત આપવામાં આવેલ છે. કેટલાક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જુથો/સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાડા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ ફેલાવવાની શકયતાને ધ્યાને લઈ જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલા લેવાં જરૂરી જણાય છે. ત્રાસવાદ અને હિંસા દ્વારા લોકોમાં ભય અને આતંક ફેલાવવો તથા દેશનાં મહત્વનાં લશ્કરી, અર્ધ લશ્કરી, ઔદ્યોગીક, ધાર્મિક ઠેકાણા ઉપર હુમલા કરવા તથા રાષ્ટ્રવિરોધી, દાણચોરી તેમજ જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિની સંભાવના નિવારવા આ સાથેના પરિશિષ્ટમાં દર્શાવેલા ૨૧(એકવીસ) ટાપુઓ પર સક્ષમ અધિકારીની લેખિત પૂર્વ પરવાનગી સિવાય પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનું મને ¶ચિત જણાય છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ સાથેના પરિશિષ્ટ મુજબના ૨૧(એકવીસ) ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વમંજુરી વિના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બહોળી જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આજ રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

20 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ટાપુ
અ. નં. ટાપુનું નામ પોલીસ સ્ટેશનનું નામ માનવ વસતી છે કે કેમ મોબાઈલ ટાવર પકડે છે કે કેમ? ક્ષેત્રફળ મહેસુલી હકુમત
૧ ધાની ઉર્ફે ડની ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૫૦૦ હેકટર ખંભાળીયા
૨ ગાંધીયોકડો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦ હેકટર ખંભાળીયા
૩ કાલુભાર ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૫૦૦ હેકટર ખંભાળીયા
૪ રોઝી ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦૦ હેકટર ખંભાળીયા
૫ પાનેરો ટાપુ સલાયા મરીન પોલીસ સ્ટેશન ના ના ૪૫૦ હેકટર ખંભાળીયા
૬ ગડુ (ગારૂ) ટાપુ કલ્યાણપુરપોલીસ સ્ટેશન ના હા ૧૨૦ હેકટર કલ્યાણપુર
૭ સાનબેલી (શિયાળી) ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર કલ્યાણપુર
૮ ખીમરોઘાટ ટાપુ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર કલ્યાણપુર
૯ આશાબાપીર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦૦ ચો.મી. દ્વારકા
૧૦ ભૈદર ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૫૦૦ હેકટર દ્વારકા
૧૧ ચાંક ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૧૦૦ હેકટર દ્વારકા
૧૨ ધબધબો (દબદબો) ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૮૦ હેકટર દ્વારકા
૧૩ દીવડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૦ હેકટર દ્વારકા
૧૪ સામીયાણી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦ હેકટર દ્વારકા
૧૫ નોરૂ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના ના ૨૦ હેકટર દ્વારકા
૧૬ માન મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૭૦ હેકટર દ્વારકા
૧૭ લેફા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૨૫૦ હેકટર દ્વારકા
૧૮ લંધા મરૂડી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૧૯ કોઠાનું જંગલ ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૩૦ હેકટર દ્વારકા
૨૦ ખારા-મીઠા ચુષ્ણા ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦૦૦ ચો.મી. દ્વારકા
૨૧ કુડચલી ટાપુ ઓખા મરીન પોલીસ સ્ટેશન ના હા ૧૦ હેકટર દ્વારકા

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0715/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. પ્રવર્તમાન સંજોગો અંગે ગુપ્ત સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્રવિરોધી આતંકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે છે. અત્રેના જિલ્લામાં આવેલ શ્રી દ્વારકાધીશ જગત મંદીર, નયારા એનર્જી, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન રીફાઈનરી, તાતા કેમીકલ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો ઉપર આતંકવાદી હુમલાની શકયતા રહેલ છે. આથી આવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સિકયોર વેબ પોર્ટલ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) ગુજરાત પોલીસ દ્વારા બનાવામાં આવેલ છે તથા આ સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચના સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ, સોફટવેર કોઈ પણ નવી હોટલમાં ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂરી નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ-પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાના પત્ર નં. એલ.આઈ.બી./ જાહેરનામા/૧૭૬૫/૨૦૨૫, તા. ૧૫-૦૭-૨૦૨૫ થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૂૂડì×ટંં સોફટવેરની અમલવારી કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રે દરખાસ્ત કરેલ છે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 21

પથિક સોફટવેરથી એક જ જગ્યાએ બેસીને એક જ વ્યકિત દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે. જેના કારણે માનવ શકિતનો ઓછો ઉપયોગ કરી, ટેકનોલોજીની મદદથી સમયમર્યાદામાં કોઈપણ ગુન્હો બનતો અટકાવી શકાય અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.

સાંપ્રત સમયમાં બનતા ગુન્હા તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા, તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવા સંજોગોમાં તમામ હોટલોને એક સાથે ચેક કરવી થોડી મુશ્કેલી તથા સમયનો વ્યય થાય પરંતુ ÒÒપથિકÓÓ સોફટવેર મારફત આ કામગીરીને ચેક કરી ગુન્હાહીત કે અન્ય માહિતી તાત્કાલીક મળી શકે છે. તેમજ સરળતાથી તપાસમાં ઉપયોગી થઈ શકે તેવી મહિતી ઉપલબ્ધ થઈ શકશે.

તદûઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તાર ખૂબ જ લાંબો આવેલ હોય તથા શ્રી દ્વારકાધીશ જગત મંદિર આવેલ હોય તથા મોટી કંપનીઓ કાર્યરત હોવાથી આંતરરાષ્ટ્રીય પથિકોની અવર-જવર રહેતી હોય, જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઈનપુટ બાબતે મહત્વની માહિતી મળી રહે તે સારૂ ÒÒપથિકÓÓ સોફટવેરની અમલવારી કરાવવી જરૂરી જણાય છે.

આથી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તેવા હેતુસર ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બંન્ને દિવસો સહિત) દિવસ-૬૦ સુધી નીચે મુજબની બાબતોનો ચૂસ્ત અમલ કરવા ફરમાવું છું.

(એ) દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાથે પ્રાંત/રાજ્ય/દેશ/વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સોફટવેરમાં હોટલ/ગેસ્ટહાઉસના માલીક/સંચાલકે અવશ્ય કરવી.

(બી) જાહેરનામું પ્રસિધ્ધ થયેથી સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી ખાતેથી હોટલ/ગેસ્ટહાઉસના સંચાલક/માલીકોએ હોટલની વિગતો રજુ કરી યુઝર આઈડ-પાસવર્ડ દિન-૧૫ માં મેળવી લેવાના રહેશે.

(સી) દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોટેલ/ગેસ્ટહાઉસના માલીકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ÒÒપથિકÓÓ (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સોફટવેર ઈન્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી ÒÒપથિકÓÓ સોફટવેરમાં પણ કરવાની રહેશે.

(ડી) પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકો/માલીકોને ÒÒપથિકÓÓ સોફટવેર અંગેની જાણ તથા સમજ આપવાની રહેશે.

આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી જોઈ શકાય તેવા સ્થળોએ તેની નકલ ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવવાનું રહેશે.

