© The Gujarat Government Gazette SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION PUBLISHED BY AUTHORITY
VOL. LXVII ] THURSDAY, 08th OCTOBER, 2026/ASHVINA 16, 1948 [ Issue No. 41
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation.
PART-I
| PART - I Government Notifications Appointments Promotions, Leave of absence, Rules and orders (Other than those published in Part-I-A, IV-A, IV-B, and IV-C) list of publications for sales etc., Miscellaneous Notifications Appointments etc., | Pages 681-686 | PART - I - B (Suppliment) Government Notifications Published under Land Acquisition Act only Supplement. | Pages Nil |
| PART - II Miscellaneous Notices, Advertisments, List of Books Sanctioned by the Director of Education, List of Jurors. Schedule of Estates by the Official Assignee, Summary of Births and Deaths, etc., | 10815-11224 | ||
| PART - I - A Order and Notifications (Other than those published in Part-IV-B) under the Gujarat Local Boards, Village Panchayats, Municipals, Boroughs, (Districts) Municipals Primary Education and Local Fund Audits, Acts., | Nil | ||
| PART - III Miscellaneous Supplements Season and Crop Reports, Prices, Current Rainfalls Returns, District Local Boards Accounts etc., | Nil | ||
681682 GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 08-10-2026
Government Notifications, Orders Appointments, etc.
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
NOTIFICATION
Miscellaneous Notifications appointments etc.
By the Principal District Judge
Read : Notification No. A.1201/2026[22], Dated 06-08-2026 of the Hon'ble High Court of Gujarat.
NOTIFICATION
No. B/316/2026.-As per the Hon'ble High Court of Gujarat Notification cited in the preamble, I have taken over the charge as Principal District & Sessions Judge, Devbhumi Dwarka @ Khambhalia, on 17-08-2026 B.O.Hs.
Therefore, all the Top Secret, Confidential and Demi Official correspondence meant for the Principal District Judge, Khanbhaliya, District Devbhumi Dwarka may please be addressed to me by name as under :
Mr. T. R. Desai
Principal District Judge,
New District Court Complex,
Salaya Road, Harshadpur, Khambhalia
Dist. Devbhumi Dwarka-361305.
Telephone Number are informed here under : Residential Address
S.T.D. Code : 02833 Bunglow No. 5, Salaya Road,
Office : 234617 (Direct)
Harshadpur, Khambhalia, District-Devbhumi Dwarka
Office : 234618
Fax : 234618 (Tel/Fax)
Mobile No. : +91 9998293722
Email : [email protected]
Devbhuimi Dwarka @ Khambhalia, 17th August, 2026.
T. R. Desai
Principal District Judge,
Devbhumi Dwarka @ Khambhalia
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે
જાહેરનામુ
નં. એમએજી/સી/જાહેરનામુ/ઘર નોકર/ઈ-૨૧૪૧૯૭/૨૦૨૬.-પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢના પત્ર નં. એસ.ઓ.જી./ઘર નોકર/જાહેરનામું/૭૩૪/ ૨૦૨૬, તા. ૧૪-૦૯-૨૦૨૬ ના પત્રથી રજુ થયેલ દરખાસ્તની વિગતે, જુનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુન્હાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃધ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘરકામ અર્થે રાખેલ ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃતિ ધરાવતા હોઈ, એકલતાનો લાભ ઉઠાવી નાણાની અથવા અન્ય લાલચમાં આવી જઈ શરીર સબંધી કે મિલકત સંબંધી ગુન્હાઓ આચરી ફરાર થઈ જતા હોય છે. આંતકવાદી પ્રવૃતિઓમાં સામેલ ઈસમો પણ આ રીતે રહે તેવી શકયતા નકારી શકાય નહિ. મહદંશે ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોઈ, તેઓ ગુન્હો આચરીને જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોથી નથી પરિણામે તેમને પકડવા ખુબ જ મુશ્કેલભર્યુ બને છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જુનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી અને શાંતિ જાળવવા સારૂં આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા, ફોટોગ્રાફ, ધંધાકીય પ્રવૃતિની વિગત વિગેરે માહિતી માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા તથા આવી પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વાજબી જણાય છે. સબબ, હું એન. એફ. ચૌધરી, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, સમગ્ર જુનાગઢ જિલ્લા વિસ્તારમાં ઘરઘાટીના નામ, સરનામા,GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 08-10-2026 683 ફોટોગ્રાફ, ધંધાકીય પ્રવૃતિની વિગત વિગેરે માહિતી ઘરમાલિક/ભાડુઆત દ્વારા નીચે મુજબ નમૂનામાં દર્શાવેલ પત્રક મુજબની માહિતી દિન-૭ માં સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે તેમજ નવા ઘરઘાટીને કામ પર રાખ્યાની તથા જુના ઘરઘાટીને છુટા કર્યાની તારીખથી ૪૮ કલાક અંદર સંબંધિત પો. સ્ટે. ને જાણ કરવાની રહેશે.
| ક્રમ | ફરજિયાત જોડવી) ટેલીફોન નંબર (આઈ.ડી. પ્રુફની નકલ ઘર માલિક/ભાડ>આતનું નામ/સરનામું, મોબાઈલ/ | પ્રુફની નકલ ફરજિયાત જોડવી ઘરઘાટીનું પુરૂં નામ, ઉ.વ. તથા જૂનાગઢ જિલ્લાનું સરનામું તથા મોબાઈલ નંબર (આઈ.ડી. | નકલ ફરજિયાત જોડવી નંબર તથા પો.સ્ટે.નું નામ (આઈ.ડી. પ્રુફની ઘરઘાટીનું મૂળ વતનનું સરનામુ તથા મોબાઈલ | ઘરઘાટીને કામે રાખ્યા તારીખ/છૂંટા કર્યા તારીખ | મોબાઈલ નંબર અને ઘરઘાટીનો સમયગાળો માલિકનું/ભાડુઆતનું પુરૂ નામ, સરનામું તથા ઘરઘાટી અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે ઘર | (આઈ.ડી. પ્રુફની નકલ ફરજિયાત જોડવી ઘરઘાટી કોના રેફરન્સ/પરિચયથી કામે રાખેલ છે? તેનું પુરૂ નામ, સરનામું તથા મોબાઈલ નંબર | સરનામા તથા મોબાઈલ નંબર ઘરઘાટીના માતા-પિતા ભાઈ-બહેનના પુરા નામ, | સાળાના નામ, સરનામું તથા મોબાઈલ નંબર ઘરઘાટી પરિણીત હોય તો તેના સાસુ-સસરા, | નિશાની ઘરઘાટીનો અભ્યાસ તથા ઓળખી શકાય તેવી | ફોટોગ્રાફ ઘરઘાટીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ |
આ જાહેરનામું તા. ૧૯-૦૯-૨૦૨૬ થી તા. ૧૭-૧૧-૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટિસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે.
આ જાહેરનામુ આજ રોજ જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જુનાગઢ, ૧૮ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૬.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે
જાહેરનામુ
નં. એમએજી/સી/જાહેરનામુ/મકાન/ઈ-૨૧૪૪૭૪/૨૦૨૬.-પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢના પત્ર ક્રમાંક ઃ એસ.ઓ.જી./મકાન ભાડુઆત/ જાહેરનામુ/૭૩૫/૨૦૨૬, તા. ૧૪-૦૯-૨૦૨૬ થી થઈ આવેલ દરખાસ્ત વિગતે, ત્રાસવાદી તેમજ અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે તેમજ આતંકવાદી પ્રવૃતિ કરે છે. જેથી માનવ જીંદગીની ખુવારી થાય તેમજ લોકોની સંપતીને નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ રહેલી છે. બહારના શહેર, રાજય કે દેશમાંથી આવતા આવા તત્વો કોઈના મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને વિસ્તારનો સર્વે કરી સ્થાનિક પરિસ્થીતીથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે, આથી આવી પરીસ્થિતી અટકાવી શકાય તે માટે સમગ્ર જિલ્લામાં કોઈ મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજના માલિક સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે તેમા દર્શાવ્યાનુસારની (નીચે મુજબની) જાણ કર્યા સિવાય કોઈને મકાન ભાડે આપી શકે નહિ તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થઈ આવેલ છે.