આ જાહેરનામાંનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરીયાદ માંડવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

આજ રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0254/07/2025.-ટીવી કેબલ ઓપરેટરો દ્વારા ટીવી કેબલનું નેટવર્ક પીજીવીસીએલના ઈલેકટ્રીક નેટવર્ક (થાંભલા) પર કોઈપણ પ્રકારની મંજુરી વગર પ્રસાથીપીત કરી ઉપયોગ કરવામાં આવે છે. જેથી વીજ અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

અધિક્ષકશ્રી, પી.જી.વીસીએલ, વર્તુળ કચેરી, જામનગના પત્ર ક્રમાંક ઃ નં. PGCOJ/RGT/e-file/461/2025/2605/Technical ના પત્રથી પીજીવીસીએલના વીજ પોલ કે નેટવર્ક પર ટીવી કેબલ ઓપરેટરો દ્વારા ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહિ તે અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. જે મને વ્યાજબી જણાય છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરોએ કે સંચાર માધ્યમોએ પીજીવીસીએલના ઈલેકટ્રીક નેટવર્ક(થાંભલા) પર ટીવી કેબલ/અન્ય સંચાર માધ્યમના વાયરો પ્રસ્થાપિત કરવા નહી તેમજ પીજીવીસીએલ દ્વારા દુર કરાયેલ ટીવી કેબલ/અન્ય સંચારના માધ્યમના વાયરો પીજીવીસીએલના નેટવર્ક(થાંભલા) પર પુનઃસ્થાપિત કરવા નહીં.

આ જાહેરનામાના હુકમનું ઉલ્લંઘન કરનાર ટીવી કેબલ ઓપરેટરનું રજીસ્ટ્રેશન રદ થવા પાત્ર રહેશે. તેમજ આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંગન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

22 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને રદ થવા પાત્ર રહેશે. તેમજ આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની પ્રસિધ્ધિ પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તથા અધિક્ષકશ્રી, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, જામનગરએ જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૧૦-૦૭-૨૦૨૫ થી તા. ૦૭-૦૯-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આજ રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૧૭ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0722/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફેકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે. આ લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેઓની જરૂરીયાત મુજબ મોબાઈલ વિક્રેતા પાસેથી મોબાઈલ ખરીદ/વેચાણ કરે છે. આવા મોબાઈલ લે-વેચ અંગેનું રેકર્ડ મોબાઈલ વિક્રેતા પાસે હોવું જરૂરી છે. રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગનું પ્રમાણ વધતું જાય છે તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં જે તે સમયે વપરાયેલ મોબાઈલનું રેકર્ડ સરળતાથી મળી રહે તે હેતુથી પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ તા. ૧૫-૦૭-૨૦૨૫ ના પત્ર નં. LIB/જાહેરનામું/૧૭૬૫/૨૦૨૫ થી મોબાઈલ ફોન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી જણાય છે.

સબબ, હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુના કે નવા મોબાઈલ લે-વેંચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેંચનારનું તથા મોબાઈલ વેંચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ, સરનામું નોંધવા નીચે દર્શાવ્યા મુજબના કોલમ વાઈઝ રજીસ્ટરો નિભાવવાના રહેશે.

નવા મોબાઈલ ફોન વેચાણ વખતે નિભાવવાનું રજીસ્ટર
અ. નં. તારીખ મોબાઈલ કંપની મોબાઈલ ફોનનું મોડલ IMEI (01) મોબાઈલ ફોન IMEI (02) મોબાઈલ ફોન નામ મોબાઈલ ખરીદનારનું સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર અન્ય વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11
જુના મોબાઈલ ફોન ખરીદ તથા વેચાણ વખતે નિભાવવાનું રજીસ્ટર
અ. નં. તારીખ મોબાઈલ કંપની મોબાઈલ ફોનનું મોડલ મોબાઈલ ફોન IMEI (01) મોબાઈલ ફોન IMEI (02) મોબાઈલ વેચનારનું નામ સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર મોબાઈલ ખરીદનારનુ નામ સરનામુ આધાર નંબર મોબાઈલ નંબર અન્ય વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

(૧) ઉપરોકત કોલમ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/સંચાલકએ નજીકના પોલીસ સ્ટેશનમાં પેઈઝ નંબરો ઉપર સ્ટેમ્પિંગ (સિકકા એકુન) કરાવવાનું રહેશે.

(૨) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈ પુર્વક તપાસણી કરવાની રહેશે તેમજ નિયત કરવામાં આવેલ કોલમ મુજબ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે તેમજ જરૂર પડયે પોલીસ અધિકારી સમક્ષ ઉપરોકત રજીસ્ટરો રજુ કરવાના રહેશે.

(૩) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/સંચાલકની રહેશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 23

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂં છું કે, પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા સ્થાનિકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેકટર તથા તેમનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ રોજ તા. ૨૧-જુલાઈ-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0716/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા ઓઈલ, એસ્સાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફકટરી, તાતા કેમીકલ્સ, ક્રેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે તે પૈકી અમુક લોકો દ્વારા બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમ કાર્ડની ખરીદી, આ સીમકાર્ડનો દુરુપયોગ કરવાની સંભાવના રહે છે.

સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર ક્રમાંક ઃ વી-૧/ખસવ/૧૦૨૦૧૧/૧૩૮૩૧, તા. ૨૮-૦૨-૨૦૧૨ તેમજ અધિક મહાનિર્દેશકશ્રી, ઈન્ટેલીજન્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક ઃ ટેલીફોન/૧૭૦/૨૦૧૨, તા. ૦૩-૦૪-૨૦૧૨ની વિગતે (૧) બજારમાં મોબાઈલ ફોનના સીમકાર્ડ માન્ય પુરાવાની તેમજ ખરીદનાર વ્યકિતની બરાબર ચકાસણી કર્યા વગર તેમજ બોગસ દસ્તાવેજોના આધારે પણ મળે છે. (૨) સ્થાનિક STD/PCO ઉપરથી બનાવટી કોલ (FAKE CALL) દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતિય સતામણી કરવાના, ખોટી માહિતી આપવાના વિગેરે કિસ્સાઓ વધી રહેલ છે. જેથી પોલીસની કામગીરી વધવા પામેલ છે. આ હકિકત ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રીએ દેવભૂમિ દ્વારકાએ જિલ્લામાં ડીસ્ટ્રીબ્યુટર/રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઈલના સીમકાર્ડ વેચતી વખતે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામું, ફોટો ઓળખકાર્ડ વિગેરે દસ્તાવેજો ચકાસવા અને ગેરકાયદે જણાયે તેઓની વિરૂધ્ધ પગલા લેવા તથા તમામ STD/PCO ધારકોએ કોલર (ફોન કરનાર) ની ઓળખ ચકાસવા તેમજ તેના નામ, સરનામા, કોલ ડીટેઈલની માહિતીનું રજીસ્ટર નિભાવવા અંગે જરૂરી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. ઉપરની વિગતે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી મળેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે,

(૧) સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોબાઈલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો ઓળખકાર્ડની નકલ, રહેઠાણના પુરાવાઓની નકલ તથા ખરીદનારનો કલર ફોટાની બરાબર ચકાસણી કરવાની રહેશે તથા ફોર્મમાં સુવાચ્ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્યારબાદ જ સીમકાર્ડ વેંચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનાર વ્યકિતની ફોટો, ઓળખ તથા રહેણાંકની વિગતો જળવાઈ રહે તે માટેનું નીચે જણાવેલ વિગતેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ DOTC (ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ)ની નવા સીમકાર્ડ આપવા સંબધિત સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઈલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજૂ કરેલ આધારો, ફોટોગ્રાફસનું ટેલીફોનીક વેરીફીકેશનની સાથે સાથે (C.A.F.) કસ્ટમર એકિવઝિશન ફોર્મમાં સ્થળ ખરાઈ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે.

અ. નં. તારીખ નામ સર્વિસ પ્રોવાઈડરનુ મોબાઈલ નંબર ઈસ્યુ કરવામાં આવેલ ધારકનું નામ મોબાઈલ નંબર સરનામુ આધાર નંબર (KYC નંબર) KYC પ્રકાર ડેટ મોબાઈલ નંબર ઈસ્યુ નંબર અલ્ટરનેટ મોબાઈલ POS નામ POS મોબાઈલ નંબર શોપનું નામ વિગત
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

(૨) ટેલીફોનબુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઈ રહે તે રીતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

(૩) ઉપરોકત બાબતે નિભાવેલ રેકર્ડ (રજીસ્ટર) સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે.