જુનાગઢ જિલ્લો વિશાળ દરીયા કિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ગિરનાર આવેલ છે. આ સિવાય જિલ્લામાં પ્રવાસ-પર્યટનના તથા ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધા અર્થે આવે છે. આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ સ્થાનિકે ભાડેથી મકાન લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતાં હોય પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢ તરફથી થઈ આવેલ દરખાસ્ત વ્યાજબી/ઉચીત જણાય છે.
આથી હું, બી. એસ. બારડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડેથી આપી શકશે નહી. ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત ભાડુઆત અને સંબંધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નીચેના કોલમો મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
684 GUJARAT GOVERNMENT GAZETTE PART-I (RAJKOT SECTION) Dt. 08-10-2026| અનુ. | મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/ દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજના માલિકનું નામ/ સરનામુ અને ટેલીફોન નંબર/ મોબાઈલ નંબર | ભાડે આપેલ મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/ દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજનું પુરૂ નામ, સરનામુ | મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/દુકાન/ ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું છે? તથા ભાડા કરાર કરાવેલ છે કે કેમ? | ભાડુઆતાનું પુરૂ નામ, સરનામુ તથા મો. નંબર | ભાડુઆતની આઈ. ડી. પ્રુફની નકલ જોડવી | મકાન/ઔદ્યોગિક એકમ/ઓફિસ/ દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજના મકાન માલીકનો ભાડુઆત સાથે સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામું/ટેલીફોન નંબર/ મો. નંબર તથા આઈ.ડી. પ્રુફની નકલ જોડવી |
| (૧) | (૨) | (૩) | (૪) | (૫) | (૬) | (૭) |
આ જાહેરનામુ તા. ૧૯-૦૯-૨૦૨૬ થી તા. ૧૭-૧૧-૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટિસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે.
આ જાહેરનામુ આજરોજ મારી સહી તથા કચેરીના સિક્કા સાથે જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જુનાગઢ, ૧૮ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૬.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે
જાહેરનામુ
નં. એમએજી/સી/મોબાઈલ/લેપટોપ/લે-વેચ/રીપેરીંગ/ઈ-૨૧૪૩૧૭/૨૦૨૬.-પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢના પત્ર ક્રમાંક ઃ એસ.ઓ.જી./મોબાઈલ/ લેપટોપ/લે-વેચ/રીપેરીંગ/જાહેરનામું/૭૩૩/૨૦૨૬, તા. ૧૪-૦૯-૨૦૨૬ થી થઈ આવેલની વિગતે, ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે મોબાઈલ ફોન/લેપટોપનો દૂરઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી, ચોરી તેમજ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુન્હાઓ આચરતા હોવાના ઘણા ગુન્હાઓ જિલ્લામાં દાખલ થયેલ છે. મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા ઈ-કોમર્સનું ચલણ વધી રહયું હોય, સાયબર ક્રાઈમના મોટા ભાગના ગુન્હેગારો બિલ વગરના મોબાઈલ મેળવી દેશના કોઈપણ ખૂણે બેસીને અપરાધને અંજામ આપતા હોવાનું ધ્યાને આવેલ છે તેમજ રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તેમજ મોબાઈલ ચોરીઓના ગુન્હાનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગુમ થયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળેે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ/લેપટોપ ખરીદેલ છે. જે મોબાઈલ/ લેપટોપ વેંચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જૂના મોબાઈલ/લેપટોપ કોની પાસેથી ખરીદેલ છે અને કોને વેંચેલ છે તે જાણવું જરૂરી છે તેવું જણાવી નીચે દર્શાવ્યા મુજબની માહિતી નિભાવતા પોલીસ અધિકારીશ્રી, જૂનાગઢએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજૂ કરેલ છે.
જુનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે. આથી હું બી. એસ. બારડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, જુનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના મોબાઈલ/લેપટોપ લેનાર/વેચનાર દુકાનધારકો/વેપારીઓએ નીચે મુજબના રજીસ્ટર નિભાવવાના રહેશે અને તેમાં જુના મોબાઈલ/લેપટોપ ખરીદતી વખતે/વેંચતી વખતે જરૂરી વિગતો નોંધવાની રહેશે.