24 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

(૪) ઉપરોકત કોલમ મુજબના રજીસ્ટરો બનાવી મોબાઈલ દુકાનદાર/સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેઈઝ નંબરો ઉપર સ્ટેમ્પિંગ (સિકકા એકુન) કરાવવાનું રહેશે.

(૫) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ચોકસાઈ પુર્વક તપાસણી કરવાની રહેશે તેમજ નિયત કરવામાં આવેલ કોલમ મુજબ વ્યવસ્થિત રજીસ્ટરો નિભાવવાના રહેશે તેમજ જરૂર પડયે પોલીસ અધિકારી સમક્ષ ઉપરોકત રજીસ્ટરો રજુ કરવાના રહેશે.

(૬) ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુતા જાળવવાની જવાબદારી મોબાઈલ દુકાનદાર/સંચાલકની રહેશે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂ છું કે, પોલીસ અધક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાએ સદરહું હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોટાડીને તથા સ્થાનીકેથી પ્રસિધ્ધ થતા વર્તમાનપત્રો દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિધ્ધ કરશે.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

Letter No. DBD/0725/07/2025.-પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરીના જા.નં. LIB/જાહેરનામા/૧૭૬૫/૨૦૨૫, તા. ૧૫-૦૭-૨૦૨૫ થી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અત્રેના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ જાતના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાય તે રીતનું જાહેરનામું પ્રસિધ્ધ કરાવવા અત્રે દરખાસ્ત કરેલ છે. જે વ્યાજબી જણાય છે.

સબબ હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ વિસ્તારમાં કોઈ પણ જાતના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

અપવાદ

Remote Sensing, Mining, Law & Order, Internal Security, Defence ને આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી મુકિત આપવામાં આવે છે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0714/07/2025.-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરીએથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે સમગ્ર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવા તા. ૧૫-૦૭-૨૦૨૫ ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામાં/૧૭૬૫/૨૦૨૫ થી દરખાસ્ત કરવામાં આવેલ છે. જે મને વ્યાજબી જણાતી હોય હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તળે મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ સુધી ૨૪-૦૦ કલાક અમલમાં રહે તેમ (બન્ને દિવસો સહિત ૩૦ દિવસ) કોઈએ.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 25

(૧) શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન લઈ જવું નહીં.

(૨) કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહીં.

(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહીં.

(૪) મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં.

(૫) અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહીં.

આ જાહેરનામાના મુદા નં. ૧ તથા ૨ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

(૧) ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામરક્ષક દળના સPયો કે જેમને ફરજ નિમિતે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને.

(૨) જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને.

(૩) પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને.

(૪) પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને.

(૫) યજ્ઞોપવિત અપાતું હોય તેવા બળવાઓને દંડ રાખેલ હોય તેને.

(૬) પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યકિતને.

(૭) કિરપાણ રાખેલ શીખને.

આ જાહેરનામાનાં કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછા (૪) ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

આ જાહેરનામાની પ્રસિધ્ધિ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં નોટિસ બોર્ડ ઉપર ચોંટાડી પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા તેની જાહેરાત કરીને આ જાહેરનામું પ્રસિધ્ધ કરવું.

આજ રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

Letter No. DBD/0721/07/2025.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના અહેવાલ અનુસાર આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા તત્વો બહારથી આવે ત્યારે તેઓની ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપવા માટે વાહનોનો ઉપયોગ કરે છે. હાઈ-વે ઉપરની હોટલોમાં રોકાણ કરે છે. તેમજ જિલ્લામાં અવારનવાર બનતી ઘરફોડ ચોરીઓ, મંદીર ચોરી, વાહન ચોરી, ખુન, લૂંટ અને ધાડ જેવી ગુન્હાહિત પ્રવૃતિને કારણે નાગરીકોના જીવ જોખમાય છે, અને તેમની મિલ્કતને હાની પહોંચે છે. આ કારણે નાગરીકોમાં અસુરક્ષાની ભાવના ઉભી થાય છે. આ પ્રકારના ગુન્હા કરતા ઈસમો ગુન્હા કરતા ઈસમો ગુન્હો કરવામાં વાહનોનો ઉપયોગ કરે છે. આ પ્રકારના ગુના કરતા ઈસમો ગુનો કર્યાબાદ જે તે સ્થળેથી ૫૦-૬૦ કિ.મી. દુર જઈને હાઈ-વે ઉપરના કે જિલ્લાના મુખ્ય રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ/ડીઝલ ભરાવે છે. હાઈ-વેની હોટલ ઉપર ચા-પાણી પીતા હોય છે કે જમતા તેમજ આરામ કરવા રોકાતા હોય છે. આવા વાહનો ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા હોય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્યના પડોશી રાજ્યો સાથે બોર્ડર ધરાવતા જિલ્લાઓમાંથી આવીને ગુન્હેગારો વાહનોની અનેક ચોરીઓ, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુન્હાઓ કરે છે. ગંભીર ગુન્હાઓ પૈકી કેટલાક ગુન્હાઓ અનડીટેકટ રહે છે. આવા ગુન્હાઓમાં ગુનેગારોની ઓળખ મળી જાય તો અનડીટેકટ ગુન્હાઓમાં ગુનેગારોને ઝડપથી શોધી શકાય. ગુન્હાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુન્હા કરતા અટકે અને તે રીતે નાગરીકોના જાન-માલ બચી શકે છે. લોકોના જાન-માલની રક્ષા કરવી તે તંત્રની ફરજ છે.

ગુનેગારોની ઓળખ સહેલાઈથી થઈ શકે તેમજ ગુન્હાઓનો ગંભીર પ્રકાર, ગુન્હાઓનું વધેલુ પ્રમાણ તથા અનડીટેકટ રહેતા ગુન્હાઓનું પ્રમાણ ધ્યાને લેતા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવે તે માટે તત્કાળ ઉપાય કરવાનું હિતાવહ જણાય છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળોએ (પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, એ.ટી.એમ. સેન્ટરો, ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, આંગડીયા પેઢીઓ, સોના ચાંદીના શોરૂમ, હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો, શોપીંગ મોલ, થિયેટર વિ.) નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા તેમજ ૧૫-દિવસના રેકોર્ડીગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી અત્રેને દરખાસ્ત મળેલ છે. જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે ઉપરોક્ત દરખાસ્ત વ્યાજબી જણાતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ જાહેરહીતમાં જાહેરનામુ બહાર પાડવુ ઉચિત જણાયેલ છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા, (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર અને દ્વારકા શહેર વિસ્તારમાં તથા જિલ્લાના તમામ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, સોના-ચાંદી તથા કિંમતી ઝવેરાતના શો-રૂમ, લાયસન્સવાળી હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર જેવા તમામ સ્થળોએ નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા રેકોર્ડીગ સીસ્ટમ તથા ૧૫-દિવસના રેકોર્ડીગ ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી કેમેરાઓ મુકવા આથી હુકમ કરવામાં આવે છે. આ અંગે નીચેની વિગતે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

26 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

(અ) ઉપરોક્ત જણાવેલ તમામ એકમોએ અગાઉના આવા જ પ્રકારના જાહેરનામા અન્વયે સી.સી.ટી.વી. કેમેરા મુકેલા હોય તે ચાલુ હાલતમાં રહે તે જોવાનું રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો/વ્યવસાય શરૂ કરવાનો રહેશે.

(બ) ઉપરોક્ત સ્થળોએ જયાં લોકો/વાહનોનો પ્રવેશ હોય ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવતાવાળા, વધુ રેન્જના (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવવાના રહેશે.

(ક) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ સતત ૨૪ કલાક ચાલુ રાખવાના રહેશે અને તેનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે.

(ડ) સી.સી.ટી.વી.ના રેકોર્ડીગ પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને માંગણી થયે જોવા દેવાના રહેશે અને ગુન્હાની તપાસના કામે તેવા રેકોર્ડીગ તપાસનીશ પોલીસ અધિકારીને આપી દેવાના રહેશે.

આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૨૯-૦૭-૨૦૨૫ થી તા. ૨૬-૦૯-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) દિવસ-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૨૧ માહે જુલાઈ, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં.ડીએમ/ડીસીએચ/જળાશયો/૭૬૧૬/૨૦૨૫.-ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યકિતઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જયા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંદ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી સૂચના થયેલ છે.

જેથી હું, ભૂપેશ જોટાણીયા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પરિશિષ્ટ-ÒÒઅÓÓ મુજબના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઈ યોજનાઓ વગેરે) પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવું છું.

અમલવારીનો સમય

આ જાહેરનામું તા. ૧૦-૦૫-૨૦૨૫ થી તા. ૦૮-૦૭-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

શિક્ષા

આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાં અન્વયે સંબંધિત જળાશયનો હવાલો ધરાવતા નાયબ કાર્યપાલક ઈજનેર તથા તેમનાથી ઉપરના દરજજાના સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ તથા થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોય એકતરફી પ્રસિધ્ધી કરવા હું એવો પણ આદેશ કરૂં છું કે, આ જાહેરનામાની પ્રસિધ્ધિ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ અને સિંચાઈ વિભાગની કચેરીઓ વગેરે જેવી તમામ સરકારી કચેરીના નોટીસ બોર્ડ પર ચોંટાડીને કરવાની રહેશે. તેમજ આ જાહેરનામાંની નકલો પોલીસ અધિક્ષકશ્રી અથવા તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રીઓએ સહેલાઈથી દેખાય આવે તેવી જગ્યાએ ચોંટાડીને કરવી તથા સ્થાનિક વર્તમાન પત્રો દ્વારા તેની જાહેરાત કરીને જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ રોજ તા. ૦૯-મે-૨૦૨૫ ના રોજ મારી સહી કરી તથા કચેરીની મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા, ૦૯ માહે મે, સને ૨૦૨૫.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 27

આ કચેરીના તા. ૦૯-૦૫-૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક ઃ ડીએમ/ડીસીએચ/જળાશયો/૭૬૧૬/૨૦૨૫ નું