જુના મોબાઈલ / લેપટોપ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર ઃ
| અ. નં. | જુના મોબાઈલ ફોન/ લેપટોપની કંપનીનું નામ | મોડલ નંબર | IMEI નંબર/ Sr. નંબર/ | મોબાઈલ/લેપટોપ વેંચનારનું નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગત (ID પ્રુફની નકલ અલગ ફાઈલમાં રાખવી) | બિલ નંબર/ તારીખ | જુના મોબાઈલ/ લેપટોપની વેપારીએ કરેલ ખરીદીની તારીખ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
જુના મોબાઈલ/લેપટોપ વેંચતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટર ઃ
| અ. નં. | જુના મોબાઈલ ફોન/ લેપટોપની કંપનીનું નામ | મોડલ નંબર | IMEI નંબર/ Sr. નંબર/ | મોબાઈલ/લેપટોપ ખરીદનારનું નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગત (ID પ્રુફની નકલ અલગ ફાઈલમાં રાખવી) | બિલ નંબર/વેચાણ તારીખ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
જુના મોબાઈલ ફોન/ લેપટોપ રીપેરીંગ કરનાર વેપારીએ નિભાવવાનું રજીસ્ટર ઃ
| અ. નં. | જુના મોબાઈલ ફોન/ લેપટોપની કંપનીનું નામ | મોડલ નંબર | IMEI નંબર/ Sr. નંબર (બીલની નકલ સાથે જોડવી) | રીપેરીંગ માટે આપનાર વ્યકિતના નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગત (આઈ.ડી. પ્ર્રુફની નકલ અલગ ફાઈલમાં રાખવી) | રીપેરીંગ માટે આપનાર વ્યકિતની સહી/તારીખ | રીપેરીંગ કર્યા બાદ પરત લેનાર વ્યકિતની સહી/તારીખ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
આ જાહેરનામું તા. ૧૯-૦૯-૨૦૨૬ થી તા. ૧૭-૧૧-૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટિસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે.
આ જાહેરનામુ આજરોજ જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જુનાગઢ, ૧૮ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૬.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે
જાહેરનામુ
નં. એમએજી/સી/જાહેરનામુ/વાહન લે-વેચ/ઈ-૨૧૪૦૮૦/ર૦૨૬.-પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢના પત્ર ક્રમાંક ઃ એસ.ઓ.જી./વાહન લે- વેચ/ જાહેરનામુ/૭૩૧/૨૦૨૬, તા. ૧૪-૦૯-૨૦૨૬ થી થઈ આવેલ દરખાસ્તની વિગતે, છેલ્લા કેટલાક સમયથી આંતકવાદી, ભાંગફોડિયા તત્વો ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોના ઉપયોગ કરતા હોવાનું જણાયેલ છે. આતંકવાદી કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની ઘણીવાર નોંધણી ન થયેલ હોવાને કારણે આરોપીઓ સુધી પહોંચવાનું તપાસ એજન્સી/પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. મહદંશે આવા વાહનોની લે-વેંચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે દુકાનદારો/એજન્ટો ખરીદનાર ગ્રાહક પાસેથી ઓળખના પૂરતા પૂરાવા મેળવ્યા વગર વાહનોનું લે-વેંચ કરતા હોય છે કે ભાડે આપતા હોય છે. બહારના જિલ્લા/રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા અસામાજિક તત્વો જૂના વાહનોની લે-વેંચ કે ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી જુના વાહનોના લે-વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનારા વેપારીઓ/એજન્ટો ઉપર નિયંત્રણ મૂકવા જરૂરી હોવાનું જણાવી પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજૂ કરેલ છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વાજબી જણાય છે. આથી હું, બી. એસ. બારડ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂં છું કે, જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના વાહનોની લે-વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વ્યકિતઓએ નીચે દર્શાવ્યા મુજબ રજિસ્ટરની સ્થાનિક પો.સ્ટે.ના સહી સિકકા કરાવી નિભાવણી કરવાનો આથી હુકમ કરવામાં આવે છે.