પરીશિષ્ટ ÒÒઅÓÓ

ક્રમ તાલુકો ગામ જળાશય/ભયજનક સ્થળની વિગતો
૧ ખંભાળીયા ધરમપુર નીલ
૨ ખંભાળીયા રામનગર ધી નદી, ડેરામોરામાંથી નિકળતી કેનાલ
૩ ખંભાળીયા હર્ષદપુર ધી નદી, અમૃત સરોવર, મધુડીયાવાડી-કેનાલ-૧, હાપીવાડી કેનાલ-૧, સાઈપાટવાળી નદી, આવરીયા વાડી નદી
૪ ખંભાળીયા શકિતનગર ધી નદી, ધી ડેમ, ભાંભુડા તળાવ, ખોડીયાર મંદિરની બાજુમાં તળાવ
૫ ખંભાળીયા ભારા બેરાજા ખોડીયાર તળાવ, ભીંડા રસ્તાવાળુ તળાવ
૬ ખંભાળીયા ભાડથર મજલાવાળુ તળાવ, રbમનીધારવાળુ તળાવ, ટીંબડીવાળુ તળાવ, ઝારખં ડવાળુ તળાવ
૭ ખંભાળીયા કેશોદ પાદરવાળુ તળાવ
૮ ખંભાળીયા ઠકર શેરડી સ્મશાનની બાજુમાં તળાવ, મંદિરની બાજુમાં વોકળો
૯ ખંભાળીયા ભીંડા ગામવાળુ તળાવ, લલીયાવાળુ તળાવ
૧૦ ખંભાળીયા નવી ફોટ રાવકાવાળુ તળાવ
૧૧ ખંભાળીયા જુની ફોટ કરારવાળીવવાળુ તળાવ, નદી
૧૨ ખંભાળીયા ભાણ ખોખરી મોટુ તળાવ, ગોપી તળાવ, નાનુ તળાવ, ગામવાળુ તળાવ
૧૩ ખંભાળીયા શેઢા ભાડથર સોરઠી નદી, મજલાવાડી તળાવ, નહેર સિંચાઈ ડેમ
૧૪ ખંભાળીયા ગોલણ શેરડી સોરઠી નદી, ભાટીયા દલવાડુ તળાવ, નહેર
૧૫ ખંભાળીયા કોલવા મોટુ તળાવ, કરશન સાજણની વાડી પાસેનું તળાવ
૧૬ ખંભાળીયા લાલપરડા ખરખરીયાવાળુ તળાવ, ફલકુ નદી
૧૭ ખંભાળીયા લાલુકા બાંધાવાળુ તળાવ, ખારવાળુ તળાવ, મારીયાવાળુ તળાવ
૧૮ ખંભાળીયા જુના તથીયા શંકર વાળુ તળાવ, ડીપાટ વાળુ તળાવ
૧૯ ખંભાળીયા નવા તથીયા સ્મશાનવાળુ તળાવ
૨૦ ખંભાળીયા મોટી ખોખરી ભાખરવાળુ તળાવ, ધોવાનું તળાવ
૨૧ ખંભાળીયા બજાણા ગોલડી નદી, ખારીવાળું તળાવ, ગોબડી નદી વાળુ તળાવ, આંબલવાડી વાળુ તળાવ, કોટડાવાળું તળાવ
૨૨ ખંભાળીયા આંબરડી દેવળીયા ધોરીવાવ મારગવાળી નદી
૨૩ ખંભાળીયા આંબરડી સોનમતી નદી, સુતાવાળુ તળાવ, બાવાધાર વાળુ તળાવ, નવાવનળુ તળાવ, રણમણ જેઠાની વાડી પાસે તળાવ
૨૪ ખંભાળીયા પીર લાખાસર રેચીયાવાળી નદી, વાઘેળીયાવાળી નદી
૨૫ ખંભાળીયા કંડોરણા રાજા હમીરની વાડીની બાજુમાં તળાવ, સોડસલી વાળું તળાવ, બાંધવાળુ તળાવ, કતારીની ધાર વાળુ તળાવ, ખોડીયાર ડેમવાળી નદી, ખોડીયાર ડેમ
૨૬ ખંભાળીયા હાપા લાખાસર ખાપરી નદી, ખાપરી વાળુ તળાવ, વાંકિયા વાળુ તળાવ
૨૭ ખંભાળીયા ભટગામ જાની પીર વાળી નદી, નારેયેળી છેલાવાળુ તળાવ
૨૮ ખંભાળીયા કોટા નાની ખોડીયાર નદી, માંઢવાળુ તળાવ, વાયા વાળુ તળાવ
૨૯ ખંભાળીયા ભંડારીયા પાણી પુરવઠા તળાવ, ઓસિવાળુ તળાવ, ઓસીવાળી નદી
૩૦ ખંભાળીયા સગારીયા જેળીયાવાળુ તળાવ, આંબરડીવાળુ તળાવ
૩૧ ખંભાળીયા જુવાનગઢ માધુપુર જતા રસ્તે તળાવ, આંબરડીવાળુ તળાવ
૩૨ ખંભાળીયા સુતારીયા ભાખરાવાળુ તળાવ, ધોળાધાર તળાવ, માઢવાળી નદી
૩૩ ખંભાળીયા કોટડીયા રાવકા વાડી વિસ્તાર નાની સિંચાઈ યોજના, સોરઠી નદી
૩૪ ખંભાળીયા માધુપુર વંગડી નદી, સાની નદી, કામાઈ માતાજીવાળુ તળાવ, રામશી ભાયાવાળુ તળાવ
૩૫ ખંભાળીયા પીપળીયા વંગડી નદી, હડાખરી વાળુ તળાવ, કસવાળુ તળાવ
૩૬ ખંભાળીયા વિંઝલપર શંકર મંદિરવાળુ તળાવ, પીરવાળુ તળાવ
૩૭ ખંભાળીયા વિરમદડ પાદરવાળુ તળાવ, સ્મશાનવાળી નદી
૩૮ ખંભાળીયા ખજુરીયા સ્મશાનવાળુ તળાવ, વચલુ તળાવ, જોગલમલવાળુ તળાવ
૩૯ ખંભાળીયા મોવાણ કસવાળુ તળાવ
૪૦ ખંભાળીયા સિધ્ધપુર રેચીયુ તળાવ, ધારવાળુ તળાવ, વિળાવાળુ તળાવ
૪૧ ખંભાળીયા ભાતેલ મોવાણ વાળા માર્ગ મોટુ તળાવ, મોવાણ વાળા માર્ગ નાનુ તળાવ, ખજુ રીયા વાળા માર્ગ આવેલ તળાવ,
૪૨ ખંભાળીયા ગોકલપર સ્મશાન પાસે આવેલ તળાવ, પંચકોષી તળાવ,
૪૩ ખંભાળીયા આહેર સિંહણ સિંહણ નદી, સિંહણ તળાવ
૪૪ ખંભાળીયા વડાલીયા સિંહણ ભુત તળાવ, સિંહણ નદી
૪૫ ખંભાળીયા કાકાભાઈ સિંહણ બંડીયા વોકળા તળાવ, જગડીયા તળાવ, રૂદિયો તળાવ
૪૬ ખંભાળીયા સખપર સિંહણ નદી, તળાવ(ઈટવાડા પાસે) તળાવ (કરના કાંબેરીયાની વાડી બાજુ માં) ચેકડેમ
૪૭ ખંભાળીયા નાગડા સિંહણ નદી, કુંભારવાસની બાજુમાં નિચાણવાળો ભાગ
૪૮ ખંભાળીયા દાંતા પાદરવાળી નદી, પીરવાળું તળાવ, દાતાપતવાળુ તળાવ તથા લીલાધરવાળુ તળાવ
૪૯ ખંભાળીયા કંચનપુર ગણેશ મંદિર તળાવ
૫૦ ખંભાળીયા બેરાજા વેદમતી નદી, શીશાંગીયાવાળુ તળાવ, ઘાણવાડાડાવાળુ તળાવ
૫૧ ખંભાળીયા મહાદેવીયા ચિરોડા તળાવ, સરવેણી નદી, ચિરોડા નદી
૫૨ ખંભાળીયા સુમરા તરઘડી વીજડયું તળાવ, ધોરાવારૂ તળાવ, દલુડી નદી, વેરૂવારૂ તળાવ, હોજવારૂ ચેકડેમ
૫૩ ખંભાળીયા ગો¹જ મનીયાપીરવાળુ તળાવ, કાળીયાર તળાવ, કોઝવે
૫૪ ખંભાળીયા ચુડેrર તાળીવાળુ તળાવ, પીરવાળુ તળાવ
૫૫ ખંભાળીયા કા.સિમાણી ગામવાળુ તળાવ
૫૬ ખંભાળીયા ઉગમણા બારા કપુરીયાવાળુ તળાવ, વિજળીયાવાળુ તળાવ
૫૭ ખંભાળીયા આથમણા બારા ªટવાવાળુ તળાવ, ગામની બાજુમાં ઓરીયાવાળુ તળાવ
૫૮ ખંભાળીયા દખમણા બારા વયલાવાળું તળાવ, કુંડાળીયાવાળુ તળાવ
૫૯ ખંભાળીયા વચલા બારા મુવાળવાળુ તળાવ, પરસાલવાળુ તળાવ
૬૦ ખંભાળીયા સામોર આવળમાતાજીના મંદિરવાળુ તળાવ, જીવા તળાવ, સામોરીયા-૧ તળાવ
૬૧ ખંભાળીયા હંસ્થળ આશાપુરા પાસે નિર્મળ નીર નદી હાઈવે પાસે તળાવ સામોર નજીક ડેમ
૬૨ ખંભાળીયા કુવાડીયા રતીયાવાળુ તળાવ, કુઈવાળુ તળાવ, આવળમાતાવાળુ તળાવ
૬૩ ખંભાળીયા સોડસલા સોડસલા નદી
૬૪ ખંભાળીયા કોઠા વિસોત્રી યુનીટી ડેમ, જાંબુડા ડેમ, રામ તળાવ
૬૫ ખંભાળીયા હરીપર નાગાભોરા નદી, નવળ વાળુ તળાવ, ડબુંસંગ ડેમ, તળાવ
૬૬ ખંભાળીયા કબર વિસોત્રી ધી નદી, ભાટીયા વાળુ તળાવ, ધારવાનું તાવ, મગરપાટ વાળું તળાવ
૬૭ ખંભાળીયા મોટા માંઢા કુંડવાળુ તળાવ, ખારીવાળુ તળાવ, ભીખુવાળુ તળાવ, આશાબા પીરવાળુ તળાવ
૬૮ ખંભાળીયા નાના માંઢા સિંહણ નદી, ગુફીયાવાળુ તળાવ
૬૯ ખંભાળીયા પરોડીયા પીરનું તળાવ, ગામનું તળાવ(મોટુ તળાવ)
૭૦ ખંભાળીયા નાના આસોટા વગડીયાવાળુ તળાવ, ખારીવાળુ તળાવ, છછનુ તળાવ
૭૧ ખંભાળીયા બેહ ઢાંઢુ તળાવ, ખીમાપાર ડેમ, દરયિા કાંઠા
૭૨ ખંભાળીયા ઝાકસીયા ઝાકસીયા ગામની નદી, ખીમા પાર તળાવ, ખારા વાળુ મોટું તળાવ
૭૩ ખંભાળીયા દાત્રાણા વેદમતી નદી, પાદરવાળું નદી
૭૪ ખંભાળીયા હંજડાપર ગામવાળુ તળાવ, રાજશી હમીર પાસેનું તળાવ, મથુરાનગર પાસેનું તળાવ
૭૫ ખંભાળીયા ધંધુસર સોમેrર મહાદેવ તળાવ, જગાવાળુ તળાવ, પુલીયાવાળુ તળાવ
૭૬ ખંભાળીયા વડત્રા ફલકુ નદી, સ્મશાનવાલુ તળાવ,
૭૭ ખંભાળીયા સોનારડી વાછરાદાદા વાળુ તળાવ, કપુરીયા તળાવ, રાધાણી તળાવ
૭૮ ખંભાળીયા કજુરડા ગામથી ઉગમb તળાવ, રોજીમાતાજીવાળુ તળાવ, ભારા ઉપરનો ડેમ, હીરાસાગર તળાવ
૭૯ ખંભાળીયા ટીંબડી ટીંબડી ગામની નદી (કાઠી દેવળીયા થી આવતી નદી)
૮૦ ખંભાળીયા કાઠી દેવળીયા વોકળો
૮૧ ખંભાળીયા સોઢા તરઘડી વોકળો
૮૨ ખંભાળીયા મોટા આંબલા દરીયા કાંઠો
૮૩ ખંભાળીયા નાના આંબલા ભાડવાળુ તળાવ, શેખપીરડાડા વાળુ મોટુ તળાવ, શારનદી, દરીયા કાંઠો
૮૪ ખંભાળીયા ભરાણા કટીંગવાળુ તળાવ, ગંગામોરી તળાવ, લાખોટા તળાવ, દળવાળુ તળાવ
૮૫ ખંભાળીયા વાડીનાર ગામવાળુ તળાવ, દરીયા કાંઠો
૮૬ ખંભાળીયા ખંભાળીયા ગોવિંદ તળાવ
૮૭ ખંભાળીયા ઘી નદી
૮૮ ખંભાળીયા સલાયા શ્રી પાળેrર મંદિર તળાવ
૮૯ ખંભાળીયા શ્રી હનુમાન મંદિર તળાવ
૯૦ ખંભાળીયા સફી ઢોરો ખાડી વિસ્તાર
૯૧ ખંભાળીયા ભાણવડ ઈન્દ્રેrર નદી
૯૨ ભાણવડ ફલકુ નદી
૯૩ ભાણવડ નકટી વોકળો
૯૪ ભાણવડ જશાપર મીણસર નદી
૯૫ ભાણવડ જોજરી નદી
૯૬ ભાણવડ જંબુશર મીણસર નદી
૯૭ ભાણવડ કંસારીયા તળાવ
૯૮ ભાણવડ તાલાળા તળાવ
૯૯ ભાણવડ નવાગામ માઢ ધારવાળું તળાવ
૧૦૦ ભાણવડ જીવન જેરાજ પાડલીયા ખેતર પાસેનું તળાવ
૧૦૧ ભાણવડ નિર્મળ તળાવ
૧૦૨ ભાણવડ પ્રભુદાસઅંબાવીના ખેતર પાસેનું તળાવ
૧૦૩ ભાણવડ હનુમાન મંદિર પાસેનું તળાવ
૧૦૪ ભાણવડ સોનમતી નદી
૧૦૫ ભાણવડ વર્તુ-૧ નદી
૧૦૬ ભાણવડ વાનાવડ મીણસાર ડેમ
૧૦૭ ભાણવડ સેવક દેવળીયા વર્તુ-૧
૧૦૮ ભાણવડ સોનમતી ડેમ
૧૦૯ ભાણવડ સાજડીયારી શોરઠી ડેમ
૧૧૦ ભાણવડ ગુંદલા ઘુલ્લર નદી
૧૧૧ ભાણવડ ખોડીયારવાળી નદી
૧૧૨ ભાણવડ બંધવારી તળાવ
૧૧૩ ભાણવડ સ્મશાનવાળો ડેમ
૧૧૪ ભાણવડ વેકરીયા વારૂ તળાવ
૧૧૫ ભાણવડ કાટકોલા મીણસાર નદી
૧૧૬ ભાણવડ વાનાવડ કેનાલ
૧૧૭ ભાણવડ દુધાળા બાણગંગા નદી
૧૧૮ ભાણવડ વાંકરીયા વોકલાવાળું નદી
૧૧૯ ભાણવડ ગડુ બાણગંગા નદી
૧૨૦ ભાણવડ રોઝડા પાદરવાળું તળાવ
૧૨૧ ભાણવડ પીપળીવાળું તળાવ
૧૨૨ ભાણવડ ઝરેરા વર્તુ નદી
૧૨૩ ભાણવડ ઈન્દ્રેrર તળાવ
૧૨૪ ભાણવડ ઝરેરા કમઢવાળું તળાવ
૧૨૫ ભાણવડ ખરી તળાવ
૧૨૬ ભાણવડ કબરકા/જોગરા કબરકા ડેમ
૧૨૭ ભાણવડ ભોરીયા કેરાજર
૧૨૮ ભાણવડ નાથા જીવાની વાડી પાસેનું તળાવ
૧૨૯ ભાણવડ ધીરજ મસરીની વાડી પાસેનું તળાવ
૧૩૦ ભાણવડ ફોટડી વર્તુ નદી
૧૩૧ ભાણવડ ચૌહાણ મેપા મેરાની વાડી પાસેનું તળાવ
૧૩૨ ભાણવડ બોડકી પીપરાની ધારા વાળું તળાવ
૧૩૩ ભાણવડ વીંછીંડા વાળુ તળાવ
૧૩૪ ભાણવડ ધારાગર/માનપર ધારગઢિ નદી
૧૩૫ ભાણવડ માનપર સ્મશાનની બાજુવાળો ચેકડેમ
૧૩૬ ભાણવડ મનપર કુવા પાસે પાંચ ખજૂરી વાળો ડેમ
૧૩૭ ભાણવડ કલ્યાણપુર જોજરી નદી
૧૩૮ ભાણવડ રાણ વેકરી નદી
૧૩૯ ભાણવડ ઘુમલી ખોડીયાર જર/ધરો
૧૪૦ ભાણવડ શૈલેrર તળાવ
૧૪૧ ભાણવડ ટીંબડી સતા સાગર તળાવ
૧૪૨ ભાણવડ પ્રેમ સાગર તળાવ
૧૪૩ ભાણવડ ચાવડી તળાવ
૧૪૪ ભાણવડ ફતેપુર ધારવાળું તળાવ
૧૪૫ ભાણવડ રૂપામોરા ડ>ડી જેરમની વાડીની બાજુમાં ઉપલું તળાવ
૧૪૬ ભાણવડ ભીખા હરજીની વાડીની બાજુમાં વચલું તળાવ
૧૪૭ ભાણવડ વશરામ કાનની વાડીની બાજુમાં ત્રીજું તળાવ
૧૪૮ ભાણવડ ગામની ઉગમણી નદી
૧૪૯ ભાણવડ રાણપરડા વર્તુ
૧૫૦ ભાણવડ વર્તુ જલ યોજના-૨ તળાવ
૧૫૧ ભાણવડ આંબલીયારા વર્તુ-૨
૧૫૨ ભાણવડ વર્તુ-૨ તળાવ
૧૫૩ ભાણવડ રેંટા કાલાવડ સોરઠી નદી
૧૫૪ ભાણવડ સોરઠી ડેમ
૧૫૫ ભાણવડ બાંધાનું તળાવ
૧૫૬ ભાણવડ રેંટારેrર શિવ મંદિરવાળું તળાવ
૧૫૭ ભાણવડ બીબીની બગ્વાળું તળાવ
૧૫૮ ભાણવડ ગૌશાળાનું તળાવ
૧૫૯ ભાણવડ આંબરડી ખીજડાવાળું તળાવ
૧૬૦ ભાણવડ યોગેrર તળાવ
૧૬૧ ભાણવડ ઘુનડા" તળાવ
૧૬૨ ભાણવડ કોટેrર તળાવ
૧૬૩ ભાણવડ રાણાસર તળાવ
૧૬૪ ભાણવડ ઉગમણી નદી
૧૬૫ ભાણવડ ખારાવાળી નદી
૧૬૬ ભાણવડ મેવાસા હોથલ નદી
૧૬૭ ભાણવડ ઘુળખાણ તળાવ
૧૬૮ ભાણવડ જારાવાળું તળાવ
૧૬૯ ભાણવડ હિરણ નદી
૧૭૦ ભાણવડ કંટોલીયા ભાદરડી નદી
૧૭૧ ભાણવડ સ્મશાનવાળું તળાવ
૧૭૨ ભાણવડ ધારવાળું તળાવ
૧૭૩ ભાણવડ દેવશી રામશી પિંડારીયાની વાડી પાસેનું તળાવ
૧૭૪ ભાણવડ વિક્રમ ભીખાની વાડી પાસેનું તળાવ
૧૭૫ ભાણવડ ભવનેrર કેકાણ નદી
૧૭૬ ભાણવડ લાંબા ગાળાનું તળાવ
૧૭૭ ભાણવડ સાવડીયા તળાવ
૧૭૮ ભાણવડ રાણપર બાણગંગા નદી (પીંજારાવાડી પાટ)
૧૭૯ ભાણવડ જીવણ ભગતની મઢીવાળું તળાવ
૧૮૦ ભાણવડ ચોખંડા સોનમતી નદી
૧૮૧ ભાણવડ ગાંડીઘેલી નદી
૧૮૨ ભાણવડ મધવતી નદી
૧૮૩ ભાણવડ સોનમતી તળાવ
૧૮૪ ભાણવડ ભેનકવડ વર્તુ-૨ ડેમ
૧૮૫ ભાણવડ સઈ દેવળીયા વેરાડી-૨ ડેમ
૧૮૬ ભાણવડ સણખલા ખારીવાળું તળાવ
૧૮૭ ભાણવડ ગામવાળું તળાવ
૧૮૮ ભાણવડ ચાંદવડ સરવણી નદી
૧૮૯ ભાણવડ ગુંદા મધુમતી નદી
૧૯૦ ભાણવડ મોરઝર વર્તુ-૧ ડેમ
૧૯૧ ભાણવડ વર્તુ નદી
૧૯૨ ભાણવડ જામપર સોનમતી નદી
૧૯૩ ભાણવડ સોનમતી ડેમ
૧૯૪ ભાણવડ વેરાડ વેરાડિ-૧ નદી
૧૯૫ ભાણવડ પાછતર વીરતીયાવાળું તળાવ
૧૯૬ ભાણવડ મતવાળી વાળું તળાવ
૧૯૭ ભાણવડ પાછતરડી આવળ આઈના મંદિરવાળું તળાવ
૧૯૮ ભાણવડ વનરાવન વાળું તળાવ
૧૯૯ ભાણવડ મોટા કાલાવડ મથાળ કાટકોલા વાળી નદીનું વહેણ
૨૦૧ ભાણવડ મોડપર ઝોઝરી નદી
૨૦૨ ભાણવડ શીવા મીણસર નદી
૨૦૩ ભાણવડ હાથલા વેકરા
૨૦૪ ભાણવડ કુરંગા કુરંગા પાટિયા પાસે, શિવમંદિર સામે, મુંગટા તળાવ
૨૦૫ દ્વારકા ખતુમ્બા ખતુમ્બા ગામમાં પ્રવેશતા, પ્રથમ પુલ, પુલ-૧
૨૦૬ દ્વારકા ખતુમ્બા મુળવાસાથી અણિયારી ગામની વચ્ચે આવેલ પુલ, અણિયારી પુલ-૧
૨૦૭ દ્વારકા અણીયારી ગામની બાજુમાં આવેલ તળાવ, આંબલીવાળુ તળાવ
૨૦૮ દ્વારકા હમુસર હમુસર પાટીયા પાસે, ચાદરોઈ તળાવ
૨૦૯ દ્વારકા પોશીત્રા પોશીત્રા પાસેથી ગોપી જતા રસ્તે, ખારા પીપરવા તળાવ
૨૧૦ દ્વારકા પોશિત્રા પોશિત્રા ગામેથી ગોપી જતા મેઈન રસ્તે, ખારી વાળુ તળાવ
૨૧૧ દ્વારકા નાના ભાવડા નાના ભાવડા ગામેથી દ્વારકા જતા રસ્તે, પુલ-૧
૨૧૨ દ્વારકા મુળવેલ મુળવેલ ગામમાં પ્રવેશતા પહેલો પુલ, પુલ-૧
૨૧૩ દ્વારકા ચરકલા પેટ્રોલ પંપ પાછળ, જી.જી. વાળું ડેમનું તળાવ ચરકલા
૨૧૪ દ્વારકા ભાવડા રબારી વાસની બાજુમાં, મોટા જેઠિયા તળાવ-૧
૨૧૫ દ્વારકા મુળવાસર ગામની બાજુમાં, સાગરસર તળાવ
૨૧૬ દ્વારકા કોરાડા કોરાડા ગામથી દ્વારકાના રસ્તે, પુલ-૧
૨૧૭ દ્વારકા નાગેrર નાગેrર મંદિરની પાછળ, નાગેrર તળાવ
૨૧૮ દ્વારકા નાગેrર નાગેrર વાડિ વિસ્તાર, ભીમગજા
૨૧૯ દ્વારકા ટ>ંપણી પીઠળમાતાજીના મંદિરની બાજુમાં, ફાટિયુ તળાવ
૨૨૦ દ્વારકા શિવરાજપુર શીવરાજપુર બીચ
૨૨૧ દ્વારકા ઓખામઢી ઓખામઢી બીચ
૨૨૨ દ્વારકા શામળાસર ગોપી તળાવ
૨૨૩ દ્વારકા દ્વારકા ગોમતી નદિ
૨૨૪ દ્વારકા દ્વારકા પંચકુઈ બીચ
૨૨૫ દ્વારકા દ્વારકા ગાયત્રી બીચ
૨૨૬ દ્વારકા દ્વારકા ભડેકેrર મહાદેવ/સનસેટ પો¹ટ
૨૨૭ દ્વારકા દ્વારકા ખારા તળાવ
૨૨૮ દ્વારકા દ્વારકા માયાસર તળાવ
૨૨૯ દ્વારકા દ્વારકા ગોલપા તળાવ
૨૩૦ દ્વારકા દ્વારકા રાવડા તળાવ
૨૩૧ દ્વારકા દ્વારકા ધોળા તળાવ
૨૩૨ દ્વારકા દ્વારકા ઓખા ચોપાટી
૨૩૩ દ્વારકા દ્વારકા આર. કે. બંદર
૨૩૪ દ્વારકા દ્વારકા ડાલ્ડા બંદર
૨૩૫ દ્વારકા દ્વારકા બેટ દરિયાઈ પ|ી
૨૩૬ દ્વારકા દ્વારકા ગઢેચી તળાવ
૨૩૭ દ્વારકા દ્વારકા સખોદ્વાર તળાવ
૨૩૮ દ્વારકા સતાપર સિંધણી સિંચાઈ યોજના
૨૩૯ કલ્યાણપુર ભોગાત ભોગાત બંધારા યોજના
૨૪૦ કલ્યાણપુર હડમતીયા ભાંગ
૨૪૧ કલ્યાણપુર જામ કલ્યાણપુર ગેટવાળુ પી.ટી.
૨૪૨ કલ્યાણપુર રાવલ નિલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર તથા રાવલ-હનુમાનધાર રોડ વિસ્તાર
૨૪૩ કલ્યાણપુર ગાંધવી મેઢાક્રીક ડેમ
૨૪૪ કલ્યાણપુર ગાંધવી ગાંધવી-હર્ષદ દરિયા કિનારો
૨૪૫ કલ્યાણપુર રાણપરડી રાણપરડા નદિ
૨૪૬ કલ્યાણપુર રાણપરડી દુધી નદિ
૨૪૭ કલ્યાણપુર ભોગાત દરિયા કિનારો
૨૪૮ કલ્યાણપુર ગોજીનેશ દરિયા કિનારો
28 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 29 30 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 31 32 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 33