જુના વાહનની ખરીદી અંગેનું રજિસ્ટર ઃ
| અ. નં. | જુના વાહન કોની પાસેથી ખરીદેલ છે તેનું પુરૂં નામ, ªમર, સરનામું તથા મોબાઈલ નંબર | જુના વાહનનો નંબર/ પ્રકાર, એન્જીન નંબર તથા ચેસીસ નંબર (વાહનની આર.સી. બુકની નકલ જોડવી | જે વ્યકિત પાસેથી વાહન ખરીદેલ હોય તેના રજુ કરેલ આધાર-પુરાવા જેવા કે રેશનકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ડ્રા. લાઈસન્સ/બેન્કની પાસબુક/ પાનકાર્ડ/પાસપોર્ટ/ઈલેકટ્રીક બીલ/ ટેલીફોન બીલ (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોકસ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી.) | જે વ્યકિત પાસેથી વાહન ખરીદેલ હોય તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ | જે વ્યકિત પાસેથી વાહન ખરીદવું હોય તેની સહી/ તારીખ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
જુના વાહનના વેંચાણ અંગેનું રજિસ્ટર ઃ
| અ. નં. | જુના વાહન કોને વેંચેલ છે તેનું પુરૂં નામ, ªમર, સરનામું તથા મોબાઈલ નંબર | જુના વાહનનો નંબર/ પ્રકાર, એન્જીન નંબર તથા ચેસીસ નંબર (વાહનની આર.સી. બુકની નકલ જોડવી | જે વ્યકિતને વાહન વેંચેલ છે તેના રજુ કરેલ આધાર-પુરાવા જેવા કે રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રા. લાઈસન્સ/બેન્કની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ઈલેકટ્રીક બીલ/ ટેલીફોન બીલ (તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોકસ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી.) | જે વ્યકિતને વાહન વેંચેલ હોય તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ |
જુના વાહનો ભાડે આપેલ હોય તેનું રજિસ્ટર ઃ
| અ. નં. | જુના વાહન કોને ભાડે આપેલ છે તેનું પુરૂં નામ, ªમર, સરનામું તથા મોબાઈલ નંબર | ભાડે આપેલ વાહનનો નંબર/ પ્રકાર, એન્જીન નંબર તથા ચેસીસ નંબર (વાહનની આર.સી. બુકની નકલ જોડવી | જે વ્યકિતને વાહન ભાડે આપેલ હોય તેના રજુ કરેલ આધાર- પુરાવા જેવા કે રેશનકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ડ્રા. લાઈસન્સ/ બેન્કની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ઈલેકટ્રીક બીલ/ ટેલીફોન બીલ (તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોકસ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી.) | કઈ તારીખથી કઈ તારીખ સુધી વાહન ભાડે આપેલ છે? માસિક ભાડાની રકમ, ભાડાકરાર કરાવેલ છે? (હા/ના) | વાહન ભાડે લેનાર વ્યકિતની સહી/તારીખ | વાહન ભાડે આપનાર વ્યકિતની સહી/તારીખ | જે વ્યકિતને વાહન ભાડે આપેલ હોય તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ |
આવા વેપારીએ દર મહીનાને અંતે આવા જૂના ખરીદ કરેલ/વેંચેલ/ભાડે આપેલ વાહનોની વિગતો પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢની કચેરીની એસ.ઓ.જી. શાખા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧ (ફોન નં. ૦૨૮૫-૨૬૩૫૧૦૧) ખાતે માસના અંતે અચૂક રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા. ૧૯-૦૯-૨૦૨૬ થી તા. ૧૭-૧૧-૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાની જાહેર જનતાને જાણ સંબંધીત કચેરીઓએ તેમના નોટિસ બોર્ડ પર, સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યા ઉપર નકલ ચોટાડીને તથા માહિતી ખાતાએ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધી કરી કરવાની રહેશે.
આ જાહેરનામુ આજ રોજ જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે પ્રસિધ્ધ કરવામાં આવ્યું.
જુનાગઢ, ૧૮ માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૬.
બી. એસ. બારડ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જુનાગઢ જિલ્લો, જુનાગઢ
Government Press & Stationery, Rajkot.