દેવભૂમિ દ્વારકા, ૦૯ માહે મે, સને ૨૦૨૫.

ભૂપેશ જોટાણીયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે

વંચાણે લીધા ઃ

(૧) અત્રેના તા. ૦૨-૦૪-૨૦૨૫ ના જાહેરનામા ક્રમાંક ઃ DBD/0212/03/2025

(૨) પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના તા. ૧૩-૦૫-૨૦૨૫ ના જા.નં. LIB/પરપ્રાંતિય-જાહેરનામા/૧૧૧૫/૨૦૨૫

સુધારેલ જાહેરનામું

નં.ડીએમ/મેજી/જાહેરનામા/પરપ્રાંતિય/૧૫૫/૨૦૨૫.-દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. તેમજ ગુજરાત રાજયના અtભુત વિકાસને પરીણામે રોજગારીને અનેક તકો ઉભી થયેલ હોય બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. આ જિલ્લામાં ખેતીકામ, ઘરઘાટી, ચોકીદાર, કારખાના, મકાન બાંધકામ, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ, ફેકટરીઓમાં કામ માટે પરપ્રાંતિય લોકોને રાખે છે. જેમાં અમુક ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ધરાવતા ઈસમો હોય એવી સંભાવના રહેલ છે. ભુતકાળમાં પણ કેટલાંક પરપ્રાંતિય કામદારો ચોરી, લુંટ કે ગંભીર પ્રકારના હુમલાઓ કરી લોકોની જિંદગીની ખુંવારી થાય અથવા લોકોની સંપતિને નુકશાન થાય તેવું કૃત્ય કરીને નાસી ગયેલ છે. કામ કરવા માટે રાખનાર માલિક પાસે આવા પરપ્રાંતિય મજૂરોનાં ટ>ંકા નામ સિવાય વિશેષ કોઈ માહિતિ હોતી નથી જેને કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે. જે આપણા દેશ અને રાજ્યની સુરક્ષા માટે જોખમી છે.

34 THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025

જે તમામ પરિસ્થિતીને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે અનધિકૃત રીતે દેશમાં રહેતા વિદેશી નાગરીકોની ઓળખ થાય અને પરપ્રાંતિય લોકોના જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી દરખાસ્ત મળેલ છે. જે દરખાસ્ત મને વ્યાજબી અને ઉચિત જણાય છે.

સબબ હું, રિ©ી રાજ્યગુરૂ (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે,

(૧) તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી પત્રક-એ મુજબ સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૫ માં આપવાની રહેશે.

પત્રક-એ

મજુરનો તાજેતરનો ફોટો

ક્રમ મુtા
૧ કામ કરવા રાખેલ વ્યકિતનું પુરૂ નામ, ªમર, વતનનું સરનામું, મોબાઈલ નંબર (ફોટો આઈ.ડી. પ્રુફની નકલ સાથે)
૨ કામ કરવા રાખેલ વ્યકિતનું હાલનું રહેણાંકનું સરનામું તથા મોબાઈલ નંબર/સંપર્ક નંબર.
૩ તેની સાથે બીજા માણસો રહેતા હોય તે તમામના તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૪ જેને ત્યાં કામ કરતા હોય તે વાડી માલીકનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૫ કોઈ મારફત આવી વ્યકિતને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું, મોબાઈલ નંબર
૬ અગાઉ જે કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું અથવા તેના ગામના સરપંચ નામ-સરનામું, મોબાઈલ નંબર
૭ સ્થાનિકમાં આવી રીતે કામે રાખેલના ઓળખીતા રહેતા હોય તો તેના નામ-સરનામા, મોબાઈલ નંબર
૮ મજુરી કામે રાખેલ વ્યકિતના વતનનું પુરૂ સરનામું, પોલીસ સ્ટેશન તથા વતનમાં રહેતા માતા, પિતા, ભાઈ, બહેનની વિગત નામ-સરનામા, મોબાઈલ નંબર
૯ પરણિત હોય તો પત્ની/પતિનું તથા સસરા/સાળાના નામ-સરનામા, મોબાઈલ નંબર
૧૦ કામે રાખેલ વ્યકિતની ªચાઈ, દેખાવનું વર્ણન, અPયાસ તથા ઓળખી શકાય તેવી શારીરિક કોઈ નિશાની પૈકી શકય હોય તેટલી વિગતો આપવી.
૧૧ કામે રાખેલ વ્યકિતના આધાર, જેવા કે અન્ય દેશના નાગરિક હોય તો તેમના વિઝા, પાસપોર્ટ વિગેરે વિગતો આપવી.
૧૨ આધારકાર્ડ ઉપરાંત અન્ય ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વિગેરે)

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનીક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૧૫-૦૫-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૧૬ માહે મે, સને ૨૦૨૫.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ-૧૬૩ અન્વયે કાઢેલ

હુકમ

નં.ડીએમ/મેજી/જાહેરનામા/૧૬૫/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરીના જા.નં. LIB/જાહેરનામા/૧૧૨૭/૨૦૨૫, તા. ૧૫-૦૫-૨૦૨૫ થી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવજનક સ્થિતિ હોય, જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અત્રેના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ જાતના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાય તે રીતનું જાહેરનામું પ્રસિધ્ધ કરાવવા અત્રે દરખાસ્ત કરેલ છે. જે વ્યાજબી જણાય છે.

સબબ હું, રિ©ી રાજ્યગુરૂ (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ વિસ્તારમાં કોઈ પણ જાતના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

અપવાદ

Remote Sensing, Mining, Law & Order, Internal Security, Defence ને આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી મુકિત આપવામાં આવે છે.

આ જાહેરનામાંના હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-I (Ext.) Dt. 19-12-2025 35

આ જાહેરનામાની જાહેરાત જાહેર જનતાને જાણ થાય તે રીતે નકલો ચોંટાડીને અને સ્થાનિક વર્તમાનપત્રોમાં કરવી તથા ગુજરાત અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાનું ફરમાવું છું.

આ હુકમ તા. ૧૬-૦૫-૨૦૨૫ થી તા. ૨૯-૦૫-૨૦૨૫ (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૬-મે-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાવી બહાર પાડયું.

દેવભૂમિ દ્વારકા, ૧૬ માહે મે, સને ૨૦૨૫.

રિ©ી રાજ્યગુરૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું

જાહેરનામું

નં. એમએજી/વશી/ડ્રોન-ફટાકડા/પ્રતિબંધ/૨૭૫-૧/૨૦૨૫.-પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદરના પત્ર ક્રમાંક ઃ LIB/UAV-DRONE/ પ્રતિબંધ/જા.ના./૮૪૩/૨૦૨૫, તા. ૨૨-૦૫-૨૦૨૫ ના પત્રથી જણાવ્યા અનુસાર રાષ્ટ્રમાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા પોરબંદર જિલ્લા વિસ્તારના નાગરિકોમાં ભય જેવી પરિસ્થિતી ઉભી ન થાય તેમજ નાગરિકોના જાન માલની સુરક્ષાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાવવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવા માટે અત્રેથી પ્રસિધ્ધ કરેલ જાહેરનામાની મુદત તા. ૧૫-૦૫-૨૦૨૫ ના રોજ પુર્ણ થઈ ગયેલ હોવાથી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગરના પત્ર ક્રમાંક ઃ જી-૧/ કા.વ્ય-૨/ડઉવ-૨૭/૩૫૭/૨૦૨૫, તા. ૧૬-૦૫-૨૦૨૫ થી ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા માટે જાહેરનામું બહાર પાડવા જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ હોવાથી ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થઈ આવેલ છે.

આમ હાલની પરિસ્થિતી ધ્યાને લેતા લોકોમાં ભય ન ફેલાય અને કોઈપણ પ્રકાર રીતે જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવું છું.

જેથી હું, જે. બી. વદર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પોરબંદર જિલ્લો, પોરબંદર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવું છું.

પ્રતિબંધિત સમય ઃ

આ હુકમ તા. ૨૭-૦૫-૨૦૨૫ થી તા. ૦૯-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

સજા ઃ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા(BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો પાસેથી જાહેર વ્યવસ્થા કે લોકોમાં ભય ફેલાય તેવો કોઈપણ સામાન પોલીસ તપાસ અર્થે કબ્જે લઈ શકશે.

તમામને વ્યકિતગત રીતે આ નોટીસની બજવણી કરવી શકય ન હોય એકતરફી હુકમ કરૂ છું. આ હુકમ પોરબંદર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલ ચોટાડીને અને સદરહુ વિસ્તારમાં ઢંઢેરો પીટાવીને અથવા લાઉડ સ્પીકર મારફતે તેની જાહેરાત આપીને અથવા રેડીયો ઉપર તેનું પ્રસારણ કરીને પ્રસિધ્ધ કરવાનું રહેશે.

આજ રોજ તા. ૨૭-૦૫-૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કા હેઠળ હુકમ કર્યો.

પોરબંદર, ૨૭ માહે મે, સને ૨૦૨૫.

જે. બી. વદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર

Government Press & Stationery, Rajkot.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 19 December 2025. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2025-12-19.202602151859386904/. Archive identifier in.gazette.gujarat.2025-12-19.202602151859386904